Wednesday, 17 April 2019

40 Lent Sessions

વચન
બાળક નાનું હોય ત્યારે તેના કોઈ ને કોઈ સ્વપ્ન હોય છે. એમને એ પુરા કેમ થશે એની સમજ હોતી નથી. પરંતુ સ્વ્પ્ન તો હોય છે. ઈશ્વરની યોજના કયારેક આ સ્વપ્ન થી અલગ હોય છે. આપણે પેહલા જ જોયું હતું કે ઈશ્વર ની કામ કરવાની પદ્ધતિ તો કૈક અલગ જ હોય છે. આજે આપણે આવા બે બાળકોની વાત કરી એ.
માલ્કમ અને જોહની બે ભાઈ. માલ્કમ મોટો અને જોહની નાનો. બન્ને વૅકેશનમાં તેના મામા ના ઘરે ગામડે આવ્યા. માલ્કમ 15 વર્ષનો અને જોહની 13 વર્ષનો. એક રવિવારે તેમણે ચર્ચમાં જવાને બદલે શિકાર કરવા માટે ઘરે બહાનું કરીને રોકાઈ ગયા. ઘર સાફ કરવાના ભણે મામાની બંદૂક શોધી કાઢી. મામા મામી ચર્ચમાં જવા ની તૈયારી કરતા હતા. ત્યાં માલ્કમના હાથમાં આવેલી બંદૂક ખાલી સમજીને તેણે ચેક કરવા ચલાવી દીધી. બંદૂકની ગોળી સીધી જોહનીના માથામાં ડાબી બાજુ પેસી ગઈ. જોહની ખાલી એટલુંજ બોલી શક્યો કે
"ભાઈ તે મને ગોળી મારી?". બંદૂક નો અવાજ સાંભળી ને મામા મામી  દોડી આવ્યા. તેમણે  તરતજ જોહની ને તેમની ગાડીમાં મૂકીને હોસ્પિટલ લઇ ગયા. જ્યાંના મગજના ડોક્ટરે કહ્યું કે જોહની ની બચવાની કોઈ આશા નથી. જો જોહની બચી પણ જશે તો તે જીવતી લાશ બની જશે.
આ બાજુ એકલા પડેલા માલ્કમે પ્રાર્થના કરવા નું ચાલુ કર્યું. આ પહેલા માલ્કમને ઈશ્વર સાથે કોઈ સંબંધ નહતો. એ હંમેશા ઈશ્વરથી દૂર જવાના પ્રયત્ન કરતો રહેતો. ચર્ચમાં નહિ જવાનું, માતાપિતાની વાત નહિ માનવાની, જીદ કરવાની, ખોટું બોલવાનું, ખરાબ સંગતમાં રહેવાનું એ બધા દુર્ગુણો તેના માં હતા. પરંતુ આ બનાવ એ તેને ઈશ્વરને પ્રાર્થવા મજબુર કરી દીધો. તેને કહ્યું કે " હે ઈશ્વર! મારા ભાઈ જોહનીને સાજો કરી દે હું ત્તારી સેવામાં મારુ જીવન ગાળીશ. હું પાળક બનીશ.", આ બાજુ જોહની રસ્તામાં જયારે થોડો ભાનમાં હતો ત્યારે પ્રાર્થના કરી કે " હે ઈશ્વર! મને બચાવી લે. હું ડોક્ટર બની ને લોકોની સેવા કરીશ." સમયને સારવાર બન્ને ચાલવા લાગ્યા. માલ્કમ જયારે પેહલી વખત હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેના જીવનમાં પહેલી ને ચેલી વખત તેને ઈશ્વરનો અવાજ સાંભળ્યો. તેને અંદર થી એક અવાજ આવ્યો કે "ડોક્ટર ભલે ગમે તે કહે, જોહનીને કાંઈજ નહિ થાય. તું તારું વચન પૂરું કરજે." મહિના પછી જોહનીને ઘરે લઇ જવામાં આવ્યો. થોડા દિવસ પછી તે પોતાના ગળામાંથી અવાજ કાઢી ને બોલવાની કોશિશ કરવા લાગ્યો. થોડા મહિના માં તે વાતચીત કરો થઇ ગયો. ડોક્ટર માટે આ બહુ મોટો ચમત્કાર જ હતો. ધીમે ધીમે તે ચાલવા પણ લાગ્યો. 
આમ દિવસો પપસર થવા લાગ્યા. માલ્કમ એ પોતાનું ગ્રજ્યુએશન પૂરું કર્યું. એને પોતાનું વચન યાદ હતું, પરંતુ પૂરું કરવાંમાં મન નહતું માનતું. માલ્કમે પોતાના વચન વિષે કોઈને કાંઈજ કહ્યું નહતું. એક દિવસ એ જયારે ચર્ચ માં બેઠો હતો ત્યારે પાળક સાહેબ તેની પાસે આવી ને કહ્યું કે" ભાઈ મેં સાંભળ્યું છે કે તું પાળક બનવાનો છે? એ તો ઘણી જ સારી વાત છે. તું  ક્યારથી જોડાય છે?". આ સાંભળી ને માલ્કમને આશ્ચ્રર્ય થયું કે મેં તો કોઈને કીધુંજ નથી. પરંતુ એ પછી માલ્કમ પાળક તરીકે જોડાઈ ગયો અને તેને ઈશ્વરને આપેલું વચન પૂરું કર્યું. આ બાજુ જોહની પણ સવસ્થ થઇ ને ભણવા તથા ખેલકુંદ માં ખાસો આગળ આવી ગયો. તે અત્યારે લક્ષ્કરમાં રેડીયોલોજીસ્ટ ડૉક્ટર તરીકે સેવા આપે છે. બંને ભાઈ નું જીવન ઈશ્વરે એક જ વાર માં બદલી દીધું. તેમના કે તેમના માતા પિતા ની નહિ પરંતુ ઈશ્વરની યોજના તેમના જીવન માં કાર્ય કરી ગઈ હતી.
પ્રાર્થના બન્ને ભાઈ ઓ ની જે આફતમાં ઈશ્વરીય માર્ગદર્શન છે. સહારો છે. "તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખે, તો તે તમને મળશે. (માર્ક 11:24)" . જયારે તમે હ્ર્દયના ઊંડાણથી માંગો છો તો તે મળે જ છે. "જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે; તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે. (ગીતશાસ્ત્ર 145:18)". સાથે તમે જે ઈશ્વરને વચન આપો છો તે પૂર્ણ કરો. "ના, હું મારા કરારનું ખંડન નહિ કરું, મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું. (ગીતશાસ્ત્ર 89:34)". બાઇબલમાં કીધું છે કે  "જો કોઈ વ્યક્તિ કોઈ બાબત માંટે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવા માંટે દેવ સમક્ષ વચન આપે તો તેણે તેનો ભંગ કરવો નહિ. વચનનું પાલન અચૂક કરવું. (ગણના 30:2)". તમે જે પણ માંગો  છો તે તે આપે છે તો તેને આપેલું વચન તમારે પૂર્ણ કરવું જ રહ્યું.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images

No comments: