ઈશ્વરનું આશીર્વાદિત બાળક
કયારેક કેટલા બાળકો ખાસ હોય છે. જેને આપણે ખાસ(સ્પેશયલ) બાળક કહીયે છીએ. અમારા એક અંકલ આવા બાળકોના આશ્રમમાં સંચાલન નું કાર્ય કરે છે. તેમના આશ્રમ ની મુલાકાત લેતા આવા બાળકો ને જોતા હંમેશ દુઃખ ની લાગણી અનુભવાય છે. આવા બાળકો ખુબ જ પ્રેમાળ ને, આંનદીત હોય છે. પરંતુ આવા બાળકો ને જોઈ ને એ વિચાર જરૂર આવે કે એવી કઈ મજબૂરી હશે કે માતાપિતા આ બાળકો ને કોઈ આશ્રમ માં મુકવા મજબુર થઇ જાય છે. ગુજરાતી માં એક કેહવત છે કે "છોરું ક છોરું થાય, પરંતુ માવતર ક માવતર કયારેય ના થાય.". પરંતુ આવા માતાપિતા આ કહેવત ને ખોટી પડે છે. આ આશ્રમ માં રહેલા કેટલાક માતા પિતા એવા છે કે જેમની આર્થિક પરિસ્થિતિ એવી ના હોય કે આ બાળકની સંભાળ રાખી શકે. પરંતુ ઘણા એવા છે કે જેમની પાસે દેખીતું કોઈ જ કારણ ના હોય, ને તેવો પોતાનાજ બાળક થી મોહ ફેરવી લેતા હોય છે.આનું એક કારણ સમાજ અને સમાજ ની કેટલીક ગૈર માન્યતાઓ પણ છે. તે એ કે "માતા પિતાની પાપની સજા રૂપ ઈશ્વર આવા બાળક આપે છે.". કયારેય વિચાર્યું કે ઈશ્વર એવું કરી શકે? જવાબ છે ના. જુના કરાર મુજબ પેહલા આ વાત કદાચ સાચી હતી, પરંતુ ઈસુના આવ્યા બાદ આ વાત સાચી નથી. યોહાન 9:3 માં કહ્યું છે કે " ઈસુએ ઉત્તર આપ્યો, “તે આ માણસનાં પાપ કે તેનાં માતાપિતાનાં પાપોથી આંધળો થયો નથી. આ માણસ આંધળો જન્મ્યો છે જેથી કરીને જ્યારે હું તેને સાજો કરું ત્યારે દેવનું સાર્મથ્ય લોકોને પ્રગટ કરાવી શકાય.". એટલેકે જન્મથી ખોડ વાળું બાળક એ પાપની નિશાની નથી. પરંતુ ઈશ્વર તેનો એના મહિમા માટે ઉપયોગ કરે એની નિશાની છે.યર્મિયા1:5 માં કીધું છે કે "તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો; તું જન્મ્યો તે પહેલાં મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો, આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.” એટલેકે બાળક જયારે ગર્ભમાં રોપાય છે તે પહેલા ઈશ્વર એના કાર્ય નક્કી કરી ને જ બનાવે છે.
આપણે ઈશ્વર પર ભરોષો અને એને સોંપેલું આ કાર્ય પુરી લગન અને ખંત થી કરવાની જરૂર છે.
આજે આપણે
આવા જ એક કુટુંબની વાત કરી એ. એક કુંટુંબ કે જેમને ત્રણ બાળકો હતા. એક દીકરી 12 વર્ષની, દીકરો 9 વર્ષનો, અને નાની દીકરી 8 મહિનાની. આ નાની દીકરી જન્મથી જ અપંગ હતી. આવા બાળકની સંભાળ માટે વધુ સમય અને વધુ શક્તિ ની જરૂર પડે છે. આવા કુટુંબને સંભળાવામાં પણ લોકો ને મઝા આવતી હોય છે. આ કુટુંબને પણ સંભળાવા માટે લોકો તૈયાર થઇ ગયા કે "તમારા જ કોઈ પાપની આ નિશાની છે.", "આને આશ્રમ માં મૂકી એવો.". કેટલાક કહેવાતા હિતેછુઓ એ સલાહ આપી કે " આને આશ્રમ માં મૂકી એવો. તમે એની પાછળ સમય આપશો તો બીજા બાળકો નું શું થશે?". અને આ માતાપિતા પોતાની આ નાનકડી બાળકીને આશ્રમ મોકવાનું નક્કી કર્યું.
નક્કી દિવસે તેવો આશ્રમ માં મુકવા જય રહ્યા હતા ત્યારે રસ્તામાં રેડિયો પર અપંગ રોજગાર મંડળના પ્રમુખ નો ઇન્ટરવ્યૂ આવી રહ્યો હતો. બાળકીના પિતા ને પ્રમુખભાઈનું નામ સાંભળી ને યાદ આવ્યું કે આ ભાઈ તો મારી સાથે શાળામાં હતા, ને તેવો જન્મથીજ બંને પગે અપંગ હતા. આ પ્રમુખભાઈ પોતાના બાળપણ ની વાતો કહી રહ્યા હતા, જેમાં એમની માતાની વાતો હતી. તેમને જણાવ્યું કે મારા માતાને હું હંમેશા પૂછતો કે હું જ કેમ ? ત્યારે મારી માતા ઉત્તર આપતી કે "જયારે તારો જન્મ થવાનો હતો ત્યારે ઈશ્વરે પોતાના દૂતો સાથે મંત્રણા કરી કે આ મારુ ખાસ બાળક છે. આને માટે વિશેષ પ્રેમ, વિશ્વાસ, અને કાળજી ની જરૂર છે. તો એને મારા પર વિશ્વાસમા દ્રઢ કુટુંબ માં મોકલો." અને ઈશ્વરે અમને તેના ખાસ માટે પસન્દ કાર્ય છે. તું ઈશ્વરનું ખાશ બાળક છે.". માતાની આવી વાતો ની આ પ્રમુખ પર ખુબ અસર થઈ. આ વાતો એમને હંમેશા મુશ્કેલી માં માર્ગ બતાવતી રહી. આ ભાઈ અત્યારે ઈશ્વરના આશીર્વાદ સાથે પ્રમુખ નું કાર્ય કરી રહા છે. આ સાંભળી ને બાળકીની માતા ની આંખ માં આશુ આવી ગયા. અને તેણીએ તરત ગાડી ઘર તરફ પછી વળાવડાવી. બાળકીના પિતા વિચાર કરવા લાગ્યા કે આજે એટલા વર્ષે અચાનક મારા આ મિત્ર નો અવાજ આવા પ્રસંગે આવ્યો આ કદાચ ઈશ્વરનો સંકેત જ છે.
નાની ઉંમરે ગંભીર માંદગી કે જન્મથી અપંગતા માટે લોકો માતા ને કે માતાપિતાને દોષી માનતા હોય છે. કોઈ ને પણ પુરી સમજ કે જાણકારી વગર દોષી માની લેવા આસાન છે. હું પોતે એવા માતાપિતા ને કે માતા ને ઓળખું છું કે જેમને પોતાના બાળકની માંદગી માટે દોષિત માનવામાં આવી હોય. બાળક માતાના વિશ્વાસ, કાળજી અને સારવાર થી સાજું થઇ ગયું હોય. પરંતુ તેની સારવારના સમયે માતાની કાળજી લેવા માં કે તેને હૂંફ આપવામાં લોકો નબળા પડ્યા હોય. આવા કુટુંબો ને ખુબ કાળજી, સમજ અને હૂંફ ની જરૂર હોય છે, ના કે દોષારોપણની. આવો ઈશ્વરના આ ખાસ બાળકની સંભાળ લેવામાં કુટુંબને મદદ રૂપ થઈએ. આ સાથે આવા બાળકોની એક ખુબજ સરાહનીય ફેસબુક પોસ્ટ અહીં મુકેલી લીલનક માં તમે જોઈ જ શકો છો.
https://www.facebook.com/11736558481/posts/10157094454088482/
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
Reference for Images
Google Images
No comments:
Post a Comment