Thursday 14 March 2019

40 Lent Sessions

અરે તમને ખબર છે કે ઈશ્વર તેમના દૂતો દ્વારા આપણી મદદ કરે છે અને સાથે એ પણ ઈચ્છા રાખે છે કે જેમ તમને મદદ મળી તો તમે પણ બીજા ની મદદ કરો. જુના કરાર માં ગીતશાસ્ત્ર 91:11 માં કીધું છે "કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.". આજ વાત ની ખાતરી નવા કરારમાં લુક 4:10 માં આપી છે "શાસ્ત્રોમાં લખ્યા મુજબ:‘દેવ તારું રક્ષણ કરવા માટે એના દૂતોને આજ્ઞા કરશે.". ઈશ્વર આપણને ક્યારે પણ એકલા મૂકી દે તા નથી. આજની વાત પણ કંઈક આવું જ દર્શાવે છે.
આ એક સ્ત્રી ની વાત છે . જે લગભગ ૨૫ વર્ષની ઉંમરની હતી અને જેને બે દીકરા હતા, અને તેના અને તેના પતિના છૂટાછેડા થયા હતા. તેની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. તે મહિને ૩૦૦ ડોલર કમાતી હતી, પણ મહિનો ૩૦૦ ડોલર માં પૂરો કરવો બહુ મુશ્કેલ હતું.
એક દિવસ તે સવારે પથારીમાં થી ઊભી થઇ. તે દિવસ આભારસ્તુતિ (Thanks Giving) નો હતો, અને તેની પાસે પૂરતા પૈસા અને  આભારસ્તુતિ (Thanks Giving) માટે કંઈપણ જમવાનું ન હતું. તે ખૂબ ચિંતા કરવા લાગી તેની પાસે માત્ર ત્રણ હોટ ડોગ હતા. તેણે પોતાના બાળકોને પોતાની સાથે લીધા, અને હોટ ડોગ લઈને બગીચામાં ગઈ ત્યાં તેણે બાળકો સાથે થોડો સમય રમવામાં પસાર કર્યો. ત્યારબાદ ત્રણે જાણે હોટ ડોગ ખાધા અને પછી ઘર તરફ આવ્યા, પણ બાળકો ખુશ ન હતા તેમને ભૂખ લાગી હતી, અને માતા પણ દુઃખી હતી. તેઓ પોતાના એપાર્ટમેન્ટના બિલ્ડિંગમાં આવ્યા. જયાં એક વૃદ્ધ આન્ટી ઉભા હતા. આન્ટીએ તેમને આભારસ્તુતિ (Thanks Giving) ના જમણમાં તેમની સાથે જોડાવા આમંત્રણ આપ્યું. પહેલા તો તે સ્ત્રી મૂંઝાઈ ગઈ પણ તેના દીકરાઓની ભુખ આગળ તે વિવશ બની ગઈ, અને આન્ટીના ઘરમાં આભારસ્તુતિ (Thanks Giving) ના જમણમાં ભાગ લેવા ગઈ. તે અને તેના દીકરાઓ ખૂબ ખુશ થઈને ભોજન માણ્યું, અને જ્યારે ઘર તરફ જવા લાગ્યા ક્યારે આન્ટીએ બચેલું જમવાનું તેમને ડબ્બાઓમાં પેક કરી આપ્યું. ત્રણેમાં દીકરાઓ ખુશ થઈને ઘરે પાછા ફર્યા.



બીજે દિવસે તે સ્ત્રી ડબ્બા પાછા આપવા આન્ટીના ઘરે આવી પરંતુ તેમના ફ્લેટનો દરવાજો બંધ હતો તેણે બારીમાં થી જોયું તો અંદર ઘર એકદમ ખાલી હતું. કોઈ ખુરશી ટેબલ કે કશું પણ હતું નહીં. તે બહુ આશ્ચર્ય પામી અને એપાર્ટમેન્ટના મેનેજર પાસે ગઈ અને આન્ટી વિશે પૂછપરછ કરી. તેના આશ્ચર્ય વચ્ચે તે મેનેજરે જણાવ્યું  કે તે ફ્લેટ દસ-બાર અઠવાડિયાથી સદંતર બંધ છે. તે ખૂબ નવાઈ પામી અને પોતાના ઘરે પાછી ફરી. ત્યારબાદ તેણે એક પાસ્ટર સાથે લગ્ન કર્યા. તેને પોતાનો આ અનુભવ કોઈને કહ્યો નહોતો. પરંતુ એક દિવસ ચર્ચમાં બેઠી હતી ત્યારે, તેને તે અનુભવ લોકોને જણાવવાની ઇચ્છા થઈ. તેણે પોતાની પુરી વાર્તા લોકોને કહી, અંતે ઉમેર્યું કે આપણા દેશમાં આવી ઘણી બધી એકલી માતાઓ રહે છે, જે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, અને ચર્ચ તરફથી એક ભંડોળ ઉભું કરવાનું આહવાન આપ્યું, અને આવી એકલી માતાઓને મદદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. બધા લોકોએ સહર્ષ પ્રસ્તાવ સ્વીકાર્યો અને ભંડોળ ભેગું કર્યું જેમાંથી આ પ્રકારના લોકોને મદદ મળે.

આ વાત પરથી આપણે જાણી શકીયે છીએ કે જરૂરતના સમયે મદદગાર ઈશ્વર કછે જ. બાઇબલ માં માર્ક 10:27 માં કીધું જ છે "ઈસુએ શિષ્યો તરફ જોયું અને કહ્યું, ‘આ કઈક એવું છે જે લોકો તેમની જાતે કરી શકે નહિ, તે દેવ પાસેથી આવવું જોઈએ. દેવ બધી વસ્તુઓ કરી શકે છે.’". જરૂરત ના સમયે ઈશ્વર ને પ્રાર્થના થી જ મુસીબત માં રસ્તો નીકળે છે. માથ્થી 21:22 માં કીધું જ છે "જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કઈ માગશે તે તમને મળશે.”. વળી આ સ્ત્રીની વાત પરથી આપણે જાણીએ છીએ ઈશ્વર જો મને મદદ કરી તો મારે પણ બીજા લોકો જેવો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, અને તેમનો કોઈ મદદગાર નથી તેવા લોકોને આપણે મદદ કરવી જોઈએ. બાઇબલ માં પણ કીધું જ છે  હિબ્રૂઓને પત્ર 13:16 માં કીધું છે કે "બીજાના માટે ભલું કરવાનું  ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે."
Olivia Martins

Editor
Purvi Hope

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images
 

No comments: