Sunday, 21 April 2019

40 Lent Sessions

 ઈસ્ટર ની પ્રેમી સલામ 
આપ સૌવને ઈસ્ટર ની સલામ. આજે ઈસ્ટર પ્રભુ ઈશુનો પુનરુથાન નો દિવસ, મૃત્યુ પર વિજય અને અનંતકાલીન જીવન નો દિવસ.આ  નિમિતે બાઇબલની ત્રણ મહાન વાતો પર મનન કરીયે. 
1. મહાન વિશ્વાસ 
2. મહાન આશા 
3. મહાન પ્રેમ 
1. મહાન વિશ્વાસ : પ્રભુ પર વિશ્વાસ, ઈશ્વરે કીધું છે કે તમે જો મારા પર રાયના દાણા જેટલો પણ વિશ્વાસ રાખશો અને માંગશો તો પર્વત પણ પોતાની જગ્યા એ થી હટી  જશે. આવા જ વિશ્વાસની વાત એટલે એક માંદા માણસને છાપરું તોડીને પ્રભુ પાસે લેવવામાં આવ્યો. ત્યારે પ્રભુ એ તેને કહ્યું કે ઉઠ અને ટેરો ખાટલો ઉપાડ. તે ઉભો થયો તે.  વળી માંદી સ્ત્રી ભીડમાં છુપાઈને માત્ર પ્રભુના કપડાને સ્પર્શ કરે છે એ વિશ્વાસ થી કે પ્રભુના કપડાંની કોર હું અડકીશ તો પણ હું સાજી થઇ જઈશ. એ વિશ્વાસ કે અધિકારી પ્રભુને કહે છે કે તું મારા ઘરે નહિ આવે તો પણ ચાલશે તું ખાલી આદેશ દે અને મારી દીકરી સાજી થઇ જશે. આ બધા નો વિશ્વાસ પ્રભુ પાર મોટો છે. ઈશ્વર જે જીવિત છે જે હમેશા આપણી સાથે છે. તે સર્વકાલીન ઈશ્વર પર નો વિશ્વાસ આજે પણ એટલોજ અતૂટ અને અફર છે.માંગો તો તમને મળશે. તમે માગો ઈશ્વર તમને જરૂર થી આપશે. બાઇબલ માં કીધું છે કે "તેથી તમાંરે સમજી લેવું જોઈએ કે ફકત યહોવા જ તમાંરા દેવ છે, એ જ માંત્ર સાચા વિશ્વાસુ દેવ છે. તે પોતાનો કરાર હજારો પેઢીઓ સુધી રાખે છે, અને જેઓ તેના પર પ્રેમ રાખે છે અને તેની આજ્ઞાઓનું પાલન કરે છે, તેમના પર કરુણા રાખે છે. (પુનર્નિયમ 7:9)."
2. મહાન આશા : ઈશુની એ ખાલી કબર આપણને એક મહાન આશા, સર્વકાલીન જીવનની આશા આપે છે. ઈશુ જે દેવનો દીકરો, માનવી તરીકે જન્મયો, આપણા પાપોના લીધે વિંધાયો, કચડ઼ાયોં. તે ઇસ્ટર્ન દિવસે પુનઃ જીવિત થયો. અઠવાડિયાની શરૂવાત ના દિવસે જયારે મરિયમ ઈશુની કબરે  ગઈ ત્યારે તેને ઈશુના બદલે બે દૂતો મળ્યા. જેમણે તેને જણાવ્યું કે "તું જેને શોધે છે તે અહીં નથી.". અને ઈશ્વર તેની સામે આવ્યા, તેને બોલાવી કે મરિયમ મારા શિષ્યોને જઈને કહે કે હું ઉઠ્યો છું. અને થોમા એ ઈશ્વરના ઘાવ પર હાથ મૂકીને ખાત્રી કરી. એક જીવિત સર્વકાલીન મહાન પ્રભુ. જેમણે વિશ્વાશ આપ્યો કે હું સદા સર્વકાળ તમારી સાથે જ છું. મહાન આશા. ઈશ્વર કહે છે કે "તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ.  તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો.  મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.(માથ્થી 11:28-30)"
3. મહાન પ્રેમ : ઈશ્વરનો માનવ જાત પરનો અતૂટ પ્રેમ કે તેમણે પૃથ્વી પર ના પાપની સજા ભોગવા પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. જે હલવાનની જેમ હણાયો. કે જેથી આપણને આપણા પાપોની માફી મળે. ઈશુ તો નિશ કલંક નિષ્પાપ હતા. છતાં એમણે એ દુઃખ સહ્યા જે આપણા પાપોની સજા હતી. આજે પણ આપણે આપણા પાપો થી પાંચ નથી ફર્યા. પરંતુ એ ક્રોસ અને એ ખાલી કબર આપણ ને પાપોથી પાંચ ફરી પશ્ચ્યાતાપ કરી માફી માંગવા જણાવે છે. આવો આપણે આપણા પાપોની માફી માંગીયે. આત્મિક, અંનત  જીવન મેળવીયે. બાઇબલ માં કીધું છે કે "હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય.(યોહાન 3:16-17)"
આજે આ સાથે આપણો આ વર્ષનો સંગાથ અહીં પૂરો થયો. અમને તમારી પ્રાર્થના માં ધરી રાખજો. કે અમે એક કે બીજી રીતે ઈશ્વરની સેવામાં મજબૂત બનીયે અને આગળ વધીયે.  ઈશ્વર આપ સૌને તેની અપાર શાંતિ અને પ્રેમ આપે તેવી જ પ્રાર્થના.આમીન.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

No comments: