Wednesday, 13 March 2019

40 Lent Sessions

મિત્રો આજે આપણે એક ખાસ વાત કરીયે, કે આ જે વાતો તમે વાંચો છો તે કોઈ મનઘડંત નથી. પરંતુ ક્યાંક કયારેક કોઈની સાથે બનેલી ઘટનાની સાક્ષી છે. આ જે પુસ્તક છે એમાં આ વાતો નામ અને સમય સાથે જેતે વ્યક્તિની સાક્ષી વાર્તા રૂપે આપવામાં આવી છે. તો ચાલો આજે પણ ઈશ્વરની અધભૂત દુનિયામાં ઈશ્વરના આવા જ અધભૂત લોકો વિષે વાત કરીયે.
આપણે જીવનમાં એવા ઘણા લોકોને જાણતા હોઈશું કે જોતા હોઈશું જે કોઈને કોઈ કારણસર પથારીવશ હોય. એમના કેટલાક એવા હશે જે પરિસ્થિતિ થી દુઃખી થઇ ડિપ્રેશનમાં આવીગયા હોય, કેટલાક એવા હશે જે પરિસ્થિતિ થી હિંમત હારીને ઈશ્વરને કોસતા હશે, કેટલાક એવા હશે જે પોતાના દુઃખ માટે બીજાને કોસતા હશે, ઘણા એમની સારવાર કરનાર ને હેરાન પણ કરતા હશે, અને કેટલા એવા હશે જે પરિસ્થિતિથી અનુકૂલન સાંધીને જીવનને બને એટલું સારી રીતે જીવવાની કોશિશ કરતા હશે. પરંતુ આ બધાજ ઈશ્વરને એવું પ્રાર્થતાં હશે કે કે તો મને લઇ લે નહિ તો મને સાજાપણું આપ. પરંતુ દોસ્તો આજે અપને ઈશ્વરની એવી દીકરી ની વાત કરીશું જે આ બધા કરતા ક્યાંક જુદી છે. કેવી રીતે? તો તે આ વાત થી જોઈએ અને આજે આપણે એ દીકરી ના નામ સાથે વાત જોઈશું.
વિલ્મા સાથે તેની મોટી બહેન અધા રહેતી હતી. વિલ્મા અધા કરતા બે વર્ષ નાની હતી. અધા એક પ્રેમાળ, હસમુખી, ક્રિએટિવ સ્ત્રી હતી. પરંતુ 6 મહિના પહેલા લકવાના કારણે પથારીવશ હતી અને વિલ્મા સાથે રહેતી હતી. ધીરે ધીરે અધાની સ્થિતિ વધુ ને વધુ બગાડવા લાગી હતી. ડોકટરના કેહવા મુજબ અધા ને ચેતાતંત્રનો લકવા થયો હતો જેમાં તેણીની સ્થિતિ વધુ ખરાબ થવાની હતી. તેની સારવાર નો કોઈજ ઉપાય બાકી રહ્યો નહતો. અધા પહેલા વોકર લઇ ને ચાલતી હતી, પછી વિહ્લચેરમાં આવી ગઈ અને હવે તો એ બિલકુલ પથારીવશ થઇ ગઈ હતી. અધા સંપૂર્ણ પણે વિલ્મા પર નિર્ભર હતી. વિલ્મા પણ આખો દિવસ કામ માં જ પોરવાયેલી રહેતી. કુટુંબ ની જરૂરત પુરી કરવી, ઘર સંભાળવું, અધા ની જરૂરત પૂરી કરવી. અધાની સારવાર એ તેનો મુખ્ય કર્યાહતું. અધા પણ સમજતી હતી કે મારી બહેન મારા માટે કેટલું બધી મહેનત કરેછે. એ પણ થાકી જતી હશે, હું એને કોઈ પણ રીતે મદદરૂપ થઇ શક્તિ નથી. તે વાત નું તેને ખુબ દુઃખ હતું. એક દિવસ અધા એ દુઃખી થઇ ને કહી જ દીધું કે "હું કશા જ કામની નથી, હું કઈ જ કરીશક્તિ નથી." . વિલ્મા આ સાંભળી ને ખુબજ દુઃખી થઇ. એ પોતાની બહેની લાચારી અનુભવી શક્તિ હતી. તેને અધા ને કીધું કે "તું એક કામ તો કરી જ શકે છે. તું બીજા માટે ઈશ્વર ને પ્રાર્થના કરીશકે છે.  જેમકે આજે બાળકો લોન્ગ ડ્રાઈવ પર ગયા છે તો તું એ લોકો પાછા ના આવે થાય શુદ્ધિ એમના માટે પ્રાર્થના કર.". અધા એ આ કામ ખુશી થી ઉપાડી લીધું. થોડા દિવસ પછી પાડોશમાં રહેતા બહેન વિલ્મા ને મળવા આવ્યા. તેમણે તેમના ભાઈ માટે પ્રાર્થના કરવા જણાવ્યું કારણ કે તેમના ભાઈ હોસ્પિટલ માં હતા અને ડૉક્ટર એમના ઘણા ટેસ્ટ કરવા ના હતા. વિલ્મા એ એમ કરવાની હા પડે ને સાથે અધા પણ પ્રાર્થના કરશે તેમ જણાવ્યું. અધા એ આ કામ ખુશી થી ઉપાડી લીધું અને આખો દિવસ ઈશ્વર ની પ્રાર્થના અને વિનંતી માં લાગી ગઈ. 15 દિવસ પછી પાડોશી બેન પાછા  આવ્યા. તેમને જણાવ્યું કે મારો ભાઈ ના બધા રિપોર્ટ નોર્મલ થઇ ગયા છે અને ડૉક્ટરે ઘરે જવાની રજા આપી દીધી છે.
 પડોશી બેને અધા નો ખુબ આભાર માન્યો. આ વાત આખા શહેર માં ફેલાઈ ગઈ ને લોકો અધા પાસે પોતાન પ્રોબ્લેમ લઇ ને આવા માંડ્યા. અધા બધા માટે પ્રાર્થના કરવા લાગી. આબાજુ એની પોતાની તબિયત પણ બગાડવા લાગી. એ જે ધીમું બોલી શકતી હતી તે પણ બંધ થઇ ગયું. તો તે માંથી ધુણાવી ને હા કે ના કેહવા લાગી. વિલ્મા એ એને જણાવ્યું કે બોલાતું ના હોય તો કઈ નાઈ તું મનમાં પ્રાર્થના કર. અધા ની પ્રાર્થના નો ઈશ્વર જવાબ પણ આપતા હતા. પરંતુ અધા એ કયારેય પોતાને માટે પ્રાર્થના ના કરી. આ પ્રાર્થના થી એનું શારીરિક પીડા ઓછી થઇ ગઈ હતી. પણ રોગ ઓછો નહતો થયો. અમને અમન 3 વર્ષમાં અધા નું મૃત્યુ થયું.
શહેરમાં બધા એક વાતે શુશ હતા કે જે તકલીફ અધા ભોગવતી હતી તેમાંથી તેને મુક્તિ મળી, પરંતુ અધા ની જેમ એમના દુઃખ માં સાથે ઉભારેહવા વાળું ચાલ્યું ગયું એનું દૂખ પણ બધાને લાગ્યું. અધા બધા માટે આત્મિક બળ સમાન હતી. બધાનો આત્મિક ટેકો હતી. પથારી માં પડ્યા રહી ને પણ બધા ના દુઃખ માં એ સામેલ હતી.
 અધાએ કયારે પણ પોતાને માટે કઈ માંગ્યું નહિ, પરંતુ બીજા માટે હંમેશ સુખ  ની કામના કરી. દોસ્તો લોકો ને મદદ તમે પૈસા થી કે શારીરિક જ નથી કરી શકતા, પરંતુ ઈચ્છા હોય તો પ્રાર્થના થી પણ તમે ઘણા ને મદદ રૂપ થઇ શકો છો. આ વાત શારીરિક અશક્ત ને જેટલી લાગુ પડે છે એટલી જ  આપણને પણ લાગુ પડે છે.આજે લોકો બીજા ની મુશ્કેલી માં એની ઉપેક્ષા કરતા હોય છે, એની મજાક કે કૂથલી નું કારણ બનાવી દેતા હોય છે. એવું કરવા કરતા એ વ્યક્તિ ને દુઃખ માં માર્ગ કાઢવામાં મદદ કરીયે. એફેસીઓને પત્ર  4:29 માં કહ્યું છે કે "જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો. ". જુના કરાર માં પણ કૂથલી માટે કહેવાયું છે કે નીતિવચન 11:13 "કૂથલી ખોર વ્યકિત છૂપી વાત બહાર પાડી દે છે, પણ વિશ્વાસુ વ્યકિત રહસ્ય સાચવે છે. ". કઈ જ કરી શકીયે તેમ ના હોય તો આપણે તેના માટે પ્રાર્થના કરીયે તે વધુ સારું નહિ થાય? આજે થોડો વિચાર કરીએ અને બીજા ને મદદ કરી એ. બાઇબલ માં કીધું છે કે હિબ્રૂઓને પત્ર 6:10 "10 પ્રભુ ન્યાયી છે. કારણ કે દેવના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે દેવ ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું દેવ ભૂલી શકે નહિ." લોકો મદદ માંગે તો આપો માથ્થી 5:42 માં કહેલું છે કે "જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તેને અવશ્ય આપો, તમારી પાસે કોઈ ઉછીનું માંગવા આવ તો ના પાડશો નહિ." જુના કરારમાં પણ કીધું છે કે નીતિવચનો  3: 27"જો કોઇને તારી મદદની જરૂર હોય અને તું સમર્થ હોય તો ના પાડીશ નહિ." 

Tuesday, 12 March 2019

40 Lent Sessions

મિત્રો આજે આપણે પ્રાર્થના વિશે વાત કરી રહ્યા છીએ. ગઈકાલે અમે અન્ય લોકો માટે પ્રાર્થના વિશે વાત કરી હતી. હવે આપણે વાત કરીએ છીએ કે જ્યારે બે અથવા વધુ લોકો એક સાથે આવે છે અને પ્રાર્થના કરે છે ત્યારે ચમત્કાર થાય છે.  બાઈબલ માં માથ્થી ૧૮:૨૦ માં કહ્યુ છે તે મુજબ "કારણ કે મારા નામે બે અગર ત્રણ જયાં એકત્ર થયા હોય ત્યાં તેઓની વચ્ચે હું હાજર છું.".

આજે આપણે એક કીડની સ્પેશિયલીસ્ટ અને તેમના.૧૧વષૅ ના.દરદી ની વાત કરીએ. આ વાત ૧૯૭૦ ના સમયની છે. તે સમયે.આજના જેવી ટેક્નોલોજી કે સારવાર નહતી. તે.સમયમાં પણ આ ડૉકટરની સારી શાખ હતી. પરંતુ આ ૧૧વષૅ નુ બળક એમના મટે ચિંતા નુ કારણ હતુ. આ બાળક ને દવા કે સારવાર અસર નહતી કરી રહી. 

ડૉકટરે બાળકના માતા પિતા ની પરમિશન લઈને છેલ્લી સારવાર કરવાની શરૂઆત કરી. દરદી પણ.છેલ્લા. બે વર્ષ થી ચાલી રહેલી સારવારથી કંટાળી ગયો. હતો. દરદી ની હિંમત ટકાવી રાખવા ડૉકટર એ પ્રથૅના કરવા કીધું. પોતે પણ એમાં જોડાયા. બન્નેની સાથે નસૅ બેન પણ જોડાયા. દવા. આપી દીધા પછી પણ ડૉકટર ખુદ ટેન્શનમાં હતા, આ દવાની ખરાબ અસરથી તે વાકેફ હતા. તેઓ નસૅ ટેબલ પર બેસી અસરની રાહ જોવા લગ્યા. 

સામાન્ય દરદીને આ દવા ૧૫ મિનિટ માં અસર કરે, પરંતુ આ દરદીને ૪૫મિનિટ તો લાગે એવી તેમની ગણતરી હતી. પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે દવા ની માત્ર ૧૦ મિનિટ માં જ અસર દેખાતી થઈ ગઈ. અને બાળક ની કીડની ખુલવા લાગી. જે મેડીકલ સાયન્સ માં અશક્ય હતું.

મિત્રો એકચિત્તે એકસાથે કરેલી પ્રથૅના આપણા ઇશ્વર જરૂર સંભળે જ છે.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images

Monday, 11 March 2019

40 Lent Sessions

કેમ છો મિત્રો? તમે અમારા માટે પ્રેરણા સમાન છો. અમને મળેલી કોમેન્ટ માટે પણ આભાર. આજનો વિષય છે પ્રાર્થના. પ્રાર્થના બીજાનાં માટે.  પ્રાર્થના શબ્દ પોતાના માંજ ઘણુંબધું કહીદે છે. આપણે આપણા માટે તો કરીયે જ છીએ પરંતુ જયારે બીજાના માટે કરીએ છીએ ત્યારે તે ખુબ અસરકારક બને છે. પછી એ વ્યક્તિ એ જાણે કે ના જાણે, ઈશ્વર આવી પ્રાર્થના નો જવાબ આવશ્ય આપે છે. બાઇબલમાં કહ્યું છે તે મુજબ નવકરારમાં માથ્થી 18:19 "હું તમને એ પણ કહું છું કે, તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈ દેવની પ્રાર્થના કરીને જે કંઈ માગશે તે મારા આકાશમાંનો બાપ તમને અવશ્ય આપશે.
20 કારણ કે મારા નામ પર બે અથવા ત્રણ શિષ્યો જ્યાં ભેગા થઈને મળશે તો હું પણ ત્યાં તેમની મધ્યે હોઈશ.”  તેમજ યાકુબ 5:15 "અને વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંદા માણસને સાજો કરે છે. પ્રભુ તેને સાજો કરશે. અને આ માણસે જો પાપ કર્યા હશે તો દેવ તેને માફ કરશે.
16 તમે જે ખરાબ કામ કર્યા હોય તે એકબીજાને કહો. અને પછી એકબીજા માટે પ્રાર્થના કરો. આમ કરો કે જેથી દેવ તમને સાજા કરી શકે. જો સારો માણસ આગ્રહથી પ્રાર્થના કરે તો મહાન કાર્યો થાય છે."

આજે એક માની તેના દીકરા માટેની પ્રાર્થના ની અસર વિષે વાત કરીયે. એક બહેન નો મોટો દીકરો એમના થી જુદો રહેતો હતો. તે દરિયામાં માછલી પકડવાનો ધંધો કરતો હતો. એક સવારે જયારે આ માતા પોતાના બાળકો માટે પ્રાર્થના કરી રહી હતી. તેને વિચાર આવ્યો કે આજે પ્રાર્થના મારા દીકરાને પણ મોકલું, કારણ દીકરો માછલી પકડવા દરિયામાં ગયો હતો.   આ વાત ને ઘણા દિવસ થયા. એક દિવસ સવારે દીકરો ઘરે આવ્યો ત્યારે એના એક પગમાં  પ્લાસ્ટર હતું. તે  માતા ને ખુબ પ્રેમ થી ભેટ્યો. આ પેહલા કરતા કંઈક જુદું હતું. મા નું હૃદય આ વાત ઓળખી ગયું અને દીકરાને પૂછ્યું કે શું થયું? તારી ટ્રીપ કેવી રહી? તને પગે શું થયું છે? દીકરાએ મા ને ખુરશી પાર બેસાડી ને કીધું કે "મારો પગ માછલી પકડવાની જાળમાં ભરાઈ ગયો હતો. અને એમાં ખેંચાઈ ગયો હતો. મને મારા કપ્તાને બચાવ્યો. નહિ તો હું પાછો ના આવ્યો હોતે. પણ ઘરે આવી ને માટે જયારે મારો મોબાઈલમાં  જોયું  તો હું વધારે ચોંકી ગયો કેમકે જયારે હું મૃત્યુ સામે લડી રહ્યો હતો તે દિવસે તે સમયે તારી પ્રાર્થના મને મળી હતી. હા એટલું જ કે એ મેં વાંચી મોડી. પરંતુ મા તું જયારે મારા માટે પ્રાર્થના કરતી હતી એનો જવાબ ઈશ્વર મને ત્યારેજ આપતો હતો.".

તો જોયું મિત્રો! કેટલું અદભુત. આ ભાઈ ને તો ખબરજ ન હતી કે કોઈ મારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. પરંતુ ઈશ્વર બીજા ને માટે કરેલી પ્રાર્થના જરૂર સાંભળે જ છે, અને પોતે જવાબ પણ આપતો હોય છે. ફિલિપી 4 : 6 "કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો.
7 પ્રભુની શાંતિ ઈસુ ખ્રિસ્તમાં તમારા હૃદય અને મનનું રક્ષણ કરશે. તે શાંતિ એટલી મહાન છે કે જેને પ્રભુએ આપેલી છે જે આપણે સમજી શકીએ તેમ નથી". પ્રાર્થના હ્નદયના ઉંડાણથી કરવામાં આવે તો એ જવાબ જરૂર લાવે જ છે.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images




Sunday, 10 March 2019

40 Lent Sessions

મિત્રો આજે આપણે આપણી ભૂલ બીજા માટે કેટલી લાભકારક છે તે વિષે જોઈશું. ઘણી બધીવખત આપણને ખબર પણ નથી હોતી પણ આપણા મારફતે બીજાને લાભ થાય છે. ઈશ્વર આપણો કયારે અને કેવી રીતે ઉપયોગ કરે છે અને આપણને ખબર પણ પડતી નથી. ઈશ્વરે આપણને જે જગ્યાએ મૂક્યા છે ત્યાં ઈશ્વર આપણો ઉપયોગ જરૂર કરે છે.
અમેરિકામાં એક ચચૅના લોકો ચાઇનાના એક અનાથ આ શ્રમને મદદ કરવા માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોકલતા હતા. તે બધી વસ્તુઓ ને વ્યવસ્થિત ગોઠવી ને પૅક કરવા માટે એજ ચચૅનાએક સુથાર ભાઈએ બધી વસ્તુ ને બોક્સમાં ગોઠવીને બંધ કરતા હતા. કામ પૂર્ણ થયા બાદ તે ભાઈ પોતાના ઘરે ગયા, ઘરે ગયા પછી તેમને તેમના ચશ્મા યાદ આવ્યાં જે ચચૅ જતી વખતે તેમણે પોતાના ગજવામાં મૂક્યા હતા, પણ તેમને તે મ ળ્યાનહિ. તેમણે ચચૅ પર પાછા જઇ ને શોધ્યા પણ ન મળ્યા. સુથારભાઈ નિરાશ થઈ ગયા, એમણે ઇશ્વર ને મીઠી ફરિયાદ કરી કે હું મારા પૈસા અને સમય બંને તમારી માટે વાપરું છું છતાં પણ મારી સાથે જ આવું કેમ?  કેટલાક સમય બાદ ચાઇનાના અનાથ આશ્રમ ના મિશનેરી ભાઈ અમેરિકામાં મૂલાકાતે આવ્યાં, એમણે આ ભાઈના ચચૅની મૂલાકાત કરી અને આભાર માનતા કહ્યું કે "થોડા વખત પર સામ્યવાદીઓ એ અનાથ આશ્રમ પર આવીને તોડફોડ કરી અને એમાં મારાં ચશ્મા પણ તુટી ગયા"., ચશ્મા વગર મિશનરી ભાઈ ખૂબ પરેશાન થતાં હતા, તેવોએ જણાવ્યું કે ત"મારા ચચૅ દ્વારા જે બોક્સ મોકલાવીયા હતા,તે ખોલતાં જ ઉપર ચશ્મા હતા. જે મેં  પહયૉ છે। ".  તેમને તે ચશ્માથી બરાબર દેખાઈ રહ્યું હતું.મિશનરી ભાઈએ તે માટે ખાસ આભાર માન્યો.પરંતુ આષ્ચર્ય પ્રગટ કર્યું કે અમારા લિસ્ટ માં ચશ્મા હતા નહીં, તો તમને કેવીરીતે ખબરપડી કે મને ચશ્માની જરૂર છે? સુથાર ભાઈને એ વાત સાંભળી ને આંખમાં પાણી આવીગયા અને, તેમણે ઈશ્વર નો આભાર માન્યો કે અદભુત કાર્ય માટે ઈશ્વરે તેમનો ઉપયોગ કર્યો.

આ વાત પર થી આપણે જાણી શકીએ છીએ કે ઈશ્વર આપણો કોઇક રીતે ઉપયોગ કરે છે,અને આપણ ને ખબર કદાચ થોડી મોડી પડે છે. ઈશ્વર બધાને બીજાને મદદ કરવાની તક આપે છે.બાઇબલ માં કીધું છે લૂક 6:32 માં"તેથી જેમ તમારો બાપ પ્રેમ અને દયા આપે છે તેમ તમે પણ પ્રેમ અને દયા દર્શાવો. ". વળી જુના  નીતિવાચન 3:27 "જો કોઇને તારી મદદની જરૂર હોય અને તું સમર્થ હોય તો ના પાડીશ નહિ."

Olivia Martins

Editor
Daisy Hope

Reference for Bible

Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images

.

Saturday, 9 March 2019

40 Lent Sessions

દોસ્તો આજે આપણે આજના સૌથી મોટા ટોપિક પાર વાત કરીયે. એ છે એકલતાં. ગુજરાતી કે અંગ્રેજી ભાષા માં બે જુદાજુદા શબ્દ છે. એકાંત અને એકલતા. અંગ્રેજીમાં અલૉન અને લોન્લી.  આમ જોવાજાવ તો બંને શબ્દ એક જેવા લાગે પણ બંને નો અર્થ અલગ છે. એકાંત એટલે માણસ પોતાની સાથે પોતાની કંપની માણી રહ્યો છે, ઈશ્વરની કંપની માણી રહ્યો છે. એકલતા એટલે માણસ બધા સાથે હોવા છતાં એકલોછે, કે એની સાથે કોઈ નથી. આજનો મોટો પ્રોબ્લેમ આ એકલતા જ છે. માણસ પાસે બધું છે પૈસા, સમૃદ્ધિ, કુટુંબ, મિત્રો અને છતાં માણસ એકલો છે, અંદરથી ખાલી છે.
આપણી પાસે બધું જ છે જે નથી તે ઈશ્વરની સંગત. આજે આપણે એક ભાઈની વાત કરીયે. આ ભાઈ જુવાન,
સુંદર, સફળ, કોંમેંન્ટમાં ભણેલા એટલે ઈશ્વરને ઓળખે. માણસની એક ખાસિયત છે સફળથાવ એટલે ઈશ્વર નો સાથ ઓછો ગમે. દુઃખમાં પ્રભુ યાદ રહે પણ સુખમાં બવ  ઓછાને યાદ આવે.  આ ભાઈ નું પણ કંઈક એવુજ. પણ ધીરે ધીરે એકલતા એમની ચારે બાજુ  વીટળાવા મંડી. એક દિવસ જસ્ટ  ફોર ટ્રાય ભાઈ દેવળ માં ગયા, બેઠા થોડીવાર તો પાડરીસાહેબ ની વાતો ને ભજનો માં ધ્યાન પોરવાની કોશિશ કરી. પછી એજ એકલતા. એમણે મધ્યસ્થીની પ્રાર્થના માં ઈશ્વર સાથે વાત કરવાની કોશિશ કરી. એમને કીધું "હું સુંદર છૂ , સફળ છું, મારી પાસે બધું જ છે તો પણ મને એકલું એકલું, ખાલી ખાલી કેમ લાગે છે?, કેમ હું મારી આજુ બાજુ વાળા સાથે મારુ હૃદય ખોલી ને વાત નથી કરી શકતો. તું મને જવાબ આપીશ?". પ્રાર્થના પતી, પણ ઈશ્વરે કોઈ વાત નો જવાબ આપ્યો નહિ.  ભાઈ ઘરે ગયા, રૂટિન માં લાગી ગયા.
બીજા અઠવાડિયે પાંચ ચર્ચ માં ગયા. પછી પ્રાર્થના માં એજ વાત કહી " હું સુંદર છૂ , સફળ છું, મારી પાસે બધું જ છે તો પણ મને એકલું એકલું, ખાલી ખાલી કેમ લાગે છે?, કેમ હું મારી આજુ બાજુ વાળા સાથે મારુ હૃદય ખોલી ને વાત નથી કરીશકતો. તું મને જવાબ આપીશ?". પ્રાર્થના પતી, પણ ઈશ્વરે કોઈ વાત નો જવાબ આપ્યો નહિ.  પાછા ભાઈ ઘરે ગયા, રૂટિન માં લાગી ગયા.ભાઈ ને પણ લાગવા લાગ્યું કે કઈ થઇ શકશે નહીં. પણ એક ખચાણથી એ ચર્ચ માં જતા.
એક દિવસ સવારે ઉઠ્યા તો એમને કંઈક અલગજ અનુભવ થયો.અંદરથી જાણે કોઈક એમને ભરી દીધા હોય.  છતાં પોતે હૃદય થી હલકા હલકા લાગતું હતું. જાણે કોઈ એમની સાથે છે એમને હૂંફ આપે છે. એમને શાંતિ આપે છે. બધું સુંદર અને પૂર્ણ. શું થયું એ એમને સમજાયું નહીં, પણ જે પણ થયું એ ખુબ સુંદર અનુભવ હતો. એ એમના ક્રમ મુજબ ચર્ચ માં ગયા, પ્રાર્થનામાં એમણે અનુભવ્યું કે જાણે ઈશ્વર કાહિરહ્યા છે કે બીહ માં હું તારી સાથે છું.  ભાઈ ની આંખો છલકાઈ ગઈ.  અમને સમજાયું કે ઈશ્વરે મને ભર્યો.  એમણે ઈશ્વરનો આભાર માનતા કહ્યું કે " ઈશ્વર! એક સમયે માટે મેં તને મૂકી દીધો પરંતુ તે મને ના મુક્યો. તારો આભાર.".
ઈશ્વર કયારેય આપણે મુકિદેતો નથી. આપણે ઈશ્વરને મૂકી ને આગળ દોડવાની કોશિશ કરીયે છીએ. પરંતુ જીવન માં જો ઈશ્વર હશે તો બધું જ ભરેલું , અને એકલતા પણ એકાંત માં બદલાય જશે.bબાઇબલમાં ઈશ્વરે કીધું જ છે તેમ યશાયા 41:10 "તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. ". વળી યહોશુવા 1:5 માં પણ કીધું છે કે "તું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી કોઈ તને રોકી શકશે નહિ. હું જેમ મૂસાની સાથે રહેતો હતો. તે જ પ્રમાંણે તારી સાથે પણ હું રહીશ. ". જેમ ગીતશાસ્ત્ર 27:10 માં કીધું છે કે "યહોવા મારું તારણ અને પ્રકાશ છે; શા માટે મારે કોઇથીય ડરવું? યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે, શા માટે મારે કોઇનાથી ડરવું? ".આપણેતો બસ એની આજ્ઞા પાળવાની છે અને જેમ માથ્થી 28:20 માં ખત્રી આપી છે તેમ "મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.". ઈશ્વરના વચન થી ખાત્રી દાયક બીજું કૈજ નથી. આપણો મિત્ર, સાથી, ગુરુ બધુજ પ્રભુ ઈશુ છે. જો આવત આપણે આપણા જીવનો માં ઉતારીશું તો એકલતા કયારેય આપણી પાસે પણ આવશે નહિ.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images

.

Friday, 8 March 2019

40 Lent Sessions

ગઈ કાલે આપણે આપણા પાપની માફી વિષે મનન કર્યું હતું. આજે પણ માફી વિશેજ વાત કરીશું પણ બીજાને આપણે આપવાની માફી. મિત્રો ઈશ્વરે આપણને માફી આપી પણ શું આપણે બીજા ને માફ કરીશકીએ છીએ? અને જો આપણે માફી આપી ના શકતા હોઈએ તો આપણે ઈશ્વર પાસે માફી માંગવાના હકદાર છીએ?

એક સાયકોલોજીકલ રિસર્ચ માં જણાવ્યું છે કે લોકો બીજાને માફ ના કરી ને પણ માંદગી, પોતાના માટે માનસિક તાણ અશાંતિ અને મનોરોગ નોતરે છે. આપણે તો બાઇબલ માં વાંચીયે જ છીએ અને આપણે તો રોજ પ્રાર્થના કરીયે છીએ કે "જેમ હું મારા રુણીઓ ને માફ કરું તેમ તું મને માફ કર. ". તો શું સાચે જ આપણે  આપણા ઋણી ઓ ને માફ કરીયે છીએ? બાઇબલ માં માથ્થી 6:14-15 માં  કહ્યું છે "14. જો તું બીજાઓના દુષ્કર્મોને માફ કરશે, તો આકાશમાંનો પિતા તારા પણ દુષ્કર્મો માફ કરશે. 15.પરંતુ જો તું તારું ખરાબ કરનાર ને માફ નહિ કરે તો આકાશનો પિતા તને પણ માફ નહિ કરે.". એફેસીઓને પત્ર 4:32 માં પણ કહ્યું છે "એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો. "ચાલો આજે એક સ્ત્રી ની વાત કરીયે.

આપણા આ બહેન ના ડિવોર્સ થયા હતા. એમના પતિ બીજી સ્ત્રીના કારણે આ બહેને ડિવોર્સ આપી પેલી  સ્ત્રી ને પરણી ગયા હતા.  આપણા આ બહેન તેમના બાળકો સાથે એકલા પડી ગયા હતા. એમનું જીવન નું બધું રૂટીન  ઉપર ઉપર થી બરોબર ચાલતું હતું. પરંતુ બહેન ખુબ બેચેન રહે, એમનું મન ક્યાંય  લાગે નહિ. એમનું ધ્યાન બીજી સ્ત્રી જે ની સાથે એમના પતિ પરણી ગયા હતા એમના માંજ રહે. બધી સ્ત્રી માં એમને એ બીજી સ્ત્રી જ દેખાય, કઈ બીજું સુજે નાઈ, ચીડિયો સ્વભાવ, અનિંદ્રા, બેચેની સાથે એમને દોસ્તી કરી લીધી હતી.  કેટલા ડોક્ટર્સ, સાયકાઈટ્રીસ, સેલ્ફ હીલિંગ ના સેમિનાર, એક્સસઆઇઝ,  ચાલવા જવું, ટ્રીપ માં જવું એવું તથા સમાજ માં આવ્યું એવા બધા જ નુસખા અપનાવ્યા, પણ કાંઈ પરિણામ આવ્યું નહિ.

તેવામાં એમના ચર્ચમાં માફી પર સેમિનાર યોજાયો. પાદરી સાહેબે એમને ખાસ હાજર રહેવા જણાવ્યું, અને તે ગયા. સેમિનારની શરૂવાત તો બાઇબલ થી થઇ તે આ બહેને ઘણું જ સારું લાગ્યું.  પાદરી સાહેબે કીધું કે હવે  તમે તમારી આંખો બંધ કરો, ને એ વ્યક્તિ ને યાદ કરો જેણે તમને સૌથી વધુ દુઃખ પોહ્ચાડ્યું હોય.  આપણા બેનના પગ ઢીલા થવા લાગ્યા. એમને એ બીજી સ્ત્રી દેખાવા લાગી. જયારે પાદરી સાહેબે  કીધું કે ઇસુના નામે તમે તમારા એ ઋણી ને માફ કરી દો. તો એમનો ઈગો એમને એમ કરતા રોકવા લાગ્યો, પરંતુ તેજ ક્ષણે કોઈ શાંતિથી ધીમેથી એમના કાનમાં આવી ને જાણે બોલ્યું કે "મારા ખાતર પણ તું એને માફ ના કરી શકે!". અને આપણા આ બેન ના જીવનમાં બદલાવ આવ્યો. એમણે  દિલથી એ બેન માટે માફી આપી અને માંગી.  જાણે જાદુ થયું, આપણા બેન ને અદભુત શાંતિ એ ઘેરી લીધા, સાથે આનંદથી  એમનું અસ્તિત્વ ભરી ગયું . એમને રીયલાઈઝ થયું કે મેં એટલો ટાઈમ મગજમાં બધું ભરી રાખી ને કેટલું બધું ખોયું. પરંતુ  હવે મારા ઈશ્વર ને તો નાજ ખોઈ શકું.  તે દિવસે રાત્રે અદભુત નિદ્રા, શાંતિ કોઈ દુઃસ્વપ્ન નહીં, કોઈ ભય નહીં. એમનું જીવન આનંદ થી ભરાય ગયું. એમનું મન આંનદથી ભરેલું રહેવા લાગ્યું.


ચાલો આ લેન્ટ ના દિવસો માં આપણે  પણ આપણી આંખો બંધ કરી આપણા પ્રભુ ઈશુ ના નામ માં આપણા લોકો ને માફી આપીયે અદભુત આંનદ ને માણીયે. કોઈ સબંધ, કે લોકો આપણા ઈશ્વર થી ઉપર નથી.
આપણી જાતને ખાલી કરીયે, ઈશ્વરના પ્રેમ માટે, આપણી શાંતિ માટે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Reference for Story
Chicken Soup for the Soul

Reference for Images
Google Image

Thursday, 7 March 2019

40 Lent Sessions



આ લેન્ટ ના દિવસોમાં અહીં આ બ્લોગ ના માધ્યમ થી રોજ એક વાર્તા મૂકી તેનું મનન કરીશું. જે આપણા માટે આત્મિક ભોજન બની રહે તેવી પ્રાર્થના સાથે આજે અપને ઈશ્વર ની માફી, આત્મિક શાંતિ અને આત્મિક નર્સની વાત કરીયે.
નર્સ ઈશ્વરના આશીર્વાદીત કાર્યમાં નું એક કાર્ય છે. એક નર્સ શારીરિક અને આત્મિક બન્ને સારવાર કરી શકે છે. 
સાજાપણા માટે આપણો સવર્સામાન્ય અર્થ શારીરિક સાજાપણું થાય છે. પરંતુ સાજાપણું આત્મિક પણ હોઈ શકે. કયારેક આપણા પોતાના એવા પાપ કે જે આપણા સીવાય કોઈને ખબર ના હોય તે પાપ આપણને અપરાધ બોધ તરફ લઇ જાય છે. કારણ કે આપણો આત્મા તો જાણે જ છે કે ઈશ્વર બધું જ જાણે છે જુવે છે. આ અપરાધ ભાવના આપણને શારીરિક તથા માનસિક બીમારી તરફ લઈ જાય છે. આ પરથી કહી શકાય કે બીમાર આત્મા આખા શરીર ને ખોખલું કરી દે છે. પરંતુ ઈશ્વર સાથે ની સંગત, પાપ થી પસ્તાવો અને ઈશ્વરની માફી આપણને આ બધામાં થી છુટકારો આપે  છે.
આ વાત એક મેલ નર્સ અને તેમના દરદી ના દાખલા થી જોઈએ. આ પેશન્ટ છેલ્લા 6 વર્ષ થી પથારીવશ હતા. તેમને રોજીંદુ કાર્ય કરવા માટે નર્સ ભાઈ મદદ કરતા હતા. પેશન્ટની જરૂરત મુજબ તેમને બેડ પરથી વ્હીલચેર માં અને વ્હીલચેર થી બેડ પર સુવડાવતા. આમ કરતા બન્ને વચ્ચે ઈશ્વરની માફી અને બાઇબલ વિષય પર વાત થતી હતી.  એક દિવસ રાત્રે પેશન્ટ ને સુવડાવતાં આજ વાત માં પેશન્ટેએ પૂછ્યું "ભાઈ! ઈશ્વર બધાં ને માફ કરે છે?". ભાઈએ જણાવ્યું કે "બાઇબલ મુજબ આપણે જે પાપ, જૂઠ, કચકચ કરીયે છીએ તે ઈશ્વર ને જરાય પસંદ નથી, પરંતુ અપને પસ્તાવો કરી પાપ ની માફી માંગીયે તો ઈશ્વરે કીધું જ છે કે "હું પાપ માફ કરીશ.".". આ સાંભળીને પેશન્ટે જણાવ્યું કે "મેં મારી જુવાનીમાં મારા માતા પિતા ની ચાંદીની વસ્તુઓ ચોરી ને વેચી દીધી હતી. આ વાત મેં અજશુધિ કોઈને કીધી નથી, અને કોઈ એ શોધી શક્યું નથી.તો ઈશ્વર મારુ આ પાપ પણ માફ કરશે?". નર્સ ભાઈએ કોઈપણ અણગમા વગર પ્રેમ અને વિશ્વાષથી જણાવ્યું " હા! જરૂર ઈશ્વર તમને પણ જરૂર માફ કરશે. તમે પસ્તાવો કરી પ્રાર્થના કરો. ઈશ્વર જરૂર જવાબ આપશે. ". આમ વાત કરી એક બીજાને ગુડ નાઈટ કરી તેવો છુટા પડ્યાં.
નર્સ ભાઈ બીજે દિવસે ડ્યુટી પાર આવ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે એમના પેશન્ટ રાત્રે 3 વાગે નર્સ ની ટેબલ પાસે જાતે ચાલી ને આવ્યા હતા અને પોતાનું બાઇબલ આપી ને કહ્યું હતું કે હવે મારે આની જરૂર નથી. અને તેવો શાંતિથી  ચાલી ને પોતાના રૂમમાં પાછા જઈ ને જાતે પોતાના બેડ પર સુઈ ગયા, અને શાંતિ થી મૃત્યુ પામ્યા. 
પોતાનો પાપનો બોજો ઉંચકીને આ પેશન્ટ 6 વર્ષ લાચારી, દૂખ અને અસહાયતાની જિંદગી જીવ્યું. પરંતુ જયારે ઈશ્વર પાસે પસ્તાવો કરી પોતાના પાપનો બોજો ઉતારી માફી મેળવી કે તરત બધું જ અહીં મૂકી શાંતિ થી ઈશ્વર પાસે ઈશ્વર સાથે ની અનંત સંગત નો આનંદ માણવા શાંતિ અને આનંદ થી પોહચી ગયા. 
માણસ ઘણીવાર પોતાના જ પાપના બોજ નીચે દબાય છે. કચરાય છે પરંતુ ઈશ્વર પાસે આવતા કે વાત કરતા ઘબરાય છે. એવા સમયે અપને આવા આત્મિક ઘાવો ને સમજી આવા ઘાયલ આત્મા પર જજમેન્ટલ બન્યા વગર પ્રેમ અને વિશ્વાસથી તેમને સાંભળી ને બાઇબલ અને ઈશ્વરની માફી રૂપી મલમ માંગાવીએતો, ઘણા આત્માઓને શાંતિ અને વિશ્વાશનું સાજાપણું માલીશાકે છે.



Purvi Hope

Story Refrance 
Chicken Soup for the Soul
Image Refrance 
Google Images