Sunday, 24 March 2019

40 Lent Sessions

કલર્ક બહેન
આજે ચર્ચમાં પાળક સાહેબે આપણી ઘટી રહેલી સહનશક્તિ અને સાંકડા થઈ રહેલા સંબધની વાત કરી. ઘરે આવી ને આ લખવા માટે તૈયારી કરતા આ વાત મારી નજરે પડી. આજે અપને માત્ર આપણી તકલીફ, આપણા દુઃખો મોટા લાગે છે. બીજા નું જોઈને સમજ્યા વગરજ આપણને આપણું દુઃખ મોટું લાગવા લાગે છે. પરંતુ સાચું શું છે ? એ કેમ ખુશ છે ? એ વિચારવાની તસ્દી આપણે લેતા નથી.કયારેક એવું પણ બને કે એ વ્યક્તિ આપણા કરતા વધારે તકલીફો ઉઠાવી રહી હોય. પરંતુ એ એ તકલીફ માં પણ ઈશ્વરની સહાય શોધી ને ખુશ રહેતી હોય. આપણે તો બસ એ ખુશ છે એટલે મારા કરતા ઓછી તકલીફ હશે. એમજ માની ઈશ્વરને દોષ આપી દેતા હોય છીએ.
આજે આપણે એવાજ એક ભાઈ ની વાત કરીયે. આ ભાઈ એક બપોરના સમાચાર પત્રમાં ઍડીટર હતા. એમના પપેરની કોપી ઘટતા એમના પ્રકાશને બપોર નું પેપર બંધ કરવા નું માન્ય રાખ્યું. એમાં આ ભાઈનું પણ નામ હતું. વળી તેમને તેમના બીજા સ્ટાફને આ દુઃખદ વાત કહેવાનું પણ કાર્ય સોંપવામાં આવ્યું. ભાઈ ખુબ દુઃખી થઇ ગયા. એમના ટેબલ પાર હર શુક્રવારની જેમ જ ચા સાથે એક નાની થાળી માં નાનખટાઈ આવી ગઈ. આમ તો આ હાર શુક્રવારે આવતું હતું પણ કામ માં એમનું ધ્યાન નહતું.આમણે પૂછ્યું કે આ કોણ લાવ્યું? તો જવાબ મળ્યો કે આ તો દર શુક્રવારે કોઈક લાવી ને મૂકી જાય છે. એ વિચારવા લાગ્યા કે હશે કોઈ જેની નોકરી કાયમ હશે. મારા જેવા તો હવે નોકરી વગરના થોડી એવું લાવે. તે પોતાની જાત પાર દયા ખાવા લાગ્યા. અરેરે મારુ હવે શું થશે? મારા ઘર નું શું થશે? હે ઈશ્વર હું જ કેમ? એવા વિચારો માં ઘરે ગયા.
બહાર નીકળતા એમને લિફ્ટમાં એક ક્લાર્ક બહેન માંડ્યા. તેમના હાથ પર ના નખ માં લોટ હતો. આ જોઈ ને તેમણે અનુમાન કર્યું કે નાનખટાઈ આ બહેન જ લાવતા હશે. આમણે તે વિષે પૂછી લીધું અને આભાર માન્યો. સાથે આ ભાઈ એ જોયું કે બહેન બૌ ખુશ હતા. આખા રસ્તે ભાઈ વિચારતા રહ્યા કે હોય જ ને નોકરી મારી ગઈ છે. નુકસાન મારુ થયું છે. એ બહેન નું થોડું કઈ ગયું છે?
બીજા દિવસ થી એમની નવો કર્યભાર સાંભળ્યો. એમની નીચે ના લોકો ને નોકરી ના કાર્ય નો હિસાબ કરી ને છુટ્ટા કરવાનો. હજુ પણ ભાઈ પોતાના જ દુઃખ માં હતા કે મારુ શું થશે? ત્યારે એમના ટેબલ પાર નાનખટાઈ ની ડીશ આવી ગઈ હતી. એમને દુઃખ પણ થયું ને ગુસ્સો પણ આવ્યો કે પેલા બહેને મારી મજાક ઉડાડી. પરંતુ સાંજે છેલ્લે જયારે એમણે જોયું કે છેલ્લું નામ પેલા નાનખટાઈ વાળા બહેનનું હતું. એ બહેન ને હાથ માં વા હતો એટલે હવે તેવો પ્રકાશનમાં વધુ કામ કરી શકે તેવી સ્થિતિ માં નહતા. આ ભાઈ સ્તબ્ધ થઇ ગયા. પેલા બહેન હજુ પણ એમની સામે બેસી ને સ્મિત કરી રહ્યા હતા. આ ભાઈને પોતાના પર ગુસ્સો અવવ્યો, પોતાના પર શરમ પણ આવી. આજે આખા દિવસ માં એમણે એવા કેટલા કર્મચારીઓ ને છુટ્ટા કર્યા હતા જેમને નોકરી ની જરૂર આ ભાઈ કરતા ઘણી વધુ હતી. પણ પોતે પોતાના માં એટલા બધા ખોવાયેલા હતા કે કોઈ ને સાન્ત્વના નો એક શબ્દ પણ ના કીધો. અને આ બહેન ને તો કાલની ખબર હતી છતાં બધાના માટે નાનખટાઈ બનાવી ને છેલ્લી વાર આખી ઓફિસ ને વહેંચી હતી. બધાને પ્રેમ થી વિદાઈ આપી હતી ને પોતે પણ જય રહ્યા હતા.આ આખી ઓફિસ માં આ બહેન ના જવાનું દુઃખ હતું.
પોતાના થી નાની વ્યક્તિ પોતાના થી વધુ દુઃખી હોવા છતાં પ્રેમ અને વિશ્વાસ વેહચી રહી હતી. અને પોતે મોટી લાયકાત, મોટી જગ્યા અને બીજે નોકરી મેળવવી શેકે તેવા હતા. છતાંપોતાના દુઃખ માં જ લિન હતા. દોસ્તો આજે બધે જ એવું જ જોવા મળી રહ્યું છે. બધાને પોતાનું દુઃખ જ મોટું લાગે છે. બીજાનો વિચાર કરવા કોઈ તૈયાર નથી. આપણી આજુ બાજુ કેટલા કુટુંબો, સંબન્ધો આમ જ તૂટી રહ્યા છે. જીવન કટુતા થી ભરાઈ રહ્યું છે. આપણે સ્વ કેન્દ્રિત બનતા જઇયે છીએ કી બની ચુક્યા છીએ. આપણે વિચારવાની કે સમજવાની જરૂર છે. આપણે બાઇબલ ની જરૂર છે.
બાઇબલમાં કીધું છે કે "બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.” (લૂક 6:38). વળી "તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો." (ફિલિપ્પીઓને પત્ર 2:4).
નાની વ્યક્તિ જે સમજી તે "તમે જે કહો અને કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે થવા દો. અને તમારા આ દરેક કાર્યોમાં, દેવ બાપની આભારસ્તુતિ ઈસુ દ્વારા વ્યક્ત કરો." (કલોસ્સીઓને પત્ર 3:17), અને "દેવ તને પસંદ કરે છે એવી પાત્રતા મેળવવા તું સર્વોત્તમ કાર્યો કર, અને તું દેવને પૂર્ણ સમર્પિત થઈ જા. પોતાના કામની બાબતમાં જે શરમ અનુભવતો નથી એવો કાર્યકર તું થા-કે જે કાર્યકર સાચા ઉપદેશનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. "(2 તિમોથીને 2:15). એ પોતાને સોંપાયેલું કાર્ય ગમેતેવી સ્થિતિમાં પણ હસતા પૂરું કરે છે.  જે પોતાના દુઃખને નાનું ગણી ને પોતાના હુનર અને હાસ્યથી બીજા નું દુઃખ હળવું કરવાની કોશિશ કરે છે તેને ધન્ય છે. 
મિત્રો વિચારો કે આપણા પ્રભુ જો સ્વ કેન્દ્રિત હોતે તો આપણે ક્યાં હોતે? આપણે એમના જ દીકરા દીકરીઓ થઇ ને આપણે ક્યાં રસ્તે જય રહ્યા છીએ?
Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Shutterstock

No comments: