પ્રાર્થના
આજે ભાલો કે શુભ શુક્રવાર. ઈશ્વરના અતૂટ પ્રેમ અને બલિદાનની વાત. આજે સવારે પાળક સાહેબે ઈશુ એ બેથસેબા ની વાડીમાં કરેલી છેલ્લી પ્રાર્થના વિષે જણાવ્યું. મને ઘણા મારા મિત્રો પૂછે છે કે તમે શું પ્રાર્થના કરો છો? તમે કેવી રીતે પ્રાર્થના કરો છો? પ્રાર્થના કરવા માટે કે ઈશ્વર સાથે વાત કરવા માટે કોઈ મોટા શબ્દ કે મોટી વાતો ની જરૂર પડતી નથી. ઈશ્વર સાથે મોઢા મોઢ જે કહેવાય તે પ્રાર્થના. ચાલો આપણે તે જોઈએ.
એક દીકરી પાળકસાહેબ પાસે પ્રાર્થનાની વિંનતી લઇ ને ગઈ. તેણે નવા આવેલા પાળક સાહેબને વિનંતી કરી કે સાહેબ મારા પિતા પથારી વશ છે તો તમે તેમના માટે પ્રાર્થના કરવા આવશો? પાળક સાહેબ વિંનતિને ધ્યાનમાં રાખીને એક દિવસ પ્રાર્થના માટે તેમના ઘરે ગયા. તે ગયા ત્યારે દીકરી પિતાજીની દવા લેવા બહાર ગઈ હતી. સેવિકા પાળક સાહેબને પિતાના રૂમ માં દોરી ગઈ. તેવો રૂમમાં ગયા તો તેમને જોયું કે ત્યાં બે ખુરશી હતી. એક ખટલાની બરાબર સામે અને બીજી સહેજ બાજુમાં. પાળક સાહેબ સામે ની ખુરશીમાં બેસવા ગયા. તે સમયે પિતાએ તેમને બીજી ખુરશીમાં બેસવા આગ્રહ કર્યો. અને સેવિકાને કામ સોંપીને બહાર મોકલી દીધી. બન્ને એકલા પડ્યા પછી પિતાજી એ ધીરેથી જણાવ્યું કે આ ખુરશી તો ઈશ્વર માટે છે. તમે મારા પર હસસો પરંતુ સાચું કહું તો મને પ્રાર્થના કરતા આવડતું નથી. મેં આ વાત મરી દીકરી ને પણ નથી કહી. મારા એક મિત્રે મને આ રસ્તો બતાવ્યો કે તું તારી સામે એક ખાલી ખુરશી મૂક અને તેમાં જાણે ઈશ્વર બેઠા છે તેમ તું તેમની સાથે વાત કર. એમ કરતા કરતા તને પ્રાર્થના વાસી જશે. પરંતુ આટલા વર્ષો થયા હજુ મને પ્રાર્થના તો નથી આવડી પરંતુ ઈશ્વર સાથે વાત કરતા અવળી ગયું છે. એટલે મેં તમને બીજી ખુશી આપી. આ ખુરશી માં ઈશ્વર બેસસે. પાળક સાહેબને આ વાત થોડી અજુગતી લાગી. પરંતુ તેમણે વડીલને દુઃખી ના કરતા તેમના કહ્યા મુજબ કરી તેમના માટે પ્રાર્થના કરાવી.
થોડા દિવસ પછી દીકરી નો પાળક સાહેબ પર ફોન આવ્યો કે મારા પિતાનું દેહાંત થયું છે. પાળક સાહેબ ગયા બધી વિધિ પતાવી. થોડા દિવસ પછી પાળક સાહેબ તેમની મુલાકાતે ગયા ત્યારે દીકરી એં તેમને જણાવ્યું કે મારા પિતા થોડું અજુગતું વર્તન કરતા હતા. તે તેમની સામે વળી ખુરશી પર કોઈને બેસવા દેતા નહતા. પરંતુ તે મૃત્યુ પામ્યા ત્યારે તેવો એજ ખુરશી પર માથું ટેકવીને બેઠા હતા. તેમના મુખ પર ખુબ શાંતિ અને અદભુત પ્રકાશ હતો. એવું કેમ થયું? આ સાંભળીને પાળક સાહેબ સ્તભ થઇ ગયા. તેમણે ખાલી એટલુંજ કહ્યું કે આવું મોત તો આમે બધા જ ઝાંખીયે છીએ. તમારા પિતા ઈશ્વર પાસે ખુબજ આનંદ સાથે પ્રયાણ કરી ગયા છે.
હા મિત્રો! પ્રાર્થના એ કોઈ વિધિ કે કોઈ ખાશ શબ્દ નથી. પ્રાર્થના એટલે ઈશ્વર સાથે ની વાત. ઈશ્વર જે આપનો પિતા છે,મિત્ર છે, ભાઈ છે, ગુરુ છે. તેની સાથે મોઢામોઢની વાત એટલે પ્રાર્થના. બાઇબલમાં ઈશ્વરે શીખવેલી પ્રાર્થના છે જે આ પ્રમાણે છે "આ રીતે આ રીતે પ્રાર્થના કરો: આપણા પિતા કે જે સ્વર્ગમાં છે, તમારું નામ પવિત્ર બનો. તમારું સામ્રાજ્ય આવે છે, સ્વર્ગમાં જેવું છે, તમારું પૃથ્વી પર થશે. અમને આજની દૈનિક રોટલી આપો. અને આપણા ઋણો ને માફ કરજો, જેમ કે અમે અમારા ઋણીઓ ને માફ કરીએ છીએ. અને અમને લાલચમાં ન દો, પણ અમને દુષ્ટતાથી બચાવ; કેમકે તારું સામ્રાજ્ય, અને તાર તથા મહિમા સદા માટે છે. આમીન.(માથ્થી 6:9-13)". વળી બાઇબલમાં કીધું છે કે "તે વખતે મેં જેમને પોતાના કર્યા છે
તે, લોકો મારે શરણે આવીને પ્રાર્થના કરે અને મારુ માર્ગદર્શન માગે અને
ખોટે માગેર્થી પાછા ફરે તો હું આકાશમાંથી સાંભળીશ અને તેમનાં પાપોને માફ
કરીશ અને તેમની ભૂમિને સ્વસ્થ કરી દઇશ.(કાળવૃતાન્ત 2 7:14)". વળી પ્રાર્થના કરવા માટે ના નિર્દેશ ઈશ્વર આપે જ છે "જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે
દંભી લોકોની જેમ ના કરો. દંભી લોકો સભાસ્થાનોએ શેરીઓના ખૂણા પાસે ઉભા રહી
મોટા અવાજથી પ્રાર્થના કરે છે. જેથી લોકો તેમને જોઈ શકે. હું તમને સત્ય
કહું છું કે તેમને તેનો પૂરો બદલો મળી ગયો છે. જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે
તમારા ઓરડામાં જાઓ અને તમારા ઓરડાના બારણાં બંધ કરો. પછી તમારા પિતાને
પ્રાર્થના કરો. તમારો પિતા ગુપ્ત રીતે કરવામાં આવેલાં કામ જોઈ શકે છે. અને
તે તેનો તમને બદલો આપે છે. અને જ્યારે તમે પ્રાર્થના કરો,
ત્યારે અધર્મીઓની જેમ પ્રાર્થના ના કરો, તેઓ માને છે કે દેવની પાસે ઘણી
વાતો કરવાથી દેવ ચોક્કસ કાંઈક તો સાંભળશે જ. તમે એવા લોકો જેવા ન બનો, તમે તેની પાસે માંગણી કરો તે પહેલા તમરા પિતા જાણે છે કે તમારે શાની જરૂર છે (માથ્થી 6:5-8)."
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
Reference for Images
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
Reference for Images
Dailyverses.net
No comments:
Post a Comment