ઘર
ગઈ કાલે મને એક લ્હાવો મળ્યો, ટ્રેનમાં મુસાફરી કરવાનો. મારા જેવા લોકોને ટ્રેનમાં મુસાફરી કરવાનો એક લ્હાવો જ છે. કેમકે બહુ બધા લોકો આવતા જતા રહે. બહુ વાતો જાણવા જોવા મળે. મારી એક આદત છે. હું બહુ બોલું નહિ પણ ચોપડી માં વાંચતા વાંચતા આજુબાજુના લોકોને પણ વાંચું. ચુપચાપ એમનું નિરીક્ષણ કરું. એમની વાતો ધ્યાનથી સાંભળું. એમ કરતા મને તમારી સાથે વાત કરવા માટે વિષય પણ મળી જાય છે, અને કયારેક ઘણું જ્ઞાન પણ. કાલે મારી બાજુમાં એક આંટી બેઠા હતા. તેવો મોબાઇલ પર કોઈની સાથે વાત કરતા હતા. તેમની વાત મને ઘણી બધીરીતે તમારી સાથે વહેચવાનું મન થાય એવી છે.

આ વિષે પાળક સાહેબ આ રવિવારે પૂલપીટ પરથી પણ બોલ્યા હતા. તે એ કે આપણે હવે નાઉમી અને રૂથ ને ભૂલવા લાગ્યા છે. આજની સાસુને રૂથ જેવી પુત્રવધુ જોયે છે પરંતુ નાઉમી નથી બનવું, અને પુત્રવધૂને નાઉમી જેવી સાસુ જોયે છે પણ રૂથ નથી બનવું. નાઉમી પોતાના પતિ અને પુત્રોના મરણ પછી પણ પોતાની પુત્રવધુઓ ને દીકરીની તરીકે જ રાખતી. રૂથ 1:8-9"રસ્તામાં તેણે પોતાની પુત્રવધૂઓને કહ્યું કે તેઓ તેમના વતન મોઆબ પાછા ફરે, તેણે તેમ કહ્યું; “મારી દીકરીઓ! તમે ઘરે પાછી જાઓ. તમે માંરી તથા માંરા મૃત પુત્રો પર ખૂબ દયા રાખી છે. યહોવા પણ તમાંરા પર એવી જ દયા રાખો. 9 હું પ્રાર્થના કરું છું કે યહોવા તમને વર મેળવવા અને તેની સાથે સુખી જીવન ગાળવા માંટે મદદ કરે.” પછી તેણીએ પુત્રવધુઓને ચુંબન કર્યું, અને તેઓ રડવા લાગી.". નાઉમી પોતાના પુત્રવધૂઓ ને મારી દીકરી તરીકે સંબોધે છે. તે તેમને એટલો પ્રેમ કરે છે કે તેની પુત્રવધુ પણ તેને છોડી ને જવા તૈયાર નથી થતી. રૂથ 1:16-17 "પરંતુ રૂથે જવાબ આપ્યો, “મારી મા! મને તમાંરાથી વિખૂટી પાડવાનો આગ્રહ કરશો નહિ. તમે જયાં જશો ત્યાં હું જઈશ. અને તમે રહેશો ત્યાંજ હું રહીશ. તમાંરા લોકો એ માંરા લોકો અને તમાંરા દેવ એ માંરા દેવ થશે. 17 તમે જયાં મરણ પામશો ત્યાં જ હું પણ મરીશ ને ત્યાં જ દટાઈશ. મૃત્યુ સિવાય બીજા કશાથી જો હું તમાંરાથી વિખૂટી પડું તો યહોવા મને એથી પણ વધારે દુ:ખ દે.”. રૂથ પણ પોતાની સાસુને મારી મા નું સંબોધન કરે છે.
આપણે આ બધું ભૂલી ચુક્યા છીએ. આપણને ટીવી સિરિયલની કપટી સાસુ અને વહુ આપણા ઘરો માં દેખાવા લાગી છે. આપણે હવે ચેતી જવાનો સમય છે. જેમ આમારા પાળક સાહેબે કીધું હતું તેમ "માતા પોતાના દીકરાની જેટલી કાળજી લેછે તેના 15% કાળજી પણ પોતાની પુત્રવધુ ની નથી લેતી, સામે પુત્રવધુ પોતાના માતાપિતાની જે કાળજી લેછે તેના 15% સાસુ સસરાની નથી લેતી.". સંબંધ સામસામે હોય. તાળી કયારેય હવામાં એક હાથે ના પડે. આ સત્ય જેટલું જલ્દી આપણે સમજી શકીયે અને રૂથ અને નાઉમી બંને ને આપણા ઘરો માં જગ્યા આપી શકીયે તો જ ઘર ઘર બનશે, નહીતો મકાન તો આખી પૃથ્વી પર મળી જ રહે છે.
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
No comments:
Post a Comment