Thursday, 18 April 2019

40 Lent Sessions

મહાન પ્રેમ
આપણે પહેલા આગાથે પ્રેમ જોયો હતો. આજે માનવીનો માનવી પ્રતેયનો પ્રેમ જોઈએ. પ્રેમ એ માનવતાનું જ બીજું નામ છે. ઈશ્વરે કીધું હતું કે પોતાના લોકો પર તો બધા જ પ્રેમ કરે. પરંતુ  પારકા પર અને પોતાના દુશ્મન પર પણ પ્રેમ રાખો. આપણે સિગ્નલ પર ઊભા હોઈએ છીએ ત્યારે ઘણા લોકો ને જોઈએ છે જે ભીખ માંગતા હોય, કોઈક વસ્તુ વેંચતા હોય, નાના બાળકો, મોટી ઉંમર ના લોકો, સ્ત્રી, પુરુષ અને ઘણા. કેટલાક ને જોઈ ને આપણા માંથી ઘણા મોં  ફેરવી લે છે,  કેટલાક ના હ્ર્દયમાં દયા હોય તો પાંચ દસ રૂપિયા આપી દે છે. કેટલાક એવા પણ હોય છે કે જુવે છે ટીકા ટીપણી કરે છે,અથવા મદદ કરું કે ના કરું ના વિચાર માં સમય જતો રહે છે, સિગ્નલ ચાલુ થઇ જાય છે અને પાછા પોતાના માં લાગી જાય છે. આજે આપણે એવા જ એક સિગ્નલ ની વાત કરી એ.
એક ખુબજ ઠંડો શિયાળો ચારે બાજુ ચાર થી પાંચ ઇંચ જાડા બરફ ના થર જામેલા રસ્તા ના એક સિગ્નલ પર સાઈડ માં એક ગરીબ પુંઠા પર સૂતો છે. એક પાતળી ગોદડી ઓઢી છે. એના કપડાં પણ ફાટી ગયેલા છે, ના તો એના પગ માં મોજા છે ના બુટ. એક ગાડી ઉભી છે જેમાં એક કમ્પનીના મેનેજર છે. તે આ દ્રશ્ય જુવે છે તેમને દયા આવે છે. પણ શું કરવું તે ખબર નથી પડતી. ગાડી માંથી ઉતરું? મદદ કરું? મદદ કરું તો ગળે તો ના પડે ને? એવા વિચારો ચાલતા હતા ત્યાં તો સિગ્નલ ચાલુ થયો ગાડી આગળ ચાલી અને પેલો ગરીબ આંખો થી દૂર થયો ને ભુલાઈ ગયો. ઓફિસ પોહ્ચ્યા. એમનો પટાવાળો હજુ આવ્યો નહતો. એટલે દરવાનને બોલાવી ને જરૂરી સૂચના આપી તેવો તેમની મિટિંગમાં જતા રહ્યા. તેવો સાંજે પાછા આવ્યા તો તેમણે તેમના પટાવાળાને પૂછ્યું કે આજે કેમ મોડો આવ્યો? પટાવાળા એ જણાવ્યું કે ઓફિસ આવતા રસ્તામાં એક ભાઈ પુંઠા  પર સુતા હતા. તેમની પાસે ના સરખું ઓઢવાનું હતું, ના પહેરવાનું. કાલે મારો પગાર આવ્યો હતો, એટલે હું એમને સાથે લઇ ને  રાહત શિબિરમાં મુકવા જતા રસ્તામાં બે જોડ કપડાં અપાવતો આવ્યો. એમાં મને મોડું થઇ ગયું. મેનેજર સાહેબ આ સાંભળી ને બહુ શર્મિંદા થયા. એ સમજી ગયા કે આ એજ ભાઈ ની વાત કરે છે જેને મેં આજે સવારે જોયો હતો. 
રાત્રે ઘરે  આવ્યા ત્યારે ટીવી પર એક સામાજિક કર્યકર્તાનો ઇન્ટરવ્યૂ ચાલતો હતો. તેમણે  જણાવ્યું કે જયારે મધર ટેરેસાને પૂછવામાં આવ્યું કે તમારું સૌથી મોટું કર્યા ક્યુ? ત્યારે મધરે જવાબ આપ્યો કે મારુ કોઈ કામ મોટું કે મહાન નથી. હું તો પ્રેમ થી નાના કામ કરું છું. જે છે તે તો ઈશ્વર નો પ્રેમ છે જે મારા દ્વારા લોકો સુધી પોહ્ચે છે. કાર્ય મોટું નથી, પ્રેમ મોટો છે.
બાઇબલ માં કીધું છે કે "વહાલા મિત્રો, આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ, કારણ કે પ્રેમ દેવ પાસેથી આવે છે. જે વ્યક્તિ પ્રેમ કરે છે તે દેવનુ બાળક બને છે અને દેવને ઓળખે છે. (1 યોહાનનો પત્ર 4:7)".  "તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો છો આથી એકબીજા પર પ્રીતિ કરવાનું ચાલું રાખો. (હિબ્રૂઓને પત્ર 13:1)". ઈશ્વર કહે છે કે "જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ. (રોમનોને પત્ર 12:10)". જરૂરત વાળા લોકો ને ખાલી થોડી  સહાય ના કરો. એમને દુઃખમાંથી ઉભા થવા માં મદદ કરો. "તમે જે કંઈ કાર્ય કરો તે સ્વાર્થ અને અહંકાર પ્રેરિત ન કરશો. નમ્ર બનો અને બીજાને તમારા કરતા વિશેષ ઉત્તમ ગણો. (ફિલિપ્પીઓને પત્ર 2:3)". વળી "તેથી એકબીજાને હિંમત આપીએ. અને દૃઢ બનવા માટે એકબીજાને મદદ કરીએ. (1 થેસ્સલોનિકીઓને 5:11)".

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

No comments: