નાતાલની ભેટ
બાળકોની જીવન ને જોવાની રીત આપણને ઘણું બધું શીખવાડી જાય છે. તેવો દરેક બાબતને ખુબ હકારાત્મ રીતે લેતા હોય છે. જે આપણે એમની પાસેથી શીખવા જેવું છે. તમે જોજો જે બાળકો આજે ઝગડે છે તે બે દિવસમાં પાછા ભેગા પણ થઇ જાય છે. ગરીબ ના બાળકો ધૂળમાં પણ ખુબ ખુશ હોય છે.આ બાબત આપણને ઘણી વખત આશ્ચ્રર્ય માં નાખી દે છે.
આજે આપણે એવી જ એક દીકરી ની વાત કરી. એ દીકરી જે આપણને જીવનનું સૌથી મોટી શીખ આપે છે. આ દીકરી એના 10 ભાઈ બહેનો અને માતા પિતા સાથે ગામડામાં રહે. પિતા પાસે નાનો જમીનનો ટુકડો જેમાં તે કપાસ નું વાવેતર કરે. પરંતુ આ ખેતીમાં તેવો કુટુંબની જરૂરિયાતો પુરી કરવામાં અસમર્થ હતા. આથી માતા પણ નજીકની કપાસ જીન માં મજૂરી કરે. માતા બચેલા કપાસ માંથી વણાટ કામ કરી ને પોતાના બાળકો માટે કપડાં તૈયાર કરે. અને તે પોતે જ તેમની જરૂરિયાત મુજબ સીવે. બાળકો હંમેશા બરછટ કોટનના કપડાં જ પહેરે.
એક નાતાલ પર સૌથી નાની દીકરી ને તેના મામાએ પોલિયેસ્ટર નું કાપડ ભેટ આપ્યું. માતાએ એ કાપડમાંથી એ દીકરી માટે સુંદર ફ્રોક બનાવ્યું. દીકરી ખુબ જ ખુશ હતી. તે નાતાલની રજાઓ પછી સ્કુલે જવા માટે આ ફ્રોક પહેરી ને બસમાં બેઠી. દીકરી ખુબ ખુશ થઇ ને બસમાં પણ બધાને એ ફ્રોક બતાવ લાગી. પોતે પાછળ ની સીટમાં જઈ ને ફ્રોક ફેલાવી ને બેસી ગઈ. પણ તેની આ ખુશી લાંબી ના ટકી. બીજા જ બસ સ્ટોપ પરથી એક છોકરો બસ માં ચડ્યો. જેણે એજ કાપડનું બુશર્ટ પહેર્યું હતું. તેને જોઈને બધા બાળકો હસવા લાગ્યા. ઘણાએ ટીપણી પણ કરી કે જ પાછલી સીટમાં તારા માટે જ કોઈ રાહ જુવે છે. અને બધા જ બસ ના પેસેન્જર આ બન્ને પર ટીખળ કરવા લાગ્યા. છોકરો પણ શરમથી પાણી પાણી થઇ ગયો ને ચુપચાપ આ દીકરી ની બાજુમાં આવી ને બેસી ગયો. બન્ને ની આંખમાં આશુ હતા. પરંતુ બંને નું પોતાનું દુઃખ એકજ હતું, અને તે ગરીબી. આ વાતને બંને સારી રીતે સમજતા હતા.
સ્કૂલની રિસેસમાં આ દીકરીનું મન જરાય જમવામાં નહતું. તે એક ઝાડ નીચે જઈને બેઠી. પેહલા તો બહુ ગુસ્સો આવ્યો. પરંતુ ત્યાંજ તેને સંદેશસ્કૂલના શિક્ષકની વાત યાદ આવી કે તમારા આશીર્વાદો ગણો, અભાવો નહિ. તેમણે શીખવ્યું હ
તું કે "દરેક સમયે દેવની આભારસ્તુતિ કરો કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. (1 થેસ્સલોનિકીઓને 5:18)" અને "હમેશા આપણા દેવ પિતા પ્રત્યે આભારી થાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તેનો દરેક વસ્તુ માટે આભાર પ્રદર્શિત કરો. (એફેસીઓને પત્ર 5:20)". તેણે વિચાર્યું કે ઈશ્વરે મને કેટલી પ્રેમાળ માઁ આપી છે. જે આમરામાટે કેટલી મહેનત કરે છે. તે અમારા માટે સારું ભોજન તૈયાર કરે છે, તે મજૂરી કરે છે છતાં સમય બચાવી ને કાંતે છે, વણે છે, સીવી ને આમારા માટે કપડાં પણ બનાવે છે. પિતા જે આખો દિવસ ખેતરમાં મજૂરી કરે છે, અને સાંજે અમને સારી સારી વાતો કરે છે. કેટલા વ્હલા ભાઈ બહેનો આપ્યા કે જેવો એ પોતે આ કપડું ના રાખી ને મને આપી દીધું. આ દીકરી નું મન આંનદ થી ભરાઈ ગયું. તેણે ઈશ્વરનો આભાર માન્યો. નક્કી કર્યું કે ઘરે જઈ ને માઁ ને કહીશ કે બધા મારુ ફ્રોક જોઈને કેવા ખુશ થઇ ગયા હતા, કેટલા વખાણ કરતા હતા. હું તેમને આ વાત ક્યારેય નહીં કહું. હું તેમને દુઃખી નહીં કરું પરંતુ હું તેમનો આભાર માનીશ.
જોયું મિત્રો આ દુઃખ અને અભાવ વચ્ચે પણ આ દીકરી ઈશ્વરનો આભાર મને છે, માતાપિતાનો આભાર મને છે. આનંદ અનુભવે છે. આ દીકરી મોટી થઇ ને ખુબ સારી નોકરીમાં જોડાઈ. આ પછી તો તેને હર નાતાલે ઘણી કિંમતી ભેટો મળી. પણ આ ફ્રોક એ ક્યારેય ના ભૂલી. એ ફ્રોક એણે પૂરું જીવન સાચવી રાખી. જયારે દુઃખી થાય કે હિંમત હારી જતી હોય એવું લાગે ત્યારે તે ફ્રોક ને જોઈ લેતી હતી. એ ફ્રોક તેને હંમેશા ઈશ્વરના આશીર્વાદો યાદ કરાવતું હતું. બાઇબલમાં કીધું છે કે "દરેક ઉત્તમ વસ્તુ દેવ પાસેથી જ આવે છે અને બધીજ પરિપૂર્ણ ભેટો પ્રભુ તરફથી આવે છે. સર્વ પ્રકાશોના પિતા પાસેથી આ બધીજ શુભ વસ્તુઓ (સૂરજ, ચંદ્ધ, તારા) આવે છે. દેવ કદી બદલાતો નથી. તે સદાય એ જ રહે છે. (યાકૂબનો 1:17)". આવો આપણે પણ આપણા આશીર્વાદો ગણિયે.
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
1 comment:
Excellent!!!
Post a Comment