Saturday, 13 April 2019

40 Lent Sessions

શિયાળાની સવાર 
કેટલીકવાર એવું પણ બનતું હોય છે કે તમારી જરૂરિયાત ની વસ્તુ પુરી થઇ ગઈ હોય પણ સંજોગો એવા હોય કે તમેં તે લાવી સકતા નથી. બાઇબલમાં કહેવાયું છે કે " તમે પક્ષીઓને જુઓ, તેઓ બી વાવતાં નથી, ને કાપતાં નથી ને કોઠારોમાં ભરતાં નથી. અને છતાય તમારો પિતા તે પંખીઓનું ભરણપોષણ કરે છે તમે તો પક્ષીઓ કરતાં ઘણા જ મૂલ્યવાન છો.  (માથ્થી 6:26)". ઈશ્વર બધું જ આપવા માટે તૈયાર છે, પરંતુ આપણો વિશ્વાસ ટૂંકો પડે છે. આપણે ઈશ્વર પર ભરોષો રાખવાની જરૂર છે. "યહોવા જ એકલા ગરીબ લોકોને ધૂળમાંથી ઉપાડે છે અને તેમની મુશ્કેલીઓ દુર કરે છે. યહોવા જ તેમને રાજાઓની સાથે બેસાડે છે અને ઇચ્છા પ્રમાંણે બહુમુલ્ય આસનો અને સન્માંન આપે છે. આ આખી ધરતી યહોવાની પોતાની છે, તેના પાયાઓ સુધી, યહોવાએ તેના પર જગત ઉભુ કર્યું છે. (1 શમુએલ 2:8)". આજ ની વાત કંઈક આવી જ છે. આ વાત કાશ્મીર ના એક નાના ગામ માંથી આવી છે.
શિયાળામાં આપણે જાણીએ છીએ કે કાશ્મીર ના બારામુલા પ્રદેશના ઘણા ગામડાઓ બરફના તોફાનના લીધે બધા થી કપાઈ જાય છે. આવાજ એક ગામમાં સેવા આપતા મિશનરી કુટુંબની આ વાત છે. આ કુટુંબમાં એક 8 મહિનાનું બાળક અને એક 6 વર્ષની બાળકી પણ હતા. વળી બરફના તોફાન ની આગાહી હોવાથી આ કુટુંબે બીજા  બેઘર લોકોને પોતના ઘરે આશરો  હતો.  બરફ નું તોફાન ધર્યા કરતા લાબું ચાલ્યું. ઘરમાંથી જરૂરત નો સમાન ખૂટવા લાગ્યો. એક સવારે છલ્લો કોલસો નાના બાળક પાસે ની અંગેઠી માં મુકાઈ ગયો. નાની દીકરી એ જયારે દૂધ માંગ્યું તો પિતા એ તેને સમજાવ્યું કે થોડું દૂધ આપણા મહેમાનના નાના બાળક માટે જ છે. આજે આપણે પેહલા પ્રાર્થના કરી એ પછી થોડા બિસ્કિટ છે તે તું ખાઈ લેજે. પિતા એ એટલા પ્રેમ અને વિશ્વાસ થી કહ્યું કે નાની દીકરી માની ગઈ. પિતા એ ઘરના બધા જ સદ્દશ્ય ને ભેગા કર્યા અને પ્રાર્થના કરી કે " હે ઈશ્વર! આજનો આ છેલ્લો કોલસો પણ વપરાઈ ગયો છે. એ તું જાણે છે. તને આમારી જરૂરત ખબરજ છે. તારી ઈચ્છા મુજબ થવા દે. તે અમને જે ગરમ કપડાં, ઓઢવા માટે ના ગરમ ધાબળા આપ્યા છે તે બદલ આભાર. તું અમારી સ્થિતિ જાણે જ છે. અમને મદદ કર.આમેન." પિતાના મુખ પર અપાર શાંતિ હતી. કોઈ ઉચાટ નહિ કે હવે એટલા લોકોનું હું કેવી રીતે પૂરું કરીશ ? કે ઈશ્વર મને ફસાવી દીધો કે એવું કઈ જ નહીં. બહાર સતત બરફ વર્ષી રહ્યો હતો. 
થોડી વાર પછી આવી પરિસ્થિતિ માં કોઈ એ જોર જોર થી ઘરનો દરવાજો ઠોક્યો. પિતા દરવાજા પાસે ગયા તો એક ભાઈ નો અવાજ આવ્યો. તમારા ઘરનો દરવાજો ખુલી નથી રહ્યો. બરફ માં જામ થઇ ગયો છે. મને તે ખોલવામાં મદદ કરો. પિતા અને બીજા આશરો લઇ રહેલા ભાઈ એ અંદરની તરફ દરવાજો ખેંચ્યો અને બહાર ઉભેલા ભાઈ એ ધક્કો મારતા દરવાજો ખુલી ગયો. તરત ઘરમાં ઠંડી હવા અને બરફ નો ઢગલા સાથે એક ભાઈ આવી ગયા. પિતા આષ્ચર્ય થી તેમને જોઈ રહ્યા. ભાઈ એ કીધું કે "હું તમને ઓળખતો નથી પણ મેં તમારા વિષે સાંભળ્યું છે. આજે વહેલી સવારે મારી આંખ ખુલી ગઈ, અને મારુ મન તમને મળવા વ્યાકુળ થઇ ઉઠ્યું. મને નથી ખબર કેમ પણ હું એટલા તોફાનમાં પણ અહીં સુધી આવી ગયો. મારા ખચ્ચર પર થોડો સમાન છે. જે લેવામાં મને મદદ કરો." પિતા એ જણાવ્યું કે "પેહલા તમે બેસો થોડા ગરમ થાવ." પરંતુ પેલા ભાઈ ના માન્યા. આથી ઘરના પુરુષઓ  તેમની  સાથે બહાર  ગયા. ત્યારે તેમના બે ખચ્ચર પર લદાયેલો સમાન જોયો. જેમાં કોલસા માટે ના લાકડાનો ભરો, દૂધ, ઘી, ઈંડા, કરિયાણું, તેલ, અને શાકભાજી હતું. આ બધો એજ સમાન હતો જે આ ઘરમાં પુરો થઈ ગયો હતો.  પિતા એ ઈશ્વરનો આભાર માન્યો. પેલા ભાઈ ને ચા નાસ્તો કરાવ્યો અને 500 રૂપિયા આપ્યા. જે લેવાની પેલા ભાઈ એ ચોખી ના પડતા, ખુબ રકઝક પછી તેવો  100 રૂપિયા લઈને વિદાય થયા. 
ઈશ્વરને આપણી બધીજ જરૂરિયાતો ખબર છે. એ ઇચ્છે છે કે તમે માંગો અને વિશ્વાશ રાખો. હું જરૂર થી આપીશ. ઈશ્વર ખુબ સમૃદ્ધ છે તે આપણી દરેક જરૂરિયાત સંતોષી જ શકે છે. "ખ્રિસ્ત ઈસુના મહિમાથી મારો દેવ ઘણો સમૃદ્ધ થયો છે. પરંતુ ખ્રિસ્ત ઈસુમાં તેની સમૃદ્ધિનો ઉપયોગ તમને જરૂરી બધી વસ્તુઓ આપવામાં કરશે. (ફિલિપ્પીઓને પત્ર 4:19)". મદદ માટે આવનાર લોકો એ ઈશ્વરના હાથ છે. જે તમારા તરફ લંબાય છે. તેનો સ્વીકાર કરો.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Reference for Images
Darrell Creswell – A Study of Christian Grace

No comments: