Sunday, 21 April 2019

40 Lent Sessions

 ઈસ્ટર ની પ્રેમી સલામ 
આપ સૌવને ઈસ્ટર ની સલામ. આજે ઈસ્ટર પ્રભુ ઈશુનો પુનરુથાન નો દિવસ, મૃત્યુ પર વિજય અને અનંતકાલીન જીવન નો દિવસ.આ  નિમિતે બાઇબલની ત્રણ મહાન વાતો પર મનન કરીયે. 
1. મહાન વિશ્વાસ 
2. મહાન આશા 
3. મહાન પ્રેમ 
1. મહાન વિશ્વાસ : પ્રભુ પર વિશ્વાસ, ઈશ્વરે કીધું છે કે તમે જો મારા પર રાયના દાણા જેટલો પણ વિશ્વાસ રાખશો અને માંગશો તો પર્વત પણ પોતાની જગ્યા એ થી હટી  જશે. આવા જ વિશ્વાસની વાત એટલે એક માંદા માણસને છાપરું તોડીને પ્રભુ પાસે લેવવામાં આવ્યો. ત્યારે પ્રભુ એ તેને કહ્યું કે ઉઠ અને ટેરો ખાટલો ઉપાડ. તે ઉભો થયો તે.  વળી માંદી સ્ત્રી ભીડમાં છુપાઈને માત્ર પ્રભુના કપડાને સ્પર્શ કરે છે એ વિશ્વાસ થી કે પ્રભુના કપડાંની કોર હું અડકીશ તો પણ હું સાજી થઇ જઈશ. એ વિશ્વાસ કે અધિકારી પ્રભુને કહે છે કે તું મારા ઘરે નહિ આવે તો પણ ચાલશે તું ખાલી આદેશ દે અને મારી દીકરી સાજી થઇ જશે. આ બધા નો વિશ્વાસ પ્રભુ પાર મોટો છે. ઈશ્વર જે જીવિત છે જે હમેશા આપણી સાથે છે. તે સર્વકાલીન ઈશ્વર પર નો વિશ્વાસ આજે પણ એટલોજ અતૂટ અને અફર છે.માંગો તો તમને મળશે. તમે માગો ઈશ્વર તમને જરૂર થી આપશે. બાઇબલ માં કીધું છે કે "તેથી તમાંરે સમજી લેવું જોઈએ કે ફકત યહોવા જ તમાંરા દેવ છે, એ જ માંત્ર સાચા વિશ્વાસુ દેવ છે. તે પોતાનો કરાર હજારો પેઢીઓ સુધી રાખે છે, અને જેઓ તેના પર પ્રેમ રાખે છે અને તેની આજ્ઞાઓનું પાલન કરે છે, તેમના પર કરુણા રાખે છે. (પુનર્નિયમ 7:9)."
2. મહાન આશા : ઈશુની એ ખાલી કબર આપણને એક મહાન આશા, સર્વકાલીન જીવનની આશા આપે છે. ઈશુ જે દેવનો દીકરો, માનવી તરીકે જન્મયો, આપણા પાપોના લીધે વિંધાયો, કચડ઼ાયોં. તે ઇસ્ટર્ન દિવસે પુનઃ જીવિત થયો. અઠવાડિયાની શરૂવાત ના દિવસે જયારે મરિયમ ઈશુની કબરે  ગઈ ત્યારે તેને ઈશુના બદલે બે દૂતો મળ્યા. જેમણે તેને જણાવ્યું કે "તું જેને શોધે છે તે અહીં નથી.". અને ઈશ્વર તેની સામે આવ્યા, તેને બોલાવી કે મરિયમ મારા શિષ્યોને જઈને કહે કે હું ઉઠ્યો છું. અને થોમા એ ઈશ્વરના ઘાવ પર હાથ મૂકીને ખાત્રી કરી. એક જીવિત સર્વકાલીન મહાન પ્રભુ. જેમણે વિશ્વાશ આપ્યો કે હું સદા સર્વકાળ તમારી સાથે જ છું. મહાન આશા. ઈશ્વર કહે છે કે "તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ.  તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો.  મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.(માથ્થી 11:28-30)"
3. મહાન પ્રેમ : ઈશ્વરનો માનવ જાત પરનો અતૂટ પ્રેમ કે તેમણે પૃથ્વી પર ના પાપની સજા ભોગવા પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. જે હલવાનની જેમ હણાયો. કે જેથી આપણને આપણા પાપોની માફી મળે. ઈશુ તો નિશ કલંક નિષ્પાપ હતા. છતાં એમણે એ દુઃખ સહ્યા જે આપણા પાપોની સજા હતી. આજે પણ આપણે આપણા પાપો થી પાંચ નથી ફર્યા. પરંતુ એ ક્રોસ અને એ ખાલી કબર આપણ ને પાપોથી પાંચ ફરી પશ્ચ્યાતાપ કરી માફી માંગવા જણાવે છે. આવો આપણે આપણા પાપોની માફી માંગીયે. આત્મિક, અંનત  જીવન મેળવીયે. બાઇબલ માં કીધું છે કે "હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય.(યોહાન 3:16-17)"
આજે આ સાથે આપણો આ વર્ષનો સંગાથ અહીં પૂરો થયો. અમને તમારી પ્રાર્થના માં ધરી રાખજો. કે અમે એક કે બીજી રીતે ઈશ્વરની સેવામાં મજબૂત બનીયે અને આગળ વધીયે.  ઈશ્વર આપ સૌને તેની અપાર શાંતિ અને પ્રેમ આપે તેવી જ પ્રાર્થના.આમીન.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Saturday, 20 April 2019

40 Lent Sessions

અજાણ્યા મુલાકાતી 
આપણે જાણી છીએ કે મૃત્યુ એ અફર છે એમ સનાતન જીવન પણ અફર છે. ઈશ્વર આપણને સનાતન જીવન વિષે જણાવી ચુક્યા છે. ઇસ્ટરની પૂર્વ સંધ્યા એ આજે આપણે આવાજ એક સનાતન જીવન ની આશાની   કરીયે.
એક દીકરી પોતાની માતાના છેલ્લા દિવસોની વાત અહીં કરે છે. તેની માતા ને કૅન્સર હતું જે ધીરે ધીરે હાડકા માં થઇ ને મગજ તરફ પ્રસરી રહ્યું હતું. ડોક્ટરના કહેવા થી માતાને ઘરે લઇ આવ્યા હતા. હોસ્પિટલમાંથી રોજ જરૂરી શે મળી જતી હતી. દીકરી પોતાની માતાના છેલ્લા દિવસોની પ્રેમ થી કાળજી લઇ રહી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસમાં માતાને મળવા માટે કોઈ રોજ આવતું હતું. જેને જોયા પછી જેની સાથે વાત કર્યા પછી માતા ખુબ ખુશ રહેતા હતા. પરંતુ આષ્ચર્ય એ વાત નું હતું કે આ આગંતુક ક્યારેય દીકરી ને દેખાતા નહતા. હવે ની વાત દીકરીના શબ્દોમાં :" હું રોજ તેને જોતી હતી. તે ખુબ ખુશ હતી. જયારે આગંતુક આવતા ત્યારે તે તેમની સાથે પોતાના બાળપણની, યુવાનીની ઘણી વાતો કરતી હતી. કેટલીક વાતો એવી હતી કે જાણે કોઈ નવી જગ્યા વિષે ની માહિતી લેતી હોય. હું ઘણી વખત એની વાતો માં સામેલ થવાની કોશિશ કરતી હતી. પરંતુ હું બિલકુલ સમજી જ નહતી શકતી કે શું વાત કરું? મારી માતા એ આગંતુકો સાથે વાત કરવામાં એટલી તલ્લીન થઇ જતી હતી કે હું જો એ રૂમ માં હોવ તો પણ મને ભૂલી જતી હતી.
પણ હવે હું પણ એ આગંતુક કે ને ઓળખું છું. થોડા દિવસ પચિહું માતાને જમાડી રહી હતી ત્યારે માતા રૂમના ખૂણામાં તાકી રહી હતી. તેને પૂછતાં તેને કહ્યું કે ત્યાં ઉપર ત્રણ દૂતો ઉડે છે. એ આવે પછી મારા મુલાકાતીઓ પણ આવે છે. તું જલ્દી પતાવ એમના આવાનો સમય થઇ ગયો છે. ત્યારે મને સમજાયું કે ઈશ્વર ના દૂતો માતા ને મળવા આવે છે. જે તેમને અનન્ત જીવ તરફ દોરી જાય છે. જે તેમને હવે પછીના જીવન વિષે માહિતી આપે છે. ધીરે ધીરે હું પણ સમજવા લાગી કે હવે મારે માતાને જવા દેવા જોઈએ. તેથી હું તેમને જણાવા લાગી કે તારે તેમની સાથે જવું છે?  તું મારી ચિંતા ના કરીશ. તું શાંતિ થી એમની સાથે જા. હું કેવીરીતે માતાને  પીડામાં અહીં પકડી રાખું? ત્યાંના જીવન વિષે હવે તે જાણી ગઈ હતી. અને તેની વાતો પરથી તે ત્યાં જવા માટે તે તૈયાર હતી, સાથે ખુશ પણ હતી. ધીરે ધીરે માતા એ અહીંની બધી વાતો છોડવા માડી. તે ખેતી મારે એની ત્યાં કોઈ જરૂરત નથી. તેને મળવા આવનારા આગંતુકોની સંખ્યા અને મુલાકાત નો સમય પણ વધવા લાગ્યો. હવે તે મુલાકાત દરમ્યન બાઇબલ વાંચન પણ કરવા લાગી. ભલે હું આંગતુકોને જોઈ નહતી શક્તિ પણ ઓળખી તો શક્તિ જ હતી તેથી માતા માંગે તે તેને આપવા હમેશા ત્તર્પર રહેવા લાગી. અને એક દિવસ તે આગંતુકો સાથે ચાલી નીકળી. તેના મુખ પર અપાર શાંતિ હતી. હું પણ જાણતી હતી કે તે ત્યાં એકલી નહતી. તે ત્યાં થી ઘણી પરિચિત હતી. ત્યાં અહીં જેવા દુઃખો નહતા. એ અંનત જીવન માં સામેલ હતી. એક દિવસ તે મને પછી મળશે એની મને ખત્રી હતી."
 બાઇબલ કહે છે કે " હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.: (યોહાન :3-6)". વળી ઈશુ કહે છે કે "હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે.(યોહાન: 5:24)". વળી ઈશ્વર કહે છે કે "જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે.(માથ્થી 10:28)".

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
pegitboard.com



Friday, 19 April 2019

40 Lent Sessions

પ્રાર્થના
આજે  ભાલો કે શુભ શુક્રવાર. ઈશ્વરના અતૂટ પ્રેમ અને બલિદાનની વાત. આજે સવારે પાળક સાહેબે ઈશુ એ બેથસેબા ની વાડીમાં કરેલી છેલ્લી પ્રાર્થના વિષે જણાવ્યું. મને ઘણા મારા મિત્રો પૂછે છે કે તમે શું પ્રાર્થના કરો છો? તમે કેવી રીતે પ્રાર્થના કરો છો? પ્રાર્થના કરવા માટે કે ઈશ્વર સાથે વાત કરવા માટે કોઈ મોટા શબ્દ કે મોટી વાતો ની જરૂર પડતી નથી. ઈશ્વર સાથે મોઢા મોઢ જે કહેવાય તે પ્રાર્થના. ચાલો આપણે તે જોઈએ.
એક દીકરી પાળકસાહેબ પાસે પ્રાર્થનાની વિંનતી લઇ ને ગઈ. તેણે નવા આવેલા પાળક સાહેબને વિનંતી કરી કે સાહેબ મારા પિતા પથારી વશ છે તો તમે તેમના માટે પ્રાર્થના કરવા આવશો? પાળક સાહેબ વિંનતિને ધ્યાનમાં રાખીને એક દિવસ પ્રાર્થના માટે તેમના ઘરે ગયા. તે ગયા ત્યારે દીકરી પિતાજીની દવા લેવા બહાર ગઈ હતી. સેવિકા પાળક સાહેબને પિતાના રૂમ માં દોરી ગઈ. તેવો રૂમમાં ગયા તો તેમને જોયું કે ત્યાં બે ખુરશી હતી. એક ખટલાની બરાબર સામે અને બીજી સહેજ બાજુમાં. પાળક સાહેબ સામે ની ખુરશીમાં બેસવા ગયા. તે સમયે પિતાએ તેમને બીજી ખુરશીમાં બેસવા આગ્રહ કર્યો. અને સેવિકાને કામ સોંપીને બહાર મોકલી દીધી. બન્ને એકલા પડ્યા પછી પિતાજી એ ધીરેથી જણાવ્યું કે આ ખુરશી તો ઈશ્વર માટે છે. તમે મારા પર હસસો પરંતુ સાચું કહું તો મને પ્રાર્થના કરતા આવડતું નથી. મેં આ વાત મરી દીકરી ને પણ નથી કહી. મારા એક મિત્રે મને આ રસ્તો બતાવ્યો કે તું તારી સામે એક ખાલી ખુરશી મૂક અને તેમાં જાણે ઈશ્વર બેઠા છે તેમ તું તેમની સાથે વાત કર. એમ કરતા કરતા તને પ્રાર્થના વાસી જશે. પરંતુ આટલા વર્ષો થયા હજુ મને પ્રાર્થના તો નથી આવડી પરંતુ ઈશ્વર સાથે વાત કરતા અવળી ગયું છે. એટલે મેં તમને બીજી ખુશી આપી. આ ખુરશી માં ઈશ્વર બેસસે. પાળક સાહેબને આ વાત થોડી અજુગતી લાગી. પરંતુ તેમણે વડીલને દુઃખી ના કરતા તેમના કહ્યા મુજબ કરી તેમના માટે પ્રાર્થના કરાવી. 
થોડા દિવસ પછી દીકરી નો પાળક સાહેબ પર ફોન આવ્યો કે મારા પિતાનું દેહાંત થયું છે. પાળક સાહેબ ગયા બધી વિધિ પતાવી. થોડા દિવસ પછી પાળક સાહેબ તેમની મુલાકાતે ગયા ત્યારે દીકરી એં તેમને જણાવ્યું કે મારા પિતા થોડું અજુગતું વર્તન કરતા હતા. તે તેમની સામે વળી ખુરશી પર કોઈને બેસવા દેતા નહતા. પરંતુ તે મૃત્યુ પામ્યા ત્યારે તેવો એજ ખુરશી પર માથું ટેકવીને બેઠા હતા. તેમના મુખ પર ખુબ શાંતિ અને અદભુત પ્રકાશ હતો. એવું કેમ થયું? આ સાંભળીને પાળક સાહેબ સ્તભ થઇ ગયા. તેમણે ખાલી એટલુંજ કહ્યું કે આવું મોત તો આમે બધા જ ઝાંખીયે છીએ. તમારા પિતા ઈશ્વર પાસે ખુબજ આનંદ સાથે પ્રયાણ કરી ગયા છે.
હા મિત્રો! પ્રાર્થના એ કોઈ વિધિ કે કોઈ ખાશ શબ્દ નથી. પ્રાર્થના એટલે ઈશ્વર સાથે ની વાત. ઈશ્વર જે આપનો પિતા છે,મિત્ર છે, ભાઈ છે, ગુરુ છે. તેની સાથે મોઢામોઢની વાત એટલે પ્રાર્થના. બાઇબલમાં ઈશ્વરે શીખવેલી પ્રાર્થના છે જે આ પ્રમાણે છે "આ રીતે આ રીતે પ્રાર્થના કરો: આપણા પિતા કે જે સ્વર્ગમાં છે, તમારું નામ પવિત્ર બનો. તમારું સામ્રાજ્ય આવે છે, સ્વર્ગમાં જેવું છે, તમારું પૃથ્વી પર થશે. અમને આજની દૈનિક રોટલી  આપો. અને આપણા ઋણો  ને માફ કરજો, જેમ કે અમે અમારા ઋણીઓ ને માફ કરીએ છીએ. અને અમને લાલચમાં ન દો, પણ અમને દુષ્ટતાથી બચાવ; કેમકે તારું સામ્રાજ્ય, અને તાર તથા મહિમા સદા માટે છે. આમીન.(માથ્થી 6:9-13)". વળી બાઇબલમાં કીધું છે કે "તે વખતે મેં જેમને પોતાના કર્યા છે તે, લોકો મારે શરણે આવીને પ્રાર્થના કરે અને મારુ માર્ગદર્શન માગે અને ખોટે માગેર્થી પાછા ફરે તો હું આકાશમાંથી સાંભળીશ અને તેમનાં પાપોને માફ કરીશ અને તેમની ભૂમિને સ્વસ્થ કરી દઇશ.(કાળવૃતાન્ત 2 7:14)". વળી પ્રાર્થના કરવા માટે ના નિર્દેશ ઈશ્વર આપે જ છે "જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે દંભી લોકોની જેમ ના કરો. દંભી લોકો સભાસ્થાનોએ શેરીઓના ખૂણા પાસે ઉભા રહી મોટા અવાજથી પ્રાર્થના કરે છે. જેથી લોકો તેમને જોઈ શકે. હું તમને સત્ય કહું છું કે તેમને તેનો પૂરો બદલો મળી ગયો છે. જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ અને તમારા ઓરડાના બારણાં બંધ કરો. પછી તમારા પિતાને પ્રાર્થના કરો. તમારો પિતા ગુપ્ત રીતે કરવામાં આવેલાં કામ જોઈ શકે છે. અને તે તેનો તમને બદલો આપે છે. અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે અધર્મીઓની જેમ પ્રાર્થના ના કરો, તેઓ માને છે કે દેવની પાસે ઘણી વાતો કરવાથી દેવ ચોક્કસ કાંઈક તો સાંભળશે જ.  તમે એવા લોકો જેવા ન બનો, તમે તેની પાસે માંગણી કરો તે પહેલા તમરા પિતા જાણે છે કે તમારે શાની જરૂર છે (માથ્થી 6:5-8)."
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Reference Story
Chicken Soup for the Soul

Reference for Images
Dailyverses.net

Thursday, 18 April 2019

40 Lent Sessions

મહાન પ્રેમ
આપણે પહેલા આગાથે પ્રેમ જોયો હતો. આજે માનવીનો માનવી પ્રતેયનો પ્રેમ જોઈએ. પ્રેમ એ માનવતાનું જ બીજું નામ છે. ઈશ્વરે કીધું હતું કે પોતાના લોકો પર તો બધા જ પ્રેમ કરે. પરંતુ  પારકા પર અને પોતાના દુશ્મન પર પણ પ્રેમ રાખો. આપણે સિગ્નલ પર ઊભા હોઈએ છીએ ત્યારે ઘણા લોકો ને જોઈએ છે જે ભીખ માંગતા હોય, કોઈક વસ્તુ વેંચતા હોય, નાના બાળકો, મોટી ઉંમર ના લોકો, સ્ત્રી, પુરુષ અને ઘણા. કેટલાક ને જોઈ ને આપણા માંથી ઘણા મોં  ફેરવી લે છે,  કેટલાક ના હ્ર્દયમાં દયા હોય તો પાંચ દસ રૂપિયા આપી દે છે. કેટલાક એવા પણ હોય છે કે જુવે છે ટીકા ટીપણી કરે છે,અથવા મદદ કરું કે ના કરું ના વિચાર માં સમય જતો રહે છે, સિગ્નલ ચાલુ થઇ જાય છે અને પાછા પોતાના માં લાગી જાય છે. આજે આપણે એવા જ એક સિગ્નલ ની વાત કરી એ.
એક ખુબજ ઠંડો શિયાળો ચારે બાજુ ચાર થી પાંચ ઇંચ જાડા બરફ ના થર જામેલા રસ્તા ના એક સિગ્નલ પર સાઈડ માં એક ગરીબ પુંઠા પર સૂતો છે. એક પાતળી ગોદડી ઓઢી છે. એના કપડાં પણ ફાટી ગયેલા છે, ના તો એના પગ માં મોજા છે ના બુટ. એક ગાડી ઉભી છે જેમાં એક કમ્પનીના મેનેજર છે. તે આ દ્રશ્ય જુવે છે તેમને દયા આવે છે. પણ શું કરવું તે ખબર નથી પડતી. ગાડી માંથી ઉતરું? મદદ કરું? મદદ કરું તો ગળે તો ના પડે ને? એવા વિચારો ચાલતા હતા ત્યાં તો સિગ્નલ ચાલુ થયો ગાડી આગળ ચાલી અને પેલો ગરીબ આંખો થી દૂર થયો ને ભુલાઈ ગયો. ઓફિસ પોહ્ચ્યા. એમનો પટાવાળો હજુ આવ્યો નહતો. એટલે દરવાનને બોલાવી ને જરૂરી સૂચના આપી તેવો તેમની મિટિંગમાં જતા રહ્યા. તેવો સાંજે પાછા આવ્યા તો તેમણે તેમના પટાવાળાને પૂછ્યું કે આજે કેમ મોડો આવ્યો? પટાવાળા એ જણાવ્યું કે ઓફિસ આવતા રસ્તામાં એક ભાઈ પુંઠા  પર સુતા હતા. તેમની પાસે ના સરખું ઓઢવાનું હતું, ના પહેરવાનું. કાલે મારો પગાર આવ્યો હતો, એટલે હું એમને સાથે લઇ ને  રાહત શિબિરમાં મુકવા જતા રસ્તામાં બે જોડ કપડાં અપાવતો આવ્યો. એમાં મને મોડું થઇ ગયું. મેનેજર સાહેબ આ સાંભળી ને બહુ શર્મિંદા થયા. એ સમજી ગયા કે આ એજ ભાઈ ની વાત કરે છે જેને મેં આજે સવારે જોયો હતો. 
રાત્રે ઘરે  આવ્યા ત્યારે ટીવી પર એક સામાજિક કર્યકર્તાનો ઇન્ટરવ્યૂ ચાલતો હતો. તેમણે  જણાવ્યું કે જયારે મધર ટેરેસાને પૂછવામાં આવ્યું કે તમારું સૌથી મોટું કર્યા ક્યુ? ત્યારે મધરે જવાબ આપ્યો કે મારુ કોઈ કામ મોટું કે મહાન નથી. હું તો પ્રેમ થી નાના કામ કરું છું. જે છે તે તો ઈશ્વર નો પ્રેમ છે જે મારા દ્વારા લોકો સુધી પોહ્ચે છે. કાર્ય મોટું નથી, પ્રેમ મોટો છે.
બાઇબલ માં કીધું છે કે "વહાલા મિત્રો, આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ, કારણ કે પ્રેમ દેવ પાસેથી આવે છે. જે વ્યક્તિ પ્રેમ કરે છે તે દેવનુ બાળક બને છે અને દેવને ઓળખે છે. (1 યોહાનનો પત્ર 4:7)".  "તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો છો આથી એકબીજા પર પ્રીતિ કરવાનું ચાલું રાખો. (હિબ્રૂઓને પત્ર 13:1)". ઈશ્વર કહે છે કે "જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ. (રોમનોને પત્ર 12:10)". જરૂરત વાળા લોકો ને ખાલી થોડી  સહાય ના કરો. એમને દુઃખમાંથી ઉભા થવા માં મદદ કરો. "તમે જે કંઈ કાર્ય કરો તે સ્વાર્થ અને અહંકાર પ્રેરિત ન કરશો. નમ્ર બનો અને બીજાને તમારા કરતા વિશેષ ઉત્તમ ગણો. (ફિલિપ્પીઓને પત્ર 2:3)". વળી "તેથી એકબીજાને હિંમત આપીએ. અને દૃઢ બનવા માટે એકબીજાને મદદ કરીએ. (1 થેસ્સલોનિકીઓને 5:11)".

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

Wednesday, 17 April 2019

40 Lent Sessions

વચન
બાળક નાનું હોય ત્યારે તેના કોઈ ને કોઈ સ્વપ્ન હોય છે. એમને એ પુરા કેમ થશે એની સમજ હોતી નથી. પરંતુ સ્વ્પ્ન તો હોય છે. ઈશ્વરની યોજના કયારેક આ સ્વપ્ન થી અલગ હોય છે. આપણે પેહલા જ જોયું હતું કે ઈશ્વર ની કામ કરવાની પદ્ધતિ તો કૈક અલગ જ હોય છે. આજે આપણે આવા બે બાળકોની વાત કરી એ.
માલ્કમ અને જોહની બે ભાઈ. માલ્કમ મોટો અને જોહની નાનો. બન્ને વૅકેશનમાં તેના મામા ના ઘરે ગામડે આવ્યા. માલ્કમ 15 વર્ષનો અને જોહની 13 વર્ષનો. એક રવિવારે તેમણે ચર્ચમાં જવાને બદલે શિકાર કરવા માટે ઘરે બહાનું કરીને રોકાઈ ગયા. ઘર સાફ કરવાના ભણે મામાની બંદૂક શોધી કાઢી. મામા મામી ચર્ચમાં જવા ની તૈયારી કરતા હતા. ત્યાં માલ્કમના હાથમાં આવેલી બંદૂક ખાલી સમજીને તેણે ચેક કરવા ચલાવી દીધી. બંદૂકની ગોળી સીધી જોહનીના માથામાં ડાબી બાજુ પેસી ગઈ. જોહની ખાલી એટલુંજ બોલી શક્યો કે
"ભાઈ તે મને ગોળી મારી?". બંદૂક નો અવાજ સાંભળી ને મામા મામી  દોડી આવ્યા. તેમણે  તરતજ જોહની ને તેમની ગાડીમાં મૂકીને હોસ્પિટલ લઇ ગયા. જ્યાંના મગજના ડોક્ટરે કહ્યું કે જોહની ની બચવાની કોઈ આશા નથી. જો જોહની બચી પણ જશે તો તે જીવતી લાશ બની જશે.
આ બાજુ એકલા પડેલા માલ્કમે પ્રાર્થના કરવા નું ચાલુ કર્યું. આ પહેલા માલ્કમને ઈશ્વર સાથે કોઈ સંબંધ નહતો. એ હંમેશા ઈશ્વરથી દૂર જવાના પ્રયત્ન કરતો રહેતો. ચર્ચમાં નહિ જવાનું, માતાપિતાની વાત નહિ માનવાની, જીદ કરવાની, ખોટું બોલવાનું, ખરાબ સંગતમાં રહેવાનું એ બધા દુર્ગુણો તેના માં હતા. પરંતુ આ બનાવ એ તેને ઈશ્વરને પ્રાર્થવા મજબુર કરી દીધો. તેને કહ્યું કે " હે ઈશ્વર! મારા ભાઈ જોહનીને સાજો કરી દે હું ત્તારી સેવામાં મારુ જીવન ગાળીશ. હું પાળક બનીશ.", આ બાજુ જોહની રસ્તામાં જયારે થોડો ભાનમાં હતો ત્યારે પ્રાર્થના કરી કે " હે ઈશ્વર! મને બચાવી લે. હું ડોક્ટર બની ને લોકોની સેવા કરીશ." સમયને સારવાર બન્ને ચાલવા લાગ્યા. માલ્કમ જયારે પેહલી વખત હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેના જીવનમાં પહેલી ને ચેલી વખત તેને ઈશ્વરનો અવાજ સાંભળ્યો. તેને અંદર થી એક અવાજ આવ્યો કે "ડોક્ટર ભલે ગમે તે કહે, જોહનીને કાંઈજ નહિ થાય. તું તારું વચન પૂરું કરજે." મહિના પછી જોહનીને ઘરે લઇ જવામાં આવ્યો. થોડા દિવસ પછી તે પોતાના ગળામાંથી અવાજ કાઢી ને બોલવાની કોશિશ કરવા લાગ્યો. થોડા મહિના માં તે વાતચીત કરો થઇ ગયો. ડોક્ટર માટે આ બહુ મોટો ચમત્કાર જ હતો. ધીમે ધીમે તે ચાલવા પણ લાગ્યો. 
આમ દિવસો પપસર થવા લાગ્યા. માલ્કમ એ પોતાનું ગ્રજ્યુએશન પૂરું કર્યું. એને પોતાનું વચન યાદ હતું, પરંતુ પૂરું કરવાંમાં મન નહતું માનતું. માલ્કમે પોતાના વચન વિષે કોઈને કાંઈજ કહ્યું નહતું. એક દિવસ એ જયારે ચર્ચ માં બેઠો હતો ત્યારે પાળક સાહેબ તેની પાસે આવી ને કહ્યું કે" ભાઈ મેં સાંભળ્યું છે કે તું પાળક બનવાનો છે? એ તો ઘણી જ સારી વાત છે. તું  ક્યારથી જોડાય છે?". આ સાંભળી ને માલ્કમને આશ્ચ્રર્ય થયું કે મેં તો કોઈને કીધુંજ નથી. પરંતુ એ પછી માલ્કમ પાળક તરીકે જોડાઈ ગયો અને તેને ઈશ્વરને આપેલું વચન પૂરું કર્યું. આ બાજુ જોહની પણ સવસ્થ થઇ ને ભણવા તથા ખેલકુંદ માં ખાસો આગળ આવી ગયો. તે અત્યારે લક્ષ્કરમાં રેડીયોલોજીસ્ટ ડૉક્ટર તરીકે સેવા આપે છે. બંને ભાઈ નું જીવન ઈશ્વરે એક જ વાર માં બદલી દીધું. તેમના કે તેમના માતા પિતા ની નહિ પરંતુ ઈશ્વરની યોજના તેમના જીવન માં કાર્ય કરી ગઈ હતી.
પ્રાર્થના બન્ને ભાઈ ઓ ની જે આફતમાં ઈશ્વરીય માર્ગદર્શન છે. સહારો છે. "તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખે, તો તે તમને મળશે. (માર્ક 11:24)" . જયારે તમે હ્ર્દયના ઊંડાણથી માંગો છો તો તે મળે જ છે. "જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે; તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે. (ગીતશાસ્ત્ર 145:18)". સાથે તમે જે ઈશ્વરને વચન આપો છો તે પૂર્ણ કરો. "ના, હું મારા કરારનું ખંડન નહિ કરું, મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું. (ગીતશાસ્ત્ર 89:34)". બાઇબલમાં કીધું છે કે  "જો કોઈ વ્યક્તિ કોઈ બાબત માંટે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવા માંટે દેવ સમક્ષ વચન આપે તો તેણે તેનો ભંગ કરવો નહિ. વચનનું પાલન અચૂક કરવું. (ગણના 30:2)". તમે જે પણ માંગો  છો તે તે આપે છે તો તેને આપેલું વચન તમારે પૂર્ણ કરવું જ રહ્યું.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images

Tuesday, 16 April 2019

40 Lent Sessions

ઉનાળાની રજા
આપણા વડીલો સાથેના આપણા સંબંધો અલગ અલગ હશે. પરંતુ આપણા દાદા દાદી સાથે ના સંબંધો અને યાદો હંમેશા આપણી સાથે રહે છે. ગુજરાતી કહેવત છે કે મૂંડી કરતા વ્યાજ વહાલું હોય. એ 99% સાચું હોય છે. બાળકો પોતાના દાદા દાદી પાસે થી વાર્તા સાંભળે છે. જોકે આજકાલ એ ઓછું થઇ ગયું છે. બધા પોતપોતાના માં ખુબ રચ્યા પચ્યા રહે છે. ઉનાળુ વેકેશન માં પણ આજકાલ બાળકો મોબાઈલ કે ગેમિંગ માં જ રચ્યા પચ્યા રહે છે. એટલે દાદા દાદી સાથે જે સમજણ જે લાગણી નો વિકાસ થવો  જોયે તે વિકસતી નથી.  આજે વાત એક પૌત્રની એના દાદા સાથે માછલી પકડવા જવાની. એ પણ એવા દેશ માંથી જેના માટે મોટે ભાગે આપણે  એવું વિચારીયે છીએ કે ત્યાં વળી કુટુંબ જેવું કઈ ક્યાં છે જ!
અમેરિકા ના એક નાના ગામમાં એક દસ વર્ષનો બાળક ઉનાળુ વેકેશન માં ઘરે આવે છે. એ જયારે એના
નાના ગામમાં આવે ત્યારે તેના દાદાને માછલી પકડવા જતા જુવે. પરંતુ દાદા હંમેશા કહે કે હજુ તું નાનો છે. આજે દાદા એ કહ્યું કે આવતી કાલે આપણે બંને માછલી પકડવા જઈશું. પૌત્ર ખુબ જ રોમાંચિત થઇ જાય છે.  તે આખી રાત કાલે સવારે શું કરીશું? કેટલી મઝા આવશે ? કેમ થશે ? બસ વિચારો વિચારો માં  ઊંઘ પણ નથી આવતી.
સવારે વેહલા ઉઠીને જયારે માતા બાળક ને તૈયાર કરતી હતી ત્યારે દાદા એ ટકોર કરી કે સફેદ શર્ટ ના પહેરાવો થી તૈયારી ચાલુ થઇ. દાદા ધીમે ધીમે વસ્તુ ગાડીમાં મુકવા લાગ્યા. ઠંડા પાણી ની બોટલો, સેન્ડવીચ, મછલીપકડવા નો સમાન વગેરે. દીકરો દરેક વસ્તુમાં દોડી દોડી ને દાદાને ઉચકવા લાગ્યો. એને ભરે લાગે તો પણ, એમ લાગે કે હમણાં  હાથ છટકી જશે તો પણ એક મઝા એક આંનદ સાથે કરવા લાગ્યો. દાદા ધીમેં ધીમે ગાડી ચલાવતા હતા. જો પિતા હોતે તો એમને બીજા થી આગળનીકળી જવાનું કહેતે. પરંતુ આ તો દાદા છે, એટલે બાળક શાંતિ થી દાદા ની વાતો  સાંભળે છે, એમના રેડિયો પર જુના ગીતો સાંભળે, થોડું એમની સાથે ગાતા રસ્તો પસાર કરવાની મઝા લે છે. માછલી પકડવા માટે જે તળાવ માં જવાનું છે એ તળાવ એક ખેડૂત ના ખેતરમાં છે. એટલે દાદા રસ્તામાં એ ખેડૂતના ઘરે લઇ જાય છે. એમની મજૂરી લેવા કે અમે તમારા ત્યાં માછલી પકડીએ.  એ મન્જુરી મળ્યા પછી દાદા સાચવીને બહાર નીકળે છે અને ચીવટ થી દરવાજો બંધ કરે છે કે જેથી ઘર વાળને તકલીફ ના પડે. બાળક આ બધું જુવે છે દાદાને અનુસરવાની કોશિશ કર્યા કરે છે. પોતે ક્યારે દાદાની જેમ કામ કરશે? એમની જેમ બધા મને ક્યારે માન આપશે તે વિચારે છે?
આખા રસ્તે દીકરાના સવાલો ચાલ્યા કરે છે. દાદા મજેદાર રીતે તેના જવાબ આપ્યા કરે છે.તળાવે પોહચી ને દાદા જેમ કહે તેમ બાળક પણ માછલી નો ચારો નાખી ને બેસી ગયો. પરંતુ થોડીવાર માં દાદાના ચારામાં મોટી માછલી આવી. બાળકના ચારામાં કાયા સુધી કઈ આવ્યું નહિ. બાળક દાદાને જોઈને એમનું પાક્કું અનુસરણ કરવા લાગ્યો. બહુ મેહનત પછી બાળકના ચારા માં પણ માછલી આવવા લાગી. દાદા બાળકને સાબાશી આપી પોતાના માંથી થોડી માછલી આપી. પાછા ફરતા પાંચ પેલા ખેડૂતને ઘરે ગયા. તેમને પોતે પકડેલી માછલીઓ બતાવી તેમાંથી જે જોયે તે લઇ લેવાની ઓફર કરી. આ સાંભળી ને બાળકને દુઃખ થયું. તેના માટે આ એની પેહલી મહેનત હતી. પરંતુ ખેડૂતે તે લેવાની ના પાડી.
પાછા ફરતા દાદા એ સમજાવ્યું કે વહેંચવાથી પ્રેમ વધે, માન પણ વધે. દીકરો મનોમન આવતા વર્ષે ફરીથી દાદા સાથે આવવાના સ્વપ્ન જોવા લાગ્યો. દાદા જાણે એ સમજી ગયા હોય તેમ ખુબ પ્રેમ થી દીકરાના માથે હાથ ફેરવીને વિચારવા લાગ્યા કે ઈશ્વર કરે ને હું પણ તારી સાથે આવી શકું. તું મને કંઈક શીખવાડ હું તને કંઈક શીખવું.
આજે કદાચ એવું લાગે કે આ તો સાવ સાદી વાત છે. એમા ક્યાંય કોઈ ચમત્કાર, પ્રાર્થના કાંઈજ નથી. પરંતુ તમને એવું નથી લાગતું કે આજની જે સ્થિતિ છે આપણા કુટુંબની ત્યાં આ વાત પોતેજ એક ચમત્કાર છે. કે આજના હાઈટેક યુગમાં એક 10 વર્ષનો છોકરો પોતાના દાદા સાથે આ રીતે આખો દિવસ કાઢે અને એમને અનુસરે!
બાઇબલ માં કહ્યું છે કે "છોકરાનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને સંતાનોનો મહિમા તેઓના પૂર્વજ છે. (નીતિવચનો 17:6)". આજે આપણા વડીલો મને બોલાવી લો એવી પ્રાર્થના કરે છે પરંતુ સાચી પ્રાર્થના "હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો. તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો. (ગીતશાસ્ત્ર 71:18)". વળી આપણા વડીલો માં એક સમજણ હોય છે જે નો આપણે પણ ઉપયોગ કરવો જોયે "અમે કહીયે છીએ, ‘વૃદ્ધ પુરૂષોમાં ડહાપણ હોય છે, અને પાકી વયમાં સમજણ હોય છે.’ (અયૂબ 12:12)" કેમકે "યુવાનોનું ગર્વ તેઓનું બળ છે; અને સફેદવાળ વૃદ્ધોની શોભા છે. (નીતિવચનો 20:29)". બધું જ ગૂગલ પર સર્ફિંગ થી નથી મળતું  કેટલુંક ધોળા વાળ વાળા લોકોના મગજ અને દિલમાં સર્ફિંગ કરવાની પણ જરૂર હોય છે.
 Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

Monday, 15 April 2019

40 Lent Sessions

બોક્સ બહારનો વિશ્વાસ 
આપણે મોટા હમેશા આપણા નાના ને શિક્ષણ તો આપીયે જ છીએ, પરંતુ ક્યારેક એજ શિક્ષણ ને અમલમાં લાવવાનું આપણા બાળકો આપણને શીખવાડી જતા હોય છે. કારણકે આપણી વાતો ચોપડી માની હોય છે. એટલે મગજ માંથી વધુ હોય છે, અને બાળકો ની વાતો અને વર્ણતાનુંક એમના નિર્મળ હ્ર્દય થી હોય છે. તેવો આસાનીથી વાતો મણિ જાય છે અને વિશ્વાસ પણ કરે છે. તેથી જ કદાચ ઈશ્વરે કીધું છેકે " બાળકોને મારી પાસે આવવા દો  કે દેવનું રાજ્ય તેમનું છે." આજે આપણે આવીજ એક દીકરીની વાત કરીએ.
એક નાના શહેરમાં એક માતા તેની ત્રણ દીકરીઓ સાથે રહે. મોટી દીકરી 16 વર્ષની ખુબજ પ્રતિભાવાન અને હોશિયાર. કળા એ એનો વિષય. માતા  ત્રણ નોકરીઓ કરી ને ઘર નું ગાડું જેમતેમ ચલાવે. દીકરી સમજદાર અને હોશિયાર. માતા ને હમેશા મદદ રૂપ થાય. પરંતુ એક દિવસ માતા પાસે આ'વી ને કહ્યું કે "માઁ! મેં મારી
શાળા ના ફોરેન એક્સચેન્જ પ્રોગ્રામમાં નામ નોંધાવ્યું છે. હું આ ઉનાળામાં પરદેશ જઈશ.". આ સાંભળી ને જ માતાને ચક્કર આવી ગયા. પેહલા તો એ વિશ્વાસ જ ના થાય કે મારી આટલી ડાહી છોકરી આવું કામ કરે! તેણે દીકરી ને ના પડી અને સમજાવ્યું કે બેટા "આપણી પાસે એટલા પૈસા નથી. મારે તારી આ બે બહેનો નો ખર્ચો પણ કાઢવાનો છે. હું હવે વધારે કામ કરી શકું એવી કોઈજ સ્થિતિ માં નથી.". પરંતુ દીકરી ખુબ ખુશ હતી તે કઈ પણ સાંભળવા તૈયાર જ નહતી. અને દીકરી એ ફોર્મ ભરી દીધું.
થોડા દિવસ માં વળતું ફોર્મ આવ્યું. જે મોટું હતું. માતા એ  ફોર્મ વાંચ્યું અને ફી વાંચીને નિરાશ થઇ ગઈ. ફી $  3000 હતી. એટલા બધા પૈસા નો વિચાર સપનામાં પણ માતા કરી શકે તેમ નહતી.  માતા હવે પ્રાથર્ના કરવા લાગી કે હે ઈશ્વર! મારી દીકરી ને મારી હાલત સમજાય, અને હું ના પડું તો એનું દિલ ના તૂટે એ જોજે." પોતે એકલી છે અને પોતાના બાળકો ને સારું શિક્ષણ આપવા સક્ષમ નથી એ વિચારી ને પણ માતા દુખી થવા લાગી. તે રાત્રે માતા એ પછી દીકરી ને સમજાવી. પરંતુ દીકરી એ કહ્યું કે "માઁ ! તું ખોટી ચિંતા કરે છે. તેજ મને શીખવ્યું છે કે બાઇબલમાં ઈશ્વરે કીધું છે કે " ઈસુએ ઉત્તર આપ્યો, “તમે ન કરી શક્યા કારણ કે, તમારો વિશ્વાસ અલ્પ છે. હું તમને સત્ય કહું છું કે જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેટલો પણ હશે તો પછી તમે પર્વતને પણ કહી શકશો કે, ‘તું અહીથી ખસીને પેલી જગ્યાએ જા અને તે જશે, તમારા માટે કશું જ અશક્ય હશે નહિ.’(માથ્થી -17:20)." તો શું ઈશ્વર મારો વિશ્વાસ પૂરો નહિ કરે! બધું થઇ જશે." માતા પોતાની આટલી નાની દીકરીની સાંજ જોઈ ને ચકિત થઇ ગઈ. છતાં જો એ નહિ થાય તો દીકરી ની શું હાલત થશે એ વિચારી ને માતા ખુબ ટેન્શન માં રહેવા લાગી.  થોડા દિવસ પછી માતા પર યુનિવર્સીટી માંથી ફોન આવ્યો, કે તમારી દીકરી નું  ફોર્મ માંડ્યું છે તો ફી ક્યારે ભરો છો? માતા એ પોતાની પરિસ્થિતિ ત્યાં કહી અને માફી માંગી કે મારી સ્થિતિ એવી નથી કે હું ફી ભરી શકું. તમે મારી દીકરીનું ફોર્મ કાઢી જ નાખો. થોડા દિવસ પછી પાછો ફોન આવ્યો કે અમે તમારી દીકરી વિષે તપાસ કરી છે. તે ખુબ તેજસ્વી છે. અમે તેને સ્કોરલશિપ આપવા માંગીયે છીએ. તો તમે કેટલા રૂપિયા આપી શકો એમ છો? તેમ જણાવો. માતા આ સાંભળીને ચકિત થઇ ગઈ. હવે એની પાસે કાંઈજ કહેવાનું નહતું. તે ભરી શક્તિ હતી એટલી રકમ જણાવી. તો સામે થી તરતજ જવાબ આવ્યો કે તમે તેનો પાસપોર્ટ તૈયાર કરો અમે અહીં થી પેપર મોકલીએ છીએ. આમ એક ગરીબ માતા ના દીકરી પોતાના વિશ્વાસ ઈશ્વર પર ના વિશ્વાસ અને પોતાની આવડત ના જોરે મોટા દેશમાં ભણવા માટે ના રસ્તે ચાલવા લાગી. આજે તો દીકરી અમેરિકા ની મોટી કોલેજ માં કળાની શિક્ષિકા છે. માતા તેને જોઈ ને પોતાનો વિશ્વાસ દ્રડ કરે છે.
આપણે મોટા દુનિયાદારી માં પડી ને ઈશ્વર પરનો શઁકા કરી બેસીયે છીએ. પરંતુ બાળકો તેમાં શુદ્ધ હ્ર્દય થી ઈશ્વર પર વિશ્વાસ મૂકે છે જે મોટાઓને પણ શીખવાની જરૂર છે. બાઇબલ માં કીધું છે કે " પછી શિષ્યોને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી તમે લોકો બદલાશો નહિ અને બાળક જેવા નહિ બનો ત્યાં સુધી તમે આકાશના રાજ્યમાં પ્રવેશ નહિ કરી શકો.(માથ્થી 18:3)". આપણે પણ આ વાત સમજવાની છે.
ઈશ્વર આપણી ઈચ્છા સ્વપ્ન જાણે છે. બાઇબલ માં કીધું છે કે "
તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે. (ચર્મિયા 29:11)" વળી " પરંતુ દેવ પાસે તમે જે કઈ પણ માગો ત્યારે તમારે ખૂબજ વિશ્વાસથી અને તમારા મનમાં શંકા રાખ્યા વિના માગવું જોઈએે. દેવ વિષે જે કોઈ વ્યક્તિ શંકા કરે છે તે પવનના ઉછળતા તથા સમુદ્ધનાં ઊછળતા, અફળાતા મોંજા જેવો છે. (યાકૂબનો 1:6)". આપણો વિશ્વાસ જ આપણને જીત અપાવે છે. "હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.” (રોમનોને પત્ર 10:11)".
 Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Hymn of the Heart
Matthew 18,Bible verse

 

Sunday, 14 April 2019

40 Lent Sessions

પુનઃસ્થાપન
આજે કંઈક અટપટું મથાળું છે ને! આજે ખજુરીનો રવિવાર, ઈશ્વરના વિજય વંત પ્રવેશનો રવિવાર. આજ થી દુઃખ સહન સપ્તાહ ની શરૂવાત. પ્રેમ, વિશ્વાસ અને માફી મંગાવી અને લેવી તેની શરૂવાત. આજે કંઈક જુદું લખવું હતું જેમાં આ બધીજ ભાવના આવી જાય. અને આજની વાત પણ ઈશ્વરે બતાવી જે આ બધીજ ભાવનાને સારી રીતે દર્શાવે છે.
એક ભાઈ બહેન જેમાં ભાઈ મોટા અને બહેન નાની. મોટો ભાઈ બહેનની ખુબ કાળજી લે. બહેનની નાની વાતોનું પણ ધ્યાન રાખે. બંને વચ્ચે ખુબ પ્રેમ. લગ્ન પછી પણ આ પ્રેમ કાયમ રહ્યો. ભાઈ, ભાભી અને બેન, બનેવી એક બીજાના ખુબ નજીક. ઈશ્વરનું કરવું ને બનેવીને કેન્સર થયું. ભાઈ ને ભાભી બહેન ને ખુબ સાચવે બનેવીને બચાવવા ના ખુબ પ્રયત્ન કરે. એક દિવસ બનેવીએ ભાઈ ને બોલાવી ને કીધું કે મને મારી પત્નીની કોઈ જ ચિંતા નથી. તારા જેવો ભાઈ છે પછી હું હોવ કે ન હોવ, તું એને સાચવીશ એની મને ખાતરી છે. બનેવી એ તે દિવસે પ્રભુ પાસે ચાલી ગયા. ભાઈ અને ભાભી બહેન ને સાચવાના બધા પ્રયત્ન કર્યા પરંતુ બહેન પોતાના દુઃખ માં એવી ખોવાઈ ગઈ કે એને ભાઈ સાથે ના સબંધો તો શું દુનિયા સાથે ના સંબધો કાપી નાખ્યા. ભાઈ ખુબ દુઃખી થયો.
એક દિવસ નોકરી પર ચક્કર આવ્યા અને ભાઈ પડી ગયા. હોસ્પિટલ માં ખબર પડી કે તેમની નળીઓ બ્લોક છે અને તાત્કાલિક એન્જીયોપ્લાસ્ટી કરાવી પડશે. ઑપરેશેન સફળ થયું. થોડા દિવસ તો તબિયત સુધારા પર રહી પરંતુ એક દમ થી તબિયત બગાડવા લાગી. બહુ ઓછા પેશન્ટને થાય તે એટલે ભાઈ ને રિએકશન આવ્યું અને તેની અસર કિડની પર પડવા લાગી. તબિયત દિવસે ને દિવસે બગાડવા લાગી. પતિ પત્નીને સમજમાં જ ના આવે કે એક બીજાને દિલાસો કેમ કરી ને આપીયે. શું થઇ રહ્યું છે એ ના સમજાય. એક સાંજે ભાભી પર બહેનનો ફોન આવ્યો. બહેને કહ્યું કે " મને ખબર પડી છે કે ભાઈ માદા છે. શું હું તેને મળી શકું? તમે એને પૂછો ને કે એ મને માફ કરશે? મેં એના થી મોં ફેરવી લીધું હતું.". ભાભી એ પ્રેમ થી જવાબ આપ્યો મારે એમને કાંઈજ પૂછવાની જરૂર નથી. અમને તારી જરૂરત છે તું હમણાં જ આવી જા. બહેન તેના બાળકો સાથે લઇ ને તરત જ આવી ગઈ. ભાઈ અને ભાભી ને મળી ને દિલાસો આપ્યો. ભાઈ ને ઘણા દિવસ પછી આનંદ ની લાગણી નો અનુભવ થયો. ભાઈ ને હવે લાગવા લાગ્યું કે મારે ક્યુ કામ પેહલા કરવાનું છે એ મને હવે સમજાઈ ગયું છે. એને ફોન લિસ્ટ લીધું અને એવા સાગા સંબંધી અને મિત્રો ને ફોન કરવા નું શરૂ કર્યું જેમની સાથે હવે સંબંધ ન હતો. એનું કારણ ગેર સમજ, ગુસ્સો અને કયાંક અભિમાન હતું. કેટલા કે એવા પણ હતા જેમાં કોઈ કારણ નહતું પણ સમયના અભાવે વાત કરવાનું પડતું મૂક્યું હોય. ભાઈ એ મન માં ગાંઠ વળી કે મારે હવે આ દુનિયા માંથી જવાનું જ છે તો મારી પાછળ કોઈ ગુસ્સો મૂકી ને  નથી જવું. તેણે બધા ને કોલ કેવાનું શરૂ કર્યું. 
એક મિત્ર સાથે ની ગેરસમજને તેણે પ્રેમ થી એમ કહી ને દૂર કેરી કે "તે સમયે તું સાચો હતો. હું તને સમજી ના શક્યો તે મારી ભૂલ હતી." મિત્ર તરત જ રડી પડ્યો અને દોડી ને ભાઈને મળવા આવી ગયો. આ બાજુ ડોકટરે જણાવી દીધું કે હવે બહુ તો બે મહિના છે તમારી પાસે. આ બાજુ તેમની ભણી જે નર્સ હતી તેણે બધાજ મોટા ડોક્ટરો પાસે પોતાના મામા ના રિપોર્ટ મોકલવાના શરૂ કરી દીધા હતા. તેમાંથી એક ડોક્ટરે અમુક દવા અને સંપૂર્ણ આરામ કરવાની શરતે આ ભાઈ ને બચવાનું કામ હાથમાં લીધું. તેમની દવા થી આ ભાઈ ને ફેર પાડવા લાગ્યો. 
એક દિવસ બહેન અને ભાભી એ વિચાર્યું કે આપણે તો પ્રાર્થના કરી એ જ છીએ પરંતુ બાઇબલ માં લખ્યું છે કે "કારણ કે મારા નામ પર બે અથવા ત્રણ શિષ્યો જ્યાં ભેગા થઈને મળશે તો હું પણ ત્યાં તેમની મધ્યે હોઈશ.” (માથ્થી 18:20)" વળી  એમ પણ લખ્યું છે કે "જો તમારામાંનું કોઈ માંદુ પડે તો, તેણે મંડળીના વડીલોને બોલાવવા જોઈએ. વડીલોએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી જોઈએ. (યાકૂબનો 5:14)". તો આપણે પણ પ્રાર્થનાની વિનંતી ચર્ચમાં આપીયે તો કેવું? બધા એ આ વાત વધાવી લીધી. રવિવારની સભામાં પ્રાર્થના વિંનતી મોકલવામાં આવી. સાંજે તો ચર્ચમાંથી ઘણા લોકો પ્રાર્થના કરવા ઘરે આવા લાગ્યા.જેમ કીધું છે તેમ "અને વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંદા માણસને સાજો કરે છે. પ્રભુ તેને સાજો કરશે. અને આ માણસે જો પાપ કર્યા હશે તો દેવ તેને માફ કરશે. (યાકૂબનો 5:15)", ધીમે ધીમે પ્રાર્થના, કુટુંબનો પ્રેમ, મિત્રોનો સહકાર એ રંગ લાવા મંડ્યો. ભાઈ ધીરે ધીરે સજા થવા લાગ્યા. છ મહિના ખટલામાં રહ્યા બાદ ભાઈ હવે ચાલવા લાગ્યા. આ વાત ને આજે 10 વર્ષ થઇ ગયા છે. ભાઈ 60 વર્ષ પાર કરી ચુક્યા છે. એક દમ સ્વસ્થ છે. તેવો એક સુંદર વાત કહે છે. મૃત્યુની પાસે ના એ દિવસો એ મને એ શીખવ્યું કે હું જ સાચો એ વાત ને પકડી રાખવા કરતા સંબંધ ને સાચવા સંબંધની મીઠાસ સાચવવી એ વધારે અગત્યનું છે. હું જો કોઈ ને એમ કહી દાવ કે તું સાચો ભાઈ તું સાચો તો એના થી હું નાનો નથી થતો. પરંતુ સંબંધ માં નો પ્રેમ સચવાય છે. એ મહત્વનું છે. દુનિયા માં એવી કોઈ વાત નથી કે જે ને માફ ના કરી શકાય. કે જેની માફી ના માંગી શકાય.  સુખી અને શાંતિ થી જીવવું હોય તો  માફી માંગી લેવી અને માફી આપી દેવી એ જ મહત્વનું છે. જીવનમાં પ્રેમ, ઈશ્વર પરનો વિશ્વાસ અને એક બીજા ને માફ કરી ને શાંતિ થી જીવનું જ મહત્વ છે.
બાઇબલ માં કહેવાયું છે કે ભાઈ ભાઈ પાર ભાઈ બહેન પર અપાર પ્રેમ રાખો એક બીજા ને માફ કરો "મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, ખરો ભાઇ મુશ્કેલીઓને વહેંચી લેવાજ જન્મ્યો હોય છે. (નીતિવચનો 17:17)". વળી એક પીજ ને માફ કરો "એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો. (એફેસીઓને પત્ર 4:32)". વળી ઈશ્વરે કીધું છે કે "હવે, ભાઈઓ અને બહેનો, હું વિદાય લઈશ. સંપૂર્ણ થવાનો પ્રયત્ન કરજો. મેં તમને જે કરવાનું કહ્યું છે તે કરજો. એકબીજા સાથે માનસિક રીતે સહમત થાઓ અને શાંતિમાં રહો. પછી પ્રેમ અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે. (2 કરિંથીઓને 13:11)".  આવો આપણે આપણા મન સંબંધોને આ ખૂજુરીના રવિવારે પુનઃસ્થાપિત્ત કરીયે.

 Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

Saturday, 13 April 2019

40 Lent Sessions

શિયાળાની સવાર 
કેટલીકવાર એવું પણ બનતું હોય છે કે તમારી જરૂરિયાત ની વસ્તુ પુરી થઇ ગઈ હોય પણ સંજોગો એવા હોય કે તમેં તે લાવી સકતા નથી. બાઇબલમાં કહેવાયું છે કે " તમે પક્ષીઓને જુઓ, તેઓ બી વાવતાં નથી, ને કાપતાં નથી ને કોઠારોમાં ભરતાં નથી. અને છતાય તમારો પિતા તે પંખીઓનું ભરણપોષણ કરે છે તમે તો પક્ષીઓ કરતાં ઘણા જ મૂલ્યવાન છો.  (માથ્થી 6:26)". ઈશ્વર બધું જ આપવા માટે તૈયાર છે, પરંતુ આપણો વિશ્વાસ ટૂંકો પડે છે. આપણે ઈશ્વર પર ભરોષો રાખવાની જરૂર છે. "યહોવા જ એકલા ગરીબ લોકોને ધૂળમાંથી ઉપાડે છે અને તેમની મુશ્કેલીઓ દુર કરે છે. યહોવા જ તેમને રાજાઓની સાથે બેસાડે છે અને ઇચ્છા પ્રમાંણે બહુમુલ્ય આસનો અને સન્માંન આપે છે. આ આખી ધરતી યહોવાની પોતાની છે, તેના પાયાઓ સુધી, યહોવાએ તેના પર જગત ઉભુ કર્યું છે. (1 શમુએલ 2:8)". આજ ની વાત કંઈક આવી જ છે. આ વાત કાશ્મીર ના એક નાના ગામ માંથી આવી છે.
શિયાળામાં આપણે જાણીએ છીએ કે કાશ્મીર ના બારામુલા પ્રદેશના ઘણા ગામડાઓ બરફના તોફાનના લીધે બધા થી કપાઈ જાય છે. આવાજ એક ગામમાં સેવા આપતા મિશનરી કુટુંબની આ વાત છે. આ કુટુંબમાં એક 8 મહિનાનું બાળક અને એક 6 વર્ષની બાળકી પણ હતા. વળી બરફના તોફાન ની આગાહી હોવાથી આ કુટુંબે બીજા  બેઘર લોકોને પોતના ઘરે આશરો  હતો.  બરફ નું તોફાન ધર્યા કરતા લાબું ચાલ્યું. ઘરમાંથી જરૂરત નો સમાન ખૂટવા લાગ્યો. એક સવારે છલ્લો કોલસો નાના બાળક પાસે ની અંગેઠી માં મુકાઈ ગયો. નાની દીકરી એ જયારે દૂધ માંગ્યું તો પિતા એ તેને સમજાવ્યું કે થોડું દૂધ આપણા મહેમાનના નાના બાળક માટે જ છે. આજે આપણે પેહલા પ્રાર્થના કરી એ પછી થોડા બિસ્કિટ છે તે તું ખાઈ લેજે. પિતા એ એટલા પ્રેમ અને વિશ્વાસ થી કહ્યું કે નાની દીકરી માની ગઈ. પિતા એ ઘરના બધા જ સદ્દશ્ય ને ભેગા કર્યા અને પ્રાર્થના કરી કે " હે ઈશ્વર! આજનો આ છેલ્લો કોલસો પણ વપરાઈ ગયો છે. એ તું જાણે છે. તને આમારી જરૂરત ખબરજ છે. તારી ઈચ્છા મુજબ થવા દે. તે અમને જે ગરમ કપડાં, ઓઢવા માટે ના ગરમ ધાબળા આપ્યા છે તે બદલ આભાર. તું અમારી સ્થિતિ જાણે જ છે. અમને મદદ કર.આમેન." પિતાના મુખ પર અપાર શાંતિ હતી. કોઈ ઉચાટ નહિ કે હવે એટલા લોકોનું હું કેવી રીતે પૂરું કરીશ ? કે ઈશ્વર મને ફસાવી દીધો કે એવું કઈ જ નહીં. બહાર સતત બરફ વર્ષી રહ્યો હતો. 
થોડી વાર પછી આવી પરિસ્થિતિ માં કોઈ એ જોર જોર થી ઘરનો દરવાજો ઠોક્યો. પિતા દરવાજા પાસે ગયા તો એક ભાઈ નો અવાજ આવ્યો. તમારા ઘરનો દરવાજો ખુલી નથી રહ્યો. બરફ માં જામ થઇ ગયો છે. મને તે ખોલવામાં મદદ કરો. પિતા અને બીજા આશરો લઇ રહેલા ભાઈ એ અંદરની તરફ દરવાજો ખેંચ્યો અને બહાર ઉભેલા ભાઈ એ ધક્કો મારતા દરવાજો ખુલી ગયો. તરત ઘરમાં ઠંડી હવા અને બરફ નો ઢગલા સાથે એક ભાઈ આવી ગયા. પિતા આષ્ચર્ય થી તેમને જોઈ રહ્યા. ભાઈ એ કીધું કે "હું તમને ઓળખતો નથી પણ મેં તમારા વિષે સાંભળ્યું છે. આજે વહેલી સવારે મારી આંખ ખુલી ગઈ, અને મારુ મન તમને મળવા વ્યાકુળ થઇ ઉઠ્યું. મને નથી ખબર કેમ પણ હું એટલા તોફાનમાં પણ અહીં સુધી આવી ગયો. મારા ખચ્ચર પર થોડો સમાન છે. જે લેવામાં મને મદદ કરો." પિતા એ જણાવ્યું કે "પેહલા તમે બેસો થોડા ગરમ થાવ." પરંતુ પેલા ભાઈ ના માન્યા. આથી ઘરના પુરુષઓ  તેમની  સાથે બહાર  ગયા. ત્યારે તેમના બે ખચ્ચર પર લદાયેલો સમાન જોયો. જેમાં કોલસા માટે ના લાકડાનો ભરો, દૂધ, ઘી, ઈંડા, કરિયાણું, તેલ, અને શાકભાજી હતું. આ બધો એજ સમાન હતો જે આ ઘરમાં પુરો થઈ ગયો હતો.  પિતા એ ઈશ્વરનો આભાર માન્યો. પેલા ભાઈ ને ચા નાસ્તો કરાવ્યો અને 500 રૂપિયા આપ્યા. જે લેવાની પેલા ભાઈ એ ચોખી ના પડતા, ખુબ રકઝક પછી તેવો  100 રૂપિયા લઈને વિદાય થયા. 
ઈશ્વરને આપણી બધીજ જરૂરિયાતો ખબર છે. એ ઇચ્છે છે કે તમે માંગો અને વિશ્વાશ રાખો. હું જરૂર થી આપીશ. ઈશ્વર ખુબ સમૃદ્ધ છે તે આપણી દરેક જરૂરિયાત સંતોષી જ શકે છે. "ખ્રિસ્ત ઈસુના મહિમાથી મારો દેવ ઘણો સમૃદ્ધ થયો છે. પરંતુ ખ્રિસ્ત ઈસુમાં તેની સમૃદ્ધિનો ઉપયોગ તમને જરૂરી બધી વસ્તુઓ આપવામાં કરશે. (ફિલિપ્પીઓને પત્ર 4:19)". મદદ માટે આવનાર લોકો એ ઈશ્વરના હાથ છે. જે તમારા તરફ લંબાય છે. તેનો સ્વીકાર કરો.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Reference for Images
Darrell Creswell – A Study of Christian Grace

Friday, 12 April 2019

40 Lent Sessions

મદદગાર
ઈશ્વર કયારે કોનો કેવીરીતે ઉપયોગ કરે છે તે  શકતું નથી. એક વાર જે આપણને ઘભરાવી નાખે છે કે સાવધાન બનાવી જાય છે, તે જ વાત બની શકે કે બીજાને મદદરૂપ પણ થઇ શકે છે. થોડું અટપટું છે. પણ આ વાત અપને આમ સમજીયે.
અમેરિકાના હાઇવે ખુબ મોટા અને હંમેશા ટ્રાફિક થી ભરેલા જોવા મળે છે. એક સુંદર સવારે એક મનોચિકિત્સક પોતાની ગાડી માં એક સેમિનારમાં ભાગ લેવા માટે બીજા શહેર માં જય રહ્યા હતા. તેવો ગાડી માં એકલા હતા. તેવો સુંદર ભક્તિ સંગીત સાંભળી રહ્યા હતા. સંગીતની મઝા લેતા આરામ થી પોતાની મસ્તીમાં ગાડી ચલાવી રહ્યા હતા.ત્યાં અચાનક એમને વિચાર આવ્યો કે હમણાં એવું બને કે પાછળ થી કોઈ ગાડી સ્પીડમા  આવીને મારી ગાડીને ભટકાય, અને મારા જમણી બાજુના કાચ માં દેખાતું બઁધ  થાય, અને મારી ગાડી હવા માં ફંગોળાઈ જાય તો હું શું કરીશ? આ મનોચિકિત્સકને આશ્ચર્ય થયું કેએક દમ થી આવો વિચિત્ર વિચાર ક્યાંથી આવ્યો? તે છતાં તેવો સજાગ થઇ ગયા તેમણે તેમની ડાબી બાજુ ના કાચમાં જોઈને સર્વિસ રોડ તરફ ગાડી ધીમે ધીમે દબાવી. કે જેથી કોઈ પણ પરીસ્થીમાં તેવો ઝડપથી પોતાની જાત ને બચાવી શકે. તેમણે સંગીત ચાલુ રાખ્યું પરંતુ તે હવે ખુબ સજાગ થઇ ને ગાડી ચલાવ લાગ્યા. અચાનક તેમણે જોયું કે એક ગાડી તેમની જમણી બાજુ માંથી પસાર થઇ. એ એટલી ઝડપ થી પસર થઇ કે આ ભાઈ ની ગાડીનો જમણો કાચ ભુક્કો થઇ ગયો. એ ગાડી જમણી બાજુની રેલિંગ તોડીને એક ઝાડ સાથે ભટકાઈ ગઈ. ડૉક્ટર એક મિનિટ માટે તો ખુબજ ઘબરાઈ ગયા. તેમણે મંદ પોતાની ગાડી પર કાબુ મેળવ્યો. તેમણે જેમતેમ પોતાની  ગાડી સર્વિસ રોડ પર ઉભી કરી. તેવો મન માં સત્તત પ્રાર્થના કરતા હતા કે ઈશ્વર મને બચાવી લે.
પોતાની જાતને અને ગાડી ને સલામત કર્યા પછી ડૉક્ટર સાઈડમાં ઉભા રહ્યા. ગાડીમાંથી ઉતરીને તેમણે જોયું કે પેલી ગાડીની આજુબાજુ લોકો ભેગા થવા લાગ્યા હતા. રેલલિંગ ખુબ ખરાબ રીતે તૂટી ગઈ હતી. લોકો પેલા ડ્રાઈવર ને ગાડી માંથી બહાર કાઢી રહ્યા હતા. ત્યાં એક ભાઈ એ એક્સીડેન્ટ વળી ગાડી નો દરવાજો તોડી નાખ્યો અને બીજા ભાઈ એ ડ્રાઈવર ને બહાર કાઢી પોતાના ખભાપર ઉંચકીને ડૉક્ટર ઉભા હતા ત્યાં લાવી ને સુવડાવ્યો. ડ્રાઈવર ના નાક અને મોં માંથી લોહી વહી રહ્યું હતું. આ જોઈ ને ડોક્ટરનું મગજ ઝડપ થી કામ કરવા લાગ્યું. તેમણે પોતાની બેગ માંથી પોતાનો કોટ અને શર્ટ ભાર કાઢ્યા, તેને રોલ કરીને ડ્રાઈવર ના માથા નીચે મુકવા લાગ્યા. ત્યાં ડ્રાઈવર બોલ્યો "પ્લીઝ મને મદદ ના કરો." આ સાંભળીને આ મનોચિકિત્સક સમજી ગયા કે આ ભાઈ તો આત્મહત્યા કરવા માટે આમ ગાડીને ચલાવી હતી. ડ્રાઇવરના કહ્યા છતાં પણ તેમણે તેને પ્રાથમિક સારવાર આપી અને ત્યાં સુધી પોલીસ પણ આવી ગઈ. તેમેણ ઘાયલ ને હોસ્પિટલ મોકલી ને નજરે જોનારની સાક્ષી નોંધી. આ સમયે આ મનોચિકિત્સકે પોલીસના માણસને કહ્યું કે " આ ભાઈ ડિપ્રેશન માં છે તેવો એ મને આમ કીધું છે. તો તમે જોઈ લેજો."
ડૉક્ટર સેમિનાર પતાવી ને ઘરે પોહ્ચ્યા. તેમના મગજમાં એક્સીડેન્ટ નો બનાવ અને તેના થોડી સેકન્ડ પેહેલા તેમને આવેલા ચેતવણી  પૂર્વકના વિચાર વિષે વિચરતા રહ્યા. પછી તેમને ધીમે ધીમે સમજાયું કે એ વિચાર નહતો એ ઈશ્વરની ચેતવણી હતી. પેહલા તો એ ખુશ થયા કે ઈશ્વરે મારી સાથે વાત કરી મને બચાવ્યો. જો આમ ના થાત અને હું જ્યાં ગાડી ચલાવતો હતો ત્યાં જ મારી મસ્તી માં ગાડી ચલાવતો હોતે તો હું જરૂર થી અત્યારે ઈશ્વર સામે ઉભો હોતે. કારણકે ત્યાંથી મારે બચવાના કોઈ જ રસ્તા નહતા. પણ થોડું વધારે વિચારતા તેમને લાગ્યું કે આ મને બચાવવા માટે નહતું. આ કંઈક બીજું કંઈક વધુ ઊંડું હતું. પણ શું? એ સમજાતું નહતું. થોડા દિવસ પછી તેમના ઘરે પોલીસ સ્ટેશન માંથી ફોન આવ્યો. ત્યારે ઈન્સ્પેક્ટરે કીધું કે "પેલા અકસીડેંટ વાળો માણસ બચી ગયો છે. તમે આપેલી સારવારના કારણે વધારે નુકશાન નથી થયું. સાથે તમે આપેલી માહિતી ને કારણે અમે તેની માનસિક તપાસ પણ કરાવી હતી. જેમાં માલુમ પડ્યું કે એ ભાઈ માનસિકરીતે તૂટી ચુક્યા છે. તે ખુબ જ ડિપ્રેશન માં છે. તેથી તેમની માનસિક સારવાર પણ ચાલુ થઇ ગઈ છે. આપે આપેલી માહિતી માટે આભાર." આ સાંભળીને મનોચિકિત્સક ને સમજાયું કે ઈશ્વર મને ભચવ કરતા પોતાના એક બાળક ને મદદ કરવા મને તૈયાર કરતો હતો. તેનું એક બાળક પોતાનું જીવન ખતમ કરવા ની ભરપૂર પ્રયત્ન કરી રહ્યું હતું. તેમાંથી તેને બચાવવા માટે મને તૈયાર કરવામાં આવ્યો હતો. ડૉક્ટર વિચારવા લાગ્યા કે જે મારી સાથે થયું તે હું એક દિવસ આ ભાઈને મળી ને જણાવીશ. કે ઈશ્વર તમને કેટલો પ્રેમ કરે છે. એ ભાઈ જયારે એમ કહી રહ્યા હતા કે મને મદદ ના કરો એ ખરેખર તો તેમનું રુદન હતું કે મને બચાવી લો. કેવી અદભુત યોજના. બાઇબલમાં લખ્યું છે કે "પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ, અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે; (સભાશિક્ષક 3:1)" વળી "ઈસુએ તેઓને કહ્યું, ‘ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ. (પ્રેરિતોનાં ક્રત્યો 1:7)". વળી "આજે હું જે બધી યોજનાઓ તને કહું છું તે નક્કી કરેલા સમય માટે છે. આ સંદર્શન અંત માટે કહે છે, તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે છે એમ લાગે તો રાહ જોજે, કારણ કે આ બાબતો અચૂક બનશે જ. મોડું નહિ થાય. (હબાક્કુક 2:3)". ઈશ્વર હંમેશા આપણો ઉપયોગ કરે છે. આપણે તૈયાર રહેવાનું છે કે એનું તેડું આપણે ચુકી ના જઇયે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Twitter
Our Daily Bread

Thursday, 11 April 2019

40 Lent Sessions

એકલા માતા- પિતા
આજે ઘણા ઘરો માં માતા કે પિતા પોતાના  હાથે મોટું કરતા હોય છે. એનું કારણ ઘણા બધા છે. જેમકે માતા કે પિતાનું મૃત્યુ, છૂટાછેડા, માતા કે પિતા નોકરી  માટે અલગ દેશ કે શહેર માં રહેતા હોય. જેવા ઘણા કારણો છે. બાળક ને એકલે હાથે ઉછેર કરવો એ ખુબ મુશ્કેલ પરિસ્થિતિ છે. બાળકને માતાપિતા સાથે મળીને ઉછેર દરમ્યાંનના પડકારો ઝલવા મુશ્કેલ હોય છે. જાય જવાબદારી વેહ્ચાય જતી હોવા છતાં મુશ્કેલ પડતું હોય તો એકલા હાથે એજ કાર્ય કરવું કેટલું મુશ્કેલ છે એ તો જેના પર વીતતી હોય તેજ જાણી શકે. કેટલીક વાર પરિસ્થિતિ ખુબ વિકટ બને છે જયારે બીજો કોઈ સહારો ના હોય. પોતાને એકલા રહેવાનો કે એકલા કાર્ય કરવાનો કોઈ અનુભવ ના હોય. પરિસ્થિતિને કાબુમાં લઈને રસ્તો કેવી રીતે કાઢવાનો? કોઈ જ અનુભવ ના હોય ત્યારે પરિસ્થિતિ ખુબ વિકટ બને છે.

ક બહેનના પતિએ તેમને છૂટાછેડા આપી ને બીજા લગ્ન કરી લીધા. બહેન ના લગ્ન ખુબ નાની ઉંમર માં થયેલા હોવાથી તેમની પાસે પૂરું ભણતર પણ નહતું. વળી એક નાની સુંદર બાળકી. એક નાના ઘર અને થોડુ માસિક ભતતું પતિ આપતો. જેમાંથી માંડ ઘર ચાલે. માતા ના પિયર પક્ષે પણ તેમના અપનાવાની ના પડી એ બીકે કે કયાંક આપણા માથે પડશે, લોકો શું કહેશે. માતા પોતાની નાની બાળકીને જોઈ ને ખુબ દુઃખી થાય. રોજ વિચારે કે મારી બાળકીનો શું દોષ? બીજા બાળકોની જેમ તેને સારા કપડાં કે સારા રમકડાં કે એ માંદી  પડે તો સારા ડોક્ટર પાસે પણ હું નથી લઇ જય શક્તિ. માતા હંમેશા પોતાનાથી બનતું કરવાની કોશિશ કરે પંતોય કઈક ખૂટે છે એની લગની રહે. એ લાગણી જયારે બીજા ના બાળકો ને જુવે ત્યારે વધુ દુઃખી થાય. પરિસ્થિતિમાંથી ભાર આવવા માતા હિંમત કરી ને પોતાનું ભણતર ચાલી કર્યું.  સ્નાતકની પદવી માટે શહેરની એક કોલેજમાં એડમિશન લીધું. દીકરીની સલાની બાજુમાં જ કોલેજ પસઁદ કરી.
એક વાર બાળકોનું મનોવિજ્ઞાન વિષય ના આધ્યાપકે એક પ્રયોગ વિષ માહીતે આપી. કે જેમાં વિદ્યાર્થીઓએ એક રૂમ કે જેમાં બારી માંથી જોવાનું હતું. રૂમમાં બે અલગ અલગ બાળકો ને રાખવામાં આવેલા. એક નોર્મલ માતાપિતા સાથે રહેતું, પૂર્ણ કુટુંબ સાથે મોટું થતું સુખી બાળક. બીજું એકલા માતા કે પિતા સાથે રહેતું, તૂટેલા કુટુંબનું બાળક. બધાને હતું અને તેમના અભ્યાસ ની ચોપડી માં પણ હતું કે કુટુંબ સાથે ઉછરેલું બાળક આત્મવિશ્વાસ થી ભરેલું, પરિસ્થિતિ ને સંજનારું, સફળ બાળક હોય છે.એટલે આ પહેલું બાળક તો સરસ શાંત અને આજ્ઞાંકિત બાળક હશે તેમ માની  લીધું હતું. પણ રિઝલ્ટ કંઈક  જુદું આવ્યું. કુટુંબ સાથે રહેતું બાળક ને તેના પિતા મૂકી ને ગયા ત્યારથી જ ધમાલ કરવા લાગ્યું. એ એટલી ધમાલ કરતો હતો કે, બિચારા વિદ્યાર્થીઓ તેને બચવા માટે પોતાનું સંશોધન ભૂલી ને તેને તોફાન કરતો રકાવામાં લાગી ગયા. આખરે અધ્યાપકે બાળકના પિતા ને ફોને કરી ને બોલાવી લીધા. તેવો આવી ને  બાળક ને જલ્દી લઇ ગયા. ત્યારે શાંતિ થઇ. તેનાથી ઉલટું ભગ્ન કુટુંબનું બાળક રૂમમાં આવ્યું. અહી  ધ્યાપક ની ખુરશી માં બેઠું. શાંતિથી પ્રાથર્ના કરી અને પોતે અધ્યાપક હોય તેમ ખાલી બેન્ચને ભણવાનું ચાલુ કર્યું. ઈશ્વરના વચનો જે તે સંદેશસ્કૂલમાં શીખવવામાં આવેલા હતા, તે ભણવાની શરૂ કર્યું. કોઈ ડર નહિ એકદમ  સટીક ઉદાહરણ સાથે ભણવાનું ચાલુ કર્યું તો, બધા સ્તભધ બની ગયા. આ સંશોધન પત્યા પછી બહેનને ખબર પડી કે આ બીજું બાળક બીજું કોઈ નહિ પણ તેની બાળકી હતી. તે દોડીને પોતાની દીકરીને વળગી પડી. માતા ને બાળકી પાર ક્લાસના બધા વિદ્યાર્થી ને અધ્યાપક ખુબ ખુશ થયા. બહેન ને નવા મિત્રો મળ્યા. આ મીત્રો એ તેમના જીવની એકલતા દૂર કરી. ભણી ને બહેન સારી જગ્યા એ નોકરી પર લાગી ગયા.
જીવની ગાડી એમજ ચાલવા લાગી. પોતાનું ખાશું મોટું ઘર બનાવ્યું. દીકરીને ભણાવી ને લગ્ન કરી વિદાય નો સમય આવ્યો. ત્યારે  માતા એ પોતાની દીકરી ને અદભુત વાત કહી. "દીકરી! દુનિયામાં એક વાત યાદ રાખજે. હું હોવ કે ના હોવ, કયારે પણ ડરીશ નહિ. કારણકે ઈશ્વર તારી સાથે છે. તે જ આપણો સાથી છે. આપણા જીવની તું જ સાક્ષી છે.મારા થી તારી કાળજી લેવામાં ભૂલ થઇ હશે, પરંતુ એણે આપણી કાળજી લેવામાં કોઈ કસર નથી રાખી. એજ આપણું કુટુંબ છે, મિત્ર છે અને મદદગાર છે. હંમેશા તેને તારી સાથે રાખજે". આ સાંભળી ને દીકરી પોતની માતાને વળગી પડી અને જણાવ્યું કે "માઁ! તું અને ઈશ્વર જ મારુ કુટુંબ છો. મારા નવા જીવન માં તારા સંસ્કાર અને બાઇબલ જ મારો સહારો અને લાકડી છે.  એ હું ક્યારે નહિ ભૂલું."
આપણે આપણા બાળકોને ગમેતે પરિસ્થિતિમાં થી બહાર આવતા શીખવું જ જોઈએ. સાથે ઈશ્વર એજ મદદગાર છે તેજ આપણો આશરો અને ઢાલ છે તે શિક્ષણ આપવું જ  જોયે. બાઇબલમાં કીધું છે કે "આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે. (ગીતશાસ્ત્ર 68:5)" વળી "તમારી બધીજ ચિંતાઓ તેને સોંપી દો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે. (1 પિતરનો પત્ર 5:7)". આપણે જાણીએ જ છીએ કે ઈશ્વર જયારે આપણો રક્ષક તરણહાર હોય ત્યારે " યહોવા મારો ખડક, મારો મજબૂત કિલ્લો છે. દેવ મારો ખડક છે. તે મારું આશ્રયસ્થાન છે. તે મારી ઢાલ છે. તેની શકિત મારું રક્ષણ કરે છે. પર્વતોમાં ખૂબ ઉંચાઇ પર તે મારું સુરક્ષાનું સ્થાન છે." વળી  "પરંતુ પ્રભુ વિશ્વસનીય છે. તે તમને સાર્મથ્ય પ્રદાન કરશે અને દુષ્ટ (શૈતાન) થી તમારું રક્ષણ કરશે. (2 થેસ્સલોનિકીઓને 3:3)". તો એવો આપણા બાળકોને યોગ્ય શિક્ષણ આપીયે. કારણકે "હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે; અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે. (ગીતશાસ્ત્ર 147:3)".

 Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images

WAY-FM

Wednesday, 10 April 2019

40 Lent Sessions

અગાપે પ્રેમ (ઈશ્વરીય પ્રેમ)
માનવીનો ઉછેર તેનું માતાપિતા અને કુટુંબમાં થાય છે. આ જ કુટુંબ માણસને બનાવે છે અને બગાડે પણ છે. માણસમાં સાચા ખોટા સંસ્કારોનું ઘડતર તેના માતાપિતા કરે છે, જેની અસર તેના આખા જીવન દરમિયાન જોવા મળે છે. સારા સઁસ્કાર તેને તારે છે, અને ખોટા સંસ્કાર તેને ડુબાડે છે. આવા સઁસ્કારોને આપણે લાડ અને પ્રેમ કહીયે છીએ. બાઇબલ મુજબ પ્રેમ ના ચાર પ્રકાર છે. 1. પ્રણય અથવા રોમાન્ટિક પ્રેમ. 2. કૌટુંબિક પ્રેમ એટલેકે માતાપિતાનો પ્રેમ, ભાઈ બહેનો નો પ્રેમ. 3.મિત્રનો પ્રેમ . અને 4 છે અગાપે પ્રેમ એટલેકે ઈશ્વરનો પ્રેમ. બાકીના ત્રણ પ્રેમ જયાંથી પુરા થાય છે ત્યાં થી આ પ્રેમની શરૂવાત થાય છે. જેમાં કોઈ શરતો નથી. કોઈ સીમા નથી. તેને સમજવો જેટલો અઘરો છે એટલોજ તે આપણી પાસે અને સહેલાઇ થી મળી જતો હોય છે. સમજવું થોડું અઘરું છે. આપણે આ વાત થી સમજીયે.
એક ભાઈ ની આ આપવીતી છે. જે આપણે તેમના જ શબ્દમાં સમજીયે. તે કહે છેકે "મારો જન્મ જે કુટુંબમાં થયો હતો તેમાં અમને એવા સંસ્કાર આપવામાં આવ્યા હતા કે 'આપણે કયારે પણ ભૂલ કરતા નથી. આપણી નિષ્ફ્ળતા હંમેશા બીજાની ભૂલોને કારણે જ આપણને મળે છે. એટલે આપણી નિષ્ફ્ળતાના જવાબદાર પણ બીજા જ લોકો છે.' વળી હું પહેલાથીજ લડાયક વૃત્તિ ધરાવતો હતો. એટલે મેં કયારેય એ ના વિચાર્યું કે મારી નિષ્ફ્ળ જિંદગી માટે મારી ભૂલો જવાબદાર છે. જો હું એમ માનતો જ ના હોવ કે ભૂલો હું કરી શકું છું તો ભૂલ સુધારવાની વાત જ ક્યાં થી આવી? મને મારામાં ભૂલો જ દેખાતી નહતી. એટલે સરવાળે નિષ્ફ્ળતા, દુઃખ અને સ્વભાવના કારણે ઝગડા, ગુસ્સો નફરત થી ચારેબાજુ એ ઘેરાઈ ગયો  હતોં. આ ગુસ્સો ધીરે ધીરે ઈશ્વર તરફ વળ્યો હતો. હવે હું મારી નિષ્ફ્ળતા માટે ઈશ્વરને જ દોશી માનવ લાગ્યો હતો. જે જે લોકો સાથે મારે ઝગડો થતો તેને હું ઈશ્વર તરફ થીજ મોકલવામાં આવ્યા છે તેમ જ માનતો. મારા બાળપણ થીજ ઈશ્વર મને પસંદ નથી કરતા તેમ હું માનવ લાગ્યો હતો. જે માન્યતા સમય જતા વધુ ને વધુ દ્રડ બનતી જતી હતી. 
એક દિવસ હું મારા સુથારી કામ પર થી પાછો આવતો હતો ત્યારે એક કાકા એક જૂની પુરાણી એન્ટિક ખુરશી ભંગારમાં આપી રહ્યા હતા. મેં જોયું કે આ ખુરશીમાં થોડું સમારકામ કરવામાં આવે તો તે સારી થઇ શકે છે અને તેને વેચીને હું સારા રૂપિયા મેળવી જ શકું છું. જેની મને ખુબ જરૂર હતી. મેં કાકા ને જઈને કીધું કે 'તમને આની જરૂર ના હોય તો તે મને આપી દેશો?', અને કાકા એ ઘસીને ના પડી દીધી. જેમ થતું હતું તેમ હું એ કાકા સાથે ઝગડી પડ્યો અને ઈશ્વરને કોસવા લાગ્યો.
ધીરે ધીરે મને આ રોજના ઝગડા, નિષ્ફ્ળતા થી કંટાળો આવા લાગ્યો. હું એકલો તો ક્યારનો પડી ગયો હતો. પણ મને એક જ બીક હતી મૃત્યુની. આ બીકના કારણે હું જીવનને એક બોજાની જેમ વઢેરી રહ્યો હતો. આખરે એક શિયાળાની બર્ફીલી સવારે મેં મારી જાતને મૃત્યને સોંપી  દેવાનું નક્કી કર્યું.અમારા ગામની નદી શિયાળામાં બરફ થઇ જાય છે. હું મારી ગાડી લઈનેત્યાં ગયો. ગાડી કિનારાથી દૂર ઉભી રાખી. મારા ગરમ કપડાં ને ગાડીની ચાવી ગાડીમાંજ રાખીને હું ચાલતો ચાલતો નદીતરફ જવા લાગ્યો. મારો પ્લાન ખુબ સરળ હતો. હું નદીમાં ઉતરી ને છાતી સમોડા પાણી માં ઉભો રહીશ. પાણી તો ખેર હતું જ નહિ એટલે એમ કહેવાય કે નદીમાં આસાન જગ્યા એ કાણું પડી ને બરફ માં ઉતરી જઈશ. જ્યાં મારુ શરીર થીજી જશે અને હું મૃત્યુ પામીશ. કોઈ સંજોગોમાં જો હું પાણી માંથી બહાર આવી ગયો તોપણ ગાડી એટલે દૂર હતી કે ભીના કપડે ત્યાં સુધી પોંહચતા પહેલા હું ઠરી જઈશ ને મૃત્યુ પામીશ. ચોક્કસ પણ સરળ યોજના હતી મારી. હું ચાલતો ચાલતો નદી પાસે પહચ્યો કે એક ક્ષણ માટે મને પેલી ખુરશી અને ખુરશી વાળા કાકા યાદ આવ્યા. મારી આંખો સામે થી મારૂ આખું જીવન પસાર થઇ ગયું. ત્યાં જ મને પાછળ થી કોઈ નો ધીમો, શાંત અને મીઠો અવાજ આવ્યો 'ભાઈ! આ જીવનનું તને કોઈ કામ નથી, તો તે મને આપી ના શકે?'. હું ઉભો થઇ ગયો. મેં પાછળ જોયું તો કોઈ નહતું. હું થોડુ આગળ ચાલ્યો ત્યાં ફરી એજ અવાજ સંભળાયો. મને એ સમજાઈ ગયું કે આ અવાજ ઈશ્વરનો છે. મને દુઃખ સાથે આનંદની લાગણી એ ઘરી  લીધો. હું કે જેને પોતાના જીવન ના 40 વર્ષ ઈશ્વર નિંદામાં અને પાપ માં કઢ્યા. હું કે જેણે ઈશ્વરના લોકો સાથે ઝગડવાનું, હેરાન કરવાનું જ કામ કર્યું. હું કે જે નિષ્ફ્ળ, એકલો, માથાના ફરેલો, ગુસ્સા થી ભરેલો, અભિમાની. મારાજીવનની એવી એક પણ ક્ષણ નહતી કે જેના લીધે ઈશ્વર મારી સાથે વાત કરે. તેવા માણસ પાસે ઈશ્વર તેનું જીવન માંગી રહ્યા છે! અને હું ત્યાં જ ઘૂંટણે પડી ગયો. મારી આંખો માંથી આસું વહેવા લાગ્યા. એ આંસુ  સાથે મારી બધીજ નકારાત્મક લાગણીઓ ધોવાવા લાગી. મને મારી ભૂલો દેખાવા લાગી. આજે હું ખુશ છું.  તે દિવસ થી મેં મારી જાતને ઈશ્વરને સોંપી દીધી. મારા જેવા પાપી ને અપનાવા માટે ઈશ્વરનો પ્રેમ જ કામ કરે.ઈશ્વરનો બિન શરતી પ્રેમ. મેં ત્યાં થીપાછા આવી ને બધા પસે માફી માગી ને જીવનની નવી શરૂવાત કરી. હું હવે શાંત અને સફળ જીવન જીવું છું. હું ઈશ્વરના સેવા કાર્ય કરું છું. ખુશી શું છે એ હવે મને સમજાય છે. આ બધું જ ઈશ્વરના પ્રેમ ના કારણે મને મળ્યું છે. તે માટે હું ઈશ્વર નો ખુબ આભાર માનું છું."
તો જોયુ ! ઈશ્વર કે જેનો અગાપે પ્રેમ કેવો ચમત્કાર કરે છે! આપણે ખાલી એને આપણા જીવનમાં જગ્યા આપવાની હોય છે. એ જયારે હ્ર્દય રૂપી દ્વાર ને ટકોરા માંગે ત્યારે આપણે આપણા હ્ર્દયો ખોલી ને તેમને અંદર આવા દેવાના હોય છે. બાકી નું કાર્ય તો એજ કરે છે. કોઈ શરત કે સીમા વગર એમના પ્રેમ થી. બાઇબલમાં કીધું છે કે "અને તેથી આપણે જાણીએ છીએ કે દેવે આપણને કેટલો બધો પ્રેમ આપ્યો છે. અને આપણે તે પ્રેમ પર વિશ્વાસ કર્યો છે. દેવ પ્રેમ છે. જે વ્યક્તિ પ્રેમમાં રહે છે તે દેવમાં રહે છે, અને દેવ તે વ્યક્તિમાં રહે છે. (1 યોહાનનો પત્ર 4:16)", વળી "જે રીતે પિતાએ મને પ્રેમ કર્યો તેમ હું તમને પ્રેમ કરું છું. હવે મારા પ્રેમમાં રહો. (યોહાન 15:9)". ઈશ્વરનો અદભુત અને અજાયબ જેવો પ્રેમ કે જે જીવન અને લોકો ને પુરા જ બદલી નાખે છે. "જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો. (ગીતશાસ્ત્ર 94:18)". ઈશ્વરનો પ્રેમ આપણને ક્યારેય પડવા નથી દેતો.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

Tuesday, 9 April 2019

40 Lent Sessions

એક ભિક્ષુક 
આપણા મનમાં એક ભિક્ષુકનું ચિત્ર એક સમાન હોય શકે. ફાટેલાઅને મેલા કપડાં, પગમાં ચમ્પલ ના હોય કે હોય તો જુના તૂટેલા, હંમેશા માંગવા માટે હાથ લંબાયેલા. ઘણા એવા ભિક્ષુકના દાખલ પણ આપણે સમાચાર પત્રમાં વાંચીયે છીએ કે ઘણા એવા ભિક્ષુક પણ હોય છે કે જેમની પાસે કરોડો રૂપિયા મળી આવ્યા હોય. તે છતાં તેમના હાથ તો માંગવા માટે જ લંબાયેલા હોય. પરંતુ ઘણી વખત આપવાદ હોય છે. 
આજે આપણે એક આવા જ ભિક્ષુક ની વાત કરીશું.
એક પ્રભુ મંદિર માં રવિવારની સંગત ચાલતી હતી. પ્રભુમંદિરના દરવાજા પર એક ભિક્ષુક ઉભો હતો. એજ ફાટેલા, ગંદા કપડાં, તૂટેલા ચપ્પલ. પરંતુ આ ભિક્ષુક માં એક વાત અલગ હતી. તેને ભિક્ષા માંગવા કરતા પ્રભુમંદિર માં અંદર ચાલતી સભામાં વધુ રસ હતો. એ ચૂપચાપ અદબ વળી ને ઉભો હતો. આજે એનો હાથ લંબાયેલો નહતો. સભા પુરી થઇ. લોકો લોતપોતાને ઘરે ગયા. પ્રભુમંદિર ખાલી થયું, પાળક સાહેબ પણ તેમના ઘર જે પ્રભુમંદિર ની પાછળ જ હતુ ત્યાં ગયા. થોડીવાર માં તેમના ઘરનો દરવજો કોઈ એ ખખડાવ્યો.  ખોલતા સામે ભિક્ષુક ભાઈ ઉભા હતા. તેમણે પાળક સાહેબને પૂછ્યું કે "દેવળ છૂટી ગયું?". પાળક સાહેબ  કહે "હા  છૂટી ગયું. તમારે કઈ કામ હતું?". ભિક્ષુકે ખુબ શાંતિ થી જણાવ્યું કે "મારે દાન આપવું છે.". આ સાંભળીને પાળક સાહેબ ને થોડું આશ્ર્ચર્ય થયું, પરંતુ તેમને ફરજના ભાગ રૂપે આ ભાઈને ઘરમાં બોલાવી ને બેસાડ્યા અને દેવડમાંથી એક ખાલી દાનની કોથળી મંગાવી. તેમણે તે કોથળી ભિક્ષુકને ધરી ભિક્ષુકે તેમાં કંઈક નાખ્યું. પાળક સાહેબે દાન ઉપર આશીર્વાદ માંગ્યા. ભાઈ સાથે પ્રાર્થના કરી. તેમને ચા નાસ્તો કરાવી વિદાય કર્યા. 
ત્યાર બાદ પાળક સાહેબને થોડી જીજ્ઞાશા થઇ કે આ ભાઈ શું આપી ગયા લાવને જોવ. તેમના આશ્ર્ચર્ય વચ્ચે ભિક્ષુક ભાઈ. પુરા 800 રૂપિયા દાન માં આપી ગયા હતા. જે માણસના પગમાં આટલી ગરમી માં પહેરવા માટે ચપ્પલ નહતા, તે ધારત તો આમાં થી પોતાના માટે જરૂરત નો સમાન લઈજ  શકતા હતા. કોઈ તેમને પૂછવા નહતું જવાનું કે તે કેમ આટલા આપ્યા. તે છતાં પોતાની જરૂરિયાત પુરી કરવા ને બદલે તેમણે એ રકમ ને દાનમાં આપવાનું પસંદ કર્યું. કેવી અજાયબ ભાવના! કેવું અજાયબ જેવું દાન.
બાઇબલ માં પણ જયારે દાન પેટીમાં મોટું મોટું દાન આપતા હતા અને ગરીબ વિધવાએ નાના તાંબાના બે સિક્કા નાખ્યા ત્યારે ઈસુ એ શિષ્યોને કહ્યું હતું કે "ઈસુએ તેના શિષ્યોને બોલાવ્યા. ઈસુએ કહ્યું, ‘હું તમને સાચું કહું છું. આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા. પણ તેણે ખરેખર બધા ધનવાન માણસો કરતા વધારે આપ્યું છે.(માર્ક 12:44)" અને તેનું કારણ આપતા તેમણે કહ્યું હતું કે "આ લોકો પાસે પુષ્કળ છે. તેઓએ તો ફક્ત તેમને જેની જરુંર નથી તે જ આપ્યું. પણ તેણે તો તેના જીવન જીવવા માટે જરુંર હતું તે બધુજ નાણું આપ્યું. (માર્ક 12:44)". દાન એ દેખાડો નથી. એ ઈશ્વરને આપતું અર્પણ છે.જેનો બદલો ઈશ્વર આપે જ છે. "બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.” (લૂક 6:38). પણ તે તમારી હ્ર્દયની ભાવના પ્રમાણે હોય છે. "જો તમારી આપવાની ઈચ્છા હશે, તો તમારા દાનનો સ્વીકાર થશે. તમારી ભેટનું મૂલ્યાંકન તમારી પાસે જે છે તેના ઉપરથી થશે અને નહિ કે તમારી પાસે જે નથી. (2 કરિંથીઓને 8:12)". માટે દાન ખરા હૃદય અને ખુલ્લા મન થી આપો. 


Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Monday, 8 April 2019

40 Lent Sessions

આજે સવારે એક દફનવિધિમાં હાજરી આપવા ગયા હતા.  તેમાં પાળક સાહેબે ખુબ સરસ વાત જણાવી હતી કે "ઈશ્વરે એમનાથી કીધું કે મારી પાસે આવશો તો તમને ક્યારે પણ કષ્ટ નહિ આવે. પરંતુ ઈશ્વરે કીધું છે કે " હું તમને ગમેતે પરિસ્થિતિ માં સાચવીશ, તમરાઈ સાથે રહીશ. તમને સાંભળીશ." સુખ દુઃખ એ જીવન નો એક ભાગ છે. ઈશ્વર આપણને સુખમાં જાળવી રાખે છે અને દુઃખમાં સાચવે છે. આ દુનિયા માં કોઈ માણસ સંપૂર્ણ નથી. પરંતુ ઈશ્વર તેને પોતાનામાં પૂર્ણ કરે છે. ઈશ્વર સાથે હોય તો કષ્ટ સહન કરવાની શક્તિ વધે છે, જે આપણને સંપૂર્ણ બનાવે છે.
વસંત ઋતુની એક સવારે વૃદ્ધાશ્રમ માં  એક વૃદ્ધ બહેન પોતાની સારવાર અર્થે આવ્યા હતા. આ સેન્ટરમાં એક પિયાનો હતો. ત્યાંના એક સ્ટાફ મેમ્બર બેને તેમની ઓળખાણ સેન્ટરમાં રહેતા અન્ય લોકો સાથે કરાવી. આ બધી પ્રક્રિયા દરમ્યાન તે સ્ટાફ મેમ્બર બેને નોંધ્યું કે આ વૃદ્ધા સેન્ટર માં મૂકેલો પિયાનો જોઈને થોડા દુખી થયા હતા. સ્ટાફ બેને તેમને એ વિશે પૂછ્યું, ત્યારે તે વૃદ્ધા કહ્યું કે "થોડા સમય પહેલા બહુ સારો પિયાનો વગાડી શકતી હતી, પણ હવે મારો જમણો હાથ બરાબર કામ આપતો નથી એટલે હું પિયાનો બગાડી શકતી નથી. તે પહેલા સંગીત એ મારો પ્રથમ પ્રેમ હતો.". આ સાંભળીને સ્ટાફ બેન ને કંઈક યાદ આવતા તેમણે કહ્યું "તમે ઉભા રહો, હું હમણાં આવું છું.". થોડીવારમાં તેઓ પાછા આવ્યા અને તેમની સાથે એક સફેદ વાળવાળા અને જાડા ચશ્મા પહેરેલા થોડા વૃદ્ધ બેનને સાથે લાવ્યા. બેન વોકર સાથે ચાલતા હતા.
સ્ટાફ મેમ્બર બેને તેમની ઓળખાણ કરાવી ને જણાવ્યુકે " તેઓ પણ પિયાનો વગાડી શકે છે, પણ તમારી જેમ જ તેમને શારીરિક તકલીફ થવાથી હવે વગાડતા નથી. તેમનો ડાબો હાથ ખરાબ છે, પણ જમણો સારો છે. જ્યારે તમારો જમણો  ખરાબ છે અને ડાબો હાથ સારો છે. તો તમે બંને ભેગા થઈને કંઈક જુદુ અને ખૂબ સરસ કામ કરી શકો છો.". બન્ને વૃદ્ધાઓ પિયાનો પાસે બેઝ ઉપર સાથે બેઠા અને બંને પોતાના સારા હાથથી પિયાનો વગાડવા લાગ્યા. એક ખૂબ સુંદર લાંબી આંગળીઓવાળો કાળો હાથ, જ્યારે બીજો સફેદ નાનો નાની આંગળીઓ વાળા હાથો પિયાનો પર ફરવા લાગ્યા. ધીરે ધીરે ખૂબ સુંદર મ્યુઝિક તેમાંથી બહાર આવ્યું. જયારે સંગીત વગાડતા ત્યારે એક  નો નિર્મળ જમણો હાથ બીજાની પીઠની પાછળ વળગીને રહેતો, જ્યારે બીજા નો ડાબો નિર્બળ હાથ બીજાના ઘુટણ પર રહેતો. આ રીતે તેમણે કંઈ કેટલી જગ્યાએ પોતાનું સંગીત પ્રસ્તુત કર્યું  જેમકે ટેલિવિઝન પર, ચર્ચમાં, સ્કૂલમાં, સીનીયર સીટીઝન સેન્ટરમાં. બંને કષ્ટમાં રહેલા જીવને ઈશ્વરે મેળવી ને એક નવું જીવન આપ્યું. એક નવી ઉંચાઈ આપી. 
કષ્ટ કે દુઃખ થી હારી જવાને બદલે, ઈશ્વર પર શ્રદ્ધા રાખીને આગળ વધીયે અને પોતાની મહેનત અને સ્વપ્નું ના છોડીયે તો ઈશ્વર જરૂર સહાયતા કરે જ છે. આપણી ખામીયોને ભરી ને ખુબીયો બનાવી દે છે. જે દુઃખ ભૂલી ને આગળ વધવામાં મદદ કરે છે. જેમ બાઇબલમાં કીધું છે કે "અને અંત સુધી તમારી ધીરજને ચાલુ રહેવા દો.જેથી તમે પૂર્ણ બનો. તમારે જેની જરૂરીયાત છે તેની ઉણપ ન રહે. (યાકૂબનો 1:4)", વળી "દેવે તમારામાં શુભ કામની શરૂઆત કરી અને તે તમારા પ્રતિ હજુ પણ ચાલુ છે. મને ખાતરી છે કે ઈસુ ખ્રિસ્તનું પુરાગમન થશે, ત્યારે દેવ તે કામ પુરું કરશે. (ફિલિપ્પીઓને પત્ર 1:6)".

Olivia Martins

Editor
Purvi Hope

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

Sunday, 7 April 2019

40 Lent Sessions

સેવાનું તેડું
આપણી આજુબાજુ કેટલાક લોકોને જોયે છીએ જે બીજાને મદદ કરવા, લોકોની સેવા કરવા હમેશા તૈયાર હોય છે. સેવા એ ઈશ્વરની આરાધનાનો જ એક પ્રકાર છે. ઈશ્વર આ કાર્ય માટે ખાસ લોકોને તેડે છે.એટલે કે સેવા કરવાનો અવસર આપે છે. ઈશ્વરના લોકોની સેવા કે પ્રભુમંદિર ની સેવા આ બન્ને સેવા માટે ઈશ્વર તેડું મોકલે છે. તેડું લેવું કે ના લેવું એ આપણા હાથમાં છે. આ ઈશ્વરના આશીર્વાદ છે. કેટલાક લોકો ખુબમોટી જગ્યા એ હોય છે પરંતુ સેવાનું તેડું મળતા તેવો આનંદ પૂર્વક ઈશ્વર સમક્ષ ઉભા રહે છે. હું એવા કેટલાક લોકો ને ઓળખુંછું કે જેવો ડોક્ટર કે મોટી મોટી સરકારી જગ્યા પરકર્યા કરતા હોવા છતાં ઈશ્વરની સેવા માટે કોઈ પણ કામ કરવા ત્તર્પર હોય. સમય ગમેતેમ કેરી ને કાઢી જ લેતા હોય છે. અને એવા લોકો ને પણ ઓળખું છું કે જે સામાન્ય હોય પણ સેવાના કાર્ય માટે આવી જાય પણ પછી તે તક નો લાભ ના લઈ શક્ય હોય.
આજે આપણે આવાજ એક બહેનની વાત કરીયે. તેવો ખુબ પ્રખ્યાત વકીલ હતા. તેમનું કામ ખુબ જ સારું ચાલે. લોકો તેમને મળવા માટે સમય લેવો પડતો હતો. એક વાર તેમના પાળક સાહેબે તેમને વિંનતી કરી કે તમે પ્રભુમંદિર માં પણ તમારો સમય આપો. તમારી સેવાની ચર્ચમાં જરૂર છે. ઘણા એવા લોકો છે જેમને કયદાકીય સલાહની જરૂર છે પરંતુ તેમની પાસે પૈસા ન હોવા થી તેવો સાચી સલાહ મેળવી નથી શકતા. બહેને આ વાત હસવા જેવી લાગી. તેમને થયું કે ચર્ચમાં સેવા એટલે મફતમાં કામ. મારો સમય તો કેટલો કિંમતી છે. હું શું કામ ચર્ચ માં આપું? અને તેમણે સમય નથી, પણ પછી વિચારીશું. એવું જણાવી ને વાત ને ટાળી દીધી. આમ કર્યા પછી એ બહેન ખુશ થવા ને બદલે પોતે કંઈક ભૂલ કરી છે એવી લાગણી તેમને થવા લાગી. એક ના સમજી  શકાય તેવી બેચેની.
રાત્રે કુટુંબની પ્રાથર્નામાં પણ તેમનું મન ના લાગ્યું. કંઈક ખૂટે છે. કંઈક ભૂલ થઇ છે.એ લાગણી તેમને તીવ્ર થવા લાગી. જાણે કોઈક કહેતું હોય કે મેઁ તને ભરપુરી થી આપ્યું અને હવે તારી પાસે મને આપવા માટે સમય નથી! મારા લોકોને તારી જરૂરત છે, ત્યારે તું નથી. બહેન નું કામમાં ચિત લગતું નહતું. આખરે તેમણે પાળક સાહેબ ને જણાવ્યું કે દર બે મહિને એક કલાક  હું ચર્ચ ઓફિસમાં બેસીસ અને લોકો ને સલાહ આપીશ. પાલક સાહેબ મણિ ગયા. બહેન પેહલા દિવસે ઓફિસ પર આવ્યા. જેમ જેમ એ કામ કરવા લાગ્યા તેમ તેમ તેમને અદભુત શાંતિ નો અનુભવ થયો. આજે તો આ બહેન પોતે એ ભૂલી ચુક્યા છે કે એમને દર બે મહિને એક કલાક ની સેવા નું વચન આપ્યું છે. તેમની ઓફિસ લોકો ની સેવા માટે હંમેશા ખુલી થઇ ગઈ છે. વળી સન્દેશ સ્કૂલ માં ભણવાનું કાર્ય પણ હોસે હોસે ઉપાડી લીધું છે. તેવો કહે છે કે એ મને સદ્ આપે છે તો રસ્તા પણ એજ કાઢશે. બાઇબલ માં કીધું છે કે "દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો. (રોમનોને પત્ર 12:11)", "તે જ રીતે, માણસનો પુત્ર બીજા લોકો પાસે તેની સેવા કરાવવા આવ્યો નથી. પરંતુ માણસનો પુત્ર બીજા લોકોની સેવા કરવા માટે આવ્યો છે. માણસનો પુત્ર ઘણા લોકોને બચાવવા તેનું જીવન સમર્પિત કરવા આવ્યો છે’ (માર્ક 10:45)", વળી "જે વ્યક્તિ મારી સેવા કરે છે તેણે મને અનુસરવું જોઈએ. પછી મારો સેવક હું જ્યાં જ્યાં હોઈશ ત્યાં તે પણ મારી સાથે હશે. મારા પિતા જે લોકો મારી સેવા કરે છે તેઓને સન્માન આપશે. (યોહાન 12:26)
અને જે સૌથી મોટો થવા ઈચ્છે છે, તેણે એક ગુલામ તરીકે તમારી સેવા કરવી જોઈએ. (માથ્થી 20:27)".
આવો આપણે પુરા મન અને લગન થી ઈશ્વરે આપણે આપેલી સેવા કરીયે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 

Saturday, 6 April 2019

40 Lent Sessions

અપેક્ષા વગરની મદદ 
કોઈપણ અપેક્ષા વગર કાર્ય કરવું એ આજના માનવીની ફિતરત નથી રહી. જો હું કોઈને પાણી નો એક ગ્લાસ આપું તો સામે એને મને આપવાનું. જો એ ના આપી શકે તો એ ખરાબ કે સ્વાર્થી માં ખપી જાય છે. જે હમેશા સાચું નથી હોતું. હમણાં એક સેમિનાર માં વક્તા ભાઈએ એક બહુ સરસ દાખલો આપ્યો હતો. તેમણે કહ્યું કે બન્યું એવું કે એમના એક મિત્ર સાથે એકવાર તેવો બહારગામ ગયા. ત્યાં રિક્ષાનું ભાડું આપવાનું આવ્યું તો વક્તા ભાઈ આપે તે પેહલા એમના મિત્રે પૈસા આપ્યા. તેવો એક રેસ્ટોરન્ટ માં ગયા ત્યાં પણ એવું થયું કે આ ભાઈ પૈસા આપે તે પહેલા મિત્રે પૈસા આપી દીધા. હવે આ કારણ થી આ વક્તા ભાઈ પાસે જે પૈસા હતા તે છુટ્ટા ના થયા. તેવો પાંચ રિક્ષામાં આવ્યા, હોટેલ પર પોંહચીને પૈસા આપવાની વાત આવી. વક્તા ભાઈ એ
2000 રૂપિયા આપ્યા. રીક્ષા વાળા એ છુટ્ટા આપવાની ના પડી તેમણે મિત્રને કહ્યું કે ભાઈ પૈસા આપી દે. સવારે ચાની કીટલી પાર પણ એવું થયું અને એમને મિત્રને કહેવું પડ્યું કે તું પૈસા આપી દે. દિવસ દરમિયાન આ વક્તા ભાઈ એ છુટ્ટા નો બંદોબસ્ત કરી લીધો અને રાત્રે એમના મિત્રને કહ્યું કે ચાલ આઈસ્ક્રિમ ખાવા જઇયે. મિત્રે ચોખી ના પડી દીધી કે રહેવા દે, મન નથી. આ ભાઈ સમજ્યા કે તેમનું મન નહીં  હોય. કારણ એ બંને પાછા  આવ્યા ત્તયારે સમજાયું. જયારે એક બીજા ભાઈ ને આ મિત્રએ જઈ ને જણાવ્યું કે આ વક્તા ભાઈ સાથે તો ના જવાય. એતો ભારે કંજૂસ. બધે જ રીક્ષા ના પૈસા મારી પાસે થી લીધા, અમારા જમવાના પૈસા પણ મારે જ કાઢવા પડ્યા. આમ કંઈજ કર્યા વગર વક્તાભાઈ કંજૂસ નું લેબલ લઇ ને ફરતા થઇ ગયા. જેમાં એમનો વાંક કેટલો!
આજે આપણે એવા એક ભાઈ ની વાત કરીયે જે કોઈ પણ અપેક્ષા વગર જ મદદ કરે છે. પણ તે સામાન્ય માણસ નથી. તે મેન્ટલી ચેલેન્જ વ્યક્તિ છે. એટલે મંદબુદ્ધિ વ્યક્તિ.  હા ભાઈ! આજ ના જમાના માં તમે અપેક્ષા વગર કાર્ય કરો તો તમે મંદબુદ્ધિ જ ગણાવ. આજે ફરી આમનું નામ આપીશ. આમનું નામ ચાર્લી, ઉંમર 57 વર્ષ, ઠેકાણું આશ્રમ. આશ્રમમાં તેવો દરેક ને મદદ રૂપ થાય. નાના બાળકો નો વોર્ડ એમની સાથી માનીતી જગ્યા. આ બાળકો પણ એમને ખુબ પ્રેમ કરે.  ચાર્લીની એક ખાસિયત જેને મળે એને પૂછે " હેલ્લો! મારુ નામ ચાર્લી છે. આપનું નામ શું છે?". અને સામે વાળાનો હાથ પકડી ને પ્રેમ થી દબાવીને તેનું અભી વાદન કરે. એ દિવસ માં જેટલી વાર તમને મળે તેટલી વાર તે આમજ પૂછે. એક હુંફાળું સ્મિત એ એનો સાથી.  હવે બાળકો ના વોર્ડમાં એક નવા મનોચિકીત્સકત ની નિમણુંક થઇ. અને એક અઠવાડિયામાં જ જુના ભાઈ ને રજા પર જવાનું થયું. આ વોર્ડ માં કેટલાક એવા બાળકો પણ હતા જે નવા હતા અને તેમને કુદરતી ક્રિયાઓ વિષે પણ સમજણ નહતી.પરંતુ એક સમજણ હતી કે સામે વાડા નો ડર સમજી જવાની. તેવો તરત જ સમજી ગયા કે આ સાહેબ આમને કંટ્રોલ નથી કરી શકતા. તેમણે  ધમાલ ચાલુ કરી દીધી. હજુ કંઈક સમજાય ત્યાં તો એક બીજા ને મારવાનું ફેંકવાનું ચાલુ થઇ ગયું. ત્યાં એક અવાજ આવ્યો " મારુ નામ ચાર્લી છે. આપનું ના શું?". ચાર્લી એ ડોક્ટરનો હાથ પકડી ને મીઠું સ્મિત કર્યું ને બોલ્યો "મદદ." ચાર્લી ને જોતા જ બધાજ બાળકો તેની આજુબાજુ વીંટળાઈ ગયા. તેવો તેનું કહેવું માનવ લાગ્યા. ત્યાં જ સમાચાર આવ્યા કે આજે સરકારી અધિકારી ઇન્સ્પેકશન માટે આવ્યા છે. આ મુલાકા તેમણે અચાનક જ લીધેલી છે. આખો આશ્રમ ચિંતા માં પડી ગયો કારણકે બધા ને ખબર હતી કે બાળકોના વોર્ડ માં બાળકોને સંભાળી શકવા નવા સાહેબ સમર્થ નથી. આશ્રમ પ્રમુખ ખુબ જ ચિંતામાં આવી ગયા. પરંતુ જયારે બાળકોનો વોર્ડ આવ્યો તો તેમને ખુબ જ આશ્ચ્રર્ય થયું. વોર્ડમાં બધું જ એકદમ વ્યવસ્થિત હતું. નવા બાળકો પણ શાંત હતા. ત્યાં જ એક અવાજ આવ્યો અને ચાર્લી સરકારી અધિકારી સામે આવી ને એજ પ્રેમાળ સ્મિત સાથે ઉભા રહી ને પૂછ્યું" મારુ નામ ચાર્લી છે. આપનું નામ શું?". અને અધિકારી ખુશ થઇ ગયા. તેમણે કહ્યું કે " તમારો નવો પ્રયોગ તો મને ખુબ જ ગમ્યો.". તમે સજા થયેલા લોકોને નવા પેશન્ટ સાથે સારી રીતે રાખી રહ્યા છો. ખુબ જ સરસ.". અને તે દિવસ પૂરો આશ્રમ ચાર્લીનો આભારી થઇ ગયો. 
થોડા દિવસ પછી આ ડૉક્ટર સાહેબ ચાર્લીના વોર્ડ માં ગયા. ત્યાં એમને જાણવા મળ્યું કે ચાર્લી આજ થી 50 વર્ષ પેહલા આ આશ્રમમાં આવ્યો હતો. તેના પિતાજી ના મૃત્યુ પછી આ બાળકને તેની માતા જ આ આશ્રમમાં મૂકી ને જતી રહી હતી. આટલા વર્ષોમાં બહારની દુનિયા માંથી કોઈ ચાર્લીની ખબર લેવા નથી આવ્યું. ચાર્લીની ઉંમર 57 થઇ પરંતુ તેનું કોઈ કુટુંબ નથી. તેની ખાસ મિત્ર આશ્રમના જ અંધ વિભાગ માં રહેતા એક અંધ દાદી છે. અને આશ્રમ જ તેનું ઘર છે, કુટુંબ છે. ત્યાં પાછળ થી ચાર્લી આવી ને ડોક્ટરનો હાથ પકડી ને એજ સ્મિત સાથે પૂછ્યું "મારુ નામ ચાર્લી છે. આપનું નામ શું?". તેની આંખમાં પણ તે દિવસે કરેલી મદદ નો કોઈ અણસાર સુધ્ધાં નહતો. તેના વોર્ડને કીધું કે ચાર્લી આમજ બધાને મદદ કરે છે. પરંતુ તે કયારેય તેનું વળતર માંગતો નથી. બસ સ્મિત આપે છે અને સ્મિત લે છે. તે મુશ્કેલીને સૂંઘી લે છે. અને સામે થી જ મદદ કરવા પોહચી જાય છે.  અને સ્મિતની આપલે તે જ તેની મદદનું વળતર છે. જેમ કહેવાયું છે તેમ "મેં હંમેશા તમને બતાવ્યું છે કે મેં જે કર્યુ તેવું કામ તમારે કરવું જોઈએ. અને જે લોકો નબળા છે તેમને મદદ કરવી જોઈએ. મેં તમને પ્રભુ ઈસુનું વચન યાદ રાખવા શીખવ્યું છે. ઈસુએ કહ્યું છે, ‘જ્યારે તમે પ્રાપ્ત કરો છો તેના કરતાં તમે આપો છો ત્યારે વધારે સુખી થશો.”‘ (પ્રેરિતોનાં ક્રત્યો 20:35)"
આપણે બધા ખુબ બુદ્ધિશાળી પણ આપણી મદદ કરવાની ને લેવાની નિયતમાં આપણે ચાર્લી કરતા ઘણા જ મંદબુદ્ધિ છીએ. બાઇબલમાં કીધું છે કે "હંમેશા જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો, તેઓને જ તમે ઊછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? ના! પાપીઓ પણ પાછું લેવા માટે પાપીઓને ઊછીનું આપે છે! (લૂક 6:34)". વળી આપણને તો સારા કાર્યનો ઢંઢેરો પણ પીત્વા જોઈએ. સમાચાર પત્રમાં ફોટો જોઈએ. ના, આ ઈશ્વરની પસંદ રીત નથી. "સાવધાન રહો! તમે કોઈપણ સત્તકાર્યો કરો તો તે લોકોની સમક્ષ કરશો નહિ. લોકો તમને સારા કાર્યો કરતાં જુએ તે રીતે ના કરો. એમ કરશો તો આકાશના પિતા તરફથી તમને કોઈ જ બદલો મળશે નહિ. (માથ્થી 6:1)" વળી "જ્યારે તમે ગરીબોને આપો તો તેની જાહેરાત કરશો નહિ. દંભી લોકો દાન આપતાં પહેલાં તેનાં બણગાં ફૂંકે છે અને લોકો તેમને આપતા જુએ એ રીતે જાહેરમાં ધર્મસ્થાનો અને શેરીઓમાં આપે છે. કારણ બીજા લોકો તેમને માન આપે તેવું તેઓ ઈચ્છે છે. હું તમને સત્ય કહું છું તેમને જે બદલો મળ્યો છે તે એટલો જ છે. (માથ્થી 6:2)"

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

Friday, 5 April 2019

40 Lent Sessions

આપણી ચિંતા
માણસનો એક સ્વાભાવ છે કે તે હંમેશા કાલ નું આયોજન કરતો રહે છે. તે આયોજન તેને સ્ટ્રેસ આપે છે. માણસ જાણે પણ છે અને સમજે  પણ છે, કે અમારી કોઈ કાલ નથી. પરંતુ તે તેનું આયોજન કરવામાં મશગુલ રહે છે. મને એક મારા એક મિત્રના પિતાજી એ એક સુંદર વાત કીધી હતી કે જે હું ક્યારે ય નહિ ભૂલું. તેમણે મને કીધું કે "જા પેલા ઝાડના પાંદડાને કહે કે તેવો માંથી એક પણ પત્તુ તારી વાત માની ને થોડું હલનચલન કરે, જો તે કરે છે?" ત્યારે મેં કીધું કે એ તો શક્ય જ નથી કે, હું કહું ને પત્તુ હાલે. તો તેમણે મને જણાવ્યું કે "પૂર્વી ! તારા કહેવાથી એક પત્તુ પણ હાલી શકતું નથી તો તું શું કામ આટલી ચિંત કરે છે? જે પત્તાને હલાવે છે, તે પક્ષીઓ અને પ્રાણીઓ ની પણ સંભાળ રાખે છે. એ આ પોતાની જગ્યા એથી હાલી પણ ના શકનારા ઝાડની પણ સંભાળ રાખે છે. એ શું તારી સંભાળ નહી લે!", અને એમની આ વાત એ મારા માં ઘણું બદલાણ લાવ્યું. હવે હું વિશ્વાશ કરું છું કે "યહોવા મારા પાલનકર્તા છે. તેથી મને કશી ખોટ પડશે નહિ. (ગીતશાસ્ત્ર 23:1)".
આ બધું આપણા બધાને ખબર જ છે પણ આપણે તો ભાઈ જે કરતાં આવ્યા છે તેજ કરીયે છીએ.
આજે અપને એક બહેનની વાત કરીયે.  આ બહેન શિવણ નું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે. તે તેમના એક નાના દીકરા સાથે એકલા રહે. તેમને એક મોટા શૉરૂમ માંથી કપડાં સીવવાનો ઓર્ડર મળ્યો. બહેને ખુબ મહેનત થી એ ઓર્ડર પૂર્ણ કર્યો. જયારે પૈસા લેવા જવાની વાત આવી ત્યારે આ બહેન પાસે એટલા પણ રૂપિયા નહતા બચ્યા કે તેવો એ શૉરૂમ માં જઈ શકે. આ બાજુ તેમના દીકરાની ફી પણ ભરવાની હતી. રાત્રિનું ભોજનની વ્યવસ્થા પણ કરવાની હતી. આ બહેન ખુબ જ ચિંતામાં આવી ગયા. ત્યાં તેમને ખુબજ નિદ્રા આવવા લાગી. તેમની આંખ પણ ખુલી ના રહે તેવી નિદ્રા ભર બપોરે આવા લાગી અને તેવો જાય હતા ત્યાં જ ઊંઘી ગયા. આ નિદ્રામાં તેમને અનુભવ થયો કે તેવો એક સુંદર બગીચાના ઝાડ નીચે, એક સફેદ કપડા પહેરેલા દૂતના ખોળામાં સુતા છે. આ દૂત જાણે પોતાની નાની દીકરીને વ્હાલ થી સુવડાવતો હોય, તેમ તેમના માથે હાથ ફરવીને કહ્યું કે "દીકરી! ચિંતા ના કર બધું જ સારું થઇ જશે. તું શાંતિ થી જજે.". ભર ગરમીમાં આ બહેને એક્દમ  શીતળતા અને અકલ્પ્ય શાંતિનો અનુભવ થયો. થોડીજ વાર માં એમની આંખ ખુલી તો તેવો તેમના ઘરની ફર્શ પર જ સુતા હતા. પરંતુ તેમના માંથી ચિંતા અને અસહાય ની જે તીવ્ર લાગણી હતી જે દુઃખ હતું તે ગાયબ થઇ ગયું હતું.
બહેન જેવા ઘરની બહાર નીકળ્યા કે તેમને સામે પાડોશી બહેન મળ્યા જે તેમના સ્કૂટર પર એ શૉરૂમ પાસે જ જતા હતા. તેમણે આ બહેનને બેસાડી ને શૉરૂમ પર મૂકી દીધા. આખા રસ્તે આ બહેન પોતાને થયેલા અનુભવ વિષે જ વિચરતા હતા. તેમને એમનું પેમેન્ટ મળી ગયું અને સાથે બીજો મોટો ઓર્ડર પણ મળી ગયો. બહેને ઈશ્વરનો આભર માન્યો. આજે પણ એ બહેન આ વાત કરતા એક દમ શાંતિ અને આનંદની લાગણી અનુભવે છે. હવે તે કોઈ ચિંત કરતા નથી. તે હમેશા કહે છે કે મરી ચિંતા મારા કરતા મારા ઈશ્વરને વધુ છે. અને આ સાચું પણ છે. બાઇબલ કહે છે કે "હા, દેવને એ પણ ખબર છે કે તમારા માથાંના વાળ કેટલા છે. ડરશો નહિ. તમે ઘણા પક્ષીઓ કરતાં વધારે મૂલ્યવાન છો. (લૂક 12:7)", વળી "“તેથી તમે ચિંતા રાખશો નહિ અને કહેશો નહિ, ‘અમે શું ખાઈશું?’ ‘અમે શું પીશું?’ અથવા ‘અમે શું પહેરીશું? (માથ્થી 6:31)". "તે માટે આવતીકાલની ચિંતા ન કરો. આજની સમસ્યાઓ આજને માટે પૂરતી છે. આવતીકાલનું દુ:ખ આવતીકાલનું છે. (માથ્થી 6:34)". પણ આપણે કેટલું માનિયે છીએ? આપણું તો સમજ્યા પણ સાથે આપણે આપણા બાળકો, કુટુંબ અને આજુબાજુ વાળની પણ ચિંતા કરવાનું બાકી મુક્ત નથી. સાચું ને! થોડું વિચારો.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Thursday, 4 April 2019

40 Lent Sessions

એક સાદ
ક્યારેક કોઈ કામ કરતા પહેલા આપણને જાણે કોઈ રોકતું હોય, એવો અનુભવ થાય છે. જયારે કેટલુંક કામ એવું પણ હોય છે કે જેમાં આપણને ના કરવું હોય તો પણ કોઈક ધક્કો મારી ને કરાવતું હોય. કેટલીય વાર અંદરથી ના હોય તેવું કામ કરીને આપણે પસ્તાયા હોઈશું, અને અંડર થી ધક્કો વાગ્યા છતાં પણ એ કામ ના કરીને પણ પસ્તાયીએ છીએ.ઈશ્વર આપણને આવનાર ખતરનાક પળથી બચાવે પણ છે. અને આપણે ના જોઈ શકેલી તકને ઝડપીલવા દોરે પણ છે. આપણે ખાલી વિશ્વાશ રાખવાની જરૂર છે. બાઇબલ માં કીધું છેકે "યહોવા તમારા દેવ શૂરવીર માણસની જેમ તમારું રક્ષણ કરવા તમારી વચ્ચે છે. તે તમારા પર કૃપાળું થઇ ખુશ થાય છે. તે તારા પર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે, અને એક ઉત્સવના દિવસની જેમ તે ખૂબ આનંદથી પોકાર કરે છે. (સફન્યા 3:17)"
એકવાર એક ભાઈ એમના મિત્રો સાથે મુસાફરી કરતા હતા. આ મુસાફરી પેહલા એમને એક્દમ જાણે કોઈ ના પડતું હોય તેવો ભાસ થવા લાગ્યો. કોઈ કહી રહ્યું હતું કે જો આ મુસાફરી તું કરીશ તો તું તારી બીજી વર્ષગાંઠ નહિ જુવે. એમણે આજુબાજુ કબંધે જોયું પરંતુ કોઈ હતું નહિ. તેવોને એક્દમ થી ઘબરાહટ થાવા લાગી. માથું દુખવા લાગ્યું અને તેમની તબિયત બગાડવા લાગી. આખરે એમણે એ મુસાફરી માંથી પાછા ફરવું પડ્યું. તેમને આ તક હાથમાંથી જતી લાગી. તેમને ખુબ દુઃખ થયું.બધા માજા કરશે, કહું ખુશ રહેશે અને હું અહીં ખટલામાં પડ્યો છું. હજુ તેવો એમના ઘરમાં દાખલ જ થયા અને એમનો ફોન રણક્યો. તેમને સમાચાર મળ્યા કે જે બસ માં તેમના મિત્રો મુસાફરી કરતા હતા તે બસ ની ટક્કર મોટા ટ્રેલર સાથે થતા બસ નો ભુક્કો થઇ ગયો છે. કોઈ બચ્યું નથી. 
આ ભાઈ એક્દુમ સ્થબદ્ધ થઈ ગયા. તેમને હવે એ સમજવા લાગ્યું કે કોઈ તેમને ત્યાં જતા રોકતું હતું. કોઈ એમને કહેતું હતું કે તું ત્યાં ના જઈશ. જાણે ઈશ્વર એમને વારે વાર કહેતા હોય કે તું ત્યાં ના જઈશ. એમની બીમારી જાણે એમને રોકવાનું કારણ માત્ર હતી. દોસ્તો આપણા જીવનમાં ઘણી વખત એવો અનુભવ થાય છે. આપણે તેને ગણકારતા નથી અથવા થવા દઈ એ છીએ. ઈશ્વર પર ભરોષો રાખી ને જો આ અવાજ ને મણિ એ તો આપણે ઘણી મુશ્કેલી ને ટાળી શકીયે છીએ કે તેમાંથી બહાર આવી જ શકીયે છીએ. જેમ
એક સાદ
ક્યારેક કોઈ કામ કરતા પહેલા આપણને જાણે કોઈ રોકતું હોય, એવો અનુભવ થાય છે. જયારે કેટલુંક કામ એવું પણ હોય છે કે જેમાં આપણને ના કરવું હોય તો પણ કોઈક ધક્કો મારી ને કરાવતું હોય. કેટલીય વાર અંદરથી ના હોય તેવું કામ કરીને આપણે પસ્તાયા હોઈશું, અને અંડર થી ધક્કો વાગ્યા છતાં પણ એ કામ ના કરીને પણ પસ્તાયીએ છીએ.ઈશ્વર આપણને આવનાર ખતરનાક પળથી બચાવે પણ છે. અને આપણે ના જોઈ શકેલી તકને ઝડપીલવા દોરે પણ છે. આપણે ખાલી વિશ્વાશ રાખવાની જરૂર છે. બાઇબલ માં કીધું છેકે "યહોવા તમારા દેવ શૂરવીર માણસની જેમ તમારું રક્ષણ કરવા તમારી વચ્ચે છે. તે તમારા પર કૃપાળું થઇ ખુશ થાય છે. તે તારા પર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે, અને એક ઉત્સવના દિવસની જેમ તે ખૂબ આનંદથી પોકાર કરે છે. (સફન્યા 3:17)"
એકવાર એક ભાઈ એમના મિત્રો સાથે મુસાફરી કરતા હતા. આ મુસાફરી પેહલા એમને એક્દમ જાણે કોઈ ના પડતું હોય તેવો ભાસ થવા લાગ્યો. કોઈ કહી રહ્યું હતું કે જો આ મુસાફરી તું કરીશ તો તું તારી બીજી વર્ષગાંઠ નહિ જુવે. એમણે આજુબાજુ કબંધે જોયું પરંતુ કોઈ હતું નહિ. તેવોને એક્દમ થી ઘબરાહટ થાવા લાગી. માથું દુખવા લાગ્યું અને તેમની તબિયત બગાડવા લાગી. આખરે એમણે એ મુસાફરી માંથી પાછા ફરવું પડ્યું. તેમને આ તક હાથમાંથી જતી લાગી. તેમને ખુબ દુઃખ થયું.બધા માજા કરશે, કહું ખુશ રહેશે અને હું અહીં ખટલામાં પડ્યો છું. હજુ તેવો એમના ઘરમાં દાખલ જ થયા અને એમનો ફોન રણક્યો. તેમને સમાચાર મળ્યા કે જે બસ માં તેમના મિત્રો મુસાફરી કરતા હતા તે બસ ની ટક્કર મોટા ટ્રેલર સાથે થતા બસ નો ભુક્કો થઇ ગયો છે. કોઈ બચ્યું નથી. 
આ ભાઈ એક્દુમ સ્થબદ્ધ થઈ ગયા. તેમને હવે એ સમજવા લાગ્યું કે કોઈ તેમને ત્યાં જતા રોકતું હતું. કોઈ એમને કહેતું હતું કે તું ત્યાં ના જઈશ. જાણે ઈશ્વર એમને વારે વાર કહેતા હોય કે તું ત્યાં ના જઈશ. એમની બીમારી જાણે એમને રોકવાનું કારણ માત્ર હતી. દોસ્તો આપણા જીવનમાં ઘણી વખત એવો અનુભવ થાય છે. આપણે તેને ગણકારતા નથી અથવા થવા દઈ એ છીએ. બાઇબલ માં કહ્યું છે કે " તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ; સંકટમાં હું તેની સાથે રહીશ અને તેને છોડાવીને સન્માનીશ." વળી 91-2 માં કીધું છે કે "હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે, હું તમારો વિશ્વાસ કરું છું.” જયારે આપણે ઈશ્વરને પોતાનો સ્વરક્ષક બનાવીયે છીએ તો તે જ આપનો ગઢ બની ને આપણું રક્ષણ કરે છે. વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે અને સમજણ તારું રક્ષણ કરશે. (નીતિવચનો 2:11)". ઈશ્વર પર ભરોષો રાખી ને જો આ અવાજ ને મણિ એ તો આપણે ઘણી મુશ્કેલી ને ટાળી શકીયે છીએ કે તેમાંથી બહાર આવી જ શકીયે છીએ. જેમ  “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ, હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.  વળી 91-2 માં કીધું છે કે "હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે, હું તમારો વિશ્વાસ કરું છું.” જયારે આપણે ઈશ્વરને પોતાનો સ્વરક્ષક બનાવીયે છીએ તો તે જ આપનો ગઢ બની ને આપણું રક્ષણ કરે છે.
 Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images

Wednesday, 3 April 2019

40 Lent Sessions

અદભુત એક્સિડન્ટ 
ઈશ્વર દરેકના જીવનમાં બદલાણ લાવે જ છે. આ બદલાણ લેવાની તેની રીત પણ દુનિયા કે સમાજ કરતા કયાંક જુદી જ હોય છે. એની રીત પેહલી નજરમાં તો એમજ લાગે કે આમ થાય તો લોકો ઈશ્વરથી દૂર થઈ જાય. પરંતુ પાસે થી જોતા સમજાય કે આવી વ્યક્તિતો ઈશ્વરનો અદભુત સેવક કે સેવિકા બની ચુકી છે.બાઇબલમાં કીધું છે કે "હા, હું એ જ છું, હું એકલો જ મારા પોતાના નામની માટે તમારાં સર્વ પાપ ભૂંસી નાખું છું અને ફરીથી કદી હું તેનું સ્મરણ કરતો નથી. (યશાયા 43:25)"
અમારા ગામમાં એક વાળંદ હતો. આ ભાઈને જોઈને કોઈ પણ ડરી જાય. એનું મોટું કપાળમાં ટાકા હતા જેના કારણે તેનો મુખ વિચિત્ર લાગતું હતું, એના ઘૂંટણથી થોડી નીચેના પગ નહતા. એ ત્યાં મોટા કળા જૂતા પહેરતો હતો. એટલે તેના શરીર કરતા પગ ખુબ નાના હતા. એનો આ દેખાવ એક ભયાનક એક્સિડન્ટ ને કારણે થયો હતો. પરંતુ એક વાત હતી તેના મુખ પર ખુબ જ શાંતિ અને ચમક હતી. આમ જોવા જાવ તો પેહલી નજરમાં મોટા એના થી ડરી જાય એવું હતું પરંતુ એ બાળકોમાં ખુબ પ્રશીધ્ધ હતો. કોઈ પણ બાળક પેહલી વાર તો એને જોઈ ને ડરી ને રાડારાડ કરતું, પણ પછી એનું મિત્ર જ બની જતું. એ બાળકો ને મિત્ર, સાથી અને શિક્ષક બની જતો. એક વાત નું હમેશા આષ્ચર્ય થતું એ એનો ઈશ્વર પરનો વિશ્વાસ. એની હાલત બતાવી આપતી હતી કે તેનો અકસીડેન્ટ ખુબ ભયંકર હશે. અને આવા અકસીડેન્ટ પછી લોકો નો વિશ્વાસ ઈશ્વર પરથી ઉતરી જતો હોય છે. પરંતુ આ માણસનો વિશ્વાસ વધુ ને વધુ દ્રડ બનતો જતો હતો. તે બાળકોને પણ ઈશ્વરનું શિક્ષણ આપતો હતો.આ ભાઈ ની વાત કંઈક આમ હતી.
કેટલાક વર્ષો પેહલા આ ભાઈ બહુ મોટા નશાખોર, જુગારી અને ડ્રગ એડિક્ટ હતા. એક રાત્રે નશામાં ચૂર
થઈને રસ્તા પર ભટકતા હતા ત્યારે એક મોટા ખતરાની નીચે આવી ગયા હતા. ખુબ પીડા પછી અંધારું છવાઈ ગયું હતું. એક અઠવાડિયા પછી જયારે તે ભાન માં આવ્યા ત્યારે તેવો મિશન હોસ્પિટલ માં હતા. તેમના ઘૂંટણ નીચે ના પગ કપાઈ ચુક્યા હતા. અને તેમનો ચહેરો બગડી ચુક્યો હતો. તેવો ઈશ્વર પર ખુબ ગુસ્સે થયા. ગાળો બોલી. પણ પછી તેમને એપણ ભાન થયું કે તેમની સાથે કોઈ નહતું. ના કોઈ કુટુંબનું કોઈ, ના મિત્રો, ના તો કોઈ સગા. તેવો સાવ એકલા હતા. હતું જો તેમની સાથે તો તેમના ખટલાની બાજુના ટેબલ પર પડેલું બાઇબલ. પેહલા તો ગુસ્સાથી કેટલાય દિવસો તેને તાકી રહ્યા. પરંતુ તેમની પાસે કોઈ કામ નહતું, ના કોઈ વાત કરનાર. હતો તો બસ સમય જ સમય. હવે ક્યાંય તેમને દોડવાનું નહતું. બસ સજા થવા ની રાહ જોવાની હતી. એટલે કંટાળીને સમય પસાર કરવા ખાતર તેમણે બાઇબલ હાથમાં લીધું. એમણે કમને બાઇબલ ખોલ્યું તો સામે અયુબનું પુસ્તક આવ્યું. તે તેને ધ્યાન થી વાંચતા ગયા.તેમને એ સમજાયું કે અરે આ લોકો એ જે દુઃખ સહન કર્યું છે એની સરખામણી માં મને તો કોઈ તકલીફ નથી. તો પણ તેવો ઈશ્વરને વળગી રહ્યા છે. અને હું તો પાપી છું, મેં તો પાપ કર્યું છે. મને તો ઈશ્વર જીવિત રાખ્યો છે એજ ચમત્કાર છે. છતાં હું તેમનો નિરાદાર કરું છું. પછી તો તેમને બાઇબલ ને ખુબ શાંતિથી અને ધ્યાન થી વાંચ્યું. હોસ્પિટલ વાળા પાસેથી બાઇબલની રેફરન્સ ની ચોપડીઓ માંગી ને તેનો અધ્યન કર્યો. જેમજેમ તેવો વંચાતા ગયા તેમ તેમ તેવો માં શાંતિ અને શક્તિનો સંચાર થયો. તેવો ના મુખ પર શાંતિ છવાવા લાગી. હવે તે આ અકસીડન્ટને આશીર્વાદ માનવ લાગ્યા, કે જેના લીધે તેમની જૂનું પાપ વાળું જીવન છૂટી ને નવું ઈશ્વરના સેવક તરીકેનું જીવન મળ્યું. તેમણે માંગ્યું કે "હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો, અને મારા આત્માને મજબૂત કરો! (ગીતશાસ્ત્ર 51:10)". તેમ દેવ કહે છે, “હું તમને નવું હૃદય આપીશ, અને તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારું પથ્થર સમાન પાપી હૃદય દૂર કરીશ અને તમને નવું પ્રેમાળ હૃદય આપીશ. (યર્મિયાનો વિલાપ 36:26)."
તમે ક્યારેક ઘૂંટણ થી થોડું ચાલી જોજો. તમારા આખા શરીરમાં દુઃખ નો અનુભવ થવા લાગશે. આ ભાઈ નું ઘર એમની દુકાન થી અડધો કિલો મીટરના અંતરે હતું. તેવો સાંજે દુકાન બંધકરી ને ચાલતા ચાલતા ઘરે જવાનું પસંદ કરતા. કરણકે રસ્તામાંથી અમારા ગામ પસે નો ડુંગર દેખાતો. તેવો આ ડુંગર ને જોતા ઉભા રેહ્તા. તેવો માનતા કે ઈશ્વર બધે જ છે.પરંતુ ઈશ્વર ને પહાડ ને ડુંગર વધુ ગમે છે. કારણકે તેમણે મુસા સાથે પહાડ પરથી વાત કરી હતી. તેમણે આજ્ઞાઓ લખીને પહાડ પર બોલાવીને મૂસાને આપી હતી. નોહા ને પણ પહાડ પરથી જ વાત કરી. ઈસુને પણ કલવારી ની ટેકરી પર વધસ્થંભ આપ્યો. ઈસુને પહાડ પરથી જ સ્વર્ગમાં લઇ લીધા. તેથી આ ભાઈ ને પણ પહાડ ખુબ ગમતા.
જોયુ મિત્રો! એક રાહ ભટકેલા માણસ ના જીવનમાં ઈશ્વરે ત્યારે કાર્ય કર્યું જયારે તો સૌ એકલો હતો, અશક્ય હતો. અને આ માણસે ઈશ્વરનો સ્વીકાર કરતા જ તેની એકલતા, તેની શેતાની આદતો, તથા તેની અપાહીજતા બધું જ ઈશ્વરે લઇ ને નવી હિંમત, નવું જીવન અને ખુબ મોટું કુટુંબ અને મિત્ર આપ્યા. બાઇબલ માં કહેલું છેકે "આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી. (રોમનોને પત્ર 8:28)". આવો આપણે પણ ઈશ્વર પાસે આપણા પાપ કાબુલી ને માફી માંગી ને નવું  જીવન મેળવીયે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul