મિત્રો આજે આપણે પ્રાર્થના વિશે વાત કરી રહ્યા છીએ. ગઈકાલે અમે અન્ય લોકો માટે પ્રાર્થના વિશે વાત કરી હતી. હવે આપણે વાત કરીએ છીએ કે જ્યારે બે અથવા વધુ લોકો એક સાથે આવે છે અને પ્રાર્થના કરે છે ત્યારે ચમત્કાર થાય છે. બાઈબલ માં માથ્થી ૧૮:૨૦ માં કહ્યુ છે તે મુજબ "કારણ કે મારા નામે બે અગર ત્રણ જયાં એકત્ર થયા હોય ત્યાં તેઓની વચ્ચે હું હાજર છું.".
આજે આપણે એક કીડની સ્પેશિયલીસ્ટ અને તેમના.૧૧વષૅ ના.દરદી ની વાત કરીએ. આ વાત ૧૯૭૦ ના સમયની છે. તે સમયે.આજના જેવી ટેક્નોલોજી કે સારવાર નહતી. તે.સમયમાં પણ આ ડૉકટરની સારી શાખ હતી. પરંતુ આ ૧૧વષૅ નુ બળક એમના મટે ચિંતા નુ કારણ હતુ. આ બાળક ને દવા કે સારવાર અસર નહતી કરી રહી.
ડૉકટરે બાળકના માતા પિતા ની પરમિશન લઈને છેલ્લી સારવાર કરવાની શરૂઆત કરી. દરદી પણ.છેલ્લા. બે વર્ષ થી ચાલી રહેલી સારવારથી કંટાળી ગયો. હતો. દરદી ની હિંમત ટકાવી રાખવા ડૉકટર એ પ્રથૅના કરવા કીધું. પોતે પણ એમાં જોડાયા. બન્નેની સાથે નસૅ બેન પણ જોડાયા. દવા. આપી દીધા પછી પણ ડૉકટર ખુદ ટેન્શનમાં હતા, આ દવાની ખરાબ અસરથી તે વાકેફ હતા. તેઓ નસૅ ટેબલ પર બેસી અસરની રાહ જોવા લગ્યા.
સામાન્ય દરદીને આ દવા ૧૫ મિનિટ માં અસર કરે, પરંતુ આ દરદીને ૪૫મિનિટ તો લાગે એવી તેમની ગણતરી હતી. પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે દવા ની માત્ર ૧૦ મિનિટ માં જ અસર દેખાતી થઈ ગઈ. અને બાળક ની કીડની ખુલવા લાગી. જે મેડીકલ સાયન્સ માં અશક્ય હતું.
મિત્રો એકચિત્તે એકસાથે કરેલી પ્રથૅના આપણા ઇશ્વર જરૂર સંભળે જ છે.
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
Reference for Images
Google Images
5 comments:
God is good
Nice
Nice
Thank you very much to all
Post a Comment