Sunday, 17 March 2019

40 Lent Sessions

પ્રાર્થના ને મદદ
આપણા જીવન માં એવા ઘણા પ્રસંગો આવે છે, કે જયારે આપણને કોઈ વસ્તુની જરૂર હોય એ આપણી સામે હોય પણ આર્થિક કે બીજા કારણોસર આપણે  એ વસ્તુ લેવાની હિંમત કરી શકતા નથી. એવા  સમયે આપણે પ્રાર્થના ની મદદ લેવાનું પણ ચુકી જતા હોય છે. ઈશ્વર પર નો વિશ્વાસ ગુમાવી ને દુનિયાદારી ની રીતે જે યોગ્ય લાગે તે નિર્ણય લેતા હોઈયે છીએ. એ ખોટું નથી, પણ આપણે ત્યારે થોડી હિંમત અને થોડી પ્રાર્થના ની જરૂર હોય છે.
આજ ની વાત પણ એવી જ છે. એક શહેરમાં દેશ ની બધીજ મંડળીની સંગીત સભા હતી. આ સભામાં ઈશ્વરની મહિમા  ગાતા બધા જ લોકો એ ભાગ લીધો હતો. એમાં એક યુવાન જોડું હતું  જે હજુ પોતાના ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહ્યું હતું. આ જોડી ને એક પિયાનોની જરૂર હતી. સભા ના દિવસો માં વચ્ચે એક રાજા નો દિવસ હતો. આ જોડી બજાર માં લટાર મારવા નીકળી. તેવો બજાર ના એક સંગીતના સાધનો વેચતી દુકાન માં ગયા. મોટા શહેરની મોટી દુકાન માં બન્નેને એ વાત નક્કી લગતી હતી કે આપણા બજેટ માં કઈ જ મળવાનું નથી. પરંતુ પતિ આશાવાદી હતા કે કંઈક  તો મળી જશે .  દુકાન માં એક નાનો  પિયાનો જોયો. જે ખુબ સુંદર  હતો અને એના સુર પણ મધુર હતા. બન્નેને એ ગમી ગયો. પરંતુ ભાવ સાંભળી ને બહેન હિંમત હારી ગયા. પિયાનો 10000 રૂપિયાનો હતો. ડિસ્કાઉન્ટ સાથે 5000 રૂપિયાનો પડે. બન્નેના ગજવામાં માત્ર 500 રૂપિયા હતા. પરંતુ તેમના પતિ ખુબ ઉત્સાહી હતા. એમને એ 500 રૂપિયા એડવાન્સ માં આપી ને પિયાનો નોંધાવી લીધો. નક્કી કર્યું કે 30 દિવસ માં જો બાકી ના 4500 રૂપિયા ના આપી શક્ય તો આ પિયાનો બીજા ને વેચી દેવાનો. બહેન ખુબ ગુસ્સે થયા. પણ એમના પતિએ જણાવ્યું કે પૈસાનો બંદોબસ્ત ઈશ્વર કરશે. આપણે જે ઈશ્વર ના કાર્ય કરીયે છીએ એના માટે આ પિયાનોની જરૂર છે. આપણી જરૂરિયાત ઈશ્વર પુરી કરશે. આપણે  વિશ્વાસ અને પ્રાર્થના કરવાની છે.
બહેન રોજ સવારે પ્રાર્થનામાં પિયાનો ની અરજ ઈશ્વર પાસે લાવવા લાગ્યા. ઈશ્વર મારા સંગીત માટે આ પિયાનોની મને જરૂર છે. જો કોઈ ડૉક્ટર પોતાની સેવા માટે સાધન માગત તો તું  આપત જ ને. તેમ મને મારી સેવા માટે આ પિયાનો ની જરૂર છે. તું બંદોબસ્ત કરી આપ. સાથે તેવો સંગીત સભા માં ગીતો ગાતા અને ઈશ્વરનો મહિમા કરતા રહ્યા. આમને આમ દિવસો વીતતા ગયા. 29 માં દિવસે સભા પુરી થઈ. બધા પોતપોતાને ઘરે ગયા. આ યુવાન જોડું પણ પોતાને ઘરે ગયું. પૈસા નો કોઈ બંદોબસ્ત થયો નહતો. બહેન  નિરાશ હતા. તેવો ઘરે પોહ્ચ્યા કે તેમના પિતાએ એક કવર બહેન ને આપ્યું ને કીધું કે "આ કાલે જ આવ્યું છે ઘણું અજીબ છે. એમાં સરનામું પણ બરોબર નથી અને તારી અટક પણ ખોટી લખી છે. છતાં અહીં સુધી પોહચી ગયું.". બહેને આ પરબીડિયું ખોલ્યું, તો તેમના આશ્ચ્રર્ય સાથે એમાં 5000 રૂપિયા નો ચેક હતો. જે તેમના દુરના કાકાએ મોકલ્યો હતો. આ  કાકા ને બહેને  કયારેક જોયા હતા, પણ વાતચીત કયારેય નહતી કરી.
બહેન ના પતિ એ કહ્યું "જો આપણી પ્રાર્થના નો જવાબ.". એમને તરત પેલી દુકાને ફોને કરી ને બાકી ના
4500 રૂપિયા ખાતામાં મોકલી આપ્યા, સામે  દુકાને પણ એમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કરી આપ્યુ. પિયાનો બહેનના ઘરે પોહચાડી દીધો.
તો જોયું! ઈશ્વર એમની મદદ મોકલવા કોઈ નો પણ ઉપયોગ કરી શકે છે. બસ આપણો  વિશ્વાસ અને પ્રાથર્ના જરૂરી છે. બાઇબલમાં યોહાનનો પત્ર 1 માં 5:4 માં કહેવાયું છે કે "શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે.", અને માર્ક 11:24 માં જણાવાયું છે કે "તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખે, તો તે તમને મળશે.". આપણી પ્રાર્થના વિશ્વાસ સાથે થવી જોયે ના કે દેખાવ સાથે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણી જરૂરિયાત તેમની પાસે લાવીએ. તે આપણા પિતા છે. જેમ બાળક પોતાની જરૂરિયાત પોતાના વ્હાલા પિતાને કહે છે તેમ આપણે પણ આપણી જરૂરિયાત આપણા પિતા ને કહેવાની છે. જેમ આપણે આપણા પિતા પર ભરોસો રાખીયે છીએ તેમ ઈશ્વર પિતા પર ભરોસો રાખવાનો છે.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images


No comments: