અજાણ્યા મુલાકાતી
આપણે જાણી છીએ કે મૃત્યુ એ અફર છે એમ સનાતન જીવન પણ અફર છે. ઈશ્વર આપણને સનાતન જીવન વિષે જણાવી ચુક્યા છે. ઇસ્ટરની પૂર્વ સંધ્યા એ આજે આપણે આવાજ એક સનાતન જીવન ની આશાની કરીયે.
એક દીકરી પોતાની માતાના છેલ્લા દિવસોની વાત અહીં કરે છે. તેની માતા ને કૅન્સર હતું જે ધીરે ધીરે હાડકા માં થઇ ને મગજ તરફ પ્રસરી રહ્યું હતું. ડોક્ટરના કહેવા થી માતાને ઘરે લઇ આવ્યા હતા. હોસ્પિટલમાંથી રોજ જરૂરી શે મળી જતી હતી. દીકરી પોતાની માતાના છેલ્લા દિવસોની પ્રેમ થી કાળજી લઇ રહી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસમાં માતાને મળવા માટે કોઈ રોજ આવતું હતું. જેને જોયા પછી જેની સાથે વાત કર્યા પછી માતા ખુબ ખુશ રહેતા હતા. પરંતુ આષ્ચર્ય એ વાત નું હતું કે આ આગંતુક ક્યારેય દીકરી ને દેખાતા નહતા. હવે ની વાત દીકરીના શબ્દોમાં :" હું રોજ તેને જોતી હતી. તે ખુબ ખુશ હતી. જયારે આગંતુક આવતા ત્યારે તે તેમની સાથે પોતાના બાળપણની, યુવાનીની ઘણી વાતો કરતી હતી. કેટલીક વાતો એવી હતી કે જાણે કોઈ નવી જગ્યા વિષે ની માહિતી લેતી હોય. હું ઘણી વખત એની વાતો માં સામેલ થવાની કોશિશ કરતી હતી. પરંતુ હું બિલકુલ સમજી જ નહતી શકતી કે શું વાત કરું? મારી માતા એ આગંતુકો સાથે વાત કરવામાં એટલી તલ્લીન થઇ જતી હતી કે હું જો એ રૂમ માં હોવ તો પણ મને ભૂલી જતી હતી.
પણ હવે હું પણ એ આગંતુક કે ને ઓળખું છું. થોડા દિવસ પચિહું માતાને જમાડી રહી હતી ત્યારે માતા રૂમના ખૂણામાં તાકી રહી હતી. તેને પૂછતાં તેને કહ્યું કે ત્યાં ઉપર ત્રણ દૂતો ઉડે છે. એ આવે પછી મારા મુલાકાતીઓ પણ આવે છે. તું જલ્દી પતાવ એમના આવાનો સમય થઇ ગયો છે. ત્યારે મને સમજાયું કે ઈશ્વર ના દૂતો માતા ને મળવા આવે છે. જે તેમને અનન્ત જીવ તરફ દોરી જાય છે. જે તેમને હવે પછીના જીવન વિષે માહિતી આપે છે. ધીરે ધીરે હું પણ સમજવા લાગી કે હવે મારે માતાને જવા દેવા જોઈએ. તેથી હું તેમને જણાવા લાગી કે તારે તેમની સાથે જવું છે? તું મારી ચિંતા ના કરીશ. તું શાંતિ થી એમની સાથે જા. હું કેવીરીતે માતાને પીડામાં અહીં પકડી રાખું? ત્યાંના જીવન વિષે હવે તે જાણી ગઈ હતી. અને તેની વાતો પરથી તે ત્યાં જવા માટે તે તૈયાર હતી, સાથે ખુશ પણ હતી. ધીરે ધીરે માતા એ અહીંની બધી વાતો છોડવા માડી. તે ખેતી મારે એની ત્યાં કોઈ જરૂરત નથી. તેને મળવા આવનારા આગંતુકોની સંખ્યા અને મુલાકાત નો સમય પણ વધવા લાગ્યો. હવે તે મુલાકાત દરમ્યન બાઇબલ વાંચન પણ કરવા લાગી. ભલે હું આંગતુકોને જોઈ નહતી શક્તિ પણ ઓળખી તો શક્તિ જ હતી તેથી માતા માંગે તે તેને આપવા હમેશા ત્તર્પર રહેવા લાગી. અને એક દિવસ તે આગંતુકો સાથે ચાલી નીકળી. તેના મુખ પર અપાર શાંતિ હતી. હું પણ જાણતી હતી કે તે ત્યાં એકલી નહતી. તે ત્યાં થી ઘણી પરિચિત હતી. ત્યાં અહીં જેવા દુઃખો નહતા. એ અંનત જીવન માં સામેલ હતી. એક દિવસ તે મને પછી મળશે એની મને ખત્રી હતી."
બાઇબલ કહે છે કે " હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ
કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં
દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.: (યોહાન :3-6)". વળી ઈશુ કહે છે કે "હું તમને સત્ય કહું છું, જો કોઈ
વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં
વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે
મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે.(યોહાન: 5:24)". વળી ઈશ્વર કહે છે કે "જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે
પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત
પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે.(માથ્થી 10:28)".
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
Reference for Images
pegitboard.com
No comments:
Post a Comment