Wednesday, 27 March 2019

40 Lent Sessions

 પિતા નો પ્રેમ 
આજે આપણે જીવન જીવવા માટે અને તેને સરળ રીતે પસાર કરવા માટેના નિયમ માટેની વાત જણાવું છું. આ એક બાપ અને દીકરી ની વાત છે, પિતાજી ટ્રક ડ્રાઇવર હતા. લગભગ તેમનો સમય રસ્તા પર પસાર થતો હતો. એ સમયે દીકરી નાની હતી,  પિતાની ઘણી લાડકી હતી. પિતાજી 4:00 ઘરેથી નીકળી જતા અને રાત્રે લગભગ દીકરીના સૂઈ ગયા બાદ ઘરમાં આવતા હતા. બાપ દીકરીનું એકબીજા સાથે મળવું લગભગ અશક્ય હતું છતાં પણ દીકરીને મન તે પિતાજીની લાડકી દીકરી હતી. સમય પસાર થતાં દીકરી મોટી થવા લાગી અને કિશોરાવસ્થામાં આવી. તેનામાં ઘણા બધા બદલાવ આવ્યા. હવે તે પિતાની લાડકી દીકરી રહી નથી હવે તે મોટી થઈ ગઈ. તેની સમજણ અવસ્થામાં તેને દરરોજ દરેક જરૂરિયાત વખતે તેની માતા તેની સાથે હતી તે તેની માતા સાથે દરેક વાત બાબતે ચર્ચા કરતી હતી. તેને લાગતું હતું કે મારી ખરી સાથીદાર મારી મમ્મી જ છે મારા પિતા તેમના કામમાં મને સમય  આપી શકતા નથી એટલે તેની અને તેના પિતા વચ્ચે અંતર વધવા લાગ્યું. આજ સમયમાં એને જીવનનો મહત્વનો પાઠ તેના પિતા દ્વારા શીખવા મળ્યો.

 વાત એમ હતી કે એક દિવસ સાંજે તેના પિતા ટ્રક નો સામાન પોતાના સ્થળે ઉતારીને પાછા આવતા હતા, ત્યારે લગભગ બપોરે હાઇવે ઉપર તેમણે એક સ્ત્રીને તેની કારની ડિકીમાં થી સ્પેર વ્હીલ કાઢતા જોઈ. તેમણે પોતાની ટ્રક બાજુ પર ઉભી રાખી અને તે સ્ત્રી તરફ ગયા.તેમણે પોતાની ઓળખાણ આપી ને કહ્યું કે "લાવો હું તમને વ્હીલ બદલી આપું".  વ્હીલ બદલી કાઢ્યા પછી તે સ્ત્રીએ તે ટ્રક ડ્રાઇવર ની ઉદારતા માટે આભાર માન્યો. કહ્યું કે "કોણ સાચું છે અને ખોટું?  અથવા ખોટા ગુનામાં ફસાઈ જવાના ડરથી આજકાલ લોકો મદદ કરવા પણ તૈયાર  હોતા નથી." તે સ્ત્રીએ ટ્રક ડ્રાઈવર નો આભાર માન્યો, અને વીસ ડોલર તેમની મદદ માટે આપવા પ્રયત્ન કર્યો. પરંતુ તે ટ્રક ડ્રાઇવરે કહ્યું કે આની  કોઈ જરૂરત નથી. મારી પત્ની અને દીકરી  જેવો મારી ગેરહાજરીમાં આજ રીતે કાર ચલાવે છે. ત્યારે મારી આશા છે કે જેમ તમને મદદ કરી, તેમ તેમને પણ મદદ મળી રહે.".
દીકરી જ્યારે 24 વર્ષની થઈ ત્યારે તે માતા-પિતાથી દૂર બીજા બીજા શહેર ન્યુજર્સીમાં રહેવા ગઈ. ત્યાં તે નૈતિક હકો માટે લડતી સંસ્થા માં વોલેન્ટર્સ તરીકે સેવા આપતી હતી. તેની આ સેવામાં લગભગ તેને મુસાફરી કરવાનું રહેતું. એક વખત તેના જાણવા પ્રમાણે સેવ મધર અર્થ વૉક  તેમના શહેરમાં થઈ રહી છે. તેમાં ભાગ લેવા માટે તેણે રૂમ પાર્ટનરની કાર લીધી અને તે હાઇવે પર થી પસાર થવા લાગી. રસ્તામાં તેની કારના વ્હીલ માં પંચર પડ્યું. તે કાર ઉભી રાખી અને વ્હીલ બદલવાની તૈયારી કરવા લાગી.  તેટલામાં જ એક મોટી ટ્રક આવી અને રસ્તામાં બાજુ પર ઊભી રહી ગઈ. તેનો ડ્રાઇવર નીચે ઊતર્યો અને તેણે તે દીકરીના કારનુ ટાયર બદલી આપ્યું. સ્પેર વ્હીલ પણ લગાવી આપ્યું. તે ટ્રક ડ્રાઈવરે કહ્યું"આ સ્પેર વ્હીલ વધુ ચાલશે નહીં માટે નજીકના ગેરેજમાં જઈને નવું વ્હીલ લગાવી દેજો.".  તે દીકરીએ તેની ઉદારતા માટે આભાર માન્યો અને ૨૦ ડોલર તેમને આપવા પ્રયત્ન કર્યો.પરંતુ ટ્રક ડ્રાઇવરે કહ્યું"મારી દીકરી તમારી ઉંમરની છે. હું એવી ઇચ્છા રાખું છું, કે જ્યારે રસ્તા પર કાર ચલાવતી વખતે તેને કોઈ આવી મુશ્કેલી પડે ત્યારે કોઈ આવું જ દયાળુ તેને મદદ કરે.". આ દીકરીને તેના પિતા યાદ આવ્યા જેમણે આ વાત ઘણા વર્ષો પૂર્વે તેને કહી  હતી. તેના પિતાએ  કોઈક ને કરેલી મદદ નો બદલો આજે તેને કોઈક ના પિતા દ્વારા મળ્યો. તે ટ્રક ડ્રાઇવરે કહ્યું તમારા પિતા એક ઉમદા વ્યક્તિ છે. તેઓ માર્ગમાં મદદરૂપ બનવા હંમેશા તૈયાર રહેતા માટે ઈશ્વરનો આભાર.

આપણે પણ રસ્તામાં ચાલતાં ઘણા બધા લોકોને ઘણી બધી મુશ્કેલીઓ માંથી પસાર થતાં જોઈએ છીએ. આવા સંજોગોમાં આપણે ઈશ્વરના બાળક તરીકે હંમેશા મદદરૂપ થવું જોઈએ.  આપણે કોઈકને કરેલી મદદ ક્યારેક આપણે પણ જરૂરિયાત બની શકે છે, તે સંજોગોમાં આપણને પણ ઈશ્વર તરફથી મદદ પ્રાપ્ત થઈ શકે છે. બાઇબલમાં કહ્યું છેકે "દેવે તમને પસંદ કર્યા છે અને તમને તેના પવિત્ર લોકો બનાવ્યા છે. તે તમને પ્રેમ કરે છે. તેથી હમેશા આ વસ્તુઓ કરો: ધૈર્યવાન ને દયાવાન બનો, ભલાઈ કરો, દીન, નમ્ર, સહનશીલ બનો. ". (કલોસ્સીઓને પત્ર 3:12). વળી આપણે બીજા પાસે જે વ્યવહારની અપેક્ષા રાખતા હોઈએ તે આપણે બીજા સાથે કરવો પણ જોઈએ જ બાઇબલ માં કહ્યું છે કે “તમે બીજા પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતા હોય એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સારાંશ એ જ છે. "(માથ્થી 7:12). વળી આજની ભગદોડ ભરેલા  જીવનમાં બનીશકે કે પિતા કે માતા પોતાના બાળકને જોઈએ તેવો સમયના આપી શકતા હોય. પરંતુ જે પણ સમય મળે તે બાળકના ઘડતરમાં મદદરૂપ બને તે માટે બાળક સાથે નું તથા બીજા સાથેનું તેમનું વર્તન ખુબ ભંગ ભજવે છે. પિતા કામ થી બહાર રહે પણ જયારે ઘરે આવે ત્યારે ઘરનું વાતાવરણ પ્રેમ અને વિશ્વાશ થી ભરી દે તો બાળકના જીવનમાં તેની હકરાત્મક આસર જોવાય છે.  એફેસીઓને પત્ર 6:4 માં કહેવાયું છે કે "પિતાઓ, તમારા બાળકો સાથે એવી રીતે ના વર્તો કે તેઓ ગુસ્સે થાય, તેને બદલે તેઓને સારી તાલીમ અને પ્રભુના શિક્ષણથી ઉછેરો."

Olivia Martins

Editor
Purvi Hope

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images