Friday 22 March 2019

40 Lent Sessions

અજાણ્યા મદદગારો
આપણે આપણા આ જીવનમાં ઘણા અજાણ્યા લોકો મળતા હોય છે. કેટલાકને આપણે મદદરૂપ થતા હોઈએ છીએ, તો કેટલાક આપણે.  આ મારા મટે ઈશ્વરની હેલ્પ સાયકલ જેવું છે. તમે કોઈને મદદ કરી કોઈના માટે ઈશ્વરના દૂત બનો છો તો ઈશ્વર તમારી માટે પણ દૂતો મોકલી જ આપે છે.
આજની વાત આવા જ એક બહેન ની છે.આ બહેન એક સંસ્થા સાથે કામ કરે એમને દિવસ માં ઘણા લોકો ને સંસ્થા ના કામ માટે મળવું પડે. બહેન સ્વભાવે મળતાવડા, એટલે એમાં થી બને એટલા ને શાંતિ થી સાંભળે અને મદદરૂપ થવા ની પુરી કોશિશ કરે. આ બહેનને રૂટિન ચેકઅપ માં એવો રિપોર્ટ આવ્યો કે તેમના હ્ર્દય અને ફેફસા વચ્ચે એક ગાંઠ છે જે દિવસે દિવસે વધી રહી છે. એમને જેમ બને તેમ જલ્દી ઓપરેએશન કરાવવું પડશે. બહેન અને તેમના પતિ ખુબ ગભરાઈ ગયા. બહેન ના ટેસ્ટ ચાલુ થયા પરંતુ અમુક રિપોર્ટ જલ્દી મળી શકે એમ નહતા અને જો એ મળી ના શકે તો ઓપરેશન શક્ય નહતું. ગાંઠ ખુબ ઝપડપ થી વધી રહી હતી. એવામાં એમના એક ઓળખીતા બહેન કે જેમને તેમણે સંસ્થા દરમિયાન મળ્યા હતા, એમને ખબર પડી. એમના પિતા એ લેબ માં વર્ક કરતા હતા. આ બહેન ના પિતા એ લેબ માં આવી ને ટેક્નિશન સાથે વાત કરી રિપોર્ટ જલ્દી કરાવી આપ્યા.
આ વાત ફેલાતા ચારે બાજુ થી પ્રાર્થના અને શુભેચ્છાનો મારો ચાલુ થઇ ગયો. એ શહેરમાં તેવો એકલા હતા. પરંતુ બહેન ના ઓપરેશન થી લઇ ને કીમિયો અને બીજી સારવાર પુરી થતા બહેન ને ઘરની કે બહારની કોઈજ ચિંતા કરવાની ના આવી. લોકો રોજ આવી ને તેમના કુટુંબની સંભાળ લઇ જતા, જમવાની,એમની બંને દીકરીઓની દેખભાળ બધા એ ઉપાડી લીધી. બહેન ને તથા તેમના પતિ ને આ બધુ એક સપના જેવું લાગી રહ્યું છે. તેવો વિચારે છે એકે એ દિવસ કે જયારે એમને ખબર પડી હતી કે તેમને કૅન્સર છે, એ પણ ઝડપથી વધી રહેલું. એક દુઃખ, ચિંતા કે હવે શું? અને આજ નો દિવસ. હવે રિપોર્ટ એક્દમ નોર્મલ, રોગ ની કોઈજ નિશાની નથી. પણ એ દરમિયાન ના 6 મહિના, રોજ કોઈ નવો મદદગાર, નવી પ્રાર્થના. એવા લોકો જે મિત્રો છે, મિત્રો ના મિત્રો છે. ઓળખે છે, નથી ઓળખતા, દૂર છે પાસે છે. આખો દુઃખનો સમય ઈશ્વરની મહિમા અને આશીર્વાદ નો સમય બની ને પલકારામાં ઉડીગયો.
જોયું મિત્રો એક અજાણ્યાને  મદદ તમને કયારે કેવી રીતે ઈશ્વર પછી મોકલી આપે છે! ઈશ્વરે કીધું જ છે કે એક ભૂખ્યા બાળક ને જમાડશો તે મને જમાડ્યો છે. એક દુઃખી ને મદદ કરી તે મને મદદ કરવા બરાબર છે. બાઇબલમાં લુક 6:38 માં કીધું છે કે "બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવી  શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.". વળી હિબ્રૂઓને પત્ર 13:16 માં પણ કહેવાયું છે કે "બીજાના માટે ભલું કરવાનું  ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે.". આપણે માનવ છીએ. ઈશ્વરનું સૌથી સુંદર સર્જન. માણસ પાસે બુદ્ધિ સાથે લાગણી પણ છે. તો ચાલો આ લાગણી ના દ્વાર ખોલીએ અને બીજા ને મદદરૂપ થઈએ. બધી વખત મદદ રૂપ થવા માટે પૈસાની જરૂર નથી હોતી. કયારે મદદ માં હૂંફ, પ્રેમ અને લાગણી પણ આવી જાય છે.
Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Guideposts

No comments: