Friday, 8 March 2019

40 Lent Sessions

ગઈ કાલે આપણે આપણા પાપની માફી વિષે મનન કર્યું હતું. આજે પણ માફી વિશેજ વાત કરીશું પણ બીજાને આપણે આપવાની માફી. મિત્રો ઈશ્વરે આપણને માફી આપી પણ શું આપણે બીજા ને માફ કરીશકીએ છીએ? અને જો આપણે માફી આપી ના શકતા હોઈએ તો આપણે ઈશ્વર પાસે માફી માંગવાના હકદાર છીએ?

એક સાયકોલોજીકલ રિસર્ચ માં જણાવ્યું છે કે લોકો બીજાને માફ ના કરી ને પણ માંદગી, પોતાના માટે માનસિક તાણ અશાંતિ અને મનોરોગ નોતરે છે. આપણે તો બાઇબલ માં વાંચીયે જ છીએ અને આપણે તો રોજ પ્રાર્થના કરીયે છીએ કે "જેમ હું મારા રુણીઓ ને માફ કરું તેમ તું મને માફ કર. ". તો શું સાચે જ આપણે  આપણા ઋણી ઓ ને માફ કરીયે છીએ? બાઇબલ માં માથ્થી 6:14-15 માં  કહ્યું છે "14. જો તું બીજાઓના દુષ્કર્મોને માફ કરશે, તો આકાશમાંનો પિતા તારા પણ દુષ્કર્મો માફ કરશે. 15.પરંતુ જો તું તારું ખરાબ કરનાર ને માફ નહિ કરે તો આકાશનો પિતા તને પણ માફ નહિ કરે.". એફેસીઓને પત્ર 4:32 માં પણ કહ્યું છે "એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો. "ચાલો આજે એક સ્ત્રી ની વાત કરીયે.

આપણા આ બહેન ના ડિવોર્સ થયા હતા. એમના પતિ બીજી સ્ત્રીના કારણે આ બહેને ડિવોર્સ આપી પેલી  સ્ત્રી ને પરણી ગયા હતા.  આપણા આ બહેન તેમના બાળકો સાથે એકલા પડી ગયા હતા. એમનું જીવન નું બધું રૂટીન  ઉપર ઉપર થી બરોબર ચાલતું હતું. પરંતુ બહેન ખુબ બેચેન રહે, એમનું મન ક્યાંય  લાગે નહિ. એમનું ધ્યાન બીજી સ્ત્રી જે ની સાથે એમના પતિ પરણી ગયા હતા એમના માંજ રહે. બધી સ્ત્રી માં એમને એ બીજી સ્ત્રી જ દેખાય, કઈ બીજું સુજે નાઈ, ચીડિયો સ્વભાવ, અનિંદ્રા, બેચેની સાથે એમને દોસ્તી કરી લીધી હતી.  કેટલા ડોક્ટર્સ, સાયકાઈટ્રીસ, સેલ્ફ હીલિંગ ના સેમિનાર, એક્સસઆઇઝ,  ચાલવા જવું, ટ્રીપ માં જવું એવું તથા સમાજ માં આવ્યું એવા બધા જ નુસખા અપનાવ્યા, પણ કાંઈ પરિણામ આવ્યું નહિ.

તેવામાં એમના ચર્ચમાં માફી પર સેમિનાર યોજાયો. પાદરી સાહેબે એમને ખાસ હાજર રહેવા જણાવ્યું, અને તે ગયા. સેમિનારની શરૂવાત તો બાઇબલ થી થઇ તે આ બહેને ઘણું જ સારું લાગ્યું.  પાદરી સાહેબે કીધું કે હવે  તમે તમારી આંખો બંધ કરો, ને એ વ્યક્તિ ને યાદ કરો જેણે તમને સૌથી વધુ દુઃખ પોહ્ચાડ્યું હોય.  આપણા બેનના પગ ઢીલા થવા લાગ્યા. એમને એ બીજી સ્ત્રી દેખાવા લાગી. જયારે પાદરી સાહેબે  કીધું કે ઇસુના નામે તમે તમારા એ ઋણી ને માફ કરી દો. તો એમનો ઈગો એમને એમ કરતા રોકવા લાગ્યો, પરંતુ તેજ ક્ષણે કોઈ શાંતિથી ધીમેથી એમના કાનમાં આવી ને જાણે બોલ્યું કે "મારા ખાતર પણ તું એને માફ ના કરી શકે!". અને આપણા આ બેન ના જીવનમાં બદલાવ આવ્યો. એમણે  દિલથી એ બેન માટે માફી આપી અને માંગી.  જાણે જાદુ થયું, આપણા બેન ને અદભુત શાંતિ એ ઘેરી લીધા, સાથે આનંદથી  એમનું અસ્તિત્વ ભરી ગયું . એમને રીયલાઈઝ થયું કે મેં એટલો ટાઈમ મગજમાં બધું ભરી રાખી ને કેટલું બધું ખોયું. પરંતુ  હવે મારા ઈશ્વર ને તો નાજ ખોઈ શકું.  તે દિવસે રાત્રે અદભુત નિદ્રા, શાંતિ કોઈ દુઃસ્વપ્ન નહીં, કોઈ ભય નહીં. એમનું જીવન આનંદ થી ભરાય ગયું. એમનું મન આંનદથી ભરેલું રહેવા લાગ્યું.


ચાલો આ લેન્ટ ના દિવસો માં આપણે  પણ આપણી આંખો બંધ કરી આપણા પ્રભુ ઈશુ ના નામ માં આપણા લોકો ને માફી આપીયે અદભુત આંનદ ને માણીયે. કોઈ સબંધ, કે લોકો આપણા ઈશ્વર થી ઉપર નથી.
આપણી જાતને ખાલી કરીયે, ઈશ્વરના પ્રેમ માટે, આપણી શાંતિ માટે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Reference for Story
Chicken Soup for the Soul

Reference for Images
Google Image