Wednesday, 27 March 2019

40 Lent Sessions

 પિતા નો પ્રેમ 
આજે આપણે જીવન જીવવા માટે અને તેને સરળ રીતે પસાર કરવા માટેના નિયમ માટેની વાત જણાવું છું. આ એક બાપ અને દીકરી ની વાત છે, પિતાજી ટ્રક ડ્રાઇવર હતા. લગભગ તેમનો સમય રસ્તા પર પસાર થતો હતો. એ સમયે દીકરી નાની હતી,  પિતાની ઘણી લાડકી હતી. પિતાજી 4:00 ઘરેથી નીકળી જતા અને રાત્રે લગભગ દીકરીના સૂઈ ગયા બાદ ઘરમાં આવતા હતા. બાપ દીકરીનું એકબીજા સાથે મળવું લગભગ અશક્ય હતું છતાં પણ દીકરીને મન તે પિતાજીની લાડકી દીકરી હતી. સમય પસાર થતાં દીકરી મોટી થવા લાગી અને કિશોરાવસ્થામાં આવી. તેનામાં ઘણા બધા બદલાવ આવ્યા. હવે તે પિતાની લાડકી દીકરી રહી નથી હવે તે મોટી થઈ ગઈ. તેની સમજણ અવસ્થામાં તેને દરરોજ દરેક જરૂરિયાત વખતે તેની માતા તેની સાથે હતી તે તેની માતા સાથે દરેક વાત બાબતે ચર્ચા કરતી હતી. તેને લાગતું હતું કે મારી ખરી સાથીદાર મારી મમ્મી જ છે મારા પિતા તેમના કામમાં મને સમય  આપી શકતા નથી એટલે તેની અને તેના પિતા વચ્ચે અંતર વધવા લાગ્યું. આજ સમયમાં એને જીવનનો મહત્વનો પાઠ તેના પિતા દ્વારા શીખવા મળ્યો.

 વાત એમ હતી કે એક દિવસ સાંજે તેના પિતા ટ્રક નો સામાન પોતાના સ્થળે ઉતારીને પાછા આવતા હતા, ત્યારે લગભગ બપોરે હાઇવે ઉપર તેમણે એક સ્ત્રીને તેની કારની ડિકીમાં થી સ્પેર વ્હીલ કાઢતા જોઈ. તેમણે પોતાની ટ્રક બાજુ પર ઉભી રાખી અને તે સ્ત્રી તરફ ગયા.તેમણે પોતાની ઓળખાણ આપી ને કહ્યું કે "લાવો હું તમને વ્હીલ બદલી આપું".  વ્હીલ બદલી કાઢ્યા પછી તે સ્ત્રીએ તે ટ્રક ડ્રાઇવર ની ઉદારતા માટે આભાર માન્યો. કહ્યું કે "કોણ સાચું છે અને ખોટું?  અથવા ખોટા ગુનામાં ફસાઈ જવાના ડરથી આજકાલ લોકો મદદ કરવા પણ તૈયાર  હોતા નથી." તે સ્ત્રીએ ટ્રક ડ્રાઈવર નો આભાર માન્યો, અને વીસ ડોલર તેમની મદદ માટે આપવા પ્રયત્ન કર્યો. પરંતુ તે ટ્રક ડ્રાઇવરે કહ્યું કે આની  કોઈ જરૂરત નથી. મારી પત્ની અને દીકરી  જેવો મારી ગેરહાજરીમાં આજ રીતે કાર ચલાવે છે. ત્યારે મારી આશા છે કે જેમ તમને મદદ કરી, તેમ તેમને પણ મદદ મળી રહે.".
દીકરી જ્યારે 24 વર્ષની થઈ ત્યારે તે માતા-પિતાથી દૂર બીજા બીજા શહેર ન્યુજર્સીમાં રહેવા ગઈ. ત્યાં તે નૈતિક હકો માટે લડતી સંસ્થા માં વોલેન્ટર્સ તરીકે સેવા આપતી હતી. તેની આ સેવામાં લગભગ તેને મુસાફરી કરવાનું રહેતું. એક વખત તેના જાણવા પ્રમાણે સેવ મધર અર્થ વૉક  તેમના શહેરમાં થઈ રહી છે. તેમાં ભાગ લેવા માટે તેણે રૂમ પાર્ટનરની કાર લીધી અને તે હાઇવે પર થી પસાર થવા લાગી. રસ્તામાં તેની કારના વ્હીલ માં પંચર પડ્યું. તે કાર ઉભી રાખી અને વ્હીલ બદલવાની તૈયારી કરવા લાગી.  તેટલામાં જ એક મોટી ટ્રક આવી અને રસ્તામાં બાજુ પર ઊભી રહી ગઈ. તેનો ડ્રાઇવર નીચે ઊતર્યો અને તેણે તે દીકરીના કારનુ ટાયર બદલી આપ્યું. સ્પેર વ્હીલ પણ લગાવી આપ્યું. તે ટ્રક ડ્રાઈવરે કહ્યું"આ સ્પેર વ્હીલ વધુ ચાલશે નહીં માટે નજીકના ગેરેજમાં જઈને નવું વ્હીલ લગાવી દેજો.".  તે દીકરીએ તેની ઉદારતા માટે આભાર માન્યો અને ૨૦ ડોલર તેમને આપવા પ્રયત્ન કર્યો.પરંતુ ટ્રક ડ્રાઇવરે કહ્યું"મારી દીકરી તમારી ઉંમરની છે. હું એવી ઇચ્છા રાખું છું, કે જ્યારે રસ્તા પર કાર ચલાવતી વખતે તેને કોઈ આવી મુશ્કેલી પડે ત્યારે કોઈ આવું જ દયાળુ તેને મદદ કરે.". આ દીકરીને તેના પિતા યાદ આવ્યા જેમણે આ વાત ઘણા વર્ષો પૂર્વે તેને કહી  હતી. તેના પિતાએ  કોઈક ને કરેલી મદદ નો બદલો આજે તેને કોઈક ના પિતા દ્વારા મળ્યો. તે ટ્રક ડ્રાઇવરે કહ્યું તમારા પિતા એક ઉમદા વ્યક્તિ છે. તેઓ માર્ગમાં મદદરૂપ બનવા હંમેશા તૈયાર રહેતા માટે ઈશ્વરનો આભાર.

આપણે પણ રસ્તામાં ચાલતાં ઘણા બધા લોકોને ઘણી બધી મુશ્કેલીઓ માંથી પસાર થતાં જોઈએ છીએ. આવા સંજોગોમાં આપણે ઈશ્વરના બાળક તરીકે હંમેશા મદદરૂપ થવું જોઈએ.  આપણે કોઈકને કરેલી મદદ ક્યારેક આપણે પણ જરૂરિયાત બની શકે છે, તે સંજોગોમાં આપણને પણ ઈશ્વર તરફથી મદદ પ્રાપ્ત થઈ શકે છે. બાઇબલમાં કહ્યું છેકે "દેવે તમને પસંદ કર્યા છે અને તમને તેના પવિત્ર લોકો બનાવ્યા છે. તે તમને પ્રેમ કરે છે. તેથી હમેશા આ વસ્તુઓ કરો: ધૈર્યવાન ને દયાવાન બનો, ભલાઈ કરો, દીન, નમ્ર, સહનશીલ બનો. ". (કલોસ્સીઓને પત્ર 3:12). વળી આપણે બીજા પાસે જે વ્યવહારની અપેક્ષા રાખતા હોઈએ તે આપણે બીજા સાથે કરવો પણ જોઈએ જ બાઇબલ માં કહ્યું છે કે “તમે બીજા પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતા હોય એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સારાંશ એ જ છે. "(માથ્થી 7:12). વળી આજની ભગદોડ ભરેલા  જીવનમાં બનીશકે કે પિતા કે માતા પોતાના બાળકને જોઈએ તેવો સમયના આપી શકતા હોય. પરંતુ જે પણ સમય મળે તે બાળકના ઘડતરમાં મદદરૂપ બને તે માટે બાળક સાથે નું તથા બીજા સાથેનું તેમનું વર્તન ખુબ ભંગ ભજવે છે. પિતા કામ થી બહાર રહે પણ જયારે ઘરે આવે ત્યારે ઘરનું વાતાવરણ પ્રેમ અને વિશ્વાશ થી ભરી દે તો બાળકના જીવનમાં તેની હકરાત્મક આસર જોવાય છે.  એફેસીઓને પત્ર 6:4 માં કહેવાયું છે કે "પિતાઓ, તમારા બાળકો સાથે એવી રીતે ના વર્તો કે તેઓ ગુસ્સે થાય, તેને બદલે તેઓને સારી તાલીમ અને પ્રભુના શિક્ષણથી ઉછેરો."

Olivia Martins

Editor
Purvi Hope

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images


Tuesday, 26 March 2019

40 Lent Sessions

અજાણ્યો માણસ 
કેટલીક વાર એવું થાય છેકે કોઈ આપણી પાસે  મદદ માંગે તો આપણે એની પત્રતા વિષે વિચારવા લાગીયે છીએ. આપણે જાણીએ છીએ કે ઈશ્વરે કીધું છે કે પાત્રતા જોવાનું કામ તારું નથી, તું મદદ કર. છતાં આપણે વિચારીયે છીએ કે આને મદદ થાય આને ના થાય. પરંતુ કયારેક ઈશ્વર આપણી પાસે અપેક્ષા રાખે છે, અને સામે થી મદદ માંગનાર ને મોકલે પણ છે. થોડું અટપટું છે પણ આ વાત થી સમજીયે.
એક ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માં માપણી આધિકારી ફરજ બજાવતા હતા. એમણે અને એમની પત્ની એ નક્કી કર્યું હતું કે આપણી પાસે મદદ માંગવા આવનાર ને આપણે યથા શક્તિ મદદ કરીશું. એક વાર માપણી ના કામ અર્થે આ માપણી અધિકારી ભાઈને એક મજુર વિસ્તારમાં જવાનું થયું. સાંજે એમનું કામ પૂરું થયા પછી તેવો એમને લેવા માટે આવતી ગાડી ની રાહ જોતા આજુબાજુ નું નિરીક્ષણ કરતા ઉભા હતા. તેવા માં એક મજદૂર ભાઈ બાજુની બાંધકામ ચાલુ એવી જગ્યાએ થી નીકળ્યા. તેવો આ માપણી અધિકારી ની બાજુમાં આવી ને ઉભા રહ્યા. મજુર ભાઈ ખુબ ટેંશોન માં લગતા હતા. આથી માપણી અધિકારીએ    પૂછ્યું "કોઈ પ્રોબ્લેમ છે? જો તમે મને કહી શકતા હોવ તો કહો.". આ મજુર ભાઈએ કહ્યું " હું બાજુ ના ગામમાંથી અહીં આવ્યો છું, મારી પત્નીને નાની બાળકી અહીં બાજુ ની ધર્મશાળામાં છે. હું અહીં મજૂરી કરું છું. કાલે ધર્મશાળાના મેનેજરે મને કીધું હતું કે આજે સાંજ શુધી  હું ભાડું નહિ આપું તો મારે રૂમ ખાલી કરી દેવી પડશે. આજે હું સવાર થી અહીં મારા મુકાદમની રાહ જોવ છું પણ મુકાદમ આવ્યા જ નથી. મારે પૈસા લેવાના છે. શું કરું? કાંઈજ ખબર નથી પડતી.". પેહલા તો માપણી અધિકારી ભાઈ ને થયું કે હું પૈસા આપું, પણ પછી તેમને વિચાર આવ્યો કે આ માણસ સાચું જ બોલે છે એની શી ખાતરી? આ વિસ્તારમાં તો આવા કેટલાય લોકો ફરતા હશે. આમ એમણે પોતાની જાતને સમજવા માડી  પેલા મજુરભાઈ ત્યાં થી ચાલ્યા ગયા. 
આ માપણી અધિકારી ને એકદમ થી નિરાશા ની લાગણી થવા લાગી. એમને લેવા જે ગાડી આવી તે લઇ ને તેવો પેલા મજદૂર ભાઈને શોધવા લાગ્યા. ખુબ ફર્યા છતાં ના તો ધર્મશાળા મળી કે ના  ભાઈ. એમનું મન એક બાજુ એમને કેવા લાગ્યું કે જોયું ઉલ્લુ જ બનાવતો હતો એ માણસ. પરંતુ એવી પરિસ્થિતિ માં તેમને પ્રાથર્ના કરી કે હે ઈશ્વર તું સાચે જ ઇછતો હોય કે હું એ ભાઈ ને મદદ કરું તો તું મને એમને દેખાડ. બીજા જ વણાંક પર એ ભાઈ ઉભેલા દેખાય. માપણી અધિકારી એ એમને બોલાવી ને ગાડી માં બેસાડ્યા અને કહ્યું કે ચાલો આપણે તમારી ધર્મશાળામાં જઈએ. મજદૂર ભાઈ ના બતાવેલા રસ્તે આગળ જતા ધર્મશાળા પણ દેખાઈ જાય એક નાની બાળકી અને તેની માતા આ મજદૂર ભાઈની રાહ જોઈ રહ્યા હતા. માપણી અધિકારીએ પોતાના ગજવામાં હતા એટલા રૂપિયા આ કુટુંબને આપી દીધા. મજદૂર ભાઈ ની આંખો માં આશુ આવી ગયા. તેમણે જણાવ્યું કે એટલા માં મારુ એક અઠવાડિયાનું ભાડું અને રેશન આવી જશે. માપણી અધિકારી ઈશ્વરની આ અદભુત કમાલ ને જોઈ ને વિચરતા રહ્યા કે ઈશ્વર કયારે કોને કેવી રીતે મેળવે છે તે કોઈ નથી જાણતું. એના કાર્ય અદભુત છે.
બાઇબલમાં કીધું છે કે “વળી તેને જેની જરૂર હોય તે તમાંરે તેને ઉછીનું આપવું અને તે માંટે દુ:ખી થવું નહિ! કારણ કે, આના લીધે તમે જે કરશો તેમાં યહોવા તમને તમાંરાં બધાં કાર્યોમાં લાભ આપશે. (પુનર્નિયમ 15:10)".

 Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
WomenWorking.com

Monday, 25 March 2019

40 Lent Sessions

એક વ્યક્તિ માટે ટેબલ 
આજે વાત મારા માટે. હું સિંગલ છું અને ખુશ છું. છતાં સામાજિક પ્રસંગોમાં કોઈક તો એવું મળી જ જાય છે જે મને પૂછે કે તું એકલી કેમ છે? કે તારે કંઈક વિચારવું જોઈએ. હું કેમ એકલી છું  એનું મને કારણ પુછે. મારા ભત્રીજા ના લગ્ન સમય નો એક ખુબ હાસ્યાસ્પદ અનુભવ કહું તો "મારા એક આંટી જેમની ખુદની મારા કરતા મોટી દીકરી સિંગલ છે, તેમણે મને સલાહ આપવાની શરું કરી. તું એકલી કેમ છે? અને બીજું... મેં હસી ને એમને કીધું કે "તમારી દીકરીને આ બધું તમે જણાવ્યું?"" ત્યારે એ આંટી ચૂપ થઇ ને ચાલ્યા ગયા. મારા કહેવાનો મતલબ એટલો જ કે કોઈ એકલું છે એટલે દુઃખી જ છે એવું લોકો કેમ માની લે છે? ચાલો આજની વાત મારા જેવી જ એક બહેનની કરીયે.
એક બહેન ભણેલા ગણેલા ખુબ સારી નોકરી કરતા, પોતાનું ઘર, ગાડી વાળા અને સૌથી મોટી વાત ખુબ ખુશ. પણ જયારે સામાજિક પ્રસંગમાં જાય એટલે આંટીસ અને ઘણા સગાઓ પાછળ પડી જાય કે તારા જીવનમાં સાચે જ કોઈ નથી? નથી તો કેમ નથી? કોઈને શોધ. વગેરે... એમને આવા પ્રસંગોમાં બેસવા માટે ખાસ એવુજ ટેબલ આપવામાં આવે કે જાય 2, 4, કે 6 જ માણસ બેસી શકે. આ બહેન ને કોઈ ખુરશી ખેંચીને ટેબલપર પોતે બેસવાની વેવસ્થા કરવી પડે. લોકો પાછા કહે કે જોયું એકલી છે તો ખુરશીની વેવસ્થા ય  કરવી પડે છે ને! બહેન ગુસ્સે પણ થાય ને કંટાળે.
એક નાતાલે એમની એક બીજી સિંગલ સખીએ કહ્યું કે ચાલ આ વર્ષે આપણે કૈક જુદું કરીયે. આપણે વૃધ્ધાશ્રમ  માં જઇયે અને એ લોકો સાથે જમીયે ને નાતાલ ઉજવીયે. આ બહેને પહેલા ના ના કરી. થોડા આડાતેડા કારણો આપ્યા, પણ પછી માની ગયા. આ બન્ને સખીઓ જમવાનું લઇ ને પાસે ના વૃધ્ધાશ્રમ માં ગયા. થોડીવાર માં બહેને અતડું લાગ્યું, પણ પછી મઝા આવી. અહીં એમના જેવા એકલા ઘણા હતા, કોઈ પૂછવા વાળું નહતું કે તું  કે તને કેમ કોઈ મળતું નથી વગેરે. બંને બહેનો ને ખુબ મઝા આવી. તયાંના આશ્રમવાસી ને પણ બહુ મઝા આવી.  પછી તો આ દર વર્ષનું થઇ ગયું. 
એ બહેન હવે આવા કામ શોધવા લાગ્યા. તેવો સાક્ષરતા કર્યક્રમ માં ભગીદાર થઇ ગયા. તેવો કહે છે કે ઘરે બેસી ને સાંજે ટીવી જોવું કે ફોન પાર લોકો સાથે વાતો કરવી એના કરતા આ કામ મને વધારે આંનદ આપે છે. અહીં મારા માટે એક ટેબલ છે. મારે ખુરશી ખેંચવી નથી પડતી. બીજાને મદદરૂપ થવા થી મારી અંદરનો અવકાશ ભરાઈ ગયો છે. આ અવકાશ મને  ઘણી વાર હેરાન કરતો હતો. હવે મારે પરાણે હસવું નથી પડતું, જે હું સામાજિક પ્રસંગે કરતી હતી. મને હવે એ અનુભવ થાય છે કે હું સિંગલ છું એની પાછળ પણ એક કારણ છે. જીવનમાં એવો પણ ઓરડો છે જાય એક ટેબલ છે જેમાં એક જ ખુરશી, જેમાં હું એક એકલી આરામ થી બેસી શકું છું. હવે જીવન ભરેલું લાગે છે. 
મિત્રો ઈશ્વરે પણ કીધું છે કે એકલા રહેવું એ પાપ નથી તે આપણે કેમ સ્વીકારતા નથી?  બાઇબલમાં પણ કીધું જ છે કે "તમે ચિંતામાથી મુક્ત થાવ તેવું હું ઈચ્છું છું. જે માણસ વિવાહિત નથી તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે." (1 કરિંથીઓને 7:32).  વળી પુનરુથાન ની સવારે તો આપણે દૂતો જેવા જ હોઈશું "જ્યારે લોકો મૂએલામાંથી ઊઠશે ત્યારે ત્યાં એકબીજા સાથે લગ્ન કરશે નહિ. તેઓ આકાશમાંના દૂતો જેવા હશે.’ (માર્ક 12:25)". દરેક વ્યક્તિની જીવનની યોજનાઓ ઈશ્વરની જ છે, અને દરેક માટે એ યોજના આલગ છે. આપણે આ વાત સમજવાની છે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images
 

Sunday, 24 March 2019

40 Lent Sessions

કલર્ક બહેન
આજે ચર્ચમાં પાળક સાહેબે આપણી ઘટી રહેલી સહનશક્તિ અને સાંકડા થઈ રહેલા સંબધની વાત કરી. ઘરે આવી ને આ લખવા માટે તૈયારી કરતા આ વાત મારી નજરે પડી. આજે અપને માત્ર આપણી તકલીફ, આપણા દુઃખો મોટા લાગે છે. બીજા નું જોઈને સમજ્યા વગરજ આપણને આપણું દુઃખ મોટું લાગવા લાગે છે. પરંતુ સાચું શું છે ? એ કેમ ખુશ છે ? એ વિચારવાની તસ્દી આપણે લેતા નથી.કયારેક એવું પણ બને કે એ વ્યક્તિ આપણા કરતા વધારે તકલીફો ઉઠાવી રહી હોય. પરંતુ એ એ તકલીફ માં પણ ઈશ્વરની સહાય શોધી ને ખુશ રહેતી હોય. આપણે તો બસ એ ખુશ છે એટલે મારા કરતા ઓછી તકલીફ હશે. એમજ માની ઈશ્વરને દોષ આપી દેતા હોય છીએ.
આજે આપણે એવાજ એક ભાઈ ની વાત કરીયે. આ ભાઈ એક બપોરના સમાચાર પત્રમાં ઍડીટર હતા. એમના પપેરની કોપી ઘટતા એમના પ્રકાશને બપોર નું પેપર બંધ કરવા નું માન્ય રાખ્યું. એમાં આ ભાઈનું પણ નામ હતું. વળી તેમને તેમના બીજા સ્ટાફને આ દુઃખદ વાત કહેવાનું પણ કાર્ય સોંપવામાં આવ્યું. ભાઈ ખુબ દુઃખી થઇ ગયા. એમના ટેબલ પાર હર શુક્રવારની જેમ જ ચા સાથે એક નાની થાળી માં નાનખટાઈ આવી ગઈ. આમ તો આ હાર શુક્રવારે આવતું હતું પણ કામ માં એમનું ધ્યાન નહતું.આમણે પૂછ્યું કે આ કોણ લાવ્યું? તો જવાબ મળ્યો કે આ તો દર શુક્રવારે કોઈક લાવી ને મૂકી જાય છે. એ વિચારવા લાગ્યા કે હશે કોઈ જેની નોકરી કાયમ હશે. મારા જેવા તો હવે નોકરી વગરના થોડી એવું લાવે. તે પોતાની જાત પાર દયા ખાવા લાગ્યા. અરેરે મારુ હવે શું થશે? મારા ઘર નું શું થશે? હે ઈશ્વર હું જ કેમ? એવા વિચારો માં ઘરે ગયા.
બહાર નીકળતા એમને લિફ્ટમાં એક ક્લાર્ક બહેન માંડ્યા. તેમના હાથ પર ના નખ માં લોટ હતો. આ જોઈ ને તેમણે અનુમાન કર્યું કે નાનખટાઈ આ બહેન જ લાવતા હશે. આમણે તે વિષે પૂછી લીધું અને આભાર માન્યો. સાથે આ ભાઈ એ જોયું કે બહેન બૌ ખુશ હતા. આખા રસ્તે ભાઈ વિચારતા રહ્યા કે હોય જ ને નોકરી મારી ગઈ છે. નુકસાન મારુ થયું છે. એ બહેન નું થોડું કઈ ગયું છે?
બીજા દિવસ થી એમની નવો કર્યભાર સાંભળ્યો. એમની નીચે ના લોકો ને નોકરી ના કાર્ય નો હિસાબ કરી ને છુટ્ટા કરવાનો. હજુ પણ ભાઈ પોતાના જ દુઃખ માં હતા કે મારુ શું થશે? ત્યારે એમના ટેબલ પાર નાનખટાઈ ની ડીશ આવી ગઈ હતી. એમને દુઃખ પણ થયું ને ગુસ્સો પણ આવ્યો કે પેલા બહેને મારી મજાક ઉડાડી. પરંતુ સાંજે છેલ્લે જયારે એમણે જોયું કે છેલ્લું નામ પેલા નાનખટાઈ વાળા બહેનનું હતું. એ બહેન ને હાથ માં વા હતો એટલે હવે તેવો પ્રકાશનમાં વધુ કામ કરી શકે તેવી સ્થિતિ માં નહતા. આ ભાઈ સ્તબ્ધ થઇ ગયા. પેલા બહેન હજુ પણ એમની સામે બેસી ને સ્મિત કરી રહ્યા હતા. આ ભાઈને પોતાના પર ગુસ્સો અવવ્યો, પોતાના પર શરમ પણ આવી. આજે આખા દિવસ માં એમણે એવા કેટલા કર્મચારીઓ ને છુટ્ટા કર્યા હતા જેમને નોકરી ની જરૂર આ ભાઈ કરતા ઘણી વધુ હતી. પણ પોતે પોતાના માં એટલા બધા ખોવાયેલા હતા કે કોઈ ને સાન્ત્વના નો એક શબ્દ પણ ના કીધો. અને આ બહેન ને તો કાલની ખબર હતી છતાં બધાના માટે નાનખટાઈ બનાવી ને છેલ્લી વાર આખી ઓફિસ ને વહેંચી હતી. બધાને પ્રેમ થી વિદાઈ આપી હતી ને પોતે પણ જય રહ્યા હતા.આ આખી ઓફિસ માં આ બહેન ના જવાનું દુઃખ હતું.
પોતાના થી નાની વ્યક્તિ પોતાના થી વધુ દુઃખી હોવા છતાં પ્રેમ અને વિશ્વાસ વેહચી રહી હતી. અને પોતે મોટી લાયકાત, મોટી જગ્યા અને બીજે નોકરી મેળવવી શેકે તેવા હતા. છતાંપોતાના દુઃખ માં જ લિન હતા. દોસ્તો આજે બધે જ એવું જ જોવા મળી રહ્યું છે. બધાને પોતાનું દુઃખ જ મોટું લાગે છે. બીજાનો વિચાર કરવા કોઈ તૈયાર નથી. આપણી આજુ બાજુ કેટલા કુટુંબો, સંબન્ધો આમ જ તૂટી રહ્યા છે. જીવન કટુતા થી ભરાઈ રહ્યું છે. આપણે સ્વ કેન્દ્રિત બનતા જઇયે છીએ કી બની ચુક્યા છીએ. આપણે વિચારવાની કે સમજવાની જરૂર છે. આપણે બાઇબલ ની જરૂર છે.
બાઇબલમાં કીધું છે કે "બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.” (લૂક 6:38). વળી "તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો." (ફિલિપ્પીઓને પત્ર 2:4).
નાની વ્યક્તિ જે સમજી તે "તમે જે કહો અને કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે થવા દો. અને તમારા આ દરેક કાર્યોમાં, દેવ બાપની આભારસ્તુતિ ઈસુ દ્વારા વ્યક્ત કરો." (કલોસ્સીઓને પત્ર 3:17), અને "દેવ તને પસંદ કરે છે એવી પાત્રતા મેળવવા તું સર્વોત્તમ કાર્યો કર, અને તું દેવને પૂર્ણ સમર્પિત થઈ જા. પોતાના કામની બાબતમાં જે શરમ અનુભવતો નથી એવો કાર્યકર તું થા-કે જે કાર્યકર સાચા ઉપદેશનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. "(2 તિમોથીને 2:15). એ પોતાને સોંપાયેલું કાર્ય ગમેતેવી સ્થિતિમાં પણ હસતા પૂરું કરે છે.  જે પોતાના દુઃખને નાનું ગણી ને પોતાના હુનર અને હાસ્યથી બીજા નું દુઃખ હળવું કરવાની કોશિશ કરે છે તેને ધન્ય છે. 
મિત્રો વિચારો કે આપણા પ્રભુ જો સ્વ કેન્દ્રિત હોતે તો આપણે ક્યાં હોતે? આપણે એમના જ દીકરા દીકરીઓ થઇ ને આપણે ક્યાં રસ્તે જય રહ્યા છીએ?
Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Shutterstock

Saturday, 23 March 2019

40 Lent Sessions

નાનકડી ડાયરી 
આપણી આજુબાજુ માં ઘણા લોકો હોય છે જેમના વિષે આપણે ઘણી વાતો સાંભળીએ છીએ. ઘણી વખત એ વાતો સાચી છે કે ખોટી એ જાણ્યા વગર આપણે તેમના માટે એક પૂર્વગ્રહ બાંધી લઈએ છીએ. જે ખોટો હોય છે. 99.9% આવી વાતો ક્યાં તો અફવા હોય છે ક્યાં તો અધૂરી. આજના યુગમાં સોસિયલમીડિયા માં આવતી ઘણી વાતો આપણા માંથી ઘણા તેની પુરી ચકાશણી  કાર્ય વગર ફેલાવે છે અને પોતે પણ ટેન્શનમાં આવી જાય છે, અને બીજા ને પણ ઘભરાવાનું કાર્ય કરતા હોય છે. કોઈ પણ વાત ની પુરી ખાતરી કર્યા વગર એને સાચી માની લેવું એ એક ભૂલ છે.
આવો આજે આવી જ એક વાત કરીયે. અમેરિકાના એક ચૂર્ચમાં અંતિમવિધિ કરવા માટેની ટીમના એક મેનેજર દાદા હતા. આ દાદા પાસે એક નાની કાળી ડાયરી હંમેશા રહે. એ ડાયરીને એ જીવની જેમ સાચવે. જોડે ને જોડે રાખે. એ ચર્ચમાં એક નવા પાળક આવ્યા. તેમને પણ આ ડાયરી માટે ઉત્સુકતા થઇ. પાળક ઓફિસમાં તો આ ડાયરી માટે જાતજાતની વાતો સાંભળવા મળી. કોઈ એ કીધું એમાં તો આ દાદાની ગિર્લફ્રેન્ડસ ના નામ છે, કેટલાકે કીધું આ દાદા જુગાર રામે છે એના આંકડા છે. કેટલાકે કીધું કે એ ઘોડા રેસ માં પૈસા લગાવે છે એની માહિતી છે. પાળક સાહેબ ચિંતા માં કે મારી ઓફિસ માં કામ કરનાર એક માણસ એવો છે! પાળક સાહેબે ઉપર એની ફરિયાદ કરી. પરંતુ જવાબ આવ્યો કે અમને એમાં કઈ ખોટું લાગતું નથી. લોકો માં આ ભાઈ ખુબજ લોક પ્રિય છે તો એમને હટાવી ના શકાય.
ઈશ્વરનું કરવું ને એક રાત્રે દાદા ને હાર્ટ એટેક આવ્યો ને તે મૃત્યુ પામ્યા. એમની અંતિમવિધિ આ પાળક સાહેબે કરવાની આવી. વિધિ શરૂ થઇ. અને દાદાના પત્ની પોતાના પતિ વિષે બોલવા ઉભા થયા.પાળક સાહેબની નજર આ દાદી પર પડી. દાદીના હાથમાં એજ નાની ડાયરી હતી.પાળક સાહેબ ચિંતામાં પડી ગયા કે હમણાં આ દાદી કૈક એવું બોલશે કે દાદાની અંતિમવિધિ માં મુશ્કેલી ઉભી થશે. દાદી એ પુલપીટ પર ચડી ને કહ્યું કે આજે તમને મારા પતિ ના ચરિત્ર વિષે કહું છું. પાળક સાહેબ ઉભા થઈને દાદી ની બાજુ માં આવી ગયા કે કયાંક દાદી કંઈક કહે તો તરત  રોકી લેવાય. દાદી એ બોલવાનું ચાલુ કર્યું એમને ડાયરી ખોલી. એમાં થી વાંચવાનું શરૂ કર્યું.એપ્રિલ 17 1970- મેરી ફ્લોરેન્સ તેણી હવે એકલા છે. ઓગસ્ટ 8 1970- ફેડ્રિક ગૅલ તેવો હવે એકલા છે. નવેમ્બર 4 1970-ફ્રેડા સેમ્યુઅલ તેણી હવે એકલા છે. આમ મારા પતિ એ એમની દરેક અંતિમવિધિ સમયે આ જનાર વ્યક્તિ ની પાછળ એકલી પડી ગયેલા લોકો ના નામ આ ડાયરીમાં લખ્યા છે. દરેક નાતાલે મારા પતિ આ બધા લોકોને જાતે ફોન કરી ને અમારા ત્યાં નાતાલ કરવા નું આમંત્રણ આપતા. આ લોકો જીવે ત્યાં સુધી તેમના ઘરે અમે સાથે જઈ ને સંગત કરતા જેથી આવા લોકો જીવન માં એકલા ના પડી જાય.  મારા પતિ જીવ્યા જ આવા લોકો ની સેવામાં છે.
પાળક અને ચર્ચ માં હાજર બધાની આંખો માં આસું હતા. આ એ લોકો હતા જેમને આજ ડાયરીને કારણે દાદાને વિષે જેમ ફાવે તેમ માન્યતા બાંધી લીધી હતી. આવી ખોટી વાતો, આવા ખોટા લોકો શેતાન નું જ કાર્ય કરે છે. એમના આવા જૂઠાણાં થી કેટલાય  લોકો બદનામ થાય છે. જેમના કાર્ય અને આશય બંને શુદ્ધ હોય છે. આવો આપણે પ્રાર્થના કરીયે કે પ્રભુ આપણને આવા જુઠા શેતાનો થી બચાવે અને સાચા ખોટા પારખવાની શક્તિ આપે. બાઇબલ માં નીતિવચનો 18:20-21 માં કીધું છે કે "યકિત જેવું બોલે છે તેવાં ફળ તે ભોગવે છે; પોતાની વાણીનો બદલો તેને ચોક્કસ મળશે. જન્મમૃત્યુ જીભના સાર્મથ્યમાં છે; અને જીભ તેને જે પ્રેમ પૂર્વક વાપરે છે, તેઓ તે પ્રમાણે બદલો મેળવે છે.". વળી એફેસીઓને પત્ર 4:29 માં કહ્યું જ છે કે ,"જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો." આવો આપણે આપણા શબ્દ અને વિચારોને શુદ્ધ કરીયે. આપણી જીભને ઈશ્વરના મહિમા હેતુ વાપરીએ નહીકે બુરાઈ હેતુ. આપણે આપણી જાતને મુલવ્યા વગર બીજા ને મૂલવવા હંમેશા તૈયાર હોઈ છીએ. કરિંથીઓને પત્ર 1 માં 11:31 માં કહેવાયું છે કે "પરંતુ જો આપણે આપણી જાતને મૂલવીએ, તો દેવ આપણો ન્યાય કરશે નહિ."
વધુ દાદાને ખબરજ હતી કે લોકો તેમના માટે શું શું કહે છે? પરંતુ તેમણે કયારે પણ એનો જવાબ આપવાની કે એમની બીકે કામ છોડી દેવાની વાત ના કરી. પરંતુ તેવો એમના કાર્યને વળગી રહ્યાં. જેમ એફસીઓને પત્રમાં4:11માં  કહેવાયું છે તેમ " અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું." આપણે આપણેને સોપાએલા કાર્યને પૂર્ણ કરીયે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images

Friday, 22 March 2019

40 Lent Sessions

અજાણ્યા મદદગારો
આપણે આપણા આ જીવનમાં ઘણા અજાણ્યા લોકો મળતા હોય છે. કેટલાકને આપણે મદદરૂપ થતા હોઈએ છીએ, તો કેટલાક આપણે.  આ મારા મટે ઈશ્વરની હેલ્પ સાયકલ જેવું છે. તમે કોઈને મદદ કરી કોઈના માટે ઈશ્વરના દૂત બનો છો તો ઈશ્વર તમારી માટે પણ દૂતો મોકલી જ આપે છે.
આજની વાત આવા જ એક બહેન ની છે.આ બહેન એક સંસ્થા સાથે કામ કરે એમને દિવસ માં ઘણા લોકો ને સંસ્થા ના કામ માટે મળવું પડે. બહેન સ્વભાવે મળતાવડા, એટલે એમાં થી બને એટલા ને શાંતિ થી સાંભળે અને મદદરૂપ થવા ની પુરી કોશિશ કરે. આ બહેનને રૂટિન ચેકઅપ માં એવો રિપોર્ટ આવ્યો કે તેમના હ્ર્દય અને ફેફસા વચ્ચે એક ગાંઠ છે જે દિવસે દિવસે વધી રહી છે. એમને જેમ બને તેમ જલ્દી ઓપરેએશન કરાવવું પડશે. બહેન અને તેમના પતિ ખુબ ગભરાઈ ગયા. બહેન ના ટેસ્ટ ચાલુ થયા પરંતુ અમુક રિપોર્ટ જલ્દી મળી શકે એમ નહતા અને જો એ મળી ના શકે તો ઓપરેશન શક્ય નહતું. ગાંઠ ખુબ ઝપડપ થી વધી રહી હતી. એવામાં એમના એક ઓળખીતા બહેન કે જેમને તેમણે સંસ્થા દરમિયાન મળ્યા હતા, એમને ખબર પડી. એમના પિતા એ લેબ માં વર્ક કરતા હતા. આ બહેન ના પિતા એ લેબ માં આવી ને ટેક્નિશન સાથે વાત કરી રિપોર્ટ જલ્દી કરાવી આપ્યા.
આ વાત ફેલાતા ચારે બાજુ થી પ્રાર્થના અને શુભેચ્છાનો મારો ચાલુ થઇ ગયો. એ શહેરમાં તેવો એકલા હતા. પરંતુ બહેન ના ઓપરેશન થી લઇ ને કીમિયો અને બીજી સારવાર પુરી થતા બહેન ને ઘરની કે બહારની કોઈજ ચિંતા કરવાની ના આવી. લોકો રોજ આવી ને તેમના કુટુંબની સંભાળ લઇ જતા, જમવાની,એમની બંને દીકરીઓની દેખભાળ બધા એ ઉપાડી લીધી. બહેન ને તથા તેમના પતિ ને આ બધુ એક સપના જેવું લાગી રહ્યું છે. તેવો વિચારે છે એકે એ દિવસ કે જયારે એમને ખબર પડી હતી કે તેમને કૅન્સર છે, એ પણ ઝડપથી વધી રહેલું. એક દુઃખ, ચિંતા કે હવે શું? અને આજ નો દિવસ. હવે રિપોર્ટ એક્દમ નોર્મલ, રોગ ની કોઈજ નિશાની નથી. પણ એ દરમિયાન ના 6 મહિના, રોજ કોઈ નવો મદદગાર, નવી પ્રાર્થના. એવા લોકો જે મિત્રો છે, મિત્રો ના મિત્રો છે. ઓળખે છે, નથી ઓળખતા, દૂર છે પાસે છે. આખો દુઃખનો સમય ઈશ્વરની મહિમા અને આશીર્વાદ નો સમય બની ને પલકારામાં ઉડીગયો.
જોયું મિત્રો એક અજાણ્યાને  મદદ તમને કયારે કેવી રીતે ઈશ્વર પછી મોકલી આપે છે! ઈશ્વરે કીધું જ છે કે એક ભૂખ્યા બાળક ને જમાડશો તે મને જમાડ્યો છે. એક દુઃખી ને મદદ કરી તે મને મદદ કરવા બરાબર છે. બાઇબલમાં લુક 6:38 માં કીધું છે કે "બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવી  શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.". વળી હિબ્રૂઓને પત્ર 13:16 માં પણ કહેવાયું છે કે "બીજાના માટે ભલું કરવાનું  ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે.". આપણે માનવ છીએ. ઈશ્વરનું સૌથી સુંદર સર્જન. માણસ પાસે બુદ્ધિ સાથે લાગણી પણ છે. તો ચાલો આ લાગણી ના દ્વાર ખોલીએ અને બીજા ને મદદરૂપ થઈએ. બધી વખત મદદ રૂપ થવા માટે પૈસાની જરૂર નથી હોતી. કયારે મદદ માં હૂંફ, પ્રેમ અને લાગણી પણ આવી જાય છે.
Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Guideposts

Thursday, 21 March 2019

40 Lent Sessions

મારી પત્ની
દોસ્તો આજની વાત કોઈ ચોપડી માંથી નહિ, પરંતુ જીવન ની ચોપડી માંથી હું લખું છું. કોઈ ભૂમિકા વગર.
એક ભાઈ જેમની સારી નોકરી હતી,સારું ભણતર હતું. પણ યુવાની માં ખરાબ સંગત ને કારણે વ્યસનના શેતાનના ગુલામ બની ગયા. હવે ગામની એક સ્ત્રી સાથે તેમના લગ્ન થયા. આ બહેન નું ભણતર ઓછું પણ ગણતર બઉ. જીવ ની, સંબંધોની સમજ બઉ. સૌથી મોટી વાત ઈશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્ણ જીવન. પતિ ખુબ દારૂ પીવે. પી ને ધમાલ કરે, એટલે કંટાળીને કુટુંબીજનો પણ તેમના થી દૂર થવા લાગ્યા. બે બાળકો થયા. આ બધી પરિસ્થિતિ માં એક વાત ના  બદલાય, તે આ બહેનો ઈશ્વર પરનો વિશ્વાસ. પોતાના કુટુંબ માટે નો પ્રેમ. બહેન ખુબ લગન , પ્રેમ થી, પ્રાથર્ના સાથે પોતાના પતિ ને પાછા ફરવા સમજાવે. પતિ વાત સાંભળવા તૈયાર ન હતા. પરંતુ બાળકો મોટા થવા લાગ્યા. સમજણા થવા લાગ્યા ધીરે ધીરે ઈશ્વરે ભાઈ ના જીવન માં કાર્ય કરવાનું શરુ કર્યું. ધીરે ધીરે ભાઈ ને સમજવા લાગ્યું કે આ વ્યસન નો શેતાન મારા બાળકો ને ગળી જશે. પરંતુ એને છોડવું સહજ નહતું. પત્ની પ્રાર્થના ને વિશ્વાસ સાથે પતિની સેવા માં લાગી ગઈ. પત્ની એ બાળકો આ વ્યસનની પકડમાં ના આવી જાય એની કાળજી પણ રાખી. પતિ ને હૂંફ, પ્રેમ અને પ્રાથર્ના થી વ્યસનની પકડ થી છોડવા લાગી. એની લગન જોઈ ને કુટુંબ ના લોકો પણ પાછા આવા લાગ્યા સહાય કરવા લાગ્યા. ધીરે ધીરે આ વ્યસન નો શેતાન હરિ ને આ કુટુંબને છોડી ને હંમેશા માટે જતો રહ્યો.
એક સમયે જે  નોકરી માંથી કાઢી મુકવાની વાત હતી, ત્યાં ભાઈ ને બઢતી મળવા માડી. ભાઈ પ્રભુના કામમાં જોડાયા. બાળકો ભણી ને સારી જગ્યા એ સ્થિર થયા. આજે જયારે એમની સાથે મુલાકાત થાય છે ત્યારે તેવો પોતાના એવા ખરાબ સમય માં પણ સાથ ના છોડવા, સાચો રસ્તો બતાવ ઈશ્વર અને પોતાની પત્ની નો આભાર માને છે.
દુઃખ પરીક્ષણ બધા જ સબંધોમાં આવે જ છે. પરંતુ આવી પરિસ્થી માં એક એ શાંત રહી પુરા વિશ્વાસથી સમબંધ ને પકડી રાખવાની જરૂર હોય છે. ઘરની સ્ત્રી શાંત, પ્રેમાળ, સમજદાર, ઈશ્વરના માર્ગે ચાલનાર અને દ્રઢ હોય તો. તે કુટુંબ ગમે તેવી પરિસ્થિતિ માંથી બહાર આવીજ શકે છે. બાઇબલમાં કીધું જ છે કે નીતિવચન 31:10-31 માં પત્નીના ગુણો કહેવાય છે જેમાં કહ્યું જ છે કે " સદગુણી પત્ની કોને મળે? હીરામાણેક કરતાં પણ એનું મૂલ્ય વધારે છે.". એટલે કે જેના જીવન માં સદગુણી પત્ની હોય જે હંમેશા પતિનું ભલુજ કરતી હોય, પતિ તેના પર અને તે પતિ પર ભરોસો રાખતી હોય, જે હંમેશા પોતાના કુટુંબ નું ભલુજ કરતી હોય. તેવી પત્ની સાચે જ ઈશ્વરના આશીર્વાદ છે. વળી તીતસ2 ના 3:3-5 માં કીધું છેકે "વળી તું વૃદ્ધ સ્ત્રીઓને પવિત્ર જીવન ગાળવાનું શીખવ. તું એમને શીખવ કે બીજા લોકોની વિરૂદ્ધમાં કૂથલી કરનારી નહિ, કે ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ પણ સ્ત્રીઓએ જે સારું છે તે શીખવવું જોઈએ.","જુવાન સ્ત્રીઓને સમજુ અને શદ્ધ બનવાનું, પોતાનાં ઘરોની સંભાળ રાખવાનું, દયાળુ થવાનું અને પોતાના પતિની આજ્ઞા પાળવાનું, તેઓએ શીખવવું જોઈએ. તે પછી, પ્રભુએ આપણને આપેલા વાતની કોઈ પણ વ્યક્તિ ટીકા કરી શકશે નહિ.". સ્ત્રી એ બીજાની કૂથલી કરવામાં સમય ના બગાડવો જોઈએ. પરંતુ દયાળુ બની ને બીજા ને મદદરૂપ થવું જોયે.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference for Images
Google Images