અજાણ્યો માણસ
કેટલીક વાર એવું થાય છેકે કોઈ આપણી પાસે મદદ માંગે તો આપણે એની પત્રતા વિષે વિચારવા લાગીયે છીએ. આપણે જાણીએ છીએ કે ઈશ્વરે કીધું છે કે પાત્રતા જોવાનું કામ તારું નથી, તું મદદ કર. છતાં આપણે વિચારીયે છીએ કે આને મદદ થાય આને ના થાય. પરંતુ કયારેક ઈશ્વર આપણી પાસે અપેક્ષા રાખે છે, અને સામે થી મદદ માંગનાર ને મોકલે પણ છે. થોડું અટપટું છે પણ આ વાત થી સમજીયે.
એક ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માં માપણી આધિકારી ફરજ બજાવતા હતા. એમણે અને એમની પત્ની એ નક્કી કર્યું હતું કે આપણી પાસે મદદ માંગવા આવનાર ને આપણે યથા શક્તિ મદદ કરીશું. એક વાર માપણી ના કામ અર્થે આ માપણી અધિકારી ભાઈને એક મજુર વિસ્તારમાં જવાનું થયું. સાંજે એમનું કામ પૂરું થયા પછી તેવો એમને લેવા માટે આવતી ગાડી ની રાહ જોતા આજુબાજુ નું નિરીક્ષણ કરતા ઉભા હતા. તેવા માં એક મજદૂર ભાઈ બાજુની બાંધકામ ચાલુ એવી જગ્યાએ થી નીકળ્યા. તેવો આ માપણી અધિકારી ની બાજુમાં આવી ને ઉભા રહ્યા. મજુર ભાઈ ખુબ ટેંશોન માં લગતા હતા. આથી માપણી અધિકારીએ પૂછ્યું "કોઈ પ્રોબ્લેમ છે? જો તમે મને કહી શકતા હોવ તો કહો.". આ મજુર ભાઈએ કહ્યું " હું બાજુ ના ગામમાંથી અહીં આવ્યો છું, મારી પત્નીને નાની બાળકી અહીં બાજુ ની ધર્મશાળામાં છે. હું અહીં મજૂરી કરું છું. કાલે ધર્મશાળાના મેનેજરે મને કીધું હતું કે આજે સાંજ શુધી હું ભાડું નહિ આપું તો મારે રૂમ ખાલી કરી દેવી પડશે. આજે હું સવાર થી અહીં મારા મુકાદમની રાહ જોવ છું પણ મુકાદમ આવ્યા જ નથી. મારે પૈસા લેવાના છે. શું કરું? કાંઈજ ખબર નથી પડતી.". પેહલા તો માપણી અધિકારી ભાઈ ને થયું કે હું પૈસા આપું, પણ પછી તેમને વિચાર આવ્યો કે આ માણસ સાચું જ બોલે છે એની શી ખાતરી? આ વિસ્તારમાં તો આવા કેટલાય લોકો ફરતા હશે. આમ એમણે પોતાની જાતને સમજવા માડી પેલા મજુરભાઈ ત્યાં થી ચાલ્યા ગયા.
આ માપણી અધિકારી ને એકદમ થી નિરાશા ની લાગણી થવા લાગી. એમને લેવા જે ગાડી આવી તે લઇ ને તેવો પેલા મજદૂર ભાઈને શોધવા લાગ્યા. ખુબ ફર્યા છતાં ના તો ધર્મશાળા મળી કે ના ભાઈ. એમનું મન એક બાજુ એમને કેવા લાગ્યું કે જોયું ઉલ્લુ જ બનાવતો હતો એ માણસ. પરંતુ એવી પરિસ્થિતિ માં તેમને પ્રાથર્ના કરી કે હે ઈશ્વર તું સાચે જ ઇછતો હોય કે હું એ ભાઈ ને મદદ કરું તો તું મને એમને દેખાડ. બીજા જ વણાંક પર એ ભાઈ ઉભેલા દેખાય. માપણી અધિકારી એ એમને બોલાવી ને ગાડી માં બેસાડ્યા અને કહ્યું કે ચાલો આપણે તમારી ધર્મશાળામાં જઈએ. મજદૂર ભાઈ ના બતાવેલા રસ્તે આગળ જતા ધર્મશાળા પણ દેખાઈ જાય એક નાની બાળકી અને તેની માતા આ મજદૂર ભાઈની રાહ જોઈ રહ્યા હતા. માપણી અધિકારીએ પોતાના ગજવામાં હતા એટલા રૂપિયા આ કુટુંબને આપી દીધા. મજદૂર ભાઈ ની આંખો માં આશુ આવી ગયા. તેમણે જણાવ્યું કે એટલા માં મારુ એક અઠવાડિયાનું ભાડું અને રેશન આવી જશે. માપણી અધિકારી ઈશ્વરની આ અદભુત કમાલ ને જોઈ ને વિચરતા રહ્યા કે ઈશ્વર કયારે કોને કેવી રીતે મેળવે છે તે કોઈ નથી જાણતું. એના કાર્ય અદભુત છે.
બાઇબલમાં કીધું છે કે “વળી તેને જેની જરૂર હોય તે તમાંરે તેને ઉછીનું આપવું અને તે માંટે દુ:ખી થવું નહિ! કારણ કે, આના લીધે તમે જે કરશો તેમાં યહોવા તમને તમાંરાં બધાં કાર્યોમાં લાભ આપશે. (પુનર્નિયમ 15:10)".
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
Reference for Images
WomenWorking.com
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
Reference for Images
WomenWorking.com
No comments:
Post a Comment