એક ભિક્ષુક
આપણા મનમાં એક ભિક્ષુકનું ચિત્ર એક સમાન હોય શકે. ફાટેલાઅને મેલા કપડાં, પગમાં ચમ્પલ ના હોય કે હોય તો જુના તૂટેલા, હંમેશા માંગવા માટે હાથ લંબાયેલા. ઘણા એવા ભિક્ષુકના દાખલ પણ આપણે સમાચાર પત્રમાં વાંચીયે છીએ કે ઘણા એવા ભિક્ષુક પણ હોય છે કે જેમની પાસે કરોડો રૂપિયા મળી આવ્યા હોય. તે છતાં તેમના હાથ તો માંગવા માટે જ લંબાયેલા હોય. પરંતુ ઘણી વખત આપવાદ હોય છે.
આજે આપણે એક આવા જ ભિક્ષુક ની વાત કરીશું.
એક પ્રભુ મંદિર માં રવિવારની સંગત ચાલતી હતી. પ્રભુમંદિરના દરવાજા પર એક ભિક્ષુક ઉભો હતો. એજ ફાટેલા, ગંદા કપડાં, તૂટેલા ચપ્પલ. પરંતુ આ ભિક્ષુક માં એક વાત અલગ હતી. તેને ભિક્ષા માંગવા કરતા પ્રભુમંદિર માં અંદર ચાલતી સભામાં વધુ રસ હતો. એ ચૂપચાપ અદબ વળી ને ઉભો હતો. આજે એનો હાથ લંબાયેલો નહતો. સભા પુરી થઇ. લોકો લોતપોતાને ઘરે ગયા. પ્રભુમંદિર ખાલી થયું, પાળક સાહેબ પણ તેમના ઘર જે પ્રભુમંદિર ની પાછળ જ હતુ ત્યાં ગયા. થોડીવાર માં તેમના ઘરનો દરવજો કોઈ એ ખખડાવ્યો. ખોલતા સામે ભિક્ષુક ભાઈ ઉભા હતા. તેમણે પાળક સાહેબને પૂછ્યું કે "દેવળ છૂટી ગયું?". પાળક સાહેબ કહે "હા છૂટી ગયું. તમારે કઈ કામ હતું?". ભિક્ષુકે ખુબ શાંતિ થી જણાવ્યું કે "મારે દાન આપવું છે.". આ સાંભળીને પાળક સાહેબ ને થોડું આશ્ર્ચર્ય થયું, પરંતુ તેમને ફરજના ભાગ રૂપે આ ભાઈને ઘરમાં બોલાવી ને બેસાડ્યા અને દેવડમાંથી એક ખાલી દાનની કોથળી મંગાવી. તેમણે તે કોથળી ભિક્ષુકને ધરી ભિક્ષુકે તેમાં કંઈક નાખ્યું. પાળક સાહેબે દાન ઉપર આશીર્વાદ માંગ્યા. ભાઈ સાથે પ્રાર્થના કરી. તેમને ચા નાસ્તો કરાવી વિદાય કર્યા.

બાઇબલ માં પણ જયારે દાન પેટીમાં મોટું મોટું દાન આપતા હતા અને ગરીબ વિધવાએ નાના તાંબાના બે સિક્કા નાખ્યા ત્યારે ઈસુ એ શિષ્યોને કહ્યું હતું કે "ઈસુએ તેના શિષ્યોને બોલાવ્યા. ઈસુએ
કહ્યું, ‘હું તમને સાચું કહું છું. આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા
આપ્યા. પણ તેણે ખરેખર બધા ધનવાન માણસો કરતા વધારે આપ્યું છે.(માર્ક 12:44)" અને તેનું કારણ આપતા તેમણે કહ્યું હતું કે "આ લોકો પાસે પુષ્કળ છે. તેઓએ તો
ફક્ત તેમને જેની જરુંર નથી તે જ આપ્યું. પણ તેણે તો તેના જીવન જીવવા માટે
જરુંર હતું તે બધુજ નાણું આપ્યું. (માર્ક 12:44)". દાન એ દેખાડો નથી. એ ઈશ્વરને આપતું અર્પણ છે.જેનો બદલો ઈશ્વર આપે જ છે. "બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.” (લૂક 6:38). પણ તે તમારી હ્ર્દયની ભાવના પ્રમાણે હોય છે. "જો તમારી આપવાની ઈચ્છા હશે, તો તમારા દાનનો સ્વીકાર થશે. તમારી ભેટનું મૂલ્યાંકન તમારી પાસે જે છે તેના ઉપરથી થશે અને નહિ કે તમારી પાસે જે નથી. (2 કરિંથીઓને 8:12)". માટે દાન ખરા હૃદય અને ખુલ્લા મન થી આપો.
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
No comments:
Post a Comment