અદભુત એક્સિડન્ટ
ઈશ્વર દરેકના જીવનમાં બદલાણ લાવે જ છે. આ બદલાણ લેવાની તેની રીત પણ દુનિયા કે સમાજ કરતા કયાંક જુદી જ હોય છે. એની રીત પેહલી નજરમાં તો એમજ લાગે કે આમ થાય તો લોકો ઈશ્વરથી દૂર થઈ જાય. પરંતુ પાસે થી જોતા સમજાય કે આવી વ્યક્તિતો ઈશ્વરનો અદભુત સેવક કે સેવિકા બની ચુકી છે.બાઇબલમાં કીધું છે કે "હા, હું એ જ છું, હું એકલો જ મારા પોતાના નામની માટે તમારાં સર્વ પાપ ભૂંસી નાખું છું અને ફરીથી કદી હું તેનું સ્મરણ કરતો નથી. (યશાયા 43:25)"
અમારા ગામમાં એક વાળંદ હતો. આ ભાઈને જોઈને કોઈ પણ ડરી જાય. એનું મોટું કપાળમાં ટાકા હતા જેના કારણે તેનો મુખ વિચિત્ર લાગતું હતું, એના ઘૂંટણથી થોડી નીચેના પગ નહતા. એ ત્યાં મોટા કળા જૂતા પહેરતો હતો. એટલે તેના શરીર કરતા પગ ખુબ નાના હતા. એનો આ દેખાવ એક ભયાનક એક્સિડન્ટ ને કારણે થયો હતો. પરંતુ એક વાત હતી તેના મુખ પર ખુબ જ શાંતિ અને ચમક હતી. આમ જોવા જાવ તો પેહલી નજરમાં મોટા એના થી ડરી જાય એવું હતું પરંતુ એ બાળકોમાં ખુબ પ્રશીધ્ધ હતો. કોઈ પણ બાળક પેહલી વાર તો એને જોઈ ને ડરી ને રાડારાડ કરતું, પણ પછી એનું મિત્ર જ બની જતું. એ બાળકો ને મિત્ર, સાથી અને શિક્ષક બની જતો. એક વાત નું હમેશા આષ્ચર્ય થતું એ એનો ઈશ્વર પરનો વિશ્વાસ. એની હાલત બતાવી આપતી હતી કે તેનો અકસીડેન્ટ ખુબ ભયંકર હશે. અને આવા અકસીડેન્ટ પછી લોકો નો વિશ્વાસ ઈશ્વર પરથી ઉતરી જતો હોય છે. પરંતુ આ માણસનો વિશ્વાસ વધુ ને વધુ દ્રડ બનતો જતો હતો. તે બાળકોને પણ ઈશ્વરનું શિક્ષણ આપતો હતો.આ ભાઈ ની વાત કંઈક આમ હતી.
કેટલાક વર્ષો પેહલા આ ભાઈ બહુ મોટા નશાખોર, જુગારી અને ડ્રગ એડિક્ટ હતા. એક રાત્રે નશામાં ચૂર
થઈને રસ્તા પર ભટકતા હતા ત્યારે એક મોટા ખતરાની નીચે આવી ગયા હતા. ખુબ પીડા પછી અંધારું છવાઈ ગયું હતું. એક અઠવાડિયા પછી જયારે તે ભાન માં આવ્યા ત્યારે તેવો મિશન હોસ્પિટલ માં હતા. તેમના ઘૂંટણ નીચે ના પગ કપાઈ ચુક્યા હતા. અને તેમનો ચહેરો બગડી ચુક્યો હતો. તેવો ઈશ્વર પર ખુબ ગુસ્સે થયા. ગાળો બોલી. પણ પછી તેમને એપણ ભાન થયું કે તેમની સાથે કોઈ નહતું. ના કોઈ કુટુંબનું કોઈ, ના મિત્રો, ના તો કોઈ સગા. તેવો સાવ એકલા હતા. હતું જો તેમની સાથે તો તેમના ખટલાની બાજુના ટેબલ પર પડેલું બાઇબલ. પેહલા તો ગુસ્સાથી કેટલાય દિવસો તેને તાકી રહ્યા. પરંતુ તેમની પાસે કોઈ કામ નહતું, ના કોઈ વાત કરનાર. હતો તો બસ સમય જ સમય. હવે ક્યાંય તેમને દોડવાનું નહતું. બસ સજા થવા ની રાહ જોવાની હતી. એટલે કંટાળીને સમય પસાર કરવા ખાતર તેમણે બાઇબલ હાથમાં લીધું. એમણે કમને બાઇબલ ખોલ્યું તો સામે અયુબનું પુસ્તક આવ્યું. તે તેને ધ્યાન થી વાંચતા ગયા.તેમને એ સમજાયું કે અરે આ લોકો એ જે દુઃખ સહન કર્યું છે એની સરખામણી માં મને તો કોઈ તકલીફ નથી. તો પણ તેવો ઈશ્વરને વળગી રહ્યા છે. અને હું તો પાપી છું, મેં તો પાપ કર્યું છે. મને તો ઈશ્વર જીવિત રાખ્યો છે એજ ચમત્કાર છે. છતાં હું તેમનો નિરાદાર કરું છું. પછી તો તેમને બાઇબલ ને ખુબ શાંતિથી અને ધ્યાન થી વાંચ્યું. હોસ્પિટલ વાળા પાસેથી બાઇબલની રેફરન્સ ની ચોપડીઓ માંગી ને તેનો અધ્યન કર્યો. જેમજેમ તેવો વંચાતા ગયા તેમ તેમ તેવો માં શાંતિ અને શક્તિનો સંચાર થયો. તેવો ના મુખ પર શાંતિ છવાવા લાગી. હવે તે આ અકસીડન્ટને આશીર્વાદ માનવ લાગ્યા, કે જેના લીધે તેમની જૂનું પાપ વાળું જીવન છૂટી ને નવું ઈશ્વરના સેવક તરીકેનું જીવન મળ્યું. તેમણે માંગ્યું કે "હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો, અને મારા આત્માને મજબૂત કરો! (ગીતશાસ્ત્ર 51:10)". તેમ દેવ કહે છે, “હું તમને નવું હૃદય આપીશ, અને તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારું પથ્થર સમાન પાપી હૃદય દૂર કરીશ અને તમને નવું પ્રેમાળ હૃદય આપીશ. (યર્મિયાનો વિલાપ 36:26)."

તમે ક્યારેક ઘૂંટણ થી થોડું ચાલી જોજો. તમારા આખા શરીરમાં દુઃખ નો અનુભવ થવા લાગશે. આ ભાઈ નું ઘર એમની દુકાન થી અડધો કિલો મીટરના અંતરે હતું. તેવો સાંજે દુકાન બંધકરી ને ચાલતા ચાલતા ઘરે જવાનું પસંદ કરતા. કરણકે રસ્તામાંથી અમારા ગામ પસે નો ડુંગર દેખાતો. તેવો આ ડુંગર ને જોતા ઉભા રેહ્તા. તેવો માનતા કે ઈશ્વર બધે જ છે.પરંતુ ઈશ્વર ને પહાડ ને ડુંગર વધુ ગમે છે. કારણકે તેમણે મુસા સાથે પહાડ પરથી વાત કરી હતી. તેમણે આજ્ઞાઓ લખીને પહાડ પર બોલાવીને મૂસાને આપી હતી. નોહા ને પણ પહાડ પરથી જ વાત કરી. ઈસુને પણ કલવારી ની ટેકરી પર વધસ્થંભ આપ્યો. ઈસુને પહાડ પરથી જ સ્વર્ગમાં લઇ લીધા. તેથી આ ભાઈ ને પણ પહાડ ખુબ ગમતા.
જોયુ મિત્રો! એક રાહ ભટકેલા માણસ ના જીવનમાં ઈશ્વરે ત્યારે કાર્ય કર્યું જયારે તો સૌ એકલો હતો, અશક્ય હતો. અને આ માણસે ઈશ્વરનો સ્વીકાર કરતા જ તેની એકલતા, તેની શેતાની આદતો, તથા તેની અપાહીજતા બધું જ ઈશ્વરે લઇ ને નવી હિંમત, નવું જીવન અને ખુબ મોટું કુટુંબ અને મિત્ર આપ્યા. બાઇબલ માં કહેલું છેકે "આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી. (રોમનોને પત્ર 8:28)". આવો આપણે પણ ઈશ્વર પાસે આપણા પાપ કાબુલી ને માફી માંગી ને નવું જીવન મેળવીયે.
Purvi Hope
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
Editor
Olivia Martins
Reference for Bible
Niyati Walter Gilbert
Reference Story
Chicken Soup for the Soul
2 comments:
YES OUR BEST FRIEND.
Yes
Post a Comment