Monday, 8 April 2019

40 Lent Sessions

આજે સવારે એક દફનવિધિમાં હાજરી આપવા ગયા હતા.  તેમાં પાળક સાહેબે ખુબ સરસ વાત જણાવી હતી કે "ઈશ્વરે એમનાથી કીધું કે મારી પાસે આવશો તો તમને ક્યારે પણ કષ્ટ નહિ આવે. પરંતુ ઈશ્વરે કીધું છે કે " હું તમને ગમેતે પરિસ્થિતિ માં સાચવીશ, તમરાઈ સાથે રહીશ. તમને સાંભળીશ." સુખ દુઃખ એ જીવન નો એક ભાગ છે. ઈશ્વર આપણને સુખમાં જાળવી રાખે છે અને દુઃખમાં સાચવે છે. આ દુનિયા માં કોઈ માણસ સંપૂર્ણ નથી. પરંતુ ઈશ્વર તેને પોતાનામાં પૂર્ણ કરે છે. ઈશ્વર સાથે હોય તો કષ્ટ સહન કરવાની શક્તિ વધે છે, જે આપણને સંપૂર્ણ બનાવે છે.
વસંત ઋતુની એક સવારે વૃદ્ધાશ્રમ માં  એક વૃદ્ધ બહેન પોતાની સારવાર અર્થે આવ્યા હતા. આ સેન્ટરમાં એક પિયાનો હતો. ત્યાંના એક સ્ટાફ મેમ્બર બેને તેમની ઓળખાણ સેન્ટરમાં રહેતા અન્ય લોકો સાથે કરાવી. આ બધી પ્રક્રિયા દરમ્યાન તે સ્ટાફ મેમ્બર બેને નોંધ્યું કે આ વૃદ્ધા સેન્ટર માં મૂકેલો પિયાનો જોઈને થોડા દુખી થયા હતા. સ્ટાફ બેને તેમને એ વિશે પૂછ્યું, ત્યારે તે વૃદ્ધા કહ્યું કે "થોડા સમય પહેલા બહુ સારો પિયાનો વગાડી શકતી હતી, પણ હવે મારો જમણો હાથ બરાબર કામ આપતો નથી એટલે હું પિયાનો બગાડી શકતી નથી. તે પહેલા સંગીત એ મારો પ્રથમ પ્રેમ હતો.". આ સાંભળીને સ્ટાફ બેન ને કંઈક યાદ આવતા તેમણે કહ્યું "તમે ઉભા રહો, હું હમણાં આવું છું.". થોડીવારમાં તેઓ પાછા આવ્યા અને તેમની સાથે એક સફેદ વાળવાળા અને જાડા ચશ્મા પહેરેલા થોડા વૃદ્ધ બેનને સાથે લાવ્યા. બેન વોકર સાથે ચાલતા હતા.
સ્ટાફ મેમ્બર બેને તેમની ઓળખાણ કરાવી ને જણાવ્યુકે " તેઓ પણ પિયાનો વગાડી શકે છે, પણ તમારી જેમ જ તેમને શારીરિક તકલીફ થવાથી હવે વગાડતા નથી. તેમનો ડાબો હાથ ખરાબ છે, પણ જમણો સારો છે. જ્યારે તમારો જમણો  ખરાબ છે અને ડાબો હાથ સારો છે. તો તમે બંને ભેગા થઈને કંઈક જુદુ અને ખૂબ સરસ કામ કરી શકો છો.". બન્ને વૃદ્ધાઓ પિયાનો પાસે બેઝ ઉપર સાથે બેઠા અને બંને પોતાના સારા હાથથી પિયાનો વગાડવા લાગ્યા. એક ખૂબ સુંદર લાંબી આંગળીઓવાળો કાળો હાથ, જ્યારે બીજો સફેદ નાનો નાની આંગળીઓ વાળા હાથો પિયાનો પર ફરવા લાગ્યા. ધીરે ધીરે ખૂબ સુંદર મ્યુઝિક તેમાંથી બહાર આવ્યું. જયારે સંગીત વગાડતા ત્યારે એક  નો નિર્મળ જમણો હાથ બીજાની પીઠની પાછળ વળગીને રહેતો, જ્યારે બીજા નો ડાબો નિર્બળ હાથ બીજાના ઘુટણ પર રહેતો. આ રીતે તેમણે કંઈ કેટલી જગ્યાએ પોતાનું સંગીત પ્રસ્તુત કર્યું  જેમકે ટેલિવિઝન પર, ચર્ચમાં, સ્કૂલમાં, સીનીયર સીટીઝન સેન્ટરમાં. બંને કષ્ટમાં રહેલા જીવને ઈશ્વરે મેળવી ને એક નવું જીવન આપ્યું. એક નવી ઉંચાઈ આપી. 
કષ્ટ કે દુઃખ થી હારી જવાને બદલે, ઈશ્વર પર શ્રદ્ધા રાખીને આગળ વધીયે અને પોતાની મહેનત અને સ્વપ્નું ના છોડીયે તો ઈશ્વર જરૂર સહાયતા કરે જ છે. આપણી ખામીયોને ભરી ને ખુબીયો બનાવી દે છે. જે દુઃખ ભૂલી ને આગળ વધવામાં મદદ કરે છે. જેમ બાઇબલમાં કીધું છે કે "અને અંત સુધી તમારી ધીરજને ચાલુ રહેવા દો.જેથી તમે પૂર્ણ બનો. તમારે જેની જરૂરીયાત છે તેની ઉણપ ન રહે. (યાકૂબનો 1:4)", વળી "દેવે તમારામાં શુભ કામની શરૂઆત કરી અને તે તમારા પ્રતિ હજુ પણ ચાલુ છે. મને ખાતરી છે કે ઈસુ ખ્રિસ્તનું પુરાગમન થશે, ત્યારે દેવ તે કામ પુરું કરશે. (ફિલિપ્પીઓને પત્ર 1:6)".

Olivia Martins

Editor
Purvi Hope

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

No comments: