સેવાનું તેડું
આપણી આજુબાજુ કેટલાક લોકોને જોયે છીએ જે બીજાને મદદ કરવા, લોકોની સેવા કરવા હમેશા તૈયાર હોય છે. સેવા એ ઈશ્વરની આરાધનાનો જ એક પ્રકાર છે. ઈશ્વર આ કાર્ય માટે ખાસ લોકોને તેડે છે.એટલે કે સેવા કરવાનો અવસર આપે છે. ઈશ્વરના લોકોની સેવા કે પ્રભુમંદિર ની સેવા આ બન્ને સેવા માટે ઈશ્વર તેડું મોકલે છે. તેડું લેવું કે ના લેવું એ આપણા હાથમાં છે. આ ઈશ્વરના આશીર્વાદ છે. કેટલાક લોકો ખુબમોટી જગ્યા એ હોય છે પરંતુ સેવાનું તેડું મળતા તેવો આનંદ પૂર્વક ઈશ્વર સમક્ષ ઉભા રહે છે. હું એવા કેટલાક લોકો ને ઓળખુંછું કે જેવો ડોક્ટર કે મોટી મોટી સરકારી જગ્યા પરકર્યા કરતા હોવા છતાં ઈશ્વરની સેવા માટે કોઈ પણ કામ કરવા ત્તર્પર હોય. સમય ગમેતેમ કેરી ને કાઢી જ લેતા હોય છે. અને એવા લોકો ને પણ ઓળખું છું કે જે સામાન્ય હોય પણ સેવાના કાર્ય માટે આવી જાય પણ પછી તે તક નો લાભ ના લઈ શક્ય હોય.આજે આપણે આવાજ એક બહેનની વાત કરીયે. તેવો ખુબ પ્રખ્યાત વકીલ હતા. તેમનું કામ ખુબ જ સારું ચાલે. લોકો તેમને મળવા માટે સમય લેવો પડતો હતો. એક વાર તેમના પાળક સાહેબે તેમને વિંનતી કરી કે તમે પ્રભુમંદિર માં પણ તમારો સમય આપો. તમારી સેવાની ચર્ચમાં જરૂર છે. ઘણા એવા લોકો છે જેમને કયદાકીય સલાહની જરૂર છે પરંતુ તેમની પાસે પૈસા ન હોવા થી તેવો સાચી સલાહ મેળવી નથી શકતા. બહેને આ વાત હસવા જેવી લાગી. તેમને થયું કે ચર્ચમાં સેવા એટલે મફતમાં કામ. મારો સમય તો કેટલો કિંમતી છે. હું શું કામ ચર્ચ માં આપું? અને તેમણે સમય નથી, પણ પછી વિચારીશું. એવું જણાવી ને વાત ને ટાળી દીધી. આમ કર્યા પછી એ બહેન ખુશ થવા ને બદલે પોતે કંઈક ભૂલ કરી છે એવી લાગણી તેમને થવા લાગી. એક ના સમજી શકાય તેવી બેચેની.
રાત્રે કુટુંબની પ્રાથર્નામાં પણ તેમનું મન ના લાગ્યું. કંઈક ખૂટે છે. કંઈક ભૂલ થઇ છે.એ લાગણી તેમને તીવ્ર થવા લાગી. જાણે કોઈક કહેતું હોય કે મેઁ તને ભરપુરી થી આપ્યું અને હવે તારી પાસે મને આપવા માટે સમય નથી! મારા લોકોને તારી જરૂરત છે, ત્યારે તું નથી. બહેન નું કામમાં ચિત લગતું નહતું. આખરે તેમણે પાળક સાહેબ ને જણાવ્યું કે દર બે મહિને એક કલાક હું ચર્ચ ઓફિસમાં બેસીસ અને લોકો ને સલાહ આપીશ. પાલક સાહેબ મણિ ગયા. બહેન પેહલા દિવસે ઓફિસ પર આવ્યા. જેમ જેમ એ કામ કરવા લાગ્યા તેમ તેમ તેમને અદભુત શાંતિ નો અનુભવ થયો. આજે તો આ બહેન પોતે એ ભૂલી ચુક્યા છે કે એમને દર બે મહિને એક કલાક ની સેવા નું વચન આપ્યું છે. તેમની ઓફિસ લોકો ની સેવા માટે હંમેશા ખુલી થઇ ગઈ છે. વળી સન્દેશ સ્કૂલ માં ભણવાનું કાર્ય પણ હોસે હોસે ઉપાડી લીધું છે. તેવો કહે છે કે એ મને સદ્ આપે છે તો રસ્તા પણ એજ કાઢશે. બાઇબલ માં કીધું છે કે "દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો. (રોમનોને પત્ર 12:11)", "તે જ રીતે, માણસનો પુત્ર બીજા લોકો પાસે તેની સેવા કરાવવા આવ્યો નથી. પરંતુ માણસનો પુત્ર બીજા લોકોની સેવા કરવા માટે આવ્યો છે. માણસનો પુત્ર ઘણા લોકોને બચાવવા તેનું જીવન સમર્પિત કરવા આવ્યો છે’ (માર્ક 10:45)", વળી "જે વ્યક્તિ મારી સેવા કરે છે તેણે મને અનુસરવું જોઈએ. પછી મારો સેવક હું જ્યાં જ્યાં હોઈશ ત્યાં તે પણ મારી સાથે હશે. મારા પિતા જે લોકો મારી સેવા કરે છે તેઓને સન્માન આપશે. (યોહાન 12:26)
અને જે સૌથી મોટો થવા ઈચ્છે છે, તેણે એક ગુલામ તરીકે તમારી સેવા કરવી જોઈએ. (માથ્થી 20:27)".
આવો આપણે પુરા મન અને લગન થી ઈશ્વરે આપણે આપેલી સેવા કરીયે.
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
No comments:
Post a Comment