ખુલીને હસવું પછી ભલે એક્લા હોઇએ, નવું જે સારુ છે એને દિલથી ગળે લગાવું. ભુતકાળને વગોળવાને બદલે ભવિષ્યના નાના પગલાને સાંભળવાની કોશીશ કરવી ભલે ને ધીમા સાંભળાય. મારા માટેતો એજ જીવન છે.
જીવનમાં કોઇ જીવન ભર સાથે નથી જ રેહવાનું. તો પોતાની જાત સાથેજ જીવતા આપણે કેમ નથી શીખી શક્તાં? આપણેતો એ પણ નથી શિખતા કે જે પોતાની સાથે રહેવા માંગે છે તેને સામજીયે. લોકોને એવું કેમ લાગે છે કે એકલી સુખેથી જીવતી વ્યક્તિ ને કોઇ બીજી જવાબદરી કે સપના ના હોય. અમે જે કરીયે તે હમેશા એના પર એક ઉપકાર કેવાય અને એ તો એને કરવાનું જ!!
જીવન ખુબ સુંદર છે. તમારા જેમ સપના છે, તેમ બીજાના પણ છે. તમારી જેમ જ્વાબદારીઓ છે, તેમ બીજાની પણ છે જ. ક્દાચ તમને અમેરીકા જવુ છે તો કોઇક એવું પણ હશે કે જેને જાપાનમાં રખડવું હોય. જીવન બધાને એક જ મલયું છે. તો ઉંમર ગણ્યા વગર જીવો અને બીજા ને એમની રીતે જીવવાદો એવું ના થાય?
For English Version Click
Image reference :
1. Photo by Jennifer Marquez on Unsplash
2. Photo by Daiga Ellaby on Unsplash
No comments:
Post a Comment