Monday, 18 March 2019

40 Lent Sessions

માતૃપ્રેમ 
આજે આપણે થોડું અલગ જોઈએ. મેં પાછળ ના એક બ્લોગ માં એવી માતાઓની વાત કરી હતી, કે જેમની સેવા, પ્રાર્થના અને વિશ્વાસથી એમના બાળકો ગંભીર માંદગી માંથી બહાર આવ્યા હતા. માતા ઈશ્વરનું એવું સર્જન છે કે જે બાળક ના જીવન પર અમીટ છાપ મૂકે છે. માતાનું પ્રેમ પૂર્વક નું જતન જ બાળક ને સંસાર ની સાચી સમજ આપે છે. માતા બાળક ની માંદગીમાં કે મુશ્કેલીમાં એની મદદગાર, એની ઢાલ બની ને ઉભી રહે છે. તેથીજ બાઇબલમાં ઈશ્વર પોતાની સરખામણી માતા સાથે કરે છે. યશાયા 66:13 માં કહેવાયું છે કે " નાનાં બાળકોને જેમ તેની મા દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ; અને યરૂશાલેમમાં તમે સૌ દિલાસો પામશો.”.
આજે આપણે આવી જ એક માતા ની વાત કરવાની છે. એક યુવાન ડોક્ટરને ICU માં રાત્રી સેવા માટે મુકવામાં આવ્યા હતા. ઘણું જાણવા, સમજવાની  ઈચ્છા રાખવા વાળા આ ડૉક્ટરે ત્યાં સેવામાં કાર્યરત એવા  નર્સ બહેન ને પુછ્યું કે "તેમે તો અહીં કેટલા વર્ષો થી સેવા માં છો. તમે કયારેય કંઈક અજુગતું જોયું હતું?" નર્સ બહેને પહેલા તો ના પાડી પરંતુ પછી એમણે  જણાવ્યું કે મારી સેવા દરમ્યાન મેં એક જ વાર એક અજુગતો અનુભવ કર્યો છે. જે હું જિંદગી માં નહિ ભૂલું. આ અનુભવ મને મારી માતાની વધુ નજીક લાઇ આવ્યો  છે.
નર્સ બેને જે કીધું તે કંઈક આમ છે. એક વાર એક 25 વર્ષના યુવાન ને ફૅક્ટરી માં મોટા મશીન માં પગ આવી જતા ખુબ ખરાબ રીતે ઘાયલ અવસ્થા માં હોસ્પિટલ માં લાવા માં આવ્યો. આ યુવાન  આવ્યો તયારે તેની પાસે કોઈ નહતું. યુવાનના પગમાં ઘણા ફ્રેક્ચર થયા હોવા થી તેના ઑપરેશન ની તૈયારી ચાલતી હતી. ICU માં આ નર્સ બહેન તેને ઑપરેશન માટે તૈયાર કરતા હતા. ત્યાં એક આન્ટી દોડતા આવ્યા. તેમના મુખ પર ખુબ ચિંતા ને દુઃખ હતા. તેવો આવીને નર્સ બહેન ને કીધું કે આ મારો દીકરો છે. એમણે નર્સ બહેનને એમના દીકરા પાસે જવા દેવાની વિંનતી કરી. પરંતુ નર્સ બહેને એમને સમજાવ્યું કે મારે તેને ઑપરેશન માટે તૈયાર કરવાનો છે. ઑપરેશન નું નામ સાંભળીને માતા ખુબ ઘભરાઈ ગઈ. નર્સ બહેને તેમને સમજાવ્યું કે તમારો દીકરો બહુ બહાદુર છે. પછી તેમને સાદી ભાષામાં એમના દીકરા ની ઇજા વિષે કીધું ત્યારે માતા રડી પડી. એમણે જણાવ્યું કે 'મારા દીકરાને કેટલું દુઃખ થતું હશે?". ત્યારે નર્સ બહેને તેમને આશ્વાસન આપ્યું કે ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટે એને એવી દવા આપી દીધી છે કે એને દુઃખ ના થાય. આ સાંભળી ને માતા થોડી આશ્વસ્ત થઇ. નર્સ બહેને એમને વિશ્વાસ આપ્યો કે ઑપરેશન પૂરું થાય એટલે તેમે તમારા દીકરા પાસે જઈ શકશો. હું તમને લઇ જઈશ. ત્યાં સુધી તમે નીચે લોબીમાં બેસો. 
ઑપરેશન પૂરું થયું, નર્સ બહેન નીચે લોબીમાં માતા ને ખબર આપવા ગયા, તો લોબી માં કોઈ નહતું. થોડા જુવાનો ઉભા હતા. તેવો એ આગળ આવી ને પેશન્ટની ખબર પૂછી, અને જણાવ્યું કે અમે તેના મિત્રો છીએ. નર્સ બહેને પૂછ્યું કે તેની માતા ક્યાં છે. તો મિત્રો વિચારમાં પડી ગયા. તેવો એ પહેલા તો કીધું કે તેની માતા નથી. નર્સ બહેને જયારે જણાવ્યું કે એની માતા અહીં આવ્યા ત્યારે ખુબ ચિંતિત હતા, તો તમે એમને સંદેશો પોહચાડી દેજો. ત્યારે મિત્રો એ જે જવાબ આપ્યો તે ખુબ આષ્ચર્યચકિત કેરી દે તેવો હતો. તેમનું કહેવું હતું કે અમારા આ મિત્રનું દુનિયા માં દૂર ના પિતરાઈ સિવાય કોઈ નથી. તેની માતા તો 2 વર્ષ પેહલા જ મૃત્યુ પામ્યા  છે.  એના પિતરાઈ પણ આવી ગયા છે. તેમે તેમને પણ પૂછી જુવો. પિતરાઈ ભાઈ એ વાત સાંભળ્યા પછી આવનાર આન્ટી નો દેખાવ કેવો હતો તે પૂછ્યું તો એ બિલકુલ પેશન્ટની માતા જ હતી. 
બે વર્ષ પહેલા મૃત્યુ પામેલી માતા પણ પોતાનો દીકરો દુઃખ માં એકલો પડ્યો કે ઈશ્વર પાસે થી દોડી આવી, અને જેવી એને ખાતરી થઇ કે દીકરો સલામત છે, અને તેની સારવાર કરનાર આવી ગયા છે તો પછી ચાલી ગઈ. માટે જ આપણા ગુજરાતી માં કહેવાય છે કે "જનનીની જોડ  સખી નહિ જડે.'.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images
 


4 comments:

Priyangi said...

Its really true..

Priyangi said...

Its really true

Priyangi said...

Its really true

Purvi said...

Yes Dear. It is true.