અપેક્ષા વગરની મદદ
કોઈપણ અપેક્ષા વગર કાર્ય કરવું એ આજના માનવીની ફિતરત નથી રહી. જો હું કોઈને પાણી નો એક ગ્લાસ આપું તો સામે એને મને આપવાનું. જો એ ના આપી શકે તો એ ખરાબ કે સ્વાર્થી માં ખપી જાય છે. જે હમેશા સાચું નથી હોતું. હમણાં એક સેમિનાર માં વક્તા ભાઈએ એક બહુ સરસ દાખલો આપ્યો હતો. તેમણે કહ્યું કે બન્યું એવું કે એમના એક મિત્ર સાથે એકવાર તેવો બહારગામ ગયા. ત્યાં રિક્ષાનું ભાડું આપવાનું આવ્યું તો વક્તા ભાઈ આપે તે પેહલા એમના મિત્રે પૈસા આપ્યા. તેવો એક રેસ્ટોરન્ટ માં ગયા ત્યાં પણ એવું થયું કે આ ભાઈ પૈસા આપે તે પહેલા મિત્રે પૈસા આપી દીધા. હવે આ કારણ થી આ વક્તા ભાઈ પાસે જે પૈસા હતા તે છુટ્ટા ના થયા. તેવો પાંચ રિક્ષામાં આવ્યા, હોટેલ પર પોંહચીને પૈસા આપવાની વાત આવી. વક્તા ભાઈ એ
2000 રૂપિયા આપ્યા. રીક્ષા વાળા એ છુટ્ટા આપવાની ના પડી તેમણે મિત્રને કહ્યું કે ભાઈ પૈસા આપી દે. સવારે ચાની કીટલી પાર પણ એવું થયું અને એમને મિત્રને કહેવું પડ્યું કે તું પૈસા આપી દે. દિવસ દરમિયાન આ વક્તા ભાઈ એ છુટ્ટા નો બંદોબસ્ત કરી લીધો અને રાત્રે એમના મિત્રને કહ્યું કે ચાલ આઈસ્ક્રિમ ખાવા જઇયે. મિત્રે ચોખી ના પડી દીધી કે રહેવા દે, મન નથી. આ ભાઈ સમજ્યા કે તેમનું મન નહીં હોય. કારણ એ બંને પાછા આવ્યા ત્તયારે સમજાયું. જયારે એક બીજા ભાઈ ને આ મિત્રએ જઈ ને જણાવ્યું કે આ વક્તા ભાઈ સાથે તો ના જવાય. એતો ભારે કંજૂસ. બધે જ રીક્ષા ના પૈસા મારી પાસે થી લીધા, અમારા જમવાના પૈસા પણ મારે જ કાઢવા પડ્યા. આમ કંઈજ કર્યા વગર વક્તાભાઈ કંજૂસ નું લેબલ લઇ ને ફરતા થઇ ગયા. જેમાં એમનો વાંક કેટલો!
આજે આપણે એવા એક ભાઈ ની વાત કરીયે જે કોઈ પણ અપેક્ષા વગર જ મદદ કરે છે. પણ તે સામાન્ય માણસ નથી. તે મેન્ટલી ચેલેન્જ વ્યક્તિ છે. એટલે મંદબુદ્ધિ વ્યક્તિ. હા ભાઈ! આજ ના જમાના માં તમે અપેક્ષા વગર કાર્ય કરો તો તમે મંદબુદ્ધિ જ ગણાવ. આજે ફરી આમનું નામ આપીશ. આમનું નામ ચાર્લી, ઉંમર 57 વર્ષ, ઠેકાણું આશ્રમ. આશ્રમમાં તેવો દરેક ને મદદ રૂપ થાય. નાના બાળકો નો વોર્ડ એમની સાથી માનીતી જગ્યા. આ બાળકો પણ એમને ખુબ પ્રેમ કરે. ચાર્લીની એક ખાસિયત જેને મળે એને પૂછે " હેલ્લો! મારુ નામ ચાર્લી છે. આપનું નામ શું છે?". અને સામે વાળાનો હાથ પકડી ને પ્રેમ થી દબાવીને તેનું અભી વાદન કરે. એ દિવસ માં જેટલી વાર તમને મળે તેટલી વાર તે આમજ પૂછે. એક હુંફાળું સ્મિત એ એનો સાથી. હવે બાળકો ના વોર્ડમાં એક નવા મનોચિકીત્સકત ની નિમણુંક થઇ. અને એક અઠવાડિયામાં જ જુના ભાઈ ને રજા પર જવાનું થયું. આ વોર્ડ માં કેટલાક એવા બાળકો પણ હતા જે નવા હતા અને તેમને કુદરતી ક્રિયાઓ વિષે પણ સમજણ નહતી.પરંતુ એક સમજણ હતી કે સામે વાડા નો ડર સમજી જવાની. તેવો તરત જ સમજી ગયા કે આ સાહેબ આમને કંટ્રોલ નથી કરી શકતા. તેમણે ધમાલ ચાલુ કરી દીધી. હજુ કંઈક સમજાય ત્યાં તો એક બીજા ને મારવાનું ફેંકવાનું ચાલુ થઇ ગયું. ત્યાં એક અવાજ આવ્યો " મારુ નામ ચાર્લી છે. આપનું ના શું?". ચાર્લી એ ડોક્ટરનો હાથ પકડી ને મીઠું સ્મિત કર્યું ને બોલ્યો "મદદ." ચાર્લી ને જોતા જ બધાજ બાળકો તેની આજુબાજુ વીંટળાઈ ગયા. તેવો તેનું કહેવું માનવ લાગ્યા. ત્યાં જ સમાચાર આવ્યા કે આજે સરકારી અધિકારી ઇન્સ્પેકશન માટે આવ્યા છે. આ મુલાકા તેમણે અચાનક જ લીધેલી છે. આખો આશ્રમ ચિંતા માં પડી ગયો કારણકે બધા ને ખબર હતી કે બાળકોના વોર્ડ માં બાળકોને સંભાળી શકવા નવા સાહેબ સમર્થ નથી. આશ્રમ પ્રમુખ ખુબ જ ચિંતામાં આવી ગયા. પરંતુ જયારે બાળકોનો વોર્ડ આવ્યો તો તેમને ખુબ જ આશ્ચ્રર્ય થયું. વોર્ડમાં બધું જ એકદમ વ્યવસ્થિત હતું. નવા બાળકો પણ શાંત હતા. ત્યાં જ એક અવાજ આવ્યો અને ચાર્લી સરકારી અધિકારી સામે આવી ને એજ પ્રેમાળ સ્મિત સાથે ઉભા રહી ને પૂછ્યું" મારુ નામ ચાર્લી છે. આપનું નામ શું?". અને અધિકારી ખુશ થઇ ગયા. તેમણે કહ્યું કે " તમારો નવો પ્રયોગ તો મને ખુબ જ ગમ્યો.". તમે સજા થયેલા લોકોને નવા પેશન્ટ સાથે સારી રીતે રાખી રહ્યા છો. ખુબ જ સરસ.". અને તે દિવસ પૂરો આશ્રમ ચાર્લીનો આભારી થઇ ગયો.
