Wednesday, 10 April 2019

40 Lent Sessions

અગાપે પ્રેમ (ઈશ્વરીય પ્રેમ)
માનવીનો ઉછેર તેનું માતાપિતા અને કુટુંબમાં થાય છે. આ જ કુટુંબ માણસને બનાવે છે અને બગાડે પણ છે. માણસમાં સાચા ખોટા સંસ્કારોનું ઘડતર તેના માતાપિતા કરે છે, જેની અસર તેના આખા જીવન દરમિયાન જોવા મળે છે. સારા સઁસ્કાર તેને તારે છે, અને ખોટા સંસ્કાર તેને ડુબાડે છે. આવા સઁસ્કારોને આપણે લાડ અને પ્રેમ કહીયે છીએ. બાઇબલ મુજબ પ્રેમ ના ચાર પ્રકાર છે. 1. પ્રણય અથવા રોમાન્ટિક પ્રેમ. 2. કૌટુંબિક પ્રેમ એટલેકે માતાપિતાનો પ્રેમ, ભાઈ બહેનો નો પ્રેમ. 3.મિત્રનો પ્રેમ . અને 4 છે અગાપે પ્રેમ એટલેકે ઈશ્વરનો પ્રેમ. બાકીના ત્રણ પ્રેમ જયાંથી પુરા થાય છે ત્યાં થી આ પ્રેમની શરૂવાત થાય છે. જેમાં કોઈ શરતો નથી. કોઈ સીમા નથી. તેને સમજવો જેટલો અઘરો છે એટલોજ તે આપણી પાસે અને સહેલાઇ થી મળી જતો હોય છે. સમજવું થોડું અઘરું છે. આપણે આ વાત થી સમજીયે.
એક ભાઈ ની આ આપવીતી છે. જે આપણે તેમના જ શબ્દમાં સમજીયે. તે કહે છેકે "મારો જન્મ જે કુટુંબમાં થયો હતો તેમાં અમને એવા સંસ્કાર આપવામાં આવ્યા હતા કે 'આપણે કયારે પણ ભૂલ કરતા નથી. આપણી નિષ્ફ્ળતા હંમેશા બીજાની ભૂલોને કારણે જ આપણને મળે છે. એટલે આપણી નિષ્ફ્ળતાના જવાબદાર પણ બીજા જ લોકો છે.' વળી હું પહેલાથીજ લડાયક વૃત્તિ ધરાવતો હતો. એટલે મેં કયારેય એ ના વિચાર્યું કે મારી નિષ્ફ્ળ જિંદગી માટે મારી ભૂલો જવાબદાર છે. જો હું એમ માનતો જ ના હોવ કે ભૂલો હું કરી શકું છું તો ભૂલ સુધારવાની વાત જ ક્યાં થી આવી? મને મારામાં ભૂલો જ દેખાતી નહતી. એટલે સરવાળે નિષ્ફ્ળતા, દુઃખ અને સ્વભાવના કારણે ઝગડા, ગુસ્સો નફરત થી ચારેબાજુ એ ઘેરાઈ ગયો  હતોં. આ ગુસ્સો ધીરે ધીરે ઈશ્વર તરફ વળ્યો હતો. હવે હું મારી નિષ્ફ્ળતા માટે ઈશ્વરને જ દોશી માનવ લાગ્યો હતો. જે જે લોકો સાથે મારે ઝગડો થતો તેને હું ઈશ્વર તરફ થીજ મોકલવામાં આવ્યા છે તેમ જ માનતો. મારા બાળપણ થીજ ઈશ્વર મને પસંદ નથી કરતા તેમ હું માનવ લાગ્યો હતો. જે માન્યતા સમય જતા વધુ ને વધુ દ્રડ બનતી જતી હતી. 
એક દિવસ હું મારા સુથારી કામ પર થી પાછો આવતો હતો ત્યારે એક કાકા એક જૂની પુરાણી એન્ટિક ખુરશી ભંગારમાં આપી રહ્યા હતા. મેં જોયું કે આ ખુરશીમાં થોડું સમારકામ કરવામાં આવે તો તે સારી થઇ શકે છે અને તેને વેચીને હું સારા રૂપિયા મેળવી જ શકું છું. જેની મને ખુબ જરૂર હતી. મેં કાકા ને જઈને કીધું કે 'તમને આની જરૂર ના હોય તો તે મને આપી દેશો?', અને કાકા એ ઘસીને ના પડી દીધી. જેમ થતું હતું તેમ હું એ કાકા સાથે ઝગડી પડ્યો અને ઈશ્વરને કોસવા લાગ્યો.
ધીરે ધીરે મને આ રોજના ઝગડા, નિષ્ફ્ળતા થી કંટાળો આવા લાગ્યો. હું એકલો તો ક્યારનો પડી ગયો હતો. પણ મને એક જ બીક હતી મૃત્યુની. આ બીકના કારણે હું જીવનને એક બોજાની જેમ વઢેરી રહ્યો હતો. આખરે એક શિયાળાની બર્ફીલી સવારે મેં મારી જાતને મૃત્યને સોંપી  દેવાનું નક્કી કર્યું.અમારા ગામની નદી શિયાળામાં બરફ થઇ જાય છે. હું મારી ગાડી લઈનેત્યાં ગયો. ગાડી કિનારાથી દૂર ઉભી રાખી. મારા ગરમ કપડાં ને ગાડીની ચાવી ગાડીમાંજ રાખીને હું ચાલતો ચાલતો નદીતરફ જવા લાગ્યો. મારો પ્લાન ખુબ સરળ હતો. હું નદીમાં ઉતરી ને છાતી સમોડા પાણી માં ઉભો રહીશ. પાણી તો ખેર હતું જ નહિ એટલે એમ કહેવાય કે નદીમાં આસાન જગ્યા એ કાણું પડી ને બરફ માં ઉતરી જઈશ. જ્યાં મારુ શરીર થીજી જશે અને હું મૃત્યુ પામીશ. કોઈ સંજોગોમાં જો હું પાણી માંથી બહાર આવી ગયો તોપણ ગાડી એટલે દૂર હતી કે ભીના કપડે ત્યાં સુધી પોંહચતા પહેલા હું ઠરી જઈશ ને મૃત્યુ પામીશ. ચોક્કસ પણ સરળ યોજના હતી મારી. હું ચાલતો ચાલતો નદી પાસે પહચ્યો કે એક ક્ષણ માટે મને પેલી ખુરશી અને ખુરશી વાળા કાકા યાદ આવ્યા. મારી આંખો સામે થી મારૂ આખું જીવન પસાર થઇ ગયું. ત્યાં જ મને પાછળ થી કોઈ નો ધીમો, શાંત અને મીઠો અવાજ આવ્યો 'ભાઈ! આ જીવનનું તને કોઈ કામ નથી, તો તે મને આપી ના શકે?'. હું ઉભો થઇ ગયો. મેં પાછળ જોયું તો કોઈ નહતું. હું થોડુ આગળ ચાલ્યો ત્યાં ફરી એજ અવાજ સંભળાયો. મને એ સમજાઈ ગયું કે આ અવાજ ઈશ્વરનો છે. મને દુઃખ સાથે આનંદની લાગણી એ ઘરી  લીધો. હું કે જેને પોતાના જીવન ના 40 વર્ષ ઈશ્વર નિંદામાં અને પાપ માં કઢ્યા. હું કે જેણે ઈશ્વરના લોકો સાથે ઝગડવાનું, હેરાન કરવાનું જ કામ કર્યું. હું કે જે નિષ્ફ્ળ, એકલો, માથાના ફરેલો, ગુસ્સા થી ભરેલો, અભિમાની. મારાજીવનની એવી એક પણ ક્ષણ નહતી કે જેના લીધે ઈશ્વર મારી સાથે વાત કરે. તેવા માણસ પાસે ઈશ્વર તેનું જીવન માંગી રહ્યા છે! અને હું ત્યાં જ ઘૂંટણે પડી ગયો. મારી આંખો માંથી આસું વહેવા લાગ્યા. એ આંસુ  સાથે મારી બધીજ નકારાત્મક લાગણીઓ ધોવાવા લાગી. મને મારી ભૂલો દેખાવા લાગી. આજે હું ખુશ છું.  તે દિવસ થી મેં મારી જાતને ઈશ્વરને સોંપી દીધી. મારા જેવા પાપી ને અપનાવા માટે ઈશ્વરનો પ્રેમ જ કામ કરે.ઈશ્વરનો બિન શરતી પ્રેમ. મેં ત્યાં થીપાછા આવી ને બધા પસે માફી માગી ને જીવનની નવી શરૂવાત કરી. હું હવે શાંત અને સફળ જીવન જીવું છું. હું ઈશ્વરના સેવા કાર્ય કરું છું. ખુશી શું છે એ હવે મને સમજાય છે. આ બધું જ ઈશ્વરના પ્રેમ ના કારણે મને મળ્યું છે. તે માટે હું ઈશ્વર નો ખુબ આભાર માનું છું."
તો જોયુ ! ઈશ્વર કે જેનો અગાપે પ્રેમ કેવો ચમત્કાર કરે છે! આપણે ખાલી એને આપણા જીવનમાં જગ્યા આપવાની હોય છે. એ જયારે હ્ર્દય રૂપી દ્વાર ને ટકોરા માંગે ત્યારે આપણે આપણા હ્ર્દયો ખોલી ને તેમને અંદર આવા દેવાના હોય છે. બાકી નું કાર્ય તો એજ કરે છે. કોઈ શરત કે સીમા વગર એમના પ્રેમ થી. બાઇબલમાં કીધું છે કે "અને તેથી આપણે જાણીએ છીએ કે દેવે આપણને કેટલો બધો પ્રેમ આપ્યો છે. અને આપણે તે પ્રેમ પર વિશ્વાસ કર્યો છે. દેવ પ્રેમ છે. જે વ્યક્તિ પ્રેમમાં રહે છે તે દેવમાં રહે છે, અને દેવ તે વ્યક્તિમાં રહે છે. (1 યોહાનનો પત્ર 4:16)", વળી "જે રીતે પિતાએ મને પ્રેમ કર્યો તેમ હું તમને પ્રેમ કરું છું. હવે મારા પ્રેમમાં રહો. (યોહાન 15:9)". ઈશ્વરનો અદભુત અને અજાયબ જેવો પ્રેમ કે જે જીવન અને લોકો ને પુરા જ બદલી નાખે છે. "જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો. (ગીતશાસ્ત્ર 94:18)". ઈશ્વરનો પ્રેમ આપણને ક્યારેય પડવા નથી દેતો.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul