Wednesday, 20 March 2019

40 Lent Sessions

ઈશ્વરની યોજના દરેક વ્યક્તિ માટે હોય છે. ઈશ્વર આપણને કોઈપણ સંજોગોમાં મૂકી દેતા નથી. આપણે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. આજે આપણે જોઇશું કે, ઈશ્વર ગમે તે સંજોગોમાં એકબીજાથી દૂર થયેલ વ્યક્તિને પોતાની યોજના પ્રમાણે પાસે લાવે છે. આ વાત આપણે એ જ સમજાવે છે.

એક જુવાન પાળક સાહેબની એક ચર્ચ પર નિમણૂક થઈ, જે ખૂબ જૂનું હતું. પાળક અને તેમના પત્ની એ તે ચર્ચને સમારકામ કરીને નવું બનાવવાનો નિર્ધાર કર્યો. નાતાલના બે મહિના પહેલા તેઓ ચર્ચ પર આવ્યા. તેમણે પોતાનું કાર્ય શરૂ કર્યું. નાતાલ ના લગભગ બે દિવસ પહેલા ત્યાં વરસાદ પડ્યો. ચર્ચમાં કેટલીક જગ્યાએથી પાણી ટપકવા લાગ્યું. પુલપીટની દિવાલમાં કેટલીક જગ્યા થોડી ખરાબ દેખાવા લાગી, બે દિવસમાં તેનું સમારકામ શક્ય હતું નહીં, તેથી તેઓ નજીકમાં જ્યાં ઉપયોગી કપડા મળતા હતા ત્યાં ગયા અને એક મોટુ ટેબલકલોથ(tablecloth) તે ખરીદી લાવ્યા. તે ખૂબ સુંદર ટેબલકલોથ(tablecloth) હતું.  તેને જાંબુડી અને સોનેરી રંગની કિનાર લગાવેલી હતી.

બીજે દિવસે સવારે તેઓ ટેબલકલોથ(tablecloth) લઈને ચર્ચ પરપર આવ્યા, ત્યારે તેમણે એક વૃદ્ધ સ્ત્રીને ચર્ચ પાસે ઉભા રહેલા જોયા. એ દિવસે વાતાવરણ ઘણું ઠંડો હતું. તેથી તેમણે તે વૃદ્ધાને ચર્ચમાં આવીને બેસવાનું કહ્યું કે જેથી કરીને તે ઠંડીથી રક્ષણ મેળવે. તે વૃદ્ધા ચર્ચમાં આવ્યા અને  તેમણે પાળકને કહ્યું "હું અહીં મારા માટે બસની રાહ જોઉં છું કારણકે મારે એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવાનું છે.  હું એક કુટુંબમાં તેમના બાળકોને સાચવવાનું કામ કરવા માટે ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું.".  તેમણે પાળક સાહેબને તે કુટુંબનું સરનામું અને ફોન નંબર જણાવ્યા.

ચર્ચમાં અંદર આવીને તે સ્ત્રી માથું નમાવીને બેઠી અને પ્રાર્થના કરવા લાગી. પાળક સાહેબ પૂલપીટ ની પાછળ ટેબલકલોથ (tablecloth) લગાવવાનો પ્રયત્ન કરતા હતા, કે જેથી કરીને ત્યાંના કાણા દેખાય નહીં. તે સ્ત્રીએ ઉપર જોયું અને એકદમ તે બોલી ઉઠી "આ મારો ટેબલકલોથ (tablecloth)  છે.". તેણે પોતાની વાત કહી. તે એક શરણાર્થી હતી જે બીજા વિશ્વયુદ્ધમાં વિએના અને ઑસ્ટ્રિયા માં પોતાના પતિ સાથે રહેતી હતી. તેઓ નાઝીઓના વિરોધી હતા. તેથી તેમણે તે સ્થળ બદલી નાખવાનો વિચાર્યું. તેના પતિએ પ્રથમ તેને સ્વિઝર્લેન્ડ માં મોકલી અને કહ્યું હું પાછળથી આવું છું કે જેથી કરીને તેઓ પકડાય નહીં. પરંતુ થોડા વખત પછી તે સ્ત્રીને ખબર પડી કે તેના પતિ લડાઈમાં મૃત્યુ પામ્યા અને હવે તે એકલી હતી. આ ટેબલકલોથ(tablecloth) તેવો ખાસ પ્રસંગોએ વાપરતા હતા. તેમણે પાલકનો આભાર માન્યો અને  તે વૃદ્ધા  પોતાના ઇન્ટરવ્યુના સ્થળે રવાના થઈ ગયા.

તે સાંજે નાતાલની રાત્રી સભામાં બાળક સાહેબ અને બધા લોકો એ સાથે મળીને કેન્ડલલાઈટ માં ખુબ આનંદ કર્યો. સભા સમાપ્ત થયા પછી એક વૃદ્ધ વ્યક્તિ આગળ આવ્યા અને તેમણે પાળક સાહેબ સાથે વાત કરી કે આ ટેબ્લેકલોથ(tablecloth) તેમની પત્નીએ બનાવ્યો હતો. અને જે વાત પેલ વૃદ્ધાએ કરી હતી તે બધી વાત તેમણે ફરીથી કઈ બાળક સાહેબ આનંદ અને આશ્ચર્ય સહિત વૃદ્વ  વડીલને સાંભળવા લાગ્યા. તે વૃદ્ધ વડીલ અંતે દુઃખી થઈને બોલ્યા  મારી પત્ની મરણ પામી છે અને આ ટેબલકલોથ(tablecloth) એ મને તેની યાદ અપાવી છે.

પાળક સાહેબે તે વૃદ્ધને આનંદ સાથે કહ્યું તમારી તમારી પત્ની જીવે છે, અને સવારની પૂરી ઘટના તેમણે તે વૃદ્ધ ને જણાવી, અને કહ્યું કે મારી પાસે તે કુટુંબ નો ફોન નંબર છે હું ફોન કરું અને તમારા માટે તમારી પત્ની ની માહિતી લઈ લઉં છું. પાળક સાહેબે વૃદ્ધાનું સરનામું મેળવ્યા પછી, તેઓ તે વૃદ્ધ સ્ત્રીના એપાર્ટમેન્ટ તરફ ગયા. તેમણે દરવાજો ખખડાવ્યો. તે સ્ત્રીએ દરવાજો ખોલ્યો. તે વૃદ્ધા પાળક સાહેબેને જોઈને આશ્ચ્રર્ય થયું. પરંતુ પાળક સાહેબ સાથે રહેલા પોતાના પતિ ને જોઈ ને ખૂબ જ આનંદ આશ્ચર્ય અનેક ઘણી બધી લાગણીઓ થી તેમનું હૃદય ભરાઈ ગયું. તે  દંપતી એક બીજા ને જોઈ  ખૂબ ખુશ થઈ ગયા. પાળક સાહેબ વિચારવા લાગ્યા કે વિચારવા લાગ્યા કે મારી બદલી, ચર્ચનું સમારકામ, ટેબલકલોથ(tablecloth), વૃદ્ધાનું ચર્ચમાં આવવું આ બધું જ ઈશ્વરની યોજના નો જ ભાગ હોતી કે જેથી કરીને આ વૃદ્ધ દંપતી એકબીજાને મળી શકે.

ઈશ્વર આપણને ઈશ્વરે મારા તમારા માટે પણ કોઈ યોજનાઓ કરી રાખી છે કે જે આપણને દરેક દુઃખ માં કે સુખમાં જોવા મળે છે. નીતિવચન 16:3 તમારા કામો યહોવાને સોંપી દે એટલે તમારી યોજનાઓ સફળ થશે. 4 યહોવાએ પ્રત્યેક વસ્તુને પોતપોતાના હેતુ માટે ર્સજી છે;".  હિબ્રૂમોને પત્ર 13:5 "નાણાનાં લોભથી દૂર રહો તમારી પાસે જેટલું હોય તેટલામાં સંતોષ માનો. દેવે કહ્યું છે:“હું તને કદી મૂકી દઇશ નહિ; અને તને તજીશ પણ નહિ.”". ઈશ્વર કયારે પણ આપણને મૂકી દેતો નથી. 
Olivia Martins


Editor
Purvi Hope


Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul


Tuesday, 19 March 2019

40 Lent Sessions

મોટી બહેન 
કયારેક ઈશ્વર આપણને અગાઉથી થનારી વાતો બતાવી ને તેના પર ચાલવા માટે દોરતો હોય છે. ઈશ્વરના આયોજન ખુબ સુંદર હોય છે. હા! એ છેકે તે આપણી સમજની  બહાર હોય છે. આપણે જયારે એના આયોજન સમજાય ત્યારે આપણે તેનો મહિમા કર્યા વગર રહી નથી શકતા.
આજની વાત એવી જ બે બેહનોની છે. બે સગી બહેનો, પરણીને પોત પોતાના સંસારમાં  જોડાઈ ગઈ હતી. મોટી એક શહેરમાં નાની એનાથી ઘણી જ દૂર બીજા શહેર માં. એક દિવસ મોટી બહેન ને સ્વપ્ન આવ્યું એ જલ્દી ઉઠી ને તૈયાર થઇ ને પોતાના પતિ ને ઉઠાડ્યા. તેને તેના પતિને થોડી વાતો કરી. થોડી જ વાર માં મોટી બહેન ઢળી પડી. એને હોસ્પિટલમાં લઈ ગયા જાય ડૉક્ટરે તેના મગજને મૃત (બ્રેન ડૅડ) જાહેર કર્યું. એના પતિ એ બધા ને બોલાવી લીધા. નાની બહેનને આ સમાચાર સાંભળી ને જાણે લકવા જ મારી ગયો. નાની બહેન તેના પતિ સાથે માંડ લાંબી સફર કરી ને મોટી બહેનના શહેર એને રાખેલી તે હોસ્પિટલ માં  પોહચી. 
નાની બહેને વિંનતી કરી કે મને મારી બહેન પાસે થોડી વાર એકલી રહેવા દો. બધા રૂમ માંથી બહાર  ગયા પછી થોડીવાર માં એને જોયું કે એની બહેન પડખું ફરી, અને એની સામે જોઈ ને વાત કરી. એકદમ ધીમા પણ સાફ અવાજમાં કીધું કે "હું અહીં બહુ ખુશ છું. હું ઈશ્વરની સાથે તેમની પાસે છું. બસ એક કામ કર મેં તારા બનેવી ને જે કીધું છે તે તમે કામ પતાવો. કોઈ મારા માટે દુઃખી ના થતા. હું ઈશ્વરને દૂત તરીકે અલગ કરાઈ છું." નાની બહેન તરત બહાર ગઈ ને બધા ને બોલાવી લાવી. પણ ડૉક્ટરે ના પડી કે પેશન્ટની હાલત માં કંઈજ સુધારો નથી. ત્યાર બાદ નાની બહેનને તેની માતા એ કહ્યું કે મારી સાથે પણ તારી બહેને આમજ વાત કરી છે. તારા દાદાને પણ એવો જ અનુભવ થયો છે. હમણાં જ તેમનો ફોન હતો અને તેમણે કીધું કે મોટી મને મળી ને ગઈ. એ ખુબ જ સુંદર લગતી હતી. 
જયારે બધા એ મોટી બહેનના પતિની વાત સાંભળી તો બધા ઈશ્વરની યોજના જોઈ ને ખુબ જ આશ્ચ્રર્યચકિત થઇ ગયા. તેમણે કીધું કે સવારે જલ્દી ઉઠી ને તૈયાર થઇ ને મારી પત્નીએ મને જગાડ્યો અને કીધું કે "મેં સ્વપ્ન જોયું છે. હવે આજે હું ઈશ્વર પાસે જવાની છું, તમે મને તરત હોસ્પિટલ લઇ જજો અને મારા શરીરના અંગો દાન  કરી દેજો.". પેહલા તો મેં એની કોઈ વાત માની નહિ, પરંતુ થોડી જ વારમાં તે બેહોશ થઇ ગઈ. અમે એને હોસ્પિટલમાં લાયા તો ડૉક્ટર કીધું કે સ્ટ્રોકના કારણે એનું બ્રેન ડૅડ થયું છે. ત્યારબાદ મોટી બેન ના અંગ દાન કરી દેવા માં આવ્યા. એના  અંગો થી 4 વ્યક્તિઓ ને નવું જીવન સાંપડ્યું. આજે એ વાત ને વર્ષો થઇ ગયા છે, પરંતુ આજે પણ એ કુટુંબના સભ્યો ને જયારે મુસીબત હોય કે બીમાર હોય  કે ગમે તેવી પરિસ્થિતિ હોય. મોટી બહેન સપનામાં આવી ને તેમને દૂત ની જેમ દિલાસો આપે છે. 
ઈશ્વરની યોજના હંમેશા આપણી સમજની બહાર  હોય છે. પરંતુ આપણે એને આધીન થઇ ને તેને પરિણામની ચિંતા વગર પુરી કરીયે છીએ તો તે આશીર્વાદથી આપણા અને બીજા ના જીવનો ભરી દે છે. તે પોતાની યોજના માટે જયારે આપણો  ઉપયોગ કરે છે ત્યારે આપણે પણ તેમને પુરી આધીનતાથી સમર્પણ કરવું જ જોઈએ. બાઇબલમાં તેનું સૌથી મોટું ઉદાહરણ ઇબ્રાહિમ છે. જુના કરાર માં ઉત્તપત્તિ 12:1 થી 12:4 માં આપણે જોઈએ છીએ કે " યહોવાએ ઇબ્રામને કહ્યું, “તું તારો દેશ, તારા સગાંસંબંધી, અને તારા પિતાના પરિવારને છોડી દે અને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.
2 હું તને આશીર્વાદિત કરીશ. હું તને એક મહાન રાષ્ટ બનાવીશ. હું તારા નામને પ્રસિધ્ધ કરીશ. લોકો તારા નામ દ્વારા બીજાને આશીર્વાદ આપશે.
3 જે લોકો તારું ભલું કરશે તે લોકોને હું આશીર્વાદ આપીશ. પરંતુ જેઓ તને શ્રાપ આપશે તેઓને હું શાપ દઈશ. પૃથ્વી પરના બધા મનુષ્યોને આશીર્વાદ આપવા માંટે હું તારો ઉપયોગ કરીશ.”
4 ઇબ્રામે યહોવાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેણે હારાન છોડયું. અને લોત તેની સાથે ગયો. તે સમયે ઇબ્રામ 75 વર્ષનો હતો.". તેવી જ રીતે નૂહ જયારે ઈશ્વરના કહેવાથીવહાણ બનાવતો ત્યારે પણ એને ઈશ્વર ની યોજના ને પૂર્ણ આધીન થયોઅને ઈશ્વરે તેને તથા તેના કુટુંબ ને જળ પ્રલય થી બચાવી નેનવી દુનિયા માં વસાવ્યા. યર્મિયા 29:11 માં કહ્યું છે કે "તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે."

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
www.dailyinspirationalauotes.in

Monday, 18 March 2019

40 Lent Sessions

માતૃપ્રેમ 
આજે આપણે થોડું અલગ જોઈએ. મેં પાછળ ના એક બ્લોગ માં એવી માતાઓની વાત કરી હતી, કે જેમની સેવા, પ્રાર્થના અને વિશ્વાસથી એમના બાળકો ગંભીર માંદગી માંથી બહાર આવ્યા હતા. માતા ઈશ્વરનું એવું સર્જન છે કે જે બાળક ના જીવન પર અમીટ છાપ મૂકે છે. માતાનું પ્રેમ પૂર્વક નું જતન જ બાળક ને સંસાર ની સાચી સમજ આપે છે. માતા બાળક ની માંદગીમાં કે મુશ્કેલીમાં એની મદદગાર, એની ઢાલ બની ને ઉભી રહે છે. તેથીજ બાઇબલમાં ઈશ્વર પોતાની સરખામણી માતા સાથે કરે છે. યશાયા 66:13 માં કહેવાયું છે કે " નાનાં બાળકોને જેમ તેની મા દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ; અને યરૂશાલેમમાં તમે સૌ દિલાસો પામશો.”.
આજે આપણે આવી જ એક માતા ની વાત કરવાની છે. એક યુવાન ડોક્ટરને ICU માં રાત્રી સેવા માટે મુકવામાં આવ્યા હતા. ઘણું જાણવા, સમજવાની  ઈચ્છા રાખવા વાળા આ ડૉક્ટરે ત્યાં સેવામાં કાર્યરત એવા  નર્સ બહેન ને પુછ્યું કે "તેમે તો અહીં કેટલા વર્ષો થી સેવા માં છો. તમે કયારેય કંઈક અજુગતું જોયું હતું?" નર્સ બહેને પહેલા તો ના પાડી પરંતુ પછી એમણે  જણાવ્યું કે મારી સેવા દરમ્યાન મેં એક જ વાર એક અજુગતો અનુભવ કર્યો છે. જે હું જિંદગી માં નહિ ભૂલું. આ અનુભવ મને મારી માતાની વધુ નજીક લાઇ આવ્યો  છે.
નર્સ બેને જે કીધું તે કંઈક આમ છે. એક વાર એક 25 વર્ષના યુવાન ને ફૅક્ટરી માં મોટા મશીન માં પગ આવી જતા ખુબ ખરાબ રીતે ઘાયલ અવસ્થા માં હોસ્પિટલ માં લાવા માં આવ્યો. આ યુવાન  આવ્યો તયારે તેની પાસે કોઈ નહતું. યુવાનના પગમાં ઘણા ફ્રેક્ચર થયા હોવા થી તેના ઑપરેશન ની તૈયારી ચાલતી હતી. ICU માં આ નર્સ બહેન તેને ઑપરેશન માટે તૈયાર કરતા હતા. ત્યાં એક આન્ટી દોડતા આવ્યા. તેમના મુખ પર ખુબ ચિંતા ને દુઃખ હતા. તેવો આવીને નર્સ બહેન ને કીધું કે આ મારો દીકરો છે. એમણે નર્સ બહેનને એમના દીકરા પાસે જવા દેવાની વિંનતી કરી. પરંતુ નર્સ બહેને એમને સમજાવ્યું કે મારે તેને ઑપરેશન માટે તૈયાર કરવાનો છે. ઑપરેશન નું નામ સાંભળીને માતા ખુબ ઘભરાઈ ગઈ. નર્સ બહેને તેમને સમજાવ્યું કે તમારો દીકરો બહુ બહાદુર છે. પછી તેમને સાદી ભાષામાં એમના દીકરા ની ઇજા વિષે કીધું ત્યારે માતા રડી પડી. એમણે જણાવ્યું કે 'મારા દીકરાને કેટલું દુઃખ થતું હશે?". ત્યારે નર્સ બહેને તેમને આશ્વાસન આપ્યું કે ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટે એને એવી દવા આપી દીધી છે કે એને દુઃખ ના થાય. આ સાંભળી ને માતા થોડી આશ્વસ્ત થઇ. નર્સ બહેને એમને વિશ્વાસ આપ્યો કે ઑપરેશન પૂરું થાય એટલે તેમે તમારા દીકરા પાસે જઈ શકશો. હું તમને લઇ જઈશ. ત્યાં સુધી તમે નીચે લોબીમાં બેસો. 
ઑપરેશન પૂરું થયું, નર્સ બહેન નીચે લોબીમાં માતા ને ખબર આપવા ગયા, તો લોબી માં કોઈ નહતું. થોડા જુવાનો ઉભા હતા. તેવો એ આગળ આવી ને પેશન્ટની ખબર પૂછી, અને જણાવ્યું કે અમે તેના મિત્રો છીએ. નર્સ બહેને પૂછ્યું કે તેની માતા ક્યાં છે. તો મિત્રો વિચારમાં પડી ગયા. તેવો એ પહેલા તો કીધું કે તેની માતા નથી. નર્સ બહેને જયારે જણાવ્યું કે એની માતા અહીં આવ્યા ત્યારે ખુબ ચિંતિત હતા, તો તમે એમને સંદેશો પોહચાડી દેજો. ત્યારે મિત્રો એ જે જવાબ આપ્યો તે ખુબ આષ્ચર્યચકિત કેરી દે તેવો હતો. તેમનું કહેવું હતું કે અમારા આ મિત્રનું દુનિયા માં દૂર ના પિતરાઈ સિવાય કોઈ નથી. તેની માતા તો 2 વર્ષ પેહલા જ મૃત્યુ પામ્યા  છે.  એના પિતરાઈ પણ આવી ગયા છે. તેમે તેમને પણ પૂછી જુવો. પિતરાઈ ભાઈ એ વાત સાંભળ્યા પછી આવનાર આન્ટી નો દેખાવ કેવો હતો તે પૂછ્યું તો એ બિલકુલ પેશન્ટની માતા જ હતી. 
બે વર્ષ પહેલા મૃત્યુ પામેલી માતા પણ પોતાનો દીકરો દુઃખ માં એકલો પડ્યો કે ઈશ્વર પાસે થી દોડી આવી, અને જેવી એને ખાતરી થઇ કે દીકરો સલામત છે, અને તેની સારવાર કરનાર આવી ગયા છે તો પછી ચાલી ગઈ. માટે જ આપણા ગુજરાતી માં કહેવાય છે કે "જનનીની જોડ  સખી નહિ જડે.'.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images
 


Sunday, 17 March 2019

40 Lent Sessions

પ્રાર્થના ને મદદ
આપણા જીવન માં એવા ઘણા પ્રસંગો આવે છે, કે જયારે આપણને કોઈ વસ્તુની જરૂર હોય એ આપણી સામે હોય પણ આર્થિક કે બીજા કારણોસર આપણે  એ વસ્તુ લેવાની હિંમત કરી શકતા નથી. એવા  સમયે આપણે પ્રાર્થના ની મદદ લેવાનું પણ ચુકી જતા હોય છે. ઈશ્વર પર નો વિશ્વાસ ગુમાવી ને દુનિયાદારી ની રીતે જે યોગ્ય લાગે તે નિર્ણય લેતા હોઈયે છીએ. એ ખોટું નથી, પણ આપણે ત્યારે થોડી હિંમત અને થોડી પ્રાર્થના ની જરૂર હોય છે.
આજ ની વાત પણ એવી જ છે. એક શહેરમાં દેશ ની બધીજ મંડળીની સંગીત સભા હતી. આ સભામાં ઈશ્વરની મહિમા  ગાતા બધા જ લોકો એ ભાગ લીધો હતો. એમાં એક યુવાન જોડું હતું  જે હજુ પોતાના ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહ્યું હતું. આ જોડી ને એક પિયાનોની જરૂર હતી. સભા ના દિવસો માં વચ્ચે એક રાજા નો દિવસ હતો. આ જોડી બજાર માં લટાર મારવા નીકળી. તેવો બજાર ના એક સંગીતના સાધનો વેચતી દુકાન માં ગયા. મોટા શહેરની મોટી દુકાન માં બન્નેને એ વાત નક્કી લગતી હતી કે આપણા બજેટ માં કઈ જ મળવાનું નથી. પરંતુ પતિ આશાવાદી હતા કે કંઈક  તો મળી જશે .  દુકાન માં એક નાનો  પિયાનો જોયો. જે ખુબ સુંદર  હતો અને એના સુર પણ મધુર હતા. બન્નેને એ ગમી ગયો. પરંતુ ભાવ સાંભળી ને બહેન હિંમત હારી ગયા. પિયાનો 10000 રૂપિયાનો હતો. ડિસ્કાઉન્ટ સાથે 5000 રૂપિયાનો પડે. બન્નેના ગજવામાં માત્ર 500 રૂપિયા હતા. પરંતુ તેમના પતિ ખુબ ઉત્સાહી હતા. એમને એ 500 રૂપિયા એડવાન્સ માં આપી ને પિયાનો નોંધાવી લીધો. નક્કી કર્યું કે 30 દિવસ માં જો બાકી ના 4500 રૂપિયા ના આપી શક્ય તો આ પિયાનો બીજા ને વેચી દેવાનો. બહેન ખુબ ગુસ્સે થયા. પણ એમના પતિએ જણાવ્યું કે પૈસાનો બંદોબસ્ત ઈશ્વર કરશે. આપણે જે ઈશ્વર ના કાર્ય કરીયે છીએ એના માટે આ પિયાનોની જરૂર છે. આપણી જરૂરિયાત ઈશ્વર પુરી કરશે. આપણે  વિશ્વાસ અને પ્રાર્થના કરવાની છે.
બહેન રોજ સવારે પ્રાર્થનામાં પિયાનો ની અરજ ઈશ્વર પાસે લાવવા લાગ્યા. ઈશ્વર મારા સંગીત માટે આ પિયાનોની મને જરૂર છે. જો કોઈ ડૉક્ટર પોતાની સેવા માટે સાધન માગત તો તું  આપત જ ને. તેમ મને મારી સેવા માટે આ પિયાનો ની જરૂર છે. તું બંદોબસ્ત કરી આપ. સાથે તેવો સંગીત સભા માં ગીતો ગાતા અને ઈશ્વરનો મહિમા કરતા રહ્યા. આમને આમ દિવસો વીતતા ગયા. 29 માં દિવસે સભા પુરી થઈ. બધા પોતપોતાને ઘરે ગયા. આ યુવાન જોડું પણ પોતાને ઘરે ગયું. પૈસા નો કોઈ બંદોબસ્ત થયો નહતો. બહેન  નિરાશ હતા. તેવો ઘરે પોહ્ચ્યા કે તેમના પિતાએ એક કવર બહેન ને આપ્યું ને કીધું કે "આ કાલે જ આવ્યું છે ઘણું અજીબ છે. એમાં સરનામું પણ બરોબર નથી અને તારી અટક પણ ખોટી લખી છે. છતાં અહીં સુધી પોહચી ગયું.". બહેને આ પરબીડિયું ખોલ્યું, તો તેમના આશ્ચ્રર્ય સાથે એમાં 5000 રૂપિયા નો ચેક હતો. જે તેમના દુરના કાકાએ મોકલ્યો હતો. આ  કાકા ને બહેને  કયારેક જોયા હતા, પણ વાતચીત કયારેય નહતી કરી.
બહેન ના પતિ એ કહ્યું "જો આપણી પ્રાર્થના નો જવાબ.". એમને તરત પેલી દુકાને ફોને કરી ને બાકી ના
4500 રૂપિયા ખાતામાં મોકલી આપ્યા, સામે  દુકાને પણ એમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કરી આપ્યુ. પિયાનો બહેનના ઘરે પોહચાડી દીધો.
તો જોયું! ઈશ્વર એમની મદદ મોકલવા કોઈ નો પણ ઉપયોગ કરી શકે છે. બસ આપણો  વિશ્વાસ અને પ્રાથર્ના જરૂરી છે. બાઇબલમાં યોહાનનો પત્ર 1 માં 5:4 માં કહેવાયું છે કે "શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે.", અને માર્ક 11:24 માં જણાવાયું છે કે "તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખે, તો તે તમને મળશે.". આપણી પ્રાર્થના વિશ્વાસ સાથે થવી જોયે ના કે દેખાવ સાથે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણી જરૂરિયાત તેમની પાસે લાવીએ. તે આપણા પિતા છે. જેમ બાળક પોતાની જરૂરિયાત પોતાના વ્હાલા પિતાને કહે છે તેમ આપણે પણ આપણી જરૂરિયાત આપણા પિતા ને કહેવાની છે. જેમ આપણે આપણા પિતા પર ભરોસો રાખીયે છીએ તેમ ઈશ્વર પિતા પર ભરોસો રાખવાનો છે.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images


Saturday, 16 March 2019

40 Lent Sessions

આશ્વાસન 
આપણા બધાના જીવન માં એ ક્ષણ આવેજ છે કે આપણા પ્રિયજનને ઈશ્વર પાસે મોકલી દેવા પડે. પરંતુ એ ક્ષણ ત્યારે વધારે દુઃખ દાઈ બને છે જયારે તે આપણું નજીકનું હોય કે આપણા થી નાનું હોય. માબાપ માટે તેમના બાળકોની વિદાય નું આ દુઃખ સૌથી વસમું હોય છે.  આ જીવન છે, અને તેનું ચક્ર હંમેશા ચાલતું જ રહે છે. અને આવા કઠિન સમયમાં ઈશ્વર આપણને મૂકી દેતો નથી. તે પોતાના અંનત કાલીન આશ્વાશન થી આપણને ભરતો હોય છે. આપણે એ બાજુ ધ્યાન આપવાનું હોય છે, એના પર વિશ્વાસ કરવાનો હોય છે.
આપણી આજની વાત પણ કંઈક આવીજ છે. એક નાનું બાળક કે જે કુટુંબ નું સૌથી નાનું, અને સૌ ને વાહલુ છે. એને નારંગી બૌ ગમે. માતા હંમેશા ધ્યાન રાખે કે નારંગી ની સીઝન માં નારંગી એને પૂરતા પ્રમાણ માં મળી રહે. એક દિવસ માતા એ જોયું કે બાળક નારંગી ખાઈ ને એના બી કાલીન નીચે છુપાવી દે છે. માતા બાળક ને શીખવ્યું કે એમના કર. બી ને રસોડા ના ખાલી કુંડા માં નાખી દે. આપણે એનું ધ્યાન રાખીશું. આમ તે બી વાવતા શીખ્યું. એને વાવેલા બી માંથી નાતાલ સુધી એક છોડ નીકળ્યો. બાળકે એની કાળજી લેવાનું શરૂ કર્યું. માતાએ સમજાયું કે આના પર નારંગી આવતા વર્ષો જશે. માતા ને બાળક આ છાડની કાળજી લેવા લાગ્યા.  બાળક મોટું થયું. ભણી ગણી ને પેટ્રોલિયમ સઁશોધક બન્યો. તેને દરિયામાં સંશોધન કરવું ખુબ ગમતું. એટલે એને અંટાર્કટિક ના દરિયા માં સંશોધન પસંદ કરી ત્યાં નોકરી લીધી. લગ્ન કાર્ય, ઘર પણ એ બાજુ જ બનાવ્યું. પરંતુ એ નવા વર્ષ ની ઉજવણી માટે હંમેશા તે કુટુંબ સાથે માતાપિતા પાસે આવતો. હંમેશા માતાને કહેતો કે આ આપણું ઝાડ ફળ કેમ નથી આપતું? માતા કેહતી આપનો શિયાળો એને કદાચ નથી સદતો. આ જાપાન બાજુ નું ઝાડ છે. અપને આશા રાખીયે કે અહીં પણ એ ફળ આપે. આમ દિવસો જવા લાગ્યા. આ દીકરાની બદલી દુનિયાના સૌથી મોટા દરિયાઈ સંશોધન કેન્દ્ર પર થઇ. જે માનવી એ બનાવેલા ટાપુ જેટલું મોટું હતું. દીકરો ત્યાં જવા ખુબ ઉત્સાહી હતો. તેણે માતા સાથે વાત કરી ને માતા ને આશ્વાસન આપ્યું કે આ જગ્યા ખુબજ મજબૂત છે. ક્યારેય ડૂબી ના શકે  મજબૂત. અને માતા ને કહ્યું કે " આ ઉનાળામાં હું આવી ને મારા નારંગી ના ઝાડ ને મારા ઘરે લઇ જઈશ પછી એના પર જરૂર ફળ આવશે.". પરંતુ એક દિવસ પિતા જયારે ટેલીવિઝન પર સમાચાર જોતા હતા ત્યારે તેમણે જોયું કે દીકરો જે કેન્દ્ર પર કામ કરે છે તે દરિયાના તોફાન ની ઝપેટમાં આવી ગયું હતું. ત્યાંનો સમ્પર્ક છૂટી ગયો  હતો. આ રાત્રે એક વાગ્યા ના સુમારે બન્યું હતું. કોઈ ના પણ જીવિત હોવા ના કોઈ આસાર નહતા. સાંજ સુધીમાં એ નક્કી થઇ ગયું કે દીકરો હવે નથી રહ્યો. માતાપિતા માટે આ દુઃખ ખુબ અસહ્ય હતું.
ધીરે ધીરે સમય જવા લાગ્યો, ઈસ્ટર પાસે આવી. માતાનું મન કેમેય કરી ને તહેવાર ઉજવા માની  નહતું રહ્યું. ત્યાં તેમની દીકરીએ આવી ને સમાચાર આપ્યા કે મા જો ભાઈ ની નારંગીને ફૂલ આવ્યા. બધા ના આશ્ચર્ય સાથે આખું ઝાડ ફૂલથી ભરાય ગયું હતું. એના ફૂલો નીસુગંધ થી આખું ઘર પણ મહેકવા લાગ્યું. અને બધા ના આશ્ચર્ય વચ્ચે ઈસ્ટર પર એના પર થી પાકી બે નારંગી પણ પડી. માતાને જાણે કેહતી ના હોય કે ઉઠ ટેરો દીકરો અહીં તારી સાથે છે. માતા આ ચમત્કાર થી અશ્વશન મેળવી જીવન માં જોડાઈ ગઈ. દીકરાનો દીકરો પણ નારંગીના એ ઝાડ માટે એટલીજ કાળજી લેવા લાગ્યો જેટલી એના પિતા લેતા હતા.
જીવન નું ચક્ર હંમેશા એમજ ચાલતું રહે છે. આપણે એમાની નાની નાની ઘટનાઓ થી આશ્વાસન લેવું અને મોટી દુઃખદાયી ઘટનામાંથી બહાર આવું જરૂરી બને છે. હમણાંજ મેં વાંચ્યું હતું કે ઈશ્વર પણ એની જ મદદ કરે છે એનેજ દિલાસો આપે છે જે લેવા માંગતું હોય. આ વાત ખુબ અટપટી છે. દુઃખ એ જીવનું ચક્ર છે. પણ એમાંથી બહાર નીકળવું એ આપણા હાથ માં છે.માથ્થી 5:4 માં કીધું છે કે "જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે. કારણ કે તેઓને દેવ દિલાસો આપશે. ". વળી પ્રગટીકરણ 21:4 માં પણ કીધું છે કે "દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.". ઈશ્વર પર વિશ્વાશ કરી ને આગળ વધવું એજ જીવન છે.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
loveliveson.com

Friday, 15 March 2019

40 Lent Sessions

ઈશ્વરનું આશીર્વાદિત બાળક 
કયારેક કેટલા બાળકો ખાસ હોય છે. જેને આપણે ખાસ(સ્પેશયલ) બાળક કહીયે છીએ. અમારા એક અંકલ આવા બાળકોના આશ્રમમાં સંચાલન નું કાર્ય કરે છે. તેમના આશ્રમ ની મુલાકાત લેતા આવા બાળકો ને જોતા હંમેશ દુઃખ ની લાગણી અનુભવાય છે. આવા બાળકો ખુબ જ પ્રેમાળ ને, આંનદીત હોય છે. પરંતુ આવા બાળકો ને જોઈ ને એ વિચાર જરૂર આવે કે એવી કઈ મજબૂરી હશે કે માતાપિતા આ બાળકો ને કોઈ આશ્રમ માં મુકવા મજબુર થઇ જાય છે. ગુજરાતી માં એક કેહવત છે કે "છોરું ક છોરું થાય, પરંતુ માવતર ક માવતર કયારેય ના થાય.". પરંતુ આવા માતાપિતા આ કહેવત ને ખોટી પડે છે. આ આશ્રમ માં રહેલા કેટલાક માતા પિતા એવા છે કે જેમની  આર્થિક પરિસ્થિતિ એવી ના હોય કે આ બાળકની સંભાળ રાખી શકે. પરંતુ ઘણા એવા છે કે જેમની પાસે દેખીતું કોઈ જ કારણ ના હોય, ને તેવો પોતાનાજ બાળક થી મોહ ફેરવી લેતા હોય છે.
આનું એક કારણ સમાજ અને સમાજ ની કેટલીક ગૈર માન્યતાઓ  પણ છે. તે એ કે "માતા પિતાની પાપની સજા રૂપ ઈશ્વર આવા બાળક આપે છે.". કયારેય વિચાર્યું કે ઈશ્વર એવું કરી શકે?  જવાબ છે ના. જુના કરાર મુજબ પેહલા આ વાત કદાચ સાચી હતી, પરંતુ ઈસુના આવ્યા બાદ આ વાત સાચી નથી. યોહાન 9:3 માં કહ્યું છે કે " ઈસુએ ઉત્તર આપ્યો, “તે આ માણસનાં પાપ કે તેનાં માતાપિતાનાં પાપોથી આંધળો થયો નથી. આ માણસ આંધળો જન્મ્યો છે જેથી કરીને જ્યારે હું તેને સાજો કરું ત્યારે દેવનું સાર્મથ્ય લોકોને પ્રગટ કરાવી શકાય.". એટલેકે જન્મથી ખોડ વાળું બાળક એ પાપની નિશાની નથી. પરંતુ ઈશ્વર તેનો એના મહિમા માટે ઉપયોગ કરે એની નિશાની છે.યર્મિયા1:5 માં કીધું છે કે "તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો; તું જન્મ્યો તે પહેલાં મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો, આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.” એટલેકે બાળક જયારે ગર્ભમાં રોપાય છે તે પહેલા ઈશ્વર એના કાર્ય નક્કી કરી ને જ બનાવે છે.
આપણે ઈશ્વર પર ભરોષો અને એને સોંપેલું આ કાર્ય પુરી લગન અને ખંત થી કરવાની જરૂર છે.
આજે આપણે
આવા જ એક કુટુંબની વાત કરી એ. એક કુંટુંબ કે જેમને ત્રણ બાળકો હતા. એક દીકરી 12 વર્ષની, દીકરો 9 વર્ષનો, અને નાની દીકરી 8 મહિનાની. આ નાની દીકરી જન્મથી જ અપંગ હતી. આવા બાળકની સંભાળ માટે વધુ સમય અને વધુ શક્તિ ની જરૂર પડે છે. આવા કુટુંબને સંભળાવામાં પણ લોકો ને મઝા આવતી હોય છે. આ કુટુંબને પણ સંભળાવા માટે લોકો તૈયાર થઇ ગયા કે "તમારા જ કોઈ પાપની આ નિશાની છે.", "આને આશ્રમ માં મૂકી એવો.". કેટલાક કહેવાતા હિતેછુઓ એ સલાહ આપી કે " આને આશ્રમ માં મૂકી એવો. તમે એની પાછળ સમય આપશો તો બીજા બાળકો નું શું થશે?". અને આ માતાપિતા પોતાની આ નાનકડી બાળકીને આશ્રમ મોકવાનું નક્કી કર્યું.
નક્કી દિવસે તેવો આશ્રમ માં મુકવા જય રહ્યા હતા ત્યારે રસ્તામાં રેડિયો પર અપંગ રોજગાર મંડળના પ્રમુખ નો ઇન્ટરવ્યૂ આવી રહ્યો હતો. બાળકીના પિતા ને પ્રમુખભાઈનું   નામ સાંભળી ને યાદ આવ્યું કે આ ભાઈ તો મારી સાથે શાળામાં હતા, ને તેવો જન્મથીજ બંને પગે અપંગ હતા. આ પ્રમુખભાઈ પોતાના બાળપણ ની વાતો કહી રહ્યા હતા, જેમાં એમની માતાની વાતો હતી. તેમને જણાવ્યું કે મારા માતાને હું હંમેશા પૂછતો કે હું જ કેમ ? ત્યારે મારી માતા ઉત્તર આપતી કે "જયારે તારો  જન્મ થવાનો હતો ત્યારે ઈશ્વરે પોતાના દૂતો સાથે મંત્રણા કરી કે આ મારુ ખાસ બાળક છે. આને માટે વિશેષ પ્રેમ, વિશ્વાસ, અને કાળજી ની જરૂર છે. તો એને મારા પર વિશ્વાસમા દ્રઢ કુટુંબ માં મોકલો." અને ઈશ્વરે અમને તેના ખાસ માટે પસન્દ કાર્ય છે. તું  ઈશ્વરનું ખાશ બાળક છે.". માતાની આવી વાતો ની આ પ્રમુખ પર ખુબ અસર થઈ. આ વાતો એમને હંમેશા મુશ્કેલી માં માર્ગ બતાવતી રહી. આ ભાઈ અત્યારે ઈશ્વરના આશીર્વાદ સાથે પ્રમુખ નું કાર્ય કરી રહા છે.   આ સાંભળી ને બાળકીની માતા ની આંખ માં આશુ  આવી ગયા. અને તેણીએ તરત ગાડી ઘર તરફ પછી વળાવડાવી. બાળકીના પિતા વિચાર કરવા લાગ્યા કે આજે એટલા વર્ષે અચાનક મારા આ મિત્ર નો અવાજ આવા પ્રસંગે આવ્યો આ કદાચ ઈશ્વરનો સંકેત જ છે.
નાની ઉંમરે ગંભીર માંદગી કે જન્મથી અપંગતા માટે લોકો માતા ને કે માતાપિતાને દોષી માનતા હોય છે. કોઈ ને પણ પુરી  સમજ કે જાણકારી વગર દોષી માની લેવા આસાન છે. હું  પોતે એવા માતાપિતા ને કે માતા ને ઓળખું છું કે જેમને પોતાના બાળકની માંદગી માટે દોષિત માનવામાં આવી હોય.   બાળક માતાના વિશ્વાસ, કાળજી અને સારવાર થી સાજું થઇ ગયું હોય.  પરંતુ તેની સારવારના સમયે માતાની કાળજી લેવા માં કે તેને હૂંફ આપવામાં લોકો નબળા પડ્યા હોય. આવા કુટુંબો ને ખુબ કાળજી, સમજ અને હૂંફ ની જરૂર હોય છે, ના કે દોષારોપણની. આવો ઈશ્વરના આ ખાસ બાળકની સંભાળ લેવામાં કુટુંબને મદદ રૂપ થઈએ. આ સાથે આવા બાળકોની એક ખુબજ સરાહનીય ફેસબુક પોસ્ટ અહીં મુકેલી લીલનક માં તમે જોઈ જ શકો છો.
https://www.facebook.com/11736558481/posts/10157094454088482/

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Reference Story
Chicken Soup for the Soul

Reference for Images
Google Images




Thursday, 14 March 2019

40 Lent Sessions

અરે તમને ખબર છે કે ઈશ્વર તેમના દૂતો દ્વારા આપણી મદદ કરે છે અને સાથે એ પણ ઈચ્છા રાખે છે કે જેમ તમને મદદ મળી તો તમે પણ બીજા ની મદદ કરો. જુના કરાર માં ગીતશાસ્ત્ર 91:11 માં કીધું છે "કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.". આજ વાત ની ખાતરી નવા કરારમાં લુક 4:10 માં આપી છે "શાસ્ત્રોમાં લખ્યા મુજબ:‘દેવ તારું રક્ષણ કરવા માટે એના દૂતોને આજ્ઞા કરશે.". ઈશ્વર આપણને ક્યારે પણ એકલા મૂકી દે તા નથી. આજની વાત પણ કંઈક આવું જ દર્શાવે છે.
આ એક સ્ત્રી ની વાત છે . જે લગભગ ૨૫ વર્ષની ઉંમરની હતી અને જેને બે દીકરા હતા, અને તેના અને તેના પતિના છૂટાછેડા થયા હતા. તેની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. તે મહિને ૩૦૦ ડોલર કમાતી હતી, પણ મહિનો ૩૦૦ ડોલર માં પૂરો કરવો બહુ મુશ્કેલ હતું.
એક દિવસ તે સવારે પથારીમાં થી ઊભી થઇ. તે દિવસ આભારસ્તુતિ (Thanks Giving) નો હતો, અને તેની પાસે પૂરતા પૈસા અને  આભારસ્તુતિ (Thanks Giving) માટે કંઈપણ જમવાનું ન હતું. તે ખૂબ ચિંતા કરવા લાગી તેની પાસે માત્ર ત્રણ હોટ ડોગ હતા. તેણે પોતાના બાળકોને પોતાની સાથે લીધા, અને હોટ ડોગ લઈને બગીચામાં ગઈ ત્યાં તેણે બાળકો સાથે થોડો સમય રમવામાં પસાર કર્યો. ત્યારબાદ ત્રણે જાણે હોટ ડોગ ખાધા અને પછી ઘર તરફ આવ્યા, પણ બાળકો ખુશ ન હતા તેમને ભૂખ લાગી હતી, અને માતા પણ દુઃખી હતી. તેઓ પોતાના એપાર્ટમેન્ટના બિલ્ડિંગમાં આવ્યા. જયાં એક વૃદ્ધ આન્ટી ઉભા હતા. આન્ટીએ તેમને આભારસ્તુતિ (Thanks Giving) ના જમણમાં તેમની સાથે જોડાવા આમંત્રણ આપ્યું. પહેલા તો તે સ્ત્રી મૂંઝાઈ ગઈ પણ તેના દીકરાઓની ભુખ આગળ તે વિવશ બની ગઈ, અને આન્ટીના ઘરમાં આભારસ્તુતિ (Thanks Giving) ના જમણમાં ભાગ લેવા ગઈ. તે અને તેના દીકરાઓ ખૂબ ખુશ થઈને ભોજન માણ્યું, અને જ્યારે ઘર તરફ જવા લાગ્યા ક્યારે આન્ટીએ બચેલું જમવાનું તેમને ડબ્બાઓમાં પેક કરી આપ્યું. ત્રણેમાં દીકરાઓ ખુશ થઈને ઘરે પાછા ફર્યા.



બીજે દિવસે તે સ્ત્રી ડબ્બા પાછા આપવા આન્ટીના ઘરે આવી પરંતુ તેમના ફ્લેટનો દરવાજો બંધ હતો તેણે બારીમાં થી જોયું તો અંદર ઘર એકદમ ખાલી હતું. કોઈ ખુરશી ટેબલ કે કશું પણ હતું નહીં. તે બહુ આશ્ચર્ય પામી અને એપાર્ટમેન્ટના મેનેજર પાસે ગઈ અને આન્ટી વિશે પૂછપરછ કરી. તેના આશ્ચર્ય વચ્ચે તે મેનેજરે જણાવ્યું  કે તે ફ્લેટ દસ-બાર અઠવાડિયાથી સદંતર બંધ છે. તે ખૂબ નવાઈ પામી અને પોતાના ઘરે પાછી ફરી. ત્યારબાદ તેણે એક પાસ્ટર સાથે લગ્ન કર્યા. તેને પોતાનો આ અનુભવ કોઈને કહ્યો નહોતો. પરંતુ એક દિવસ ચર્ચમાં બેઠી હતી ત્યારે, તેને તે અનુભવ લોકોને જણાવવાની ઇચ્છા થઈ. તેણે પોતાની પુરી વાર્તા લોકોને કહી, અંતે ઉમેર્યું કે આપણા દેશમાં આવી ઘણી બધી એકલી માતાઓ રહે છે, જે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, અને ચર્ચ તરફથી એક ભંડોળ ઉભું કરવાનું આહવાન આપ્યું, અને આવી એકલી માતાઓને મદદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. બધા લોકોએ સહર્ષ પ્રસ્તાવ સ્વીકાર્યો અને ભંડોળ ભેગું કર્યું જેમાંથી આ પ્રકારના લોકોને મદદ મળે.

આ વાત પરથી આપણે જાણી શકીયે છીએ કે જરૂરતના સમયે મદદગાર ઈશ્વર કછે જ. બાઇબલ માં માર્ક 10:27 માં કીધું જ છે "ઈસુએ શિષ્યો તરફ જોયું અને કહ્યું, ‘આ કઈક એવું છે જે લોકો તેમની જાતે કરી શકે નહિ, તે દેવ પાસેથી આવવું જોઈએ. દેવ બધી વસ્તુઓ કરી શકે છે.’". જરૂરત ના સમયે ઈશ્વર ને પ્રાર્થના થી જ મુસીબત માં રસ્તો નીકળે છે. માથ્થી 21:22 માં કીધું જ છે "જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કઈ માગશે તે તમને મળશે.”. વળી આ સ્ત્રીની વાત પરથી આપણે જાણીએ છીએ ઈશ્વર જો મને મદદ કરી તો મારે પણ બીજા લોકો જેવો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, અને તેમનો કોઈ મદદગાર નથી તેવા લોકોને આપણે મદદ કરવી જોઈએ. બાઇબલ માં પણ કીધું જ છે  હિબ્રૂઓને પત્ર 13:16 માં કીધું છે કે "બીજાના માટે ભલું કરવાનું  ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે."
Olivia Martins

Editor
Purvi Hope

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images