પુનઃસ્થાપન
આજે કંઈક અટપટું મથાળું છે ને! આજે ખજુરીનો રવિવાર, ઈશ્વરના વિજય વંત પ્રવેશનો રવિવાર. આજ થી દુઃખ સહન સપ્તાહ ની શરૂવાત. પ્રેમ, વિશ્વાસ અને માફી મંગાવી અને લેવી તેની શરૂવાત. આજે કંઈક જુદું લખવું હતું જેમાં આ બધીજ ભાવના આવી જાય. અને આજની વાત પણ ઈશ્વરે બતાવી જે આ બધીજ ભાવનાને સારી રીતે દર્શાવે છે.
એક ભાઈ બહેન જેમાં ભાઈ મોટા અને બહેન નાની. મોટો ભાઈ બહેનની ખુબ કાળજી લે. બહેનની નાની વાતોનું પણ ધ્યાન રાખે. બંને વચ્ચે ખુબ પ્રેમ. લગ્ન પછી પણ આ પ્રેમ કાયમ રહ્યો. ભાઈ, ભાભી અને બેન, બનેવી એક બીજાના ખુબ નજીક. ઈશ્વરનું કરવું ને બનેવીને કેન્સર થયું. ભાઈ ને ભાભી બહેન ને ખુબ સાચવે બનેવીને બચાવવા ના ખુબ પ્રયત્ન કરે. એક દિવસ બનેવીએ ભાઈ ને બોલાવી ને કીધું કે મને મારી પત્નીની કોઈ જ ચિંતા નથી. તારા જેવો ભાઈ છે પછી હું હોવ કે ન હોવ, તું એને સાચવીશ એની મને ખાતરી છે. બનેવી એ તે દિવસે પ્રભુ પાસે ચાલી ગયા. ભાઈ અને ભાભી બહેન ને સાચવાના બધા પ્રયત્ન કર્યા પરંતુ બહેન પોતાના દુઃખ માં એવી ખોવાઈ ગઈ કે એને ભાઈ સાથે ના સબંધો તો શું દુનિયા સાથે ના સંબધો કાપી નાખ્યા. ભાઈ ખુબ દુઃખી થયો.
એક દિવસ નોકરી પર ચક્કર આવ્યા અને ભાઈ પડી ગયા. હોસ્પિટલ માં ખબર પડી કે તેમની નળીઓ બ્લોક છે અને તાત્કાલિક એન્જીયોપ્લાસ્ટી કરાવી પડશે. ઑપરેશેન સફળ થયું. થોડા દિવસ તો તબિયત સુધારા પર રહી પરંતુ એક દમ થી તબિયત બગાડવા લાગી. બહુ ઓછા પેશન્ટને થાય તે એટલે ભાઈ ને રિએકશન આવ્યું અને તેની અસર કિડની પર પડવા લાગી. તબિયત દિવસે ને દિવસે બગાડવા લાગી. પતિ પત્નીને સમજમાં જ ના આવે કે એક બીજાને દિલાસો કેમ કરી ને આપીયે. શું થઇ રહ્યું છે એ ના સમજાય. એક સાંજે ભાભી પર બહેનનો ફોન આવ્યો. બહેને કહ્યું કે " મને ખબર પડી છે કે ભાઈ માદા છે. શું હું તેને મળી શકું? તમે એને પૂછો ને કે એ મને માફ કરશે? મેં એના થી મોં ફેરવી લીધું હતું.". ભાભી એ પ્રેમ થી જવાબ આપ્યો મારે એમને કાંઈજ પૂછવાની જરૂર નથી. અમને તારી જરૂરત છે તું હમણાં જ આવી જા. બહેન તેના બાળકો સાથે લઇ ને તરત જ આવી ગઈ. ભાઈ અને ભાભી ને મળી ને દિલાસો આપ્યો. ભાઈ ને ઘણા દિવસ પછી આનંદ ની લાગણી નો અનુભવ થયો. ભાઈ ને હવે લાગવા લાગ્યું કે મારે ક્યુ કામ પેહલા કરવાનું છે એ મને હવે સમજાઈ ગયું છે. એને ફોન લિસ્ટ લીધું અને એવા સાગા સંબંધી અને મિત્રો ને ફોન કરવા નું શરૂ કર્યું જેમની સાથે હવે સંબંધ ન હતો. એનું કારણ ગેર સમજ, ગુસ્સો અને કયાંક અભિમાન હતું. કેટલા કે એવા પણ હતા જેમાં કોઈ કારણ નહતું પણ સમયના અભાવે વાત કરવાનું પડતું મૂક્યું હોય. ભાઈ એ મન માં ગાંઠ વળી કે મારે હવે આ દુનિયા માંથી જવાનું જ છે તો મારી પાછળ કોઈ ગુસ્સો મૂકી ને નથી જવું. તેણે બધા ને કોલ કેવાનું શરૂ કર્યું.
એક મિત્ર સાથે ની ગેરસમજને તેણે પ્રેમ થી એમ કહી ને દૂર કેરી કે "તે સમયે તું સાચો હતો. હું તને સમજી ના શક્યો તે મારી ભૂલ હતી." મિત્ર તરત જ રડી પડ્યો અને દોડી ને ભાઈને મળવા આવી ગયો. આ બાજુ ડોકટરે જણાવી દીધું કે હવે બહુ તો બે મહિના છે તમારી પાસે. આ બાજુ તેમની ભણી જે નર્સ હતી તેણે બધાજ મોટા ડોક્ટરો પાસે પોતાના મામા ના રિપોર્ટ મોકલવાના શરૂ કરી દીધા હતા. તેમાંથી એક ડોક્ટરે અમુક દવા અને સંપૂર્ણ આરામ કરવાની શરતે આ ભાઈ ને બચવાનું કામ હાથમાં લીધું. તેમની દવા થી આ ભાઈ ને ફેર પાડવા લાગ્યો.
એક દિવસ બહેન અને ભાભી એ વિચાર્યું કે આપણે તો પ્રાર્થના કરી એ જ છીએ પરંતુ બાઇબલ માં લખ્યું છે કે "કારણ કે મારા નામ પર બે અથવા ત્રણ શિષ્યો જ્યાં ભેગા થઈને મળશે તો હું પણ ત્યાં તેમની મધ્યે હોઈશ.” (માથ્થી 18:20)" વળી એમ પણ લખ્યું છે કે "જો તમારામાંનું કોઈ માંદુ પડે તો, તેણે મંડળીના વડીલોને બોલાવવા જોઈએ. વડીલોએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી જોઈએ. (યાકૂબનો 5:14)". તો આપણે પણ પ્રાર્થનાની વિનંતી ચર્ચમાં આપીયે તો કેવું? બધા એ આ વાત વધાવી લીધી. રવિવારની સભામાં પ્રાર્થના વિંનતી મોકલવામાં આવી. સાંજે તો ચર્ચમાંથી ઘણા લોકો પ્રાર્થના કરવા ઘરે આવા લાગ્યા.જેમ કીધું છે તેમ "અને વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંદા માણસને સાજો કરે છે. પ્રભુ તેને સાજો કરશે. અને આ માણસે જો પાપ કર્યા હશે તો દેવ તેને માફ કરશે. (યાકૂબનો 5:15)", ધીમે ધીમે પ્રાર્થના, કુટુંબનો પ્રેમ, મિત્રોનો સહકાર એ રંગ લાવા મંડ્યો. ભાઈ ધીરે ધીરે સજા થવા લાગ્યા. છ મહિના ખટલામાં રહ્યા બાદ ભાઈ હવે ચાલવા લાગ્યા. આ વાત ને આજે 10 વર્ષ થઇ ગયા છે. ભાઈ 60 વર્ષ પાર કરી ચુક્યા છે. એક દમ સ્વસ્થ છે. તેવો એક સુંદર વાત કહે છે. મૃત્યુની પાસે ના એ દિવસો એ મને એ શીખવ્યું કે હું જ સાચો એ વાત ને પકડી રાખવા કરતા સંબંધ ને સાચવા સંબંધની મીઠાસ સાચવવી એ વધારે અગત્યનું છે. હું જો કોઈ ને એમ કહી દાવ કે તું સાચો ભાઈ તું સાચો તો એના થી હું નાનો નથી થતો. પરંતુ સંબંધ માં નો પ્રેમ સચવાય છે. એ મહત્વનું છે. દુનિયા માં એવી કોઈ વાત નથી કે જે ને માફ ના કરી શકાય. કે જેની માફી ના માંગી શકાય. સુખી અને શાંતિ થી જીવવું હોય તો માફી માંગી લેવી અને માફી આપી દેવી એ જ મહત્વનું છે. જીવનમાં પ્રેમ, ઈશ્વર પરનો વિશ્વાસ અને એક બીજા ને માફ કરી ને શાંતિ થી જીવનું જ મહત્વ છે.
બાઇબલ માં કહેવાયું છે કે ભાઈ ભાઈ પાર ભાઈ બહેન પર અપાર પ્રેમ રાખો એક બીજા ને માફ કરો "મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, ખરો ભાઇ મુશ્કેલીઓને વહેંચી લેવાજ જન્મ્યો હોય છે. (નીતિવચનો 17:17)". વળી એક પીજ ને માફ કરો "એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને
ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો. (એફેસીઓને પત્ર 4:32)". વળી ઈશ્વરે કીધું છે કે "હવે, ભાઈઓ અને બહેનો, હું વિદાય લઈશ. સંપૂર્ણ થવાનો પ્રયત્ન કરજો. મેં તમને જે કરવાનું કહ્યું છે તે કરજો. એકબીજા સાથે માનસિક રીતે સહમત થાઓ અને શાંતિમાં રહો. પછી પ્રેમ અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે. (2 કરિંથીઓને 13:11)". આવો આપણે આપણા મન સંબંધોને આ ખૂજુરીના રવિવારે પુનઃસ્થાપિત્ત કરીયે.
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
No comments:
Post a Comment