Tuesday, 16 April 2019

40 Lent Sessions

ઉનાળાની રજા
આપણા વડીલો સાથેના આપણા સંબંધો અલગ અલગ હશે. પરંતુ આપણા દાદા દાદી સાથે ના સંબંધો અને યાદો હંમેશા આપણી સાથે રહે છે. ગુજરાતી કહેવત છે કે મૂંડી કરતા વ્યાજ વહાલું હોય. એ 99% સાચું હોય છે. બાળકો પોતાના દાદા દાદી પાસે થી વાર્તા સાંભળે છે. જોકે આજકાલ એ ઓછું થઇ ગયું છે. બધા પોતપોતાના માં ખુબ રચ્યા પચ્યા રહે છે. ઉનાળુ વેકેશન માં પણ આજકાલ બાળકો મોબાઈલ કે ગેમિંગ માં જ રચ્યા પચ્યા રહે છે. એટલે દાદા દાદી સાથે જે સમજણ જે લાગણી નો વિકાસ થવો  જોયે તે વિકસતી નથી.  આજે વાત એક પૌત્રની એના દાદા સાથે માછલી પકડવા જવાની. એ પણ એવા દેશ માંથી જેના માટે મોટે ભાગે આપણે  એવું વિચારીયે છીએ કે ત્યાં વળી કુટુંબ જેવું કઈ ક્યાં છે જ!
અમેરિકા ના એક નાના ગામમાં એક દસ વર્ષનો બાળક ઉનાળુ વેકેશન માં ઘરે આવે છે. એ જયારે એના
નાના ગામમાં આવે ત્યારે તેના દાદાને માછલી પકડવા જતા જુવે. પરંતુ દાદા હંમેશા કહે કે હજુ તું નાનો છે. આજે દાદા એ કહ્યું કે આવતી કાલે આપણે બંને માછલી પકડવા જઈશું. પૌત્ર ખુબ જ રોમાંચિત થઇ જાય છે.  તે આખી રાત કાલે સવારે શું કરીશું? કેટલી મઝા આવશે ? કેમ થશે ? બસ વિચારો વિચારો માં  ઊંઘ પણ નથી આવતી.
સવારે વેહલા ઉઠીને જયારે માતા બાળક ને તૈયાર કરતી હતી ત્યારે દાદા એ ટકોર કરી કે સફેદ શર્ટ ના પહેરાવો થી તૈયારી ચાલુ થઇ. દાદા ધીમે ધીમે વસ્તુ ગાડીમાં મુકવા લાગ્યા. ઠંડા પાણી ની બોટલો, સેન્ડવીચ, મછલીપકડવા નો સમાન વગેરે. દીકરો દરેક વસ્તુમાં દોડી દોડી ને દાદાને ઉચકવા લાગ્યો. એને ભરે લાગે તો પણ, એમ લાગે કે હમણાં  હાથ છટકી જશે તો પણ એક મઝા એક આંનદ સાથે કરવા લાગ્યો. દાદા ધીમેં ધીમે ગાડી ચલાવતા હતા. જો પિતા હોતે તો એમને બીજા થી આગળનીકળી જવાનું કહેતે. પરંતુ આ તો દાદા છે, એટલે બાળક શાંતિ થી દાદા ની વાતો  સાંભળે છે, એમના રેડિયો પર જુના ગીતો સાંભળે, થોડું એમની સાથે ગાતા રસ્તો પસાર કરવાની મઝા લે છે. માછલી પકડવા માટે જે તળાવ માં જવાનું છે એ તળાવ એક ખેડૂત ના ખેતરમાં છે. એટલે દાદા રસ્તામાં એ ખેડૂતના ઘરે લઇ જાય છે. એમની મજૂરી લેવા કે અમે તમારા ત્યાં માછલી પકડીએ.  એ મન્જુરી મળ્યા પછી દાદા સાચવીને બહાર નીકળે છે અને ચીવટ થી દરવાજો બંધ કરે છે કે જેથી ઘર વાળને તકલીફ ના પડે. બાળક આ બધું જુવે છે દાદાને અનુસરવાની કોશિશ કર્યા કરે છે. પોતે ક્યારે દાદાની જેમ કામ કરશે? એમની જેમ બધા મને ક્યારે માન આપશે તે વિચારે છે?
આખા રસ્તે દીકરાના સવાલો ચાલ્યા કરે છે. દાદા મજેદાર રીતે તેના જવાબ આપ્યા કરે છે.તળાવે પોહચી ને દાદા જેમ કહે તેમ બાળક પણ માછલી નો ચારો નાખી ને બેસી ગયો. પરંતુ થોડીવાર માં દાદાના ચારામાં મોટી માછલી આવી. બાળકના ચારામાં કાયા સુધી કઈ આવ્યું નહિ. બાળક દાદાને જોઈને એમનું પાક્કું અનુસરણ કરવા લાગ્યો. બહુ મેહનત પછી બાળકના ચારા માં પણ માછલી આવવા લાગી. દાદા બાળકને સાબાશી આપી પોતાના માંથી થોડી માછલી આપી. પાછા ફરતા પાંચ પેલા ખેડૂતને ઘરે ગયા. તેમને પોતે પકડેલી માછલીઓ બતાવી તેમાંથી જે જોયે તે લઇ લેવાની ઓફર કરી. આ સાંભળી ને બાળકને દુઃખ થયું. તેના માટે આ એની પેહલી મહેનત હતી. પરંતુ ખેડૂતે તે લેવાની ના પાડી.
પાછા ફરતા દાદા એ સમજાવ્યું કે વહેંચવાથી પ્રેમ વધે, માન પણ વધે. દીકરો મનોમન આવતા વર્ષે ફરીથી દાદા સાથે આવવાના સ્વપ્ન જોવા લાગ્યો. દાદા જાણે એ સમજી ગયા હોય તેમ ખુબ પ્રેમ થી દીકરાના માથે હાથ ફેરવીને વિચારવા લાગ્યા કે ઈશ્વર કરે ને હું પણ તારી સાથે આવી શકું. તું મને કંઈક શીખવાડ હું તને કંઈક શીખવું.
આજે કદાચ એવું લાગે કે આ તો સાવ સાદી વાત છે. એમા ક્યાંય કોઈ ચમત્કાર, પ્રાર્થના કાંઈજ નથી. પરંતુ તમને એવું નથી લાગતું કે આજની જે સ્થિતિ છે આપણા કુટુંબની ત્યાં આ વાત પોતેજ એક ચમત્કાર છે. કે આજના હાઈટેક યુગમાં એક 10 વર્ષનો છોકરો પોતાના દાદા સાથે આ રીતે આખો દિવસ કાઢે અને એમને અનુસરે!
બાઇબલ માં કહ્યું છે કે "છોકરાનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને સંતાનોનો મહિમા તેઓના પૂર્વજ છે. (નીતિવચનો 17:6)". આજે આપણા વડીલો મને બોલાવી લો એવી પ્રાર્થના કરે છે પરંતુ સાચી પ્રાર્થના "હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો. તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો. (ગીતશાસ્ત્ર 71:18)". વળી આપણા વડીલો માં એક સમજણ હોય છે જે નો આપણે પણ ઉપયોગ કરવો જોયે "અમે કહીયે છીએ, ‘વૃદ્ધ પુરૂષોમાં ડહાપણ હોય છે, અને પાકી વયમાં સમજણ હોય છે.’ (અયૂબ 12:12)" કેમકે "યુવાનોનું ગર્વ તેઓનું બળ છે; અને સફેદવાળ વૃદ્ધોની શોભા છે. (નીતિવચનો 20:29)". બધું જ ગૂગલ પર સર્ફિંગ થી નથી મળતું  કેટલુંક ધોળા વાળ વાળા લોકોના મગજ અને દિલમાં સર્ફિંગ કરવાની પણ જરૂર હોય છે.
 Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

No comments: