કેમ છો મિત્રો? તમે અમારા માટે પ્રેરણા સમાન છો. અમને મળેલી કોમેન્ટ માટે પણ આભાર. આજનો વિષય છે પ્રાર્થના. પ્રાર્થના બીજાનાં માટે. પ્રાર્થના શબ્દ પોતાના માંજ ઘણુંબધું કહીદે છે. આપણે આપણા માટે તો કરીયે જ છીએ પરંતુ જયારે બીજાના માટે કરીએ છીએ ત્યારે તે ખુબ અસરકારક બને છે. પછી એ વ્યક્તિ એ જાણે કે ના જાણે, ઈશ્વર આવી પ્રાર્થના નો જવાબ આવશ્ય આપે છે. બાઇબલમાં કહ્યું છે તે મુજબ નવકરારમાં માથ્થી 18:19 "હું તમને એ પણ કહું છું કે, તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈ દેવની પ્રાર્થના કરીને જે કંઈ માગશે તે મારા આકાશમાંનો બાપ તમને અવશ્ય આપશે.
20 કારણ કે મારા નામ પર બે અથવા ત્રણ શિષ્યો જ્યાં ભેગા થઈને મળશે તો હું પણ ત્યાં તેમની મધ્યે હોઈશ.” તેમજ યાકુબ 5:15 "અને વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંદા માણસને સાજો કરે છે. પ્રભુ તેને સાજો કરશે. અને આ માણસે જો પાપ કર્યા હશે તો દેવ તેને માફ કરશે.
16 તમે જે ખરાબ કામ કર્યા હોય તે એકબીજાને કહો. અને પછી એકબીજા માટે પ્રાર્થના કરો. આમ કરો કે જેથી દેવ તમને સાજા કરી શકે. જો સારો માણસ આગ્રહથી પ્રાર્થના કરે તો મહાન કાર્યો થાય છે."
આજે એક માની તેના દીકરા માટેની પ્રાર્થના ની અસર વિષે વાત કરીયે. એક બહેન નો મોટો દીકરો એમના થી જુદો રહેતો હતો. તે દરિયામાં માછલી પકડવાનો ધંધો કરતો હતો. એક સવારે જયારે આ માતા પોતાના બાળકો માટે પ્રાર્થના કરી રહી હતી. તેને વિચાર આવ્યો કે આજે પ્રાર્થના મારા દીકરાને પણ મોકલું, કારણ દીકરો માછલી પકડવા દરિયામાં ગયો હતો. આ વાત ને ઘણા દિવસ થયા. એક દિવસ સવારે દીકરો ઘરે આવ્યો ત્યારે એના એક પગમાં પ્લાસ્ટર હતું. તે માતા ને ખુબ પ્રેમ થી ભેટ્યો. આ પેહલા કરતા કંઈક જુદું હતું. મા નું હૃદય આ વાત ઓળખી ગયું અને દીકરાને પૂછ્યું કે શું થયું? તારી ટ્રીપ કેવી રહી? તને પગે શું થયું છે? દીકરાએ મા ને ખુરશી પાર બેસાડી ને કીધું કે "મારો પગ માછલી પકડવાની જાળમાં ભરાઈ ગયો હતો. અને એમાં ખેંચાઈ ગયો હતો. મને મારા કપ્તાને બચાવ્યો. નહિ તો હું પાછો ના આવ્યો હોતે. પણ ઘરે આવી ને માટે જયારે મારો મોબાઈલમાં જોયું તો હું વધારે ચોંકી ગયો કેમકે જયારે હું મૃત્યુ સામે લડી રહ્યો હતો તે દિવસે તે સમયે તારી પ્રાર્થના મને મળી હતી. હા એટલું જ કે એ મેં વાંચી મોડી. પરંતુ મા તું જયારે મારા માટે પ્રાર્થના કરતી હતી એનો જવાબ ઈશ્વર મને ત્યારેજ આપતો હતો.".
તો જોયું મિત્રો! કેટલું અદભુત. આ ભાઈ ને તો ખબરજ ન હતી કે કોઈ મારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. પરંતુ ઈશ્વર બીજા ને માટે કરેલી પ્રાર્થના જરૂર સાંભળે જ છે, અને પોતે જવાબ પણ આપતો હોય છે. ફિલિપી 4 : 6 "કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો.
7 પ્રભુની શાંતિ ઈસુ ખ્રિસ્તમાં તમારા હૃદય અને મનનું રક્ષણ કરશે. તે શાંતિ એટલી મહાન છે કે જેને પ્રભુએ આપેલી છે જે આપણે સમજી શકીએ તેમ નથી". પ્રાર્થના હ્નદયના ઉંડાણથી કરવામાં આવે તો એ જવાબ જરૂર લાવે જ છે.
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
Reference for Images
Google Images

3 comments:
awesome
Very nice...ek bija mate prathana Karo
Thank you very much.
Post a Comment