Friday, 12 April 2019

40 Lent Sessions

મદદગાર
ઈશ્વર કયારે કોનો કેવીરીતે ઉપયોગ કરે છે તે  શકતું નથી. એક વાર જે આપણને ઘભરાવી નાખે છે કે સાવધાન બનાવી જાય છે, તે જ વાત બની શકે કે બીજાને મદદરૂપ પણ થઇ શકે છે. થોડું અટપટું છે. પણ આ વાત અપને આમ સમજીયે.
અમેરિકાના હાઇવે ખુબ મોટા અને હંમેશા ટ્રાફિક થી ભરેલા જોવા મળે છે. એક સુંદર સવારે એક મનોચિકિત્સક પોતાની ગાડી માં એક સેમિનારમાં ભાગ લેવા માટે બીજા શહેર માં જય રહ્યા હતા. તેવો ગાડી માં એકલા હતા. તેવો સુંદર ભક્તિ સંગીત સાંભળી રહ્યા હતા. સંગીતની મઝા લેતા આરામ થી પોતાની મસ્તીમાં ગાડી ચલાવી રહ્યા હતા.ત્યાં અચાનક એમને વિચાર આવ્યો કે હમણાં એવું બને કે પાછળ થી કોઈ ગાડી સ્પીડમા  આવીને મારી ગાડીને ભટકાય, અને મારા જમણી બાજુના કાચ માં દેખાતું બઁધ  થાય, અને મારી ગાડી હવા માં ફંગોળાઈ જાય તો હું શું કરીશ? આ મનોચિકિત્સકને આશ્ચર્ય થયું કેએક દમ થી આવો વિચિત્ર વિચાર ક્યાંથી આવ્યો? તે છતાં તેવો સજાગ થઇ ગયા તેમણે તેમની ડાબી બાજુ ના કાચમાં જોઈને સર્વિસ રોડ તરફ ગાડી ધીમે ધીમે દબાવી. કે જેથી કોઈ પણ પરીસ્થીમાં તેવો ઝડપથી પોતાની જાત ને બચાવી શકે. તેમણે સંગીત ચાલુ રાખ્યું પરંતુ તે હવે ખુબ સજાગ થઇ ને ગાડી ચલાવ લાગ્યા. અચાનક તેમણે જોયું કે એક ગાડી તેમની જમણી બાજુ માંથી પસાર થઇ. એ એટલી ઝડપ થી પસર થઇ કે આ ભાઈ ની ગાડીનો જમણો કાચ ભુક્કો થઇ ગયો. એ ગાડી જમણી બાજુની રેલિંગ તોડીને એક ઝાડ સાથે ભટકાઈ ગઈ. ડૉક્ટર એક મિનિટ માટે તો ખુબજ ઘબરાઈ ગયા. તેમણે મંદ પોતાની ગાડી પર કાબુ મેળવ્યો. તેમણે જેમતેમ પોતાની  ગાડી સર્વિસ રોડ પર ઉભી કરી. તેવો મન માં સત્તત પ્રાર્થના કરતા હતા કે ઈશ્વર મને બચાવી લે.
પોતાની જાતને અને ગાડી ને સલામત કર્યા પછી ડૉક્ટર સાઈડમાં ઉભા રહ્યા. ગાડીમાંથી ઉતરીને તેમણે જોયું કે પેલી ગાડીની આજુબાજુ લોકો ભેગા થવા લાગ્યા હતા. રેલલિંગ ખુબ ખરાબ રીતે તૂટી ગઈ હતી. લોકો પેલા ડ્રાઈવર ને ગાડી માંથી બહાર કાઢી રહ્યા હતા. ત્યાં એક ભાઈ એ એક્સીડેન્ટ વળી ગાડી નો દરવાજો તોડી નાખ્યો અને બીજા ભાઈ એ ડ્રાઈવર ને બહાર કાઢી પોતાના ખભાપર ઉંચકીને ડૉક્ટર ઉભા હતા ત્યાં લાવી ને સુવડાવ્યો. ડ્રાઈવર ના નાક અને મોં માંથી લોહી વહી રહ્યું હતું. આ જોઈ ને ડોક્ટરનું મગજ ઝડપ થી કામ કરવા લાગ્યું. તેમણે પોતાની બેગ માંથી પોતાનો કોટ અને શર્ટ ભાર કાઢ્યા, તેને રોલ કરીને ડ્રાઈવર ના માથા નીચે મુકવા લાગ્યા. ત્યાં ડ્રાઈવર બોલ્યો "પ્લીઝ મને મદદ ના કરો." આ સાંભળીને આ મનોચિકિત્સક સમજી ગયા કે આ ભાઈ તો આત્મહત્યા કરવા માટે આમ ગાડીને ચલાવી હતી. ડ્રાઇવરના કહ્યા છતાં પણ તેમણે તેને પ્રાથમિક સારવાર આપી અને ત્યાં સુધી પોલીસ પણ આવી ગઈ. તેમેણ ઘાયલ ને હોસ્પિટલ મોકલી ને નજરે જોનારની સાક્ષી નોંધી. આ સમયે આ મનોચિકિત્સકે પોલીસના માણસને કહ્યું કે " આ ભાઈ ડિપ્રેશન માં છે તેવો એ મને આમ કીધું છે. તો તમે જોઈ લેજો."
ડૉક્ટર સેમિનાર પતાવી ને ઘરે પોહ્ચ્યા. તેમના મગજમાં એક્સીડેન્ટ નો બનાવ અને તેના થોડી સેકન્ડ પેહેલા તેમને આવેલા ચેતવણી  પૂર્વકના વિચાર વિષે વિચરતા રહ્યા. પછી તેમને ધીમે ધીમે સમજાયું કે એ વિચાર નહતો એ ઈશ્વરની ચેતવણી હતી. પેહલા તો એ ખુશ થયા કે ઈશ્વરે મારી સાથે વાત કરી મને બચાવ્યો. જો આમ ના થાત અને હું જ્યાં ગાડી ચલાવતો હતો ત્યાં જ મારી મસ્તી માં ગાડી ચલાવતો હોતે તો હું જરૂર થી અત્યારે ઈશ્વર સામે ઉભો હોતે. કારણકે ત્યાંથી મારે બચવાના કોઈ જ રસ્તા નહતા. પણ થોડું વધારે વિચારતા તેમને લાગ્યું કે આ મને બચાવવા માટે નહતું. આ કંઈક બીજું કંઈક વધુ ઊંડું હતું. પણ શું? એ સમજાતું નહતું. થોડા દિવસ પછી તેમના ઘરે પોલીસ સ્ટેશન માંથી ફોન આવ્યો. ત્યારે ઈન્સ્પેક્ટરે કીધું કે "પેલા અકસીડેંટ વાળો માણસ બચી ગયો છે. તમે આપેલી સારવારના કારણે વધારે નુકશાન નથી થયું. સાથે તમે આપેલી માહિતી ને કારણે અમે તેની માનસિક તપાસ પણ કરાવી હતી. જેમાં માલુમ પડ્યું કે એ ભાઈ માનસિકરીતે તૂટી ચુક્યા છે. તે ખુબ જ ડિપ્રેશન માં છે. તેથી તેમની માનસિક સારવાર પણ ચાલુ થઇ ગઈ છે. આપે આપેલી માહિતી માટે આભાર." આ સાંભળીને મનોચિકિત્સક ને સમજાયું કે ઈશ્વર મને ભચવ કરતા પોતાના એક બાળક ને મદદ કરવા મને તૈયાર કરતો હતો. તેનું એક બાળક પોતાનું જીવન ખતમ કરવા ની ભરપૂર પ્રયત્ન કરી રહ્યું હતું. તેમાંથી તેને બચાવવા માટે મને તૈયાર કરવામાં આવ્યો હતો. ડૉક્ટર વિચારવા લાગ્યા કે જે મારી સાથે થયું તે હું એક દિવસ આ ભાઈને મળી ને જણાવીશ. કે ઈશ્વર તમને કેટલો પ્રેમ કરે છે. એ ભાઈ જયારે એમ કહી રહ્યા હતા કે મને મદદ ના કરો એ ખરેખર તો તેમનું રુદન હતું કે મને બચાવી લો. કેવી અદભુત યોજના. બાઇબલમાં લખ્યું છે કે "પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ, અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે; (સભાશિક્ષક 3:1)" વળી "ઈસુએ તેઓને કહ્યું, ‘ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ. (પ્રેરિતોનાં ક્રત્યો 1:7)". વળી "આજે હું જે બધી યોજનાઓ તને કહું છું તે નક્કી કરેલા સમય માટે છે. આ સંદર્શન અંત માટે કહે છે, તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે છે એમ લાગે તો રાહ જોજે, કારણ કે આ બાબતો અચૂક બનશે જ. મોડું નહિ થાય. (હબાક્કુક 2:3)". ઈશ્વર હંમેશા આપણો ઉપયોગ કરે છે. આપણે તૈયાર રહેવાનું છે કે એનું તેડું આપણે ચુકી ના જઇયે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Twitter
Our Daily Bread

No comments: