આ લેન્ટ ના દિવસોમાં અહીં આ બ્લોગ ના માધ્યમ થી રોજ એક વાર્તા મૂકી તેનું મનન કરીશું. જે આપણા માટે આત્મિક ભોજન બની રહે તેવી પ્રાર્થના સાથે આજે અપને ઈશ્વર ની માફી, આત્મિક શાંતિ અને આત્મિક નર્સની વાત કરીયે.
નર્સ ઈશ્વરના આશીર્વાદીત કાર્યમાં નું એક કાર્ય છે. એક નર્સ શારીરિક અને આત્મિક બન્ને સારવાર કરી શકે છે.
નર્સ ઈશ્વરના આશીર્વાદીત કાર્યમાં નું એક કાર્ય છે. એક નર્સ શારીરિક અને આત્મિક બન્ને સારવાર કરી શકે છે.

આ વાત એક મેલ નર્સ અને તેમના દરદી ના દાખલા થી જોઈએ. આ પેશન્ટ છેલ્લા 6 વર્ષ થી પથારીવશ હતા. તેમને રોજીંદુ કાર્ય કરવા માટે નર્સ ભાઈ મદદ કરતા હતા. પેશન્ટની જરૂરત મુજબ તેમને બેડ પરથી વ્હીલચેર માં અને વ્હીલચેર થી બેડ પર સુવડાવતા. આમ કરતા બન્ને વચ્ચે ઈશ્વરની માફી અને બાઇબલ વિષય પર વાત થતી હતી. એક દિવસ રાત્રે પેશન્ટ ને સુવડાવતાં આજ વાત માં પેશન્ટેએ પૂછ્યું "ભાઈ! ઈશ્વર બધાં ને માફ કરે છે?". ભાઈએ જણાવ્યું કે "બાઇબલ મુજબ આપણે જે પાપ, જૂઠ, કચકચ કરીયે છીએ તે ઈશ્વર ને જરાય પસંદ નથી, પરંતુ અપને પસ્તાવો કરી પાપ ની માફી માંગીયે તો ઈશ્વરે કીધું જ છે કે "હું પાપ માફ કરીશ.".". આ સાંભળીને પેશન્ટે જણાવ્યું કે "મેં મારી જુવાનીમાં મારા માતા પિતા ની ચાંદીની વસ્તુઓ ચોરી ને વેચી દીધી હતી. આ વાત મેં અજશુધિ કોઈને કીધી નથી, અને કોઈ એ શોધી શક્યું નથી.તો ઈશ્વર મારુ આ પાપ પણ માફ કરશે?". નર્સ ભાઈએ કોઈપણ અણગમા વગર પ્રેમ અને વિશ્વાષથી જણાવ્યું " હા! જરૂર ઈશ્વર તમને પણ જરૂર માફ કરશે. તમે પસ્તાવો કરી પ્રાર્થના કરો. ઈશ્વર જરૂર જવાબ આપશે. ". આમ વાત કરી એક બીજાને ગુડ નાઈટ કરી તેવો છુટા પડ્યાં.
નર્સ ભાઈ બીજે દિવસે ડ્યુટી પાર આવ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે એમના પેશન્ટ રાત્રે 3 વાગે નર્સ ની ટેબલ પાસે જાતે ચાલી ને આવ્યા હતા અને પોતાનું બાઇબલ આપી ને કહ્યું હતું કે હવે મારે આની જરૂર નથી. અને તેવો શાંતિથી ચાલી ને પોતાના રૂમમાં પાછા જઈ ને જાતે પોતાના બેડ પર સુઈ ગયા, અને શાંતિ થી મૃત્યુ પામ્યા.

માણસ ઘણીવાર પોતાના જ પાપના બોજ નીચે દબાય છે. કચરાય છે પરંતુ ઈશ્વર પાસે આવતા કે વાત કરતા ઘબરાય છે. એવા સમયે અપને આવા આત્મિક ઘાવો ને સમજી આવા ઘાયલ આત્મા પર જજમેન્ટલ બન્યા વગર પ્રેમ અને વિશ્વાસથી તેમને સાંભળી ને બાઇબલ અને ઈશ્વરની માફી રૂપી મલમ માંગાવીએતો, ઘણા આત્માઓને શાંતિ અને વિશ્વાશનું સાજાપણું માલીશાકે છે.
Purvi Hope
Story Refrance
Chicken Soup for the Soul
Image Refrance
Google Images
1 comment:
good
Post a Comment