Monday, 25 March 2019

40 Lent Sessions

એક વ્યક્તિ માટે ટેબલ 
આજે વાત મારા માટે. હું સિંગલ છું અને ખુશ છું. છતાં સામાજિક પ્રસંગોમાં કોઈક તો એવું મળી જ જાય છે જે મને પૂછે કે તું એકલી કેમ છે? કે તારે કંઈક વિચારવું જોઈએ. હું કેમ એકલી છું  એનું મને કારણ પુછે. મારા ભત્રીજા ના લગ્ન સમય નો એક ખુબ હાસ્યાસ્પદ અનુભવ કહું તો "મારા એક આંટી જેમની ખુદની મારા કરતા મોટી દીકરી સિંગલ છે, તેમણે મને સલાહ આપવાની શરું કરી. તું એકલી કેમ છે? અને બીજું... મેં હસી ને એમને કીધું કે "તમારી દીકરીને આ બધું તમે જણાવ્યું?"" ત્યારે એ આંટી ચૂપ થઇ ને ચાલ્યા ગયા. મારા કહેવાનો મતલબ એટલો જ કે કોઈ એકલું છે એટલે દુઃખી જ છે એવું લોકો કેમ માની લે છે? ચાલો આજની વાત મારા જેવી જ એક બહેનની કરીયે.
એક બહેન ભણેલા ગણેલા ખુબ સારી નોકરી કરતા, પોતાનું ઘર, ગાડી વાળા અને સૌથી મોટી વાત ખુબ ખુશ. પણ જયારે સામાજિક પ્રસંગમાં જાય એટલે આંટીસ અને ઘણા સગાઓ પાછળ પડી જાય કે તારા જીવનમાં સાચે જ કોઈ નથી? નથી તો કેમ નથી? કોઈને શોધ. વગેરે... એમને આવા પ્રસંગોમાં બેસવા માટે ખાસ એવુજ ટેબલ આપવામાં આવે કે જાય 2, 4, કે 6 જ માણસ બેસી શકે. આ બહેન ને કોઈ ખુરશી ખેંચીને ટેબલપર પોતે બેસવાની વેવસ્થા કરવી પડે. લોકો પાછા કહે કે જોયું એકલી છે તો ખુરશીની વેવસ્થા ય  કરવી પડે છે ને! બહેન ગુસ્સે પણ થાય ને કંટાળે.
એક નાતાલે એમની એક બીજી સિંગલ સખીએ કહ્યું કે ચાલ આ વર્ષે આપણે કૈક જુદું કરીયે. આપણે વૃધ્ધાશ્રમ  માં જઇયે અને એ લોકો સાથે જમીયે ને નાતાલ ઉજવીયે. આ બહેને પહેલા ના ના કરી. થોડા આડાતેડા કારણો આપ્યા, પણ પછી માની ગયા. આ બન્ને સખીઓ જમવાનું લઇ ને પાસે ના વૃધ્ધાશ્રમ માં ગયા. થોડીવાર માં બહેને અતડું લાગ્યું, પણ પછી મઝા આવી. અહીં એમના જેવા એકલા ઘણા હતા, કોઈ પૂછવા વાળું નહતું કે તું  કે તને કેમ કોઈ મળતું નથી વગેરે. બંને બહેનો ને ખુબ મઝા આવી. તયાંના આશ્રમવાસી ને પણ બહુ મઝા આવી.  પછી તો આ દર વર્ષનું થઇ ગયું. 
એ બહેન હવે આવા કામ શોધવા લાગ્યા. તેવો સાક્ષરતા કર્યક્રમ માં ભગીદાર થઇ ગયા. તેવો કહે છે કે ઘરે બેસી ને સાંજે ટીવી જોવું કે ફોન પાર લોકો સાથે વાતો કરવી એના કરતા આ કામ મને વધારે આંનદ આપે છે. અહીં મારા માટે એક ટેબલ છે. મારે ખુરશી ખેંચવી નથી પડતી. બીજાને મદદરૂપ થવા થી મારી અંદરનો અવકાશ ભરાઈ ગયો છે. આ અવકાશ મને  ઘણી વાર હેરાન કરતો હતો. હવે મારે પરાણે હસવું નથી પડતું, જે હું સામાજિક પ્રસંગે કરતી હતી. મને હવે એ અનુભવ થાય છે કે હું સિંગલ છું એની પાછળ પણ એક કારણ છે. જીવનમાં એવો પણ ઓરડો છે જાય એક ટેબલ છે જેમાં એક જ ખુરશી, જેમાં હું એક એકલી આરામ થી બેસી શકું છું. હવે જીવન ભરેલું લાગે છે. 
મિત્રો ઈશ્વરે પણ કીધું છે કે એકલા રહેવું એ પાપ નથી તે આપણે કેમ સ્વીકારતા નથી?  બાઇબલમાં પણ કીધું જ છે કે "તમે ચિંતામાથી મુક્ત થાવ તેવું હું ઈચ્છું છું. જે માણસ વિવાહિત નથી તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે." (1 કરિંથીઓને 7:32).  વળી પુનરુથાન ની સવારે તો આપણે દૂતો જેવા જ હોઈશું "જ્યારે લોકો મૂએલામાંથી ઊઠશે ત્યારે ત્યાં એકબીજા સાથે લગ્ન કરશે નહિ. તેઓ આકાશમાંના દૂતો જેવા હશે.’ (માર્ક 12:25)". દરેક વ્યક્તિની જીવનની યોજનાઓ ઈશ્વરની જ છે, અને દરેક માટે એ યોજના આલગ છે. આપણે આ વાત સમજવાની છે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images
 

7 comments:

Unknown said...

God's plan- WONDERFUL

Priyangi said...
This comment has been removed by the author.
Priyangi said...
This comment has been removed by the author.
Priyangi said...
This comment has been removed by the author.
Priyangi said...

Wonderful!!!

Priyangi said...

Wonderful!!!

Purvi said...

Thank you all. I always face this. I found appropriate things and all is here. :)