મારી પત્ની
દોસ્તો આજની વાત કોઈ ચોપડી માંથી નહિ, પરંતુ જીવન ની ચોપડી માંથી હું લખું છું. કોઈ ભૂમિકા વગર. એક ભાઈ જેમની સારી નોકરી હતી,સારું ભણતર હતું. પણ યુવાની માં ખરાબ સંગત ને કારણે વ્યસનના શેતાનના ગુલામ બની ગયા. હવે ગામની એક સ્ત્રી સાથે તેમના લગ્ન થયા. આ બહેન નું ભણતર ઓછું પણ ગણતર બઉ. જીવ ની, સંબંધોની સમજ બઉ. સૌથી મોટી વાત ઈશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્ણ જીવન. પતિ ખુબ દારૂ પીવે. પી ને ધમાલ કરે, એટલે કંટાળીને કુટુંબીજનો પણ તેમના થી દૂર થવા લાગ્યા. બે બાળકો થયા. આ બધી પરિસ્થિતિ માં એક વાત ના બદલાય, તે આ બહેનો ઈશ્વર પરનો વિશ્વાસ. પોતાના કુટુંબ માટે નો પ્રેમ. બહેન ખુબ લગન , પ્રેમ થી, પ્રાથર્ના સાથે પોતાના પતિ ને પાછા ફરવા સમજાવે. પતિ વાત સાંભળવા તૈયાર ન હતા. પરંતુ બાળકો મોટા થવા લાગ્યા. સમજણા થવા લાગ્યા ધીરે ધીરે ઈશ્વરે ભાઈ ના જીવન માં કાર્ય કરવાનું શરુ કર્યું. ધીરે ધીરે ભાઈ ને સમજવા લાગ્યું કે આ વ્યસન નો શેતાન મારા બાળકો ને ગળી જશે. પરંતુ એને છોડવું સહજ નહતું. પત્ની પ્રાર્થના ને વિશ્વાસ સાથે પતિની સેવા માં લાગી ગઈ. પત્ની એ બાળકો આ વ્યસનની પકડમાં ના આવી જાય એની કાળજી પણ રાખી. પતિ ને હૂંફ, પ્રેમ અને પ્રાથર્ના થી વ્યસનની પકડ થી છોડવા લાગી. એની લગન જોઈ ને કુટુંબ ના લોકો પણ પાછા આવા લાગ્યા સહાય કરવા લાગ્યા. ધીરે ધીરે આ વ્યસન નો શેતાન હરિ ને આ કુટુંબને છોડી ને હંમેશા માટે જતો રહ્યો.
એક સમયે જે નોકરી માંથી કાઢી મુકવાની વાત હતી, ત્યાં ભાઈ ને બઢતી મળવા માડી. ભાઈ પ્રભુના કામમાં જોડાયા. બાળકો ભણી ને સારી જગ્યા એ સ્થિર થયા. આજે જયારે એમની સાથે મુલાકાત થાય છે ત્યારે તેવો પોતાના એવા ખરાબ સમય માં પણ સાથ ના છોડવા, સાચો રસ્તો બતાવ ઈશ્વર અને પોતાની પત્ની નો આભાર માને છે.
દુઃખ પરીક્ષણ બધા જ સબંધોમાં આવે જ છે. પરંતુ આવી પરિસ્થી માં એક એ શાંત રહી પુરા વિશ્વાસથી સમબંધ ને પકડી રાખવાની જરૂર હોય છે. ઘરની સ્ત્રી શાંત, પ્રેમાળ, સમજદાર, ઈશ્વરના માર્ગે ચાલનાર અને દ્રઢ હોય તો. તે કુટુંબ ગમે તેવી પરિસ્થિતિ માંથી બહાર આવીજ શકે છે. બાઇબલમાં કીધું જ છે કે નીતિવચન 31:10-31 માં પત્નીના ગુણો કહેવાય છે જેમાં કહ્યું જ છે કે " સદગુણી પત્ની કોને મળે? હીરામાણેક કરતાં પણ એનું મૂલ્ય વધારે છે.". એટલે કે જેના જીવન માં સદગુણી પત્ની હોય જે હંમેશા પતિનું ભલુજ કરતી હોય, પતિ તેના પર અને તે પતિ પર ભરોસો રાખતી હોય, જે હંમેશા પોતાના કુટુંબ નું ભલુજ કરતી હોય. તેવી પત્ની સાચે જ ઈશ્વરના આશીર્વાદ છે. વળી તીતસ2 ના 3:3-5 માં કીધું છેકે "વળી તું વૃદ્ધ સ્ત્રીઓને પવિત્ર જીવન ગાળવાનું શીખવ. તું એમને શીખવ કે બીજા લોકોની વિરૂદ્ધમાં કૂથલી કરનારી નહિ, કે ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ પણ સ્ત્રીઓએ જે સારું છે તે શીખવવું જોઈએ.","જુવાન સ્ત્રીઓને સમજુ અને શદ્ધ બનવાનું, પોતાનાં ઘરોની સંભાળ રાખવાનું, દયાળુ થવાનું અને પોતાના પતિની આજ્ઞા પાળવાનું, તેઓએ શીખવવું જોઈએ. તે પછી, પ્રભુએ આપણને આપેલા વાતની કોઈ પણ વ્યક્તિ ટીકા કરી શકશે નહિ.". સ્ત્રી એ બીજાની કૂથલી કરવામાં સમય ના બગાડવો જોઈએ. પરંતુ દયાળુ બની ને બીજા ને મદદરૂપ થવું જોયે.
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference for Images
Google Images
No comments:
Post a Comment