Saturday 16 March 2019

40 Lent Sessions

આશ્વાસન 
આપણા બધાના જીવન માં એ ક્ષણ આવેજ છે કે આપણા પ્રિયજનને ઈશ્વર પાસે મોકલી દેવા પડે. પરંતુ એ ક્ષણ ત્યારે વધારે દુઃખ દાઈ બને છે જયારે તે આપણું નજીકનું હોય કે આપણા થી નાનું હોય. માબાપ માટે તેમના બાળકોની વિદાય નું આ દુઃખ સૌથી વસમું હોય છે.  આ જીવન છે, અને તેનું ચક્ર હંમેશા ચાલતું જ રહે છે. અને આવા કઠિન સમયમાં ઈશ્વર આપણને મૂકી દેતો નથી. તે પોતાના અંનત કાલીન આશ્વાશન થી આપણને ભરતો હોય છે. આપણે એ બાજુ ધ્યાન આપવાનું હોય છે, એના પર વિશ્વાસ કરવાનો હોય છે.
આપણી આજની વાત પણ કંઈક આવીજ છે. એક નાનું બાળક કે જે કુટુંબ નું સૌથી નાનું, અને સૌ ને વાહલુ છે. એને નારંગી બૌ ગમે. માતા હંમેશા ધ્યાન રાખે કે નારંગી ની સીઝન માં નારંગી એને પૂરતા પ્રમાણ માં મળી રહે. એક દિવસ માતા એ જોયું કે બાળક નારંગી ખાઈ ને એના બી કાલીન નીચે છુપાવી દે છે. માતા બાળક ને શીખવ્યું કે એમના કર. બી ને રસોડા ના ખાલી કુંડા માં નાખી દે. આપણે એનું ધ્યાન રાખીશું. આમ તે બી વાવતા શીખ્યું. એને વાવેલા બી માંથી નાતાલ સુધી એક છોડ નીકળ્યો. બાળકે એની કાળજી લેવાનું શરૂ કર્યું. માતાએ સમજાયું કે આના પર નારંગી આવતા વર્ષો જશે. માતા ને બાળક આ છાડની કાળજી લેવા લાગ્યા.  બાળક મોટું થયું. ભણી ગણી ને પેટ્રોલિયમ સઁશોધક બન્યો. તેને દરિયામાં સંશોધન કરવું ખુબ ગમતું. એટલે એને અંટાર્કટિક ના દરિયા માં સંશોધન પસંદ કરી ત્યાં નોકરી લીધી. લગ્ન કાર્ય, ઘર પણ એ બાજુ જ બનાવ્યું. પરંતુ એ નવા વર્ષ ની ઉજવણી માટે હંમેશા તે કુટુંબ સાથે માતાપિતા પાસે આવતો. હંમેશા માતાને કહેતો કે આ આપણું ઝાડ ફળ કેમ નથી આપતું? માતા કેહતી આપનો શિયાળો એને કદાચ નથી સદતો. આ જાપાન બાજુ નું ઝાડ છે. અપને આશા રાખીયે કે અહીં પણ એ ફળ આપે. આમ દિવસો જવા લાગ્યા. આ દીકરાની બદલી દુનિયાના સૌથી મોટા દરિયાઈ સંશોધન કેન્દ્ર પર થઇ. જે માનવી એ બનાવેલા ટાપુ જેટલું મોટું હતું. દીકરો ત્યાં જવા ખુબ ઉત્સાહી હતો. તેણે માતા સાથે વાત કરી ને માતા ને આશ્વાસન આપ્યું કે આ જગ્યા ખુબજ મજબૂત છે. ક્યારેય ડૂબી ના શકે  મજબૂત. અને માતા ને કહ્યું કે " આ ઉનાળામાં હું આવી ને મારા નારંગી ના ઝાડ ને મારા ઘરે લઇ જઈશ પછી એના પર જરૂર ફળ આવશે.". પરંતુ એક દિવસ પિતા જયારે ટેલીવિઝન પર સમાચાર જોતા હતા ત્યારે તેમણે જોયું કે દીકરો જે કેન્દ્ર પર કામ કરે છે તે દરિયાના તોફાન ની ઝપેટમાં આવી ગયું હતું. ત્યાંનો સમ્પર્ક છૂટી ગયો  હતો. આ રાત્રે એક વાગ્યા ના સુમારે બન્યું હતું. કોઈ ના પણ જીવિત હોવા ના કોઈ આસાર નહતા. સાંજ સુધીમાં એ નક્કી થઇ ગયું કે દીકરો હવે નથી રહ્યો. માતાપિતા માટે આ દુઃખ ખુબ અસહ્ય હતું.
ધીરે ધીરે સમય જવા લાગ્યો, ઈસ્ટર પાસે આવી. માતાનું મન કેમેય કરી ને તહેવાર ઉજવા માની  નહતું રહ્યું. ત્યાં તેમની દીકરીએ આવી ને સમાચાર આપ્યા કે મા જો ભાઈ ની નારંગીને ફૂલ આવ્યા. બધા ના આશ્ચર્ય સાથે આખું ઝાડ ફૂલથી ભરાય ગયું હતું. એના ફૂલો નીસુગંધ થી આખું ઘર પણ મહેકવા લાગ્યું. અને બધા ના આશ્ચર્ય વચ્ચે ઈસ્ટર પર એના પર થી પાકી બે નારંગી પણ પડી. માતાને જાણે કેહતી ના હોય કે ઉઠ ટેરો દીકરો અહીં તારી સાથે છે. માતા આ ચમત્કાર થી અશ્વશન મેળવી જીવન માં જોડાઈ ગઈ. દીકરાનો દીકરો પણ નારંગીના એ ઝાડ માટે એટલીજ કાળજી લેવા લાગ્યો જેટલી એના પિતા લેતા હતા.
જીવન નું ચક્ર હંમેશા એમજ ચાલતું રહે છે. આપણે એમાની નાની નાની ઘટનાઓ થી આશ્વાસન લેવું અને મોટી દુઃખદાયી ઘટનામાંથી બહાર આવું જરૂરી બને છે. હમણાંજ મેં વાંચ્યું હતું કે ઈશ્વર પણ એની જ મદદ કરે છે એનેજ દિલાસો આપે છે જે લેવા માંગતું હોય. આ વાત ખુબ અટપટી છે. દુઃખ એ જીવનું ચક્ર છે. પણ એમાંથી બહાર નીકળવું એ આપણા હાથ માં છે.માથ્થી 5:4 માં કીધું છે કે "જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે. કારણ કે તેઓને દેવ દિલાસો આપશે. ". વળી પ્રગટીકરણ 21:4 માં પણ કીધું છે કે "દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.". ઈશ્વર પર વિશ્વાશ કરી ને આગળ વધવું એજ જીવન છે.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
loveliveson.com

No comments: