Showing posts with label #40dayslent #lentgujaratiStory. Show all posts
Showing posts with label #40dayslent #lentgujaratiStory. Show all posts

Friday, 15 March 2019

40 Lent Sessions

ઈશ્વરનું આશીર્વાદિત બાળક 
કયારેક કેટલા બાળકો ખાસ હોય છે. જેને આપણે ખાસ(સ્પેશયલ) બાળક કહીયે છીએ. અમારા એક અંકલ આવા બાળકોના આશ્રમમાં સંચાલન નું કાર્ય કરે છે. તેમના આશ્રમ ની મુલાકાત લેતા આવા બાળકો ને જોતા હંમેશ દુઃખ ની લાગણી અનુભવાય છે. આવા બાળકો ખુબ જ પ્રેમાળ ને, આંનદીત હોય છે. પરંતુ આવા બાળકો ને જોઈ ને એ વિચાર જરૂર આવે કે એવી કઈ મજબૂરી હશે કે માતાપિતા આ બાળકો ને કોઈ આશ્રમ માં મુકવા મજબુર થઇ જાય છે. ગુજરાતી માં એક કેહવત છે કે "છોરું ક છોરું થાય, પરંતુ માવતર ક માવતર કયારેય ના થાય.". પરંતુ આવા માતાપિતા આ કહેવત ને ખોટી પડે છે. આ આશ્રમ માં રહેલા કેટલાક માતા પિતા એવા છે કે જેમની  આર્થિક પરિસ્થિતિ એવી ના હોય કે આ બાળકની સંભાળ રાખી શકે. પરંતુ ઘણા એવા છે કે જેમની પાસે દેખીતું કોઈ જ કારણ ના હોય, ને તેવો પોતાનાજ બાળક થી મોહ ફેરવી લેતા હોય છે.
આનું એક કારણ સમાજ અને સમાજ ની કેટલીક ગૈર માન્યતાઓ  પણ છે. તે એ કે "માતા પિતાની પાપની સજા રૂપ ઈશ્વર આવા બાળક આપે છે.". કયારેય વિચાર્યું કે ઈશ્વર એવું કરી શકે?  જવાબ છે ના. જુના કરાર મુજબ પેહલા આ વાત કદાચ સાચી હતી, પરંતુ ઈસુના આવ્યા બાદ આ વાત સાચી નથી. યોહાન 9:3 માં કહ્યું છે કે " ઈસુએ ઉત્તર આપ્યો, “તે આ માણસનાં પાપ કે તેનાં માતાપિતાનાં પાપોથી આંધળો થયો નથી. આ માણસ આંધળો જન્મ્યો છે જેથી કરીને જ્યારે હું તેને સાજો કરું ત્યારે દેવનું સાર્મથ્ય લોકોને પ્રગટ કરાવી શકાય.". એટલેકે જન્મથી ખોડ વાળું બાળક એ પાપની નિશાની નથી. પરંતુ ઈશ્વર તેનો એના મહિમા માટે ઉપયોગ કરે એની નિશાની છે.યર્મિયા1:5 માં કીધું છે કે "તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો; તું જન્મ્યો તે પહેલાં મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો, આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.” એટલેકે બાળક જયારે ગર્ભમાં રોપાય છે તે પહેલા ઈશ્વર એના કાર્ય નક્કી કરી ને જ બનાવે છે.
આપણે ઈશ્વર પર ભરોષો અને એને સોંપેલું આ કાર્ય પુરી લગન અને ખંત થી કરવાની જરૂર છે.
આજે આપણે
આવા જ એક કુટુંબની વાત કરી એ. એક કુંટુંબ કે જેમને ત્રણ બાળકો હતા. એક દીકરી 12 વર્ષની, દીકરો 9 વર્ષનો, અને નાની દીકરી 8 મહિનાની. આ નાની દીકરી જન્મથી જ અપંગ હતી. આવા બાળકની સંભાળ માટે વધુ સમય અને વધુ શક્તિ ની જરૂર પડે છે. આવા કુટુંબને સંભળાવામાં પણ લોકો ને મઝા આવતી હોય છે. આ કુટુંબને પણ સંભળાવા માટે લોકો તૈયાર થઇ ગયા કે "તમારા જ કોઈ પાપની આ નિશાની છે.", "આને આશ્રમ માં મૂકી એવો.". કેટલાક કહેવાતા હિતેછુઓ એ સલાહ આપી કે " આને આશ્રમ માં મૂકી એવો. તમે એની પાછળ સમય આપશો તો બીજા બાળકો નું શું થશે?". અને આ માતાપિતા પોતાની આ નાનકડી બાળકીને આશ્રમ મોકવાનું નક્કી કર્યું.
નક્કી દિવસે તેવો આશ્રમ માં મુકવા જય રહ્યા હતા ત્યારે રસ્તામાં રેડિયો પર અપંગ રોજગાર મંડળના પ્રમુખ નો ઇન્ટરવ્યૂ આવી રહ્યો હતો. બાળકીના પિતા ને પ્રમુખભાઈનું   નામ સાંભળી ને યાદ આવ્યું કે આ ભાઈ તો મારી સાથે શાળામાં હતા, ને તેવો જન્મથીજ બંને પગે અપંગ હતા. આ પ્રમુખભાઈ પોતાના બાળપણ ની વાતો કહી રહ્યા હતા, જેમાં એમની માતાની વાતો હતી. તેમને જણાવ્યું કે મારા માતાને હું હંમેશા પૂછતો કે હું જ કેમ ? ત્યારે મારી માતા ઉત્તર આપતી કે "જયારે તારો  જન્મ થવાનો હતો ત્યારે ઈશ્વરે પોતાના દૂતો સાથે મંત્રણા કરી કે આ મારુ ખાસ બાળક છે. આને માટે વિશેષ પ્રેમ, વિશ્વાસ, અને કાળજી ની જરૂર છે. તો એને મારા પર વિશ્વાસમા દ્રઢ કુટુંબ માં મોકલો." અને ઈશ્વરે અમને તેના ખાસ માટે પસન્દ કાર્ય છે. તું  ઈશ્વરનું ખાશ બાળક છે.". માતાની આવી વાતો ની આ પ્રમુખ પર ખુબ અસર થઈ. આ વાતો એમને હંમેશા મુશ્કેલી માં માર્ગ બતાવતી રહી. આ ભાઈ અત્યારે ઈશ્વરના આશીર્વાદ સાથે પ્રમુખ નું કાર્ય કરી રહા છે.   આ સાંભળી ને બાળકીની માતા ની આંખ માં આશુ  આવી ગયા. અને તેણીએ તરત ગાડી ઘર તરફ પછી વળાવડાવી. બાળકીના પિતા વિચાર કરવા લાગ્યા કે આજે એટલા વર્ષે અચાનક મારા આ મિત્ર નો અવાજ આવા પ્રસંગે આવ્યો આ કદાચ ઈશ્વરનો સંકેત જ છે.
નાની ઉંમરે ગંભીર માંદગી કે જન્મથી અપંગતા માટે લોકો માતા ને કે માતાપિતાને દોષી માનતા હોય છે. કોઈ ને પણ પુરી  સમજ કે જાણકારી વગર દોષી માની લેવા આસાન છે. હું  પોતે એવા માતાપિતા ને કે માતા ને ઓળખું છું કે જેમને પોતાના બાળકની માંદગી માટે દોષિત માનવામાં આવી હોય.   બાળક માતાના વિશ્વાસ, કાળજી અને સારવાર થી સાજું થઇ ગયું હોય.  પરંતુ તેની સારવારના સમયે માતાની કાળજી લેવા માં કે તેને હૂંફ આપવામાં લોકો નબળા પડ્યા હોય. આવા કુટુંબો ને ખુબ કાળજી, સમજ અને હૂંફ ની જરૂર હોય છે, ના કે દોષારોપણની. આવો ઈશ્વરના આ ખાસ બાળકની સંભાળ લેવામાં કુટુંબને મદદ રૂપ થઈએ. આ સાથે આવા બાળકોની એક ખુબજ સરાહનીય ફેસબુક પોસ્ટ અહીં મુકેલી લીલનક માં તમે જોઈ જ શકો છો.
https://www.facebook.com/11736558481/posts/10157094454088482/

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Reference Story
Chicken Soup for the Soul

Reference for Images
Google Images




Friday, 8 March 2019

40 Lent Sessions

ગઈ કાલે આપણે આપણા પાપની માફી વિષે મનન કર્યું હતું. આજે પણ માફી વિશેજ વાત કરીશું પણ બીજાને આપણે આપવાની માફી. મિત્રો ઈશ્વરે આપણને માફી આપી પણ શું આપણે બીજા ને માફ કરીશકીએ છીએ? અને જો આપણે માફી આપી ના શકતા હોઈએ તો આપણે ઈશ્વર પાસે માફી માંગવાના હકદાર છીએ?

એક સાયકોલોજીકલ રિસર્ચ માં જણાવ્યું છે કે લોકો બીજાને માફ ના કરી ને પણ માંદગી, પોતાના માટે માનસિક તાણ અશાંતિ અને મનોરોગ નોતરે છે. આપણે તો બાઇબલ માં વાંચીયે જ છીએ અને આપણે તો રોજ પ્રાર્થના કરીયે છીએ કે "જેમ હું મારા રુણીઓ ને માફ કરું તેમ તું મને માફ કર. ". તો શું સાચે જ આપણે  આપણા ઋણી ઓ ને માફ કરીયે છીએ? બાઇબલ માં માથ્થી 6:14-15 માં  કહ્યું છે "14. જો તું બીજાઓના દુષ્કર્મોને માફ કરશે, તો આકાશમાંનો પિતા તારા પણ દુષ્કર્મો માફ કરશે. 15.પરંતુ જો તું તારું ખરાબ કરનાર ને માફ નહિ કરે તો આકાશનો પિતા તને પણ માફ નહિ કરે.". એફેસીઓને પત્ર 4:32 માં પણ કહ્યું છે "એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો. "ચાલો આજે એક સ્ત્રી ની વાત કરીયે.

આપણા આ બહેન ના ડિવોર્સ થયા હતા. એમના પતિ બીજી સ્ત્રીના કારણે આ બહેને ડિવોર્સ આપી પેલી  સ્ત્રી ને પરણી ગયા હતા.  આપણા આ બહેન તેમના બાળકો સાથે એકલા પડી ગયા હતા. એમનું જીવન નું બધું રૂટીન  ઉપર ઉપર થી બરોબર ચાલતું હતું. પરંતુ બહેન ખુબ બેચેન રહે, એમનું મન ક્યાંય  લાગે નહિ. એમનું ધ્યાન બીજી સ્ત્રી જે ની સાથે એમના પતિ પરણી ગયા હતા એમના માંજ રહે. બધી સ્ત્રી માં એમને એ બીજી સ્ત્રી જ દેખાય, કઈ બીજું સુજે નાઈ, ચીડિયો સ્વભાવ, અનિંદ્રા, બેચેની સાથે એમને દોસ્તી કરી લીધી હતી.  કેટલા ડોક્ટર્સ, સાયકાઈટ્રીસ, સેલ્ફ હીલિંગ ના સેમિનાર, એક્સસઆઇઝ,  ચાલવા જવું, ટ્રીપ માં જવું એવું તથા સમાજ માં આવ્યું એવા બધા જ નુસખા અપનાવ્યા, પણ કાંઈ પરિણામ આવ્યું નહિ.

તેવામાં એમના ચર્ચમાં માફી પર સેમિનાર યોજાયો. પાદરી સાહેબે એમને ખાસ હાજર રહેવા જણાવ્યું, અને તે ગયા. સેમિનારની શરૂવાત તો બાઇબલ થી થઇ તે આ બહેને ઘણું જ સારું લાગ્યું.  પાદરી સાહેબે કીધું કે હવે  તમે તમારી આંખો બંધ કરો, ને એ વ્યક્તિ ને યાદ કરો જેણે તમને સૌથી વધુ દુઃખ પોહ્ચાડ્યું હોય.  આપણા બેનના પગ ઢીલા થવા લાગ્યા. એમને એ બીજી સ્ત્રી દેખાવા લાગી. જયારે પાદરી સાહેબે  કીધું કે ઇસુના નામે તમે તમારા એ ઋણી ને માફ કરી દો. તો એમનો ઈગો એમને એમ કરતા રોકવા લાગ્યો, પરંતુ તેજ ક્ષણે કોઈ શાંતિથી ધીમેથી એમના કાનમાં આવી ને જાણે બોલ્યું કે "મારા ખાતર પણ તું એને માફ ના કરી શકે!". અને આપણા આ બેન ના જીવનમાં બદલાવ આવ્યો. એમણે  દિલથી એ બેન માટે માફી આપી અને માંગી.  જાણે જાદુ થયું, આપણા બેન ને અદભુત શાંતિ એ ઘેરી લીધા, સાથે આનંદથી  એમનું અસ્તિત્વ ભરી ગયું . એમને રીયલાઈઝ થયું કે મેં એટલો ટાઈમ મગજમાં બધું ભરી રાખી ને કેટલું બધું ખોયું. પરંતુ  હવે મારા ઈશ્વર ને તો નાજ ખોઈ શકું.  તે દિવસે રાત્રે અદભુત નિદ્રા, શાંતિ કોઈ દુઃસ્વપ્ન નહીં, કોઈ ભય નહીં. એમનું જીવન આનંદ થી ભરાય ગયું. એમનું મન આંનદથી ભરેલું રહેવા લાગ્યું.


ચાલો આ લેન્ટ ના દિવસો માં આપણે  પણ આપણી આંખો બંધ કરી આપણા પ્રભુ ઈશુ ના નામ માં આપણા લોકો ને માફી આપીયે અદભુત આંનદ ને માણીયે. કોઈ સબંધ, કે લોકો આપણા ઈશ્વર થી ઉપર નથી.
આપણી જાતને ખાલી કરીયે, ઈશ્વરના પ્રેમ માટે, આપણી શાંતિ માટે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Reference for Story
Chicken Soup for the Soul

Reference for Images
Google Image

Thursday, 7 March 2019

40 Lent Sessions



આ લેન્ટ ના દિવસોમાં અહીં આ બ્લોગ ના માધ્યમ થી રોજ એક વાર્તા મૂકી તેનું મનન કરીશું. જે આપણા માટે આત્મિક ભોજન બની રહે તેવી પ્રાર્થના સાથે આજે અપને ઈશ્વર ની માફી, આત્મિક શાંતિ અને આત્મિક નર્સની વાત કરીયે.
નર્સ ઈશ્વરના આશીર્વાદીત કાર્યમાં નું એક કાર્ય છે. એક નર્સ શારીરિક અને આત્મિક બન્ને સારવાર કરી શકે છે. 
સાજાપણા માટે આપણો સવર્સામાન્ય અર્થ શારીરિક સાજાપણું થાય છે. પરંતુ સાજાપણું આત્મિક પણ હોઈ શકે. કયારેક આપણા પોતાના એવા પાપ કે જે આપણા સીવાય કોઈને ખબર ના હોય તે પાપ આપણને અપરાધ બોધ તરફ લઇ જાય છે. કારણ કે આપણો આત્મા તો જાણે જ છે કે ઈશ્વર બધું જ જાણે છે જુવે છે. આ અપરાધ ભાવના આપણને શારીરિક તથા માનસિક બીમારી તરફ લઈ જાય છે. આ પરથી કહી શકાય કે બીમાર આત્મા આખા શરીર ને ખોખલું કરી દે છે. પરંતુ ઈશ્વર સાથે ની સંગત, પાપ થી પસ્તાવો અને ઈશ્વરની માફી આપણને આ બધામાં થી છુટકારો આપે  છે.
આ વાત એક મેલ નર્સ અને તેમના દરદી ના દાખલા થી જોઈએ. આ પેશન્ટ છેલ્લા 6 વર્ષ થી પથારીવશ હતા. તેમને રોજીંદુ કાર્ય કરવા માટે નર્સ ભાઈ મદદ કરતા હતા. પેશન્ટની જરૂરત મુજબ તેમને બેડ પરથી વ્હીલચેર માં અને વ્હીલચેર થી બેડ પર સુવડાવતા. આમ કરતા બન્ને વચ્ચે ઈશ્વરની માફી અને બાઇબલ વિષય પર વાત થતી હતી.  એક દિવસ રાત્રે પેશન્ટ ને સુવડાવતાં આજ વાત માં પેશન્ટેએ પૂછ્યું "ભાઈ! ઈશ્વર બધાં ને માફ કરે છે?". ભાઈએ જણાવ્યું કે "બાઇબલ મુજબ આપણે જે પાપ, જૂઠ, કચકચ કરીયે છીએ તે ઈશ્વર ને જરાય પસંદ નથી, પરંતુ અપને પસ્તાવો કરી પાપ ની માફી માંગીયે તો ઈશ્વરે કીધું જ છે કે "હું પાપ માફ કરીશ.".". આ સાંભળીને પેશન્ટે જણાવ્યું કે "મેં મારી જુવાનીમાં મારા માતા પિતા ની ચાંદીની વસ્તુઓ ચોરી ને વેચી દીધી હતી. આ વાત મેં અજશુધિ કોઈને કીધી નથી, અને કોઈ એ શોધી શક્યું નથી.તો ઈશ્વર મારુ આ પાપ પણ માફ કરશે?". નર્સ ભાઈએ કોઈપણ અણગમા વગર પ્રેમ અને વિશ્વાષથી જણાવ્યું " હા! જરૂર ઈશ્વર તમને પણ જરૂર માફ કરશે. તમે પસ્તાવો કરી પ્રાર્થના કરો. ઈશ્વર જરૂર જવાબ આપશે. ". આમ વાત કરી એક બીજાને ગુડ નાઈટ કરી તેવો છુટા પડ્યાં.
નર્સ ભાઈ બીજે દિવસે ડ્યુટી પાર આવ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે એમના પેશન્ટ રાત્રે 3 વાગે નર્સ ની ટેબલ પાસે જાતે ચાલી ને આવ્યા હતા અને પોતાનું બાઇબલ આપી ને કહ્યું હતું કે હવે મારે આની જરૂર નથી. અને તેવો શાંતિથી  ચાલી ને પોતાના રૂમમાં પાછા જઈ ને જાતે પોતાના બેડ પર સુઈ ગયા, અને શાંતિ થી મૃત્યુ પામ્યા. 
પોતાનો પાપનો બોજો ઉંચકીને આ પેશન્ટ 6 વર્ષ લાચારી, દૂખ અને અસહાયતાની જિંદગી જીવ્યું. પરંતુ જયારે ઈશ્વર પાસે પસ્તાવો કરી પોતાના પાપનો બોજો ઉતારી માફી મેળવી કે તરત બધું જ અહીં મૂકી શાંતિ થી ઈશ્વર પાસે ઈશ્વર સાથે ની અનંત સંગત નો આનંદ માણવા શાંતિ અને આનંદ થી પોહચી ગયા. 
માણસ ઘણીવાર પોતાના જ પાપના બોજ નીચે દબાય છે. કચરાય છે પરંતુ ઈશ્વર પાસે આવતા કે વાત કરતા ઘબરાય છે. એવા સમયે અપને આવા આત્મિક ઘાવો ને સમજી આવા ઘાયલ આત્મા પર જજમેન્ટલ બન્યા વગર પ્રેમ અને વિશ્વાસથી તેમને સાંભળી ને બાઇબલ અને ઈશ્વરની માફી રૂપી મલમ માંગાવીએતો, ઘણા આત્માઓને શાંતિ અને વિશ્વાશનું સાજાપણું માલીશાકે છે.



Purvi Hope

Story Refrance 
Chicken Soup for the Soul
Image Refrance 
Google Images