થોડા દિવસ પછી આ ડૉક્ટર સાહેબ ચાર્લીના વોર્ડ માં ગયા. ત્યાં એમને જાણવા મળ્યું કે ચાર્લી આજ થી 50 વર્ષ પેહલા આ આશ્રમમાં આવ્યો હતો. તેના પિતાજી ના મૃત્યુ પછી આ બાળકને તેની માતા જ આ આશ્રમમાં મૂકી ને જતી રહી હતી. આટલા વર્ષોમાં બહારની દુનિયા માંથી કોઈ ચાર્લીની ખબર લેવા નથી આવ્યું. ચાર્લીની ઉંમર 57 થઇ પરંતુ તેનું કોઈ કુટુંબ નથી. તેની ખાસ મિત્ર આશ્રમના જ અંધ વિભાગ માં રહેતા એક અંધ દાદી છે. અને આશ્રમ જ તેનું ઘર છે, કુટુંબ છે. ત્યાં પાછળ થી ચાર્લી આવી ને ડોક્ટરનો હાથ પકડી ને એજ સ્મિત સાથે પૂછ્યું "મારુ નામ ચાર્લી છે. આપનું નામ શું?". તેની આંખમાં પણ તે દિવસે કરેલી મદદ નો કોઈ અણસાર સુધ્ધાં નહતો. તેના વોર્ડને કીધું કે ચાર્લી આમજ બધાને મદદ કરે છે. પરંતુ તે કયારેય તેનું વળતર માંગતો નથી. બસ સ્મિત આપે છે અને સ્મિત લે છે. તે મુશ્કેલીને સૂંઘી લે છે. અને સામે થી જ મદદ કરવા પોહચી જાય છે. અને સ્મિતની આપલે તે જ તેની મદદનું વળતર છે. જેમ કહેવાયું છે તેમ "મેં હંમેશા તમને બતાવ્યું છે કે મેં જે કર્યુ તેવું કામ તમારે કરવું જોઈએ. અને જે લોકો નબળા છે તેમને મદદ કરવી જોઈએ. મેં તમને પ્રભુ ઈસુનું વચન યાદ રાખવા શીખવ્યું છે. ઈસુએ કહ્યું છે, ‘જ્યારે તમે પ્રાપ્ત કરો છો તેના કરતાં તમે આપો છો ત્યારે વધારે સુખી થશો.”‘ (પ્રેરિતોનાં ક્રત્યો 20:35)"
આપણે બધા ખુબ બુદ્ધિશાળી પણ આપણી મદદ કરવાની ને લેવાની નિયતમાં આપણે ચાર્લી કરતા ઘણા જ મંદબુદ્ધિ છીએ. બાઇબલમાં કીધું છે કે "હંમેશા જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો, તેઓને જ તમે ઊછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? ના! પાપીઓ પણ પાછું લેવા માટે પાપીઓને ઊછીનું આપે છે! (લૂક 6:34)". વળી આપણને તો સારા કાર્યનો ઢંઢેરો પણ પીત્વા જોઈએ. સમાચાર પત્રમાં ફોટો જોઈએ. ના, આ ઈશ્વરની પસંદ રીત નથી. "સાવધાન રહો! તમે કોઈપણ સત્તકાર્યો કરો તો તે લોકોની સમક્ષ કરશો નહિ. લોકો તમને સારા કાર્યો કરતાં જુએ તે રીતે ના કરો. એમ કરશો તો આકાશના પિતા તરફથી તમને કોઈ જ બદલો મળશે નહિ. (માથ્થી 6:1)" વળી "જ્યારે તમે ગરીબોને આપો તો તેની જાહેરાત કરશો નહિ. દંભી લોકો દાન આપતાં પહેલાં તેનાં બણગાં ફૂંકે છે અને લોકો તેમને આપતા જુએ એ રીતે જાહેરમાં ધર્મસ્થાનો અને શેરીઓમાં આપે છે. કારણ બીજા લોકો તેમને માન આપે તેવું તેઓ ઈચ્છે છે. હું તમને સત્ય કહું છું તેમને જે બદલો મળ્યો છે તે એટલો જ છે. (માથ્થી 6:2)"
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
No comments:
Post a Comment