Monday, 15 April 2019

40 Lent Sessions

બોક્સ બહારનો વિશ્વાસ 
આપણે મોટા હમેશા આપણા નાના ને શિક્ષણ તો આપીયે જ છીએ, પરંતુ ક્યારેક એજ શિક્ષણ ને અમલમાં લાવવાનું આપણા બાળકો આપણને શીખવાડી જતા હોય છે. કારણકે આપણી વાતો ચોપડી માની હોય છે. એટલે મગજ માંથી વધુ હોય છે, અને બાળકો ની વાતો અને વર્ણતાનુંક એમના નિર્મળ હ્ર્દય થી હોય છે. તેવો આસાનીથી વાતો મણિ જાય છે અને વિશ્વાસ પણ કરે છે. તેથી જ કદાચ ઈશ્વરે કીધું છેકે " બાળકોને મારી પાસે આવવા દો  કે દેવનું રાજ્ય તેમનું છે." આજે આપણે આવીજ એક દીકરીની વાત કરીએ.
એક નાના શહેરમાં એક માતા તેની ત્રણ દીકરીઓ સાથે રહે. મોટી દીકરી 16 વર્ષની ખુબજ પ્રતિભાવાન અને હોશિયાર. કળા એ એનો વિષય. માતા  ત્રણ નોકરીઓ કરી ને ઘર નું ગાડું જેમતેમ ચલાવે. દીકરી સમજદાર અને હોશિયાર. માતા ને હમેશા મદદ રૂપ થાય. પરંતુ એક દિવસ માતા પાસે આ'વી ને કહ્યું કે "માઁ! મેં મારી
શાળા ના ફોરેન એક્સચેન્જ પ્રોગ્રામમાં નામ નોંધાવ્યું છે. હું આ ઉનાળામાં પરદેશ જઈશ.". આ સાંભળી ને જ માતાને ચક્કર આવી ગયા. પેહલા તો એ વિશ્વાસ જ ના થાય કે મારી આટલી ડાહી છોકરી આવું કામ કરે! તેણે દીકરી ને ના પડી અને સમજાવ્યું કે બેટા "આપણી પાસે એટલા પૈસા નથી. મારે તારી આ બે બહેનો નો ખર્ચો પણ કાઢવાનો છે. હું હવે વધારે કામ કરી શકું એવી કોઈજ સ્થિતિ માં નથી.". પરંતુ દીકરી ખુબ ખુશ હતી તે કઈ પણ સાંભળવા તૈયાર જ નહતી. અને દીકરી એ ફોર્મ ભરી દીધું.
થોડા દિવસ માં વળતું ફોર્મ આવ્યું. જે મોટું હતું. માતા એ  ફોર્મ વાંચ્યું અને ફી વાંચીને નિરાશ થઇ ગઈ. ફી $  3000 હતી. એટલા બધા પૈસા નો વિચાર સપનામાં પણ માતા કરી શકે તેમ નહતી.  માતા હવે પ્રાથર્ના કરવા લાગી કે હે ઈશ્વર! મારી દીકરી ને મારી હાલત સમજાય, અને હું ના પડું તો એનું દિલ ના તૂટે એ જોજે." પોતે એકલી છે અને પોતાના બાળકો ને સારું શિક્ષણ આપવા સક્ષમ નથી એ વિચારી ને પણ માતા દુખી થવા લાગી. તે રાત્રે માતા એ પછી દીકરી ને સમજાવી. પરંતુ દીકરી એ કહ્યું કે "માઁ ! તું ખોટી ચિંતા કરે છે. તેજ મને શીખવ્યું છે કે બાઇબલમાં ઈશ્વરે કીધું છે કે " ઈસુએ ઉત્તર આપ્યો, “તમે ન કરી શક્યા કારણ કે, તમારો વિશ્વાસ અલ્પ છે. હું તમને સત્ય કહું છું કે જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેટલો પણ હશે તો પછી તમે પર્વતને પણ કહી શકશો કે, ‘તું અહીથી ખસીને પેલી જગ્યાએ જા અને તે જશે, તમારા માટે કશું જ અશક્ય હશે નહિ.’(માથ્થી -17:20)." તો શું ઈશ્વર મારો વિશ્વાસ પૂરો નહિ કરે! બધું થઇ જશે." માતા પોતાની આટલી નાની દીકરીની સાંજ જોઈ ને ચકિત થઇ ગઈ. છતાં જો એ નહિ થાય તો દીકરી ની શું હાલત થશે એ વિચારી ને માતા ખુબ ટેન્શન માં રહેવા લાગી.  થોડા દિવસ પછી માતા પર યુનિવર્સીટી માંથી ફોન આવ્યો, કે તમારી દીકરી નું  ફોર્મ માંડ્યું છે તો ફી ક્યારે ભરો છો? માતા એ પોતાની પરિસ્થિતિ ત્યાં કહી અને માફી માંગી કે મારી સ્થિતિ એવી નથી કે હું ફી ભરી શકું. તમે મારી દીકરીનું ફોર્મ કાઢી જ નાખો. થોડા દિવસ પછી પાછો ફોન આવ્યો કે અમે તમારી દીકરી વિષે તપાસ કરી છે. તે ખુબ તેજસ્વી છે. અમે તેને સ્કોરલશિપ આપવા માંગીયે છીએ. તો તમે કેટલા રૂપિયા આપી શકો એમ છો? તેમ જણાવો. માતા આ સાંભળીને ચકિત થઇ ગઈ. હવે એની પાસે કાંઈજ કહેવાનું નહતું. તે ભરી શક્તિ હતી એટલી રકમ જણાવી. તો સામે થી તરતજ જવાબ આવ્યો કે તમે તેનો પાસપોર્ટ તૈયાર કરો અમે અહીં થી પેપર મોકલીએ છીએ. આમ એક ગરીબ માતા ના દીકરી પોતાના વિશ્વાસ ઈશ્વર પર ના વિશ્વાસ અને પોતાની આવડત ના જોરે મોટા દેશમાં ભણવા માટે ના રસ્તે ચાલવા લાગી. આજે તો દીકરી અમેરિકા ની મોટી કોલેજ માં કળાની શિક્ષિકા છે. માતા તેને જોઈ ને પોતાનો વિશ્વાસ દ્રડ કરે છે.
આપણે મોટા દુનિયાદારી માં પડી ને ઈશ્વર પરનો શઁકા કરી બેસીયે છીએ. પરંતુ બાળકો તેમાં શુદ્ધ હ્ર્દય થી ઈશ્વર પર વિશ્વાસ મૂકે છે જે મોટાઓને પણ શીખવાની જરૂર છે. બાઇબલ માં કીધું છે કે " પછી શિષ્યોને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી તમે લોકો બદલાશો નહિ અને બાળક જેવા નહિ બનો ત્યાં સુધી તમે આકાશના રાજ્યમાં પ્રવેશ નહિ કરી શકો.(માથ્થી 18:3)". આપણે પણ આ વાત સમજવાની છે.
ઈશ્વર આપણી ઈચ્છા સ્વપ્ન જાણે છે. બાઇબલ માં કીધું છે કે "
તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે. (ચર્મિયા 29:11)" વળી " પરંતુ દેવ પાસે તમે જે કઈ પણ માગો ત્યારે તમારે ખૂબજ વિશ્વાસથી અને તમારા મનમાં શંકા રાખ્યા વિના માગવું જોઈએે. દેવ વિષે જે કોઈ વ્યક્તિ શંકા કરે છે તે પવનના ઉછળતા તથા સમુદ્ધનાં ઊછળતા, અફળાતા મોંજા જેવો છે. (યાકૂબનો 1:6)". આપણો વિશ્વાસ જ આપણને જીત અપાવે છે. "હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.” (રોમનોને પત્ર 10:11)".
 Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Hymn of the Heart
Matthew 18,Bible verse

 

No comments: