Friday, 5 April 2019

40 Lent Sessions

આપણી ચિંતા
માણસનો એક સ્વાભાવ છે કે તે હંમેશા કાલ નું આયોજન કરતો રહે છે. તે આયોજન તેને સ્ટ્રેસ આપે છે. માણસ જાણે પણ છે અને સમજે  પણ છે, કે અમારી કોઈ કાલ નથી. પરંતુ તે તેનું આયોજન કરવામાં મશગુલ રહે છે. મને એક મારા એક મિત્રના પિતાજી એ એક સુંદર વાત કીધી હતી કે જે હું ક્યારે ય નહિ ભૂલું. તેમણે મને કીધું કે "જા પેલા ઝાડના પાંદડાને કહે કે તેવો માંથી એક પણ પત્તુ તારી વાત માની ને થોડું હલનચલન કરે, જો તે કરે છે?" ત્યારે મેં કીધું કે એ તો શક્ય જ નથી કે, હું કહું ને પત્તુ હાલે. તો તેમણે મને જણાવ્યું કે "પૂર્વી ! તારા કહેવાથી એક પત્તુ પણ હાલી શકતું નથી તો તું શું કામ આટલી ચિંત કરે છે? જે પત્તાને હલાવે છે, તે પક્ષીઓ અને પ્રાણીઓ ની પણ સંભાળ રાખે છે. એ આ પોતાની જગ્યા એથી હાલી પણ ના શકનારા ઝાડની પણ સંભાળ રાખે છે. એ શું તારી સંભાળ નહી લે!", અને એમની આ વાત એ મારા માં ઘણું બદલાણ લાવ્યું. હવે હું વિશ્વાશ કરું છું કે "યહોવા મારા પાલનકર્તા છે. તેથી મને કશી ખોટ પડશે નહિ. (ગીતશાસ્ત્ર 23:1)".
આ બધું આપણા બધાને ખબર જ છે પણ આપણે તો ભાઈ જે કરતાં આવ્યા છે તેજ કરીયે છીએ.
આજે અપને એક બહેનની વાત કરીયે.  આ બહેન શિવણ નું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે. તે તેમના એક નાના દીકરા સાથે એકલા રહે. તેમને એક મોટા શૉરૂમ માંથી કપડાં સીવવાનો ઓર્ડર મળ્યો. બહેને ખુબ મહેનત થી એ ઓર્ડર પૂર્ણ કર્યો. જયારે પૈસા લેવા જવાની વાત આવી ત્યારે આ બહેન પાસે એટલા પણ રૂપિયા નહતા બચ્યા કે તેવો એ શૉરૂમ માં જઈ શકે. આ બાજુ તેમના દીકરાની ફી પણ ભરવાની હતી. રાત્રિનું ભોજનની વ્યવસ્થા પણ કરવાની હતી. આ બહેન ખુબ જ ચિંતામાં આવી ગયા. ત્યાં તેમને ખુબજ નિદ્રા આવવા લાગી. તેમની આંખ પણ ખુલી ના રહે તેવી નિદ્રા ભર બપોરે આવા લાગી અને તેવો જાય હતા ત્યાં જ ઊંઘી ગયા. આ નિદ્રામાં તેમને અનુભવ થયો કે તેવો એક સુંદર બગીચાના ઝાડ નીચે, એક સફેદ કપડા પહેરેલા દૂતના ખોળામાં સુતા છે. આ દૂત જાણે પોતાની નાની દીકરીને વ્હાલ થી સુવડાવતો હોય, તેમ તેમના માથે હાથ ફરવીને કહ્યું કે "દીકરી! ચિંતા ના કર બધું જ સારું થઇ જશે. તું શાંતિ થી જજે.". ભર ગરમીમાં આ બહેને એક્દમ  શીતળતા અને અકલ્પ્ય શાંતિનો અનુભવ થયો. થોડીજ વાર માં એમની આંખ ખુલી તો તેવો તેમના ઘરની ફર્શ પર જ સુતા હતા. પરંતુ તેમના માંથી ચિંતા અને અસહાય ની જે તીવ્ર લાગણી હતી જે દુઃખ હતું તે ગાયબ થઇ ગયું હતું.
બહેન જેવા ઘરની બહાર નીકળ્યા કે તેમને સામે પાડોશી બહેન મળ્યા જે તેમના સ્કૂટર પર એ શૉરૂમ પાસે જ જતા હતા. તેમણે આ બહેનને બેસાડી ને શૉરૂમ પર મૂકી દીધા. આખા રસ્તે આ બહેન પોતાને થયેલા અનુભવ વિષે જ વિચરતા હતા. તેમને એમનું પેમેન્ટ મળી ગયું અને સાથે બીજો મોટો ઓર્ડર પણ મળી ગયો. બહેને ઈશ્વરનો આભર માન્યો. આજે પણ એ બહેન આ વાત કરતા એક દમ શાંતિ અને આનંદની લાગણી અનુભવે છે. હવે તે કોઈ ચિંત કરતા નથી. તે હમેશા કહે છે કે મરી ચિંતા મારા કરતા મારા ઈશ્વરને વધુ છે. અને આ સાચું પણ છે. બાઇબલ કહે છે કે "હા, દેવને એ પણ ખબર છે કે તમારા માથાંના વાળ કેટલા છે. ડરશો નહિ. તમે ઘણા પક્ષીઓ કરતાં વધારે મૂલ્યવાન છો. (લૂક 12:7)", વળી "“તેથી તમે ચિંતા રાખશો નહિ અને કહેશો નહિ, ‘અમે શું ખાઈશું?’ ‘અમે શું પીશું?’ અથવા ‘અમે શું પહેરીશું? (માથ્થી 6:31)". "તે માટે આવતીકાલની ચિંતા ન કરો. આજની સમસ્યાઓ આજને માટે પૂરતી છે. આવતીકાલનું દુ:ખ આવતીકાલનું છે. (માથ્થી 6:34)". પણ આપણે કેટલું માનિયે છીએ? આપણું તો સમજ્યા પણ સાથે આપણે આપણા બાળકો, કુટુંબ અને આજુબાજુ વાળની પણ ચિંતા કરવાનું બાકી મુક્ત નથી. સાચું ને! થોડું વિચારો.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

1 comment:

Unknown said...

God is my shepherd.