Tuesday, 19 March 2019

40 Lent Sessions

મોટી બહેન 
કયારેક ઈશ્વર આપણને અગાઉથી થનારી વાતો બતાવી ને તેના પર ચાલવા માટે દોરતો હોય છે. ઈશ્વરના આયોજન ખુબ સુંદર હોય છે. હા! એ છેકે તે આપણી સમજની  બહાર હોય છે. આપણે જયારે એના આયોજન સમજાય ત્યારે આપણે તેનો મહિમા કર્યા વગર રહી નથી શકતા.
આજની વાત એવી જ બે બેહનોની છે. બે સગી બહેનો, પરણીને પોત પોતાના સંસારમાં  જોડાઈ ગઈ હતી. મોટી એક શહેરમાં નાની એનાથી ઘણી જ દૂર બીજા શહેર માં. એક દિવસ મોટી બહેન ને સ્વપ્ન આવ્યું એ જલ્દી ઉઠી ને તૈયાર થઇ ને પોતાના પતિ ને ઉઠાડ્યા. તેને તેના પતિને થોડી વાતો કરી. થોડી જ વાર માં મોટી બહેન ઢળી પડી. એને હોસ્પિટલમાં લઈ ગયા જાય ડૉક્ટરે તેના મગજને મૃત (બ્રેન ડૅડ) જાહેર કર્યું. એના પતિ એ બધા ને બોલાવી લીધા. નાની બહેનને આ સમાચાર સાંભળી ને જાણે લકવા જ મારી ગયો. નાની બહેન તેના પતિ સાથે માંડ લાંબી સફર કરી ને મોટી બહેનના શહેર એને રાખેલી તે હોસ્પિટલ માં  પોહચી. 
નાની બહેને વિંનતી કરી કે મને મારી બહેન પાસે થોડી વાર એકલી રહેવા દો. બધા રૂમ માંથી બહાર  ગયા પછી થોડીવાર માં એને જોયું કે એની બહેન પડખું ફરી, અને એની સામે જોઈ ને વાત કરી. એકદમ ધીમા પણ સાફ અવાજમાં કીધું કે "હું અહીં બહુ ખુશ છું. હું ઈશ્વરની સાથે તેમની પાસે છું. બસ એક કામ કર મેં તારા બનેવી ને જે કીધું છે તે તમે કામ પતાવો. કોઈ મારા માટે દુઃખી ના થતા. હું ઈશ્વરને દૂત તરીકે અલગ કરાઈ છું." નાની બહેન તરત બહાર ગઈ ને બધા ને બોલાવી લાવી. પણ ડૉક્ટરે ના પડી કે પેશન્ટની હાલત માં કંઈજ સુધારો નથી. ત્યાર બાદ નાની બહેનને તેની માતા એ કહ્યું કે મારી સાથે પણ તારી બહેને આમજ વાત કરી છે. તારા દાદાને પણ એવો જ અનુભવ થયો છે. હમણાં જ તેમનો ફોન હતો અને તેમણે કીધું કે મોટી મને મળી ને ગઈ. એ ખુબ જ સુંદર લગતી હતી. 
જયારે બધા એ મોટી બહેનના પતિની વાત સાંભળી તો બધા ઈશ્વરની યોજના જોઈ ને ખુબ જ આશ્ચ્રર્યચકિત થઇ ગયા. તેમણે કીધું કે સવારે જલ્દી ઉઠી ને તૈયાર થઇ ને મારી પત્નીએ મને જગાડ્યો અને કીધું કે "મેં સ્વપ્ન જોયું છે. હવે આજે હું ઈશ્વર પાસે જવાની છું, તમે મને તરત હોસ્પિટલ લઇ જજો અને મારા શરીરના અંગો દાન  કરી દેજો.". પેહલા તો મેં એની કોઈ વાત માની નહિ, પરંતુ થોડી જ વારમાં તે બેહોશ થઇ ગઈ. અમે એને હોસ્પિટલમાં લાયા તો ડૉક્ટર કીધું કે સ્ટ્રોકના કારણે એનું બ્રેન ડૅડ થયું છે. ત્યારબાદ મોટી બેન ના અંગ દાન કરી દેવા માં આવ્યા. એના  અંગો થી 4 વ્યક્તિઓ ને નવું જીવન સાંપડ્યું. આજે એ વાત ને વર્ષો થઇ ગયા છે, પરંતુ આજે પણ એ કુટુંબના સભ્યો ને જયારે મુસીબત હોય કે બીમાર હોય  કે ગમે તેવી પરિસ્થિતિ હોય. મોટી બહેન સપનામાં આવી ને તેમને દૂત ની જેમ દિલાસો આપે છે. 
ઈશ્વરની યોજના હંમેશા આપણી સમજની બહાર  હોય છે. પરંતુ આપણે એને આધીન થઇ ને તેને પરિણામની ચિંતા વગર પુરી કરીયે છીએ તો તે આશીર્વાદથી આપણા અને બીજા ના જીવનો ભરી દે છે. તે પોતાની યોજના માટે જયારે આપણો  ઉપયોગ કરે છે ત્યારે આપણે પણ તેમને પુરી આધીનતાથી સમર્પણ કરવું જ જોઈએ. બાઇબલમાં તેનું સૌથી મોટું ઉદાહરણ ઇબ્રાહિમ છે. જુના કરાર માં ઉત્તપત્તિ 12:1 થી 12:4 માં આપણે જોઈએ છીએ કે " યહોવાએ ઇબ્રામને કહ્યું, “તું તારો દેશ, તારા સગાંસંબંધી, અને તારા પિતાના પરિવારને છોડી દે અને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.
2 હું તને આશીર્વાદિત કરીશ. હું તને એક મહાન રાષ્ટ બનાવીશ. હું તારા નામને પ્રસિધ્ધ કરીશ. લોકો તારા નામ દ્વારા બીજાને આશીર્વાદ આપશે.
3 જે લોકો તારું ભલું કરશે તે લોકોને હું આશીર્વાદ આપીશ. પરંતુ જેઓ તને શ્રાપ આપશે તેઓને હું શાપ દઈશ. પૃથ્વી પરના બધા મનુષ્યોને આશીર્વાદ આપવા માંટે હું તારો ઉપયોગ કરીશ.”
4 ઇબ્રામે યહોવાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેણે હારાન છોડયું. અને લોત તેની સાથે ગયો. તે સમયે ઇબ્રામ 75 વર્ષનો હતો.". તેવી જ રીતે નૂહ જયારે ઈશ્વરના કહેવાથીવહાણ બનાવતો ત્યારે પણ એને ઈશ્વર ની યોજના ને પૂર્ણ આધીન થયોઅને ઈશ્વરે તેને તથા તેના કુટુંબ ને જળ પ્રલય થી બચાવી નેનવી દુનિયા માં વસાવ્યા. યર્મિયા 29:11 માં કહ્યું છે કે "તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે."

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
www.dailyinspirationalauotes.in

No comments: