Tuesday, 26 October 2021

Life is Beautiful


 How are you, Friends? After a long time, I decided to write something. This is something different from my other blog. Today I realized what it means to grow old from the mind. Get rid of laughter in life, don't feel good about anything, like 70 jokes for laughter, everything must be connected with the past and if it doesn't happen, then do it to me. This is not life.

Laugh openly, even if you are alone, do not embrace what is good from the heart. Instead of dwelling on the past, try to listen to the small steps of the subject, even if it sounds slow. It's the same life for me.


There is no such thing as a lifetime. So why can't we learn to live with ourselves? We don't even learn to understand who wants to be with us. Why do people think that a person living happily alone does not have any other responsibilities or dreams? Whatever we do is always favour to it and that is what we have to do !!

Life is so beautiful. Just as you have dreams, so do others. Just as you have responsibilities, so do others. Maybe if you are from America, there will be someone who is a wanderer in Japan. Life is the same for everyone. So live without counting the age and don't let others live like this?

For Gujarati Blog: Click 

Image reference :  

1. Photo by  Jennifer Marquez on Unsplash

2.  Photo by Daiga Ellaby on Unsplash

  

સુંદર જીવન​

 કેમ છો મિત્રો? ઘણા સમય પછી કાંઇક લખ​વાનું મન થયું. આ કાંઇક મારા બીજા બ્લોગથી જુદુ. આજે સમજાયું કે મન થી ઘરડા થ​વું એટલે શું? જીવનમાં થી હાસ્યનું જતુ રહેવું, કાંઇ પણ ન​વું સારુ ના લાગ​વું, હસવા માટે ૬૦ના જોક્સજ ગમ​વા, દરેક વાતમાં ભુતકાળ સાથે જ કનેક્ટ થાવી જ જોયે અને જો ના થાય તો મારી ને કર​વાની. આ જીવન નથી. 

ખુલીને હસ​વું પછી ભલે એક્લા હોઇએ, ન​વું જે સારુ છે એને દિલથી ગળે લગાવું. ભુતકાળને વગોળવાને બદલે ભ​વિષ્યના નાના પગલાને સાંભળવાની કોશીશ કર​વી ભલે ને ધીમા સાંભળાય​. મારા માટેતો એજ જીવન છે.

જીવનમાં કોઇ જીવન ભર સાથે નથી જ રેહ​વાનું. તો પોતાની જાત સાથેજ જીવતા આપણે કેમ નથી શીખી શક્તાં? આપણેતો એ પણ નથી શિખતા કે જે પોતાની સાથે રહેવા માંગે છે તેને સામજીયે. લોકોને એવું કેમ લાગે છે કે એકલી સુખેથી જીવતી વ્યક્તિ ને કોઇ બીજી જ​વાબદરી કે સપના ના હોય​. અમે જે કરીયે તે હમેશા એના પર એક ઉપકાર કેવાય અને એ તો એને કર​વાનું જ​!!  

જીવન ખુબ સુંદર છે. તમારા જેમ સપના છે, તેમ બીજાના પણ છે. તમારી જેમ જ્વાબદારીઓ છે, તેમ બીજાની પણ છે જ. ક્દાચ તમને અમેરીકા જ​વુ છે તો કોઇક એવું પણ હશે કે જેને જાપાનમાં રખડ​વું હોય​. જીવન બધાને એક જ મલયું છે. તો ઉંમર ગણ્યા વગર જીવો અને બીજા ને એમની રીતે જીવવાદો એવું ના થાય​?

For English Version  Click

Image reference :  

1. Photo by  Jennifer Marquez on Unsplash

2.  Photo by Daiga Ellaby on Unsplash

  

Sunday, 21 April 2019

40 Lent Sessions

 ઈસ્ટર ની પ્રેમી સલામ 
આપ સૌવને ઈસ્ટર ની સલામ. આજે ઈસ્ટર પ્રભુ ઈશુનો પુનરુથાન નો દિવસ, મૃત્યુ પર વિજય અને અનંતકાલીન જીવન નો દિવસ.આ  નિમિતે બાઇબલની ત્રણ મહાન વાતો પર મનન કરીયે. 
1. મહાન વિશ્વાસ 
2. મહાન આશા 
3. મહાન પ્રેમ 
1. મહાન વિશ્વાસ : પ્રભુ પર વિશ્વાસ, ઈશ્વરે કીધું છે કે તમે જો મારા પર રાયના દાણા જેટલો પણ વિશ્વાસ રાખશો અને માંગશો તો પર્વત પણ પોતાની જગ્યા એ થી હટી  જશે. આવા જ વિશ્વાસની વાત એટલે એક માંદા માણસને છાપરું તોડીને પ્રભુ પાસે લેવવામાં આવ્યો. ત્યારે પ્રભુ એ તેને કહ્યું કે ઉઠ અને ટેરો ખાટલો ઉપાડ. તે ઉભો થયો તે.  વળી માંદી સ્ત્રી ભીડમાં છુપાઈને માત્ર પ્રભુના કપડાને સ્પર્શ કરે છે એ વિશ્વાસ થી કે પ્રભુના કપડાંની કોર હું અડકીશ તો પણ હું સાજી થઇ જઈશ. એ વિશ્વાસ કે અધિકારી પ્રભુને કહે છે કે તું મારા ઘરે નહિ આવે તો પણ ચાલશે તું ખાલી આદેશ દે અને મારી દીકરી સાજી થઇ જશે. આ બધા નો વિશ્વાસ પ્રભુ પાર મોટો છે. ઈશ્વર જે જીવિત છે જે હમેશા આપણી સાથે છે. તે સર્વકાલીન ઈશ્વર પર નો વિશ્વાસ આજે પણ એટલોજ અતૂટ અને અફર છે.માંગો તો તમને મળશે. તમે માગો ઈશ્વર તમને જરૂર થી આપશે. બાઇબલ માં કીધું છે કે "તેથી તમાંરે સમજી લેવું જોઈએ કે ફકત યહોવા જ તમાંરા દેવ છે, એ જ માંત્ર સાચા વિશ્વાસુ દેવ છે. તે પોતાનો કરાર હજારો પેઢીઓ સુધી રાખે છે, અને જેઓ તેના પર પ્રેમ રાખે છે અને તેની આજ્ઞાઓનું પાલન કરે છે, તેમના પર કરુણા રાખે છે. (પુનર્નિયમ 7:9)."
2. મહાન આશા : ઈશુની એ ખાલી કબર આપણને એક મહાન આશા, સર્વકાલીન જીવનની આશા આપે છે. ઈશુ જે દેવનો દીકરો, માનવી તરીકે જન્મયો, આપણા પાપોના લીધે વિંધાયો, કચડ઼ાયોં. તે ઇસ્ટર્ન દિવસે પુનઃ જીવિત થયો. અઠવાડિયાની શરૂવાત ના દિવસે જયારે મરિયમ ઈશુની કબરે  ગઈ ત્યારે તેને ઈશુના બદલે બે દૂતો મળ્યા. જેમણે તેને જણાવ્યું કે "તું જેને શોધે છે તે અહીં નથી.". અને ઈશ્વર તેની સામે આવ્યા, તેને બોલાવી કે મરિયમ મારા શિષ્યોને જઈને કહે કે હું ઉઠ્યો છું. અને થોમા એ ઈશ્વરના ઘાવ પર હાથ મૂકીને ખાત્રી કરી. એક જીવિત સર્વકાલીન મહાન પ્રભુ. જેમણે વિશ્વાશ આપ્યો કે હું સદા સર્વકાળ તમારી સાથે જ છું. મહાન આશા. ઈશ્વર કહે છે કે "તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ.  તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો.  મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.(માથ્થી 11:28-30)"
3. મહાન પ્રેમ : ઈશ્વરનો માનવ જાત પરનો અતૂટ પ્રેમ કે તેમણે પૃથ્વી પર ના પાપની સજા ભોગવા પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. જે હલવાનની જેમ હણાયો. કે જેથી આપણને આપણા પાપોની માફી મળે. ઈશુ તો નિશ કલંક નિષ્પાપ હતા. છતાં એમણે એ દુઃખ સહ્યા જે આપણા પાપોની સજા હતી. આજે પણ આપણે આપણા પાપો થી પાંચ નથી ફર્યા. પરંતુ એ ક્રોસ અને એ ખાલી કબર આપણ ને પાપોથી પાંચ ફરી પશ્ચ્યાતાપ કરી માફી માંગવા જણાવે છે. આવો આપણે આપણા પાપોની માફી માંગીયે. આત્મિક, અંનત  જીવન મેળવીયે. બાઇબલ માં કીધું છે કે "હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય.(યોહાન 3:16-17)"
આજે આ સાથે આપણો આ વર્ષનો સંગાથ અહીં પૂરો થયો. અમને તમારી પ્રાર્થના માં ધરી રાખજો. કે અમે એક કે બીજી રીતે ઈશ્વરની સેવામાં મજબૂત બનીયે અને આગળ વધીયે.  ઈશ્વર આપ સૌને તેની અપાર શાંતિ અને પ્રેમ આપે તેવી જ પ્રાર્થના.આમીન.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Saturday, 20 April 2019

40 Lent Sessions

અજાણ્યા મુલાકાતી 
આપણે જાણી છીએ કે મૃત્યુ એ અફર છે એમ સનાતન જીવન પણ અફર છે. ઈશ્વર આપણને સનાતન જીવન વિષે જણાવી ચુક્યા છે. ઇસ્ટરની પૂર્વ સંધ્યા એ આજે આપણે આવાજ એક સનાતન જીવન ની આશાની   કરીયે.
એક દીકરી પોતાની માતાના છેલ્લા દિવસોની વાત અહીં કરે છે. તેની માતા ને કૅન્સર હતું જે ધીરે ધીરે હાડકા માં થઇ ને મગજ તરફ પ્રસરી રહ્યું હતું. ડોક્ટરના કહેવા થી માતાને ઘરે લઇ આવ્યા હતા. હોસ્પિટલમાંથી રોજ જરૂરી શે મળી જતી હતી. દીકરી પોતાની માતાના છેલ્લા દિવસોની પ્રેમ થી કાળજી લઇ રહી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસમાં માતાને મળવા માટે કોઈ રોજ આવતું હતું. જેને જોયા પછી જેની સાથે વાત કર્યા પછી માતા ખુબ ખુશ રહેતા હતા. પરંતુ આષ્ચર્ય એ વાત નું હતું કે આ આગંતુક ક્યારેય દીકરી ને દેખાતા નહતા. હવે ની વાત દીકરીના શબ્દોમાં :" હું રોજ તેને જોતી હતી. તે ખુબ ખુશ હતી. જયારે આગંતુક આવતા ત્યારે તે તેમની સાથે પોતાના બાળપણની, યુવાનીની ઘણી વાતો કરતી હતી. કેટલીક વાતો એવી હતી કે જાણે કોઈ નવી જગ્યા વિષે ની માહિતી લેતી હોય. હું ઘણી વખત એની વાતો માં સામેલ થવાની કોશિશ કરતી હતી. પરંતુ હું બિલકુલ સમજી જ નહતી શકતી કે શું વાત કરું? મારી માતા એ આગંતુકો સાથે વાત કરવામાં એટલી તલ્લીન થઇ જતી હતી કે હું જો એ રૂમ માં હોવ તો પણ મને ભૂલી જતી હતી.
પણ હવે હું પણ એ આગંતુક કે ને ઓળખું છું. થોડા દિવસ પચિહું માતાને જમાડી રહી હતી ત્યારે માતા રૂમના ખૂણામાં તાકી રહી હતી. તેને પૂછતાં તેને કહ્યું કે ત્યાં ઉપર ત્રણ દૂતો ઉડે છે. એ આવે પછી મારા મુલાકાતીઓ પણ આવે છે. તું જલ્દી પતાવ એમના આવાનો સમય થઇ ગયો છે. ત્યારે મને સમજાયું કે ઈશ્વર ના દૂતો માતા ને મળવા આવે છે. જે તેમને અનન્ત જીવ તરફ દોરી જાય છે. જે તેમને હવે પછીના જીવન વિષે માહિતી આપે છે. ધીરે ધીરે હું પણ સમજવા લાગી કે હવે મારે માતાને જવા દેવા જોઈએ. તેથી હું તેમને જણાવા લાગી કે તારે તેમની સાથે જવું છે?  તું મારી ચિંતા ના કરીશ. તું શાંતિ થી એમની સાથે જા. હું કેવીરીતે માતાને  પીડામાં અહીં પકડી રાખું? ત્યાંના જીવન વિષે હવે તે જાણી ગઈ હતી. અને તેની વાતો પરથી તે ત્યાં જવા માટે તે તૈયાર હતી, સાથે ખુશ પણ હતી. ધીરે ધીરે માતા એ અહીંની બધી વાતો છોડવા માડી. તે ખેતી મારે એની ત્યાં કોઈ જરૂરત નથી. તેને મળવા આવનારા આગંતુકોની સંખ્યા અને મુલાકાત નો સમય પણ વધવા લાગ્યો. હવે તે મુલાકાત દરમ્યન બાઇબલ વાંચન પણ કરવા લાગી. ભલે હું આંગતુકોને જોઈ નહતી શક્તિ પણ ઓળખી તો શક્તિ જ હતી તેથી માતા માંગે તે તેને આપવા હમેશા ત્તર્પર રહેવા લાગી. અને એક દિવસ તે આગંતુકો સાથે ચાલી નીકળી. તેના મુખ પર અપાર શાંતિ હતી. હું પણ જાણતી હતી કે તે ત્યાં એકલી નહતી. તે ત્યાં થી ઘણી પરિચિત હતી. ત્યાં અહીં જેવા દુઃખો નહતા. એ અંનત જીવન માં સામેલ હતી. એક દિવસ તે મને પછી મળશે એની મને ખત્રી હતી."
 બાઇબલ કહે છે કે " હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.: (યોહાન :3-6)". વળી ઈશુ કહે છે કે "હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે.(યોહાન: 5:24)". વળી ઈશ્વર કહે છે કે "જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે.(માથ્થી 10:28)".

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
pegitboard.com



Friday, 19 April 2019

40 Lent Sessions

પ્રાર્થના
આજે  ભાલો કે શુભ શુક્રવાર. ઈશ્વરના અતૂટ પ્રેમ અને બલિદાનની વાત. આજે સવારે પાળક સાહેબે ઈશુ એ બેથસેબા ની વાડીમાં કરેલી છેલ્લી પ્રાર્થના વિષે જણાવ્યું. મને ઘણા મારા મિત્રો પૂછે છે કે તમે શું પ્રાર્થના કરો છો? તમે કેવી રીતે પ્રાર્થના કરો છો? પ્રાર્થના કરવા માટે કે ઈશ્વર સાથે વાત કરવા માટે કોઈ મોટા શબ્દ કે મોટી વાતો ની જરૂર પડતી નથી. ઈશ્વર સાથે મોઢા મોઢ જે કહેવાય તે પ્રાર્થના. ચાલો આપણે તે જોઈએ.
એક દીકરી પાળકસાહેબ પાસે પ્રાર્થનાની વિંનતી લઇ ને ગઈ. તેણે નવા આવેલા પાળક સાહેબને વિનંતી કરી કે સાહેબ મારા પિતા પથારી વશ છે તો તમે તેમના માટે પ્રાર્થના કરવા આવશો? પાળક સાહેબ વિંનતિને ધ્યાનમાં રાખીને એક દિવસ પ્રાર્થના માટે તેમના ઘરે ગયા. તે ગયા ત્યારે દીકરી પિતાજીની દવા લેવા બહાર ગઈ હતી. સેવિકા પાળક સાહેબને પિતાના રૂમ માં દોરી ગઈ. તેવો રૂમમાં ગયા તો તેમને જોયું કે ત્યાં બે ખુરશી હતી. એક ખટલાની બરાબર સામે અને બીજી સહેજ બાજુમાં. પાળક સાહેબ સામે ની ખુરશીમાં બેસવા ગયા. તે સમયે પિતાએ તેમને બીજી ખુરશીમાં બેસવા આગ્રહ કર્યો. અને સેવિકાને કામ સોંપીને બહાર મોકલી દીધી. બન્ને એકલા પડ્યા પછી પિતાજી એ ધીરેથી જણાવ્યું કે આ ખુરશી તો ઈશ્વર માટે છે. તમે મારા પર હસસો પરંતુ સાચું કહું તો મને પ્રાર્થના કરતા આવડતું નથી. મેં આ વાત મરી દીકરી ને પણ નથી કહી. મારા એક મિત્રે મને આ રસ્તો બતાવ્યો કે તું તારી સામે એક ખાલી ખુરશી મૂક અને તેમાં જાણે ઈશ્વર બેઠા છે તેમ તું તેમની સાથે વાત કર. એમ કરતા કરતા તને પ્રાર્થના વાસી જશે. પરંતુ આટલા વર્ષો થયા હજુ મને પ્રાર્થના તો નથી આવડી પરંતુ ઈશ્વર સાથે વાત કરતા અવળી ગયું છે. એટલે મેં તમને બીજી ખુશી આપી. આ ખુરશી માં ઈશ્વર બેસસે. પાળક સાહેબને આ વાત થોડી અજુગતી લાગી. પરંતુ તેમણે વડીલને દુઃખી ના કરતા તેમના કહ્યા મુજબ કરી તેમના માટે પ્રાર્થના કરાવી. 
થોડા દિવસ પછી દીકરી નો પાળક સાહેબ પર ફોન આવ્યો કે મારા પિતાનું દેહાંત થયું છે. પાળક સાહેબ ગયા બધી વિધિ પતાવી. થોડા દિવસ પછી પાળક સાહેબ તેમની મુલાકાતે ગયા ત્યારે દીકરી એં તેમને જણાવ્યું કે મારા પિતા થોડું અજુગતું વર્તન કરતા હતા. તે તેમની સામે વળી ખુરશી પર કોઈને બેસવા દેતા નહતા. પરંતુ તે મૃત્યુ પામ્યા ત્યારે તેવો એજ ખુરશી પર માથું ટેકવીને બેઠા હતા. તેમના મુખ પર ખુબ શાંતિ અને અદભુત પ્રકાશ હતો. એવું કેમ થયું? આ સાંભળીને પાળક સાહેબ સ્તભ થઇ ગયા. તેમણે ખાલી એટલુંજ કહ્યું કે આવું મોત તો આમે બધા જ ઝાંખીયે છીએ. તમારા પિતા ઈશ્વર પાસે ખુબજ આનંદ સાથે પ્રયાણ કરી ગયા છે.
હા મિત્રો! પ્રાર્થના એ કોઈ વિધિ કે કોઈ ખાશ શબ્દ નથી. પ્રાર્થના એટલે ઈશ્વર સાથે ની વાત. ઈશ્વર જે આપનો પિતા છે,મિત્ર છે, ભાઈ છે, ગુરુ છે. તેની સાથે મોઢામોઢની વાત એટલે પ્રાર્થના. બાઇબલમાં ઈશ્વરે શીખવેલી પ્રાર્થના છે જે આ પ્રમાણે છે "આ રીતે આ રીતે પ્રાર્થના કરો: આપણા પિતા કે જે સ્વર્ગમાં છે, તમારું નામ પવિત્ર બનો. તમારું સામ્રાજ્ય આવે છે, સ્વર્ગમાં જેવું છે, તમારું પૃથ્વી પર થશે. અમને આજની દૈનિક રોટલી  આપો. અને આપણા ઋણો  ને માફ કરજો, જેમ કે અમે અમારા ઋણીઓ ને માફ કરીએ છીએ. અને અમને લાલચમાં ન દો, પણ અમને દુષ્ટતાથી બચાવ; કેમકે તારું સામ્રાજ્ય, અને તાર તથા મહિમા સદા માટે છે. આમીન.(માથ્થી 6:9-13)". વળી બાઇબલમાં કીધું છે કે "તે વખતે મેં જેમને પોતાના કર્યા છે તે, લોકો મારે શરણે આવીને પ્રાર્થના કરે અને મારુ માર્ગદર્શન માગે અને ખોટે માગેર્થી પાછા ફરે તો હું આકાશમાંથી સાંભળીશ અને તેમનાં પાપોને માફ કરીશ અને તેમની ભૂમિને સ્વસ્થ કરી દઇશ.(કાળવૃતાન્ત 2 7:14)". વળી પ્રાર્થના કરવા માટે ના નિર્દેશ ઈશ્વર આપે જ છે "જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે દંભી લોકોની જેમ ના કરો. દંભી લોકો સભાસ્થાનોએ શેરીઓના ખૂણા પાસે ઉભા રહી મોટા અવાજથી પ્રાર્થના કરે છે. જેથી લોકો તેમને જોઈ શકે. હું તમને સત્ય કહું છું કે તેમને તેનો પૂરો બદલો મળી ગયો છે. જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ અને તમારા ઓરડાના બારણાં બંધ કરો. પછી તમારા પિતાને પ્રાર્થના કરો. તમારો પિતા ગુપ્ત રીતે કરવામાં આવેલાં કામ જોઈ શકે છે. અને તે તેનો તમને બદલો આપે છે. અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે અધર્મીઓની જેમ પ્રાર્થના ના કરો, તેઓ માને છે કે દેવની પાસે ઘણી વાતો કરવાથી દેવ ચોક્કસ કાંઈક તો સાંભળશે જ.  તમે એવા લોકો જેવા ન બનો, તમે તેની પાસે માંગણી કરો તે પહેલા તમરા પિતા જાણે છે કે તમારે શાની જરૂર છે (માથ્થી 6:5-8)."
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

Reference Story
Chicken Soup for the Soul

Reference for Images
Dailyverses.net

Thursday, 18 April 2019

40 Lent Sessions

મહાન પ્રેમ
આપણે પહેલા આગાથે પ્રેમ જોયો હતો. આજે માનવીનો માનવી પ્રતેયનો પ્રેમ જોઈએ. પ્રેમ એ માનવતાનું જ બીજું નામ છે. ઈશ્વરે કીધું હતું કે પોતાના લોકો પર તો બધા જ પ્રેમ કરે. પરંતુ  પારકા પર અને પોતાના દુશ્મન પર પણ પ્રેમ રાખો. આપણે સિગ્નલ પર ઊભા હોઈએ છીએ ત્યારે ઘણા લોકો ને જોઈએ છે જે ભીખ માંગતા હોય, કોઈક વસ્તુ વેંચતા હોય, નાના બાળકો, મોટી ઉંમર ના લોકો, સ્ત્રી, પુરુષ અને ઘણા. કેટલાક ને જોઈ ને આપણા માંથી ઘણા મોં  ફેરવી લે છે,  કેટલાક ના હ્ર્દયમાં દયા હોય તો પાંચ દસ રૂપિયા આપી દે છે. કેટલાક એવા પણ હોય છે કે જુવે છે ટીકા ટીપણી કરે છે,અથવા મદદ કરું કે ના કરું ના વિચાર માં સમય જતો રહે છે, સિગ્નલ ચાલુ થઇ જાય છે અને પાછા પોતાના માં લાગી જાય છે. આજે આપણે એવા જ એક સિગ્નલ ની વાત કરી એ.
એક ખુબજ ઠંડો શિયાળો ચારે બાજુ ચાર થી પાંચ ઇંચ જાડા બરફ ના થર જામેલા રસ્તા ના એક સિગ્નલ પર સાઈડ માં એક ગરીબ પુંઠા પર સૂતો છે. એક પાતળી ગોદડી ઓઢી છે. એના કપડાં પણ ફાટી ગયેલા છે, ના તો એના પગ માં મોજા છે ના બુટ. એક ગાડી ઉભી છે જેમાં એક કમ્પનીના મેનેજર છે. તે આ દ્રશ્ય જુવે છે તેમને દયા આવે છે. પણ શું કરવું તે ખબર નથી પડતી. ગાડી માંથી ઉતરું? મદદ કરું? મદદ કરું તો ગળે તો ના પડે ને? એવા વિચારો ચાલતા હતા ત્યાં તો સિગ્નલ ચાલુ થયો ગાડી આગળ ચાલી અને પેલો ગરીબ આંખો થી દૂર થયો ને ભુલાઈ ગયો. ઓફિસ પોહ્ચ્યા. એમનો પટાવાળો હજુ આવ્યો નહતો. એટલે દરવાનને બોલાવી ને જરૂરી સૂચના આપી તેવો તેમની મિટિંગમાં જતા રહ્યા. તેવો સાંજે પાછા આવ્યા તો તેમણે તેમના પટાવાળાને પૂછ્યું કે આજે કેમ મોડો આવ્યો? પટાવાળા એ જણાવ્યું કે ઓફિસ આવતા રસ્તામાં એક ભાઈ પુંઠા  પર સુતા હતા. તેમની પાસે ના સરખું ઓઢવાનું હતું, ના પહેરવાનું. કાલે મારો પગાર આવ્યો હતો, એટલે હું એમને સાથે લઇ ને  રાહત શિબિરમાં મુકવા જતા રસ્તામાં બે જોડ કપડાં અપાવતો આવ્યો. એમાં મને મોડું થઇ ગયું. મેનેજર સાહેબ આ સાંભળી ને બહુ શર્મિંદા થયા. એ સમજી ગયા કે આ એજ ભાઈ ની વાત કરે છે જેને મેં આજે સવારે જોયો હતો. 
રાત્રે ઘરે  આવ્યા ત્યારે ટીવી પર એક સામાજિક કર્યકર્તાનો ઇન્ટરવ્યૂ ચાલતો હતો. તેમણે  જણાવ્યું કે જયારે મધર ટેરેસાને પૂછવામાં આવ્યું કે તમારું સૌથી મોટું કર્યા ક્યુ? ત્યારે મધરે જવાબ આપ્યો કે મારુ કોઈ કામ મોટું કે મહાન નથી. હું તો પ્રેમ થી નાના કામ કરું છું. જે છે તે તો ઈશ્વર નો પ્રેમ છે જે મારા દ્વારા લોકો સુધી પોહ્ચે છે. કાર્ય મોટું નથી, પ્રેમ મોટો છે.
બાઇબલ માં કીધું છે કે "વહાલા મિત્રો, આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ, કારણ કે પ્રેમ દેવ પાસેથી આવે છે. જે વ્યક્તિ પ્રેમ કરે છે તે દેવનુ બાળક બને છે અને દેવને ઓળખે છે. (1 યોહાનનો પત્ર 4:7)".  "તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો છો આથી એકબીજા પર પ્રીતિ કરવાનું ચાલું રાખો. (હિબ્રૂઓને પત્ર 13:1)". ઈશ્વર કહે છે કે "જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ. (રોમનોને પત્ર 12:10)". જરૂરત વાળા લોકો ને ખાલી થોડી  સહાય ના કરો. એમને દુઃખમાંથી ઉભા થવા માં મદદ કરો. "તમે જે કંઈ કાર્ય કરો તે સ્વાર્થ અને અહંકાર પ્રેરિત ન કરશો. નમ્ર બનો અને બીજાને તમારા કરતા વિશેષ ઉત્તમ ગણો. (ફિલિપ્પીઓને પત્ર 2:3)". વળી "તેથી એકબીજાને હિંમત આપીએ. અને દૃઢ બનવા માટે એકબીજાને મદદ કરીએ. (1 થેસ્સલોનિકીઓને 5:11)".

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

Wednesday, 17 April 2019

40 Lent Sessions

વચન
બાળક નાનું હોય ત્યારે તેના કોઈ ને કોઈ સ્વપ્ન હોય છે. એમને એ પુરા કેમ થશે એની સમજ હોતી નથી. પરંતુ સ્વ્પ્ન તો હોય છે. ઈશ્વરની યોજના કયારેક આ સ્વપ્ન થી અલગ હોય છે. આપણે પેહલા જ જોયું હતું કે ઈશ્વર ની કામ કરવાની પદ્ધતિ તો કૈક અલગ જ હોય છે. આજે આપણે આવા બે બાળકોની વાત કરી એ.
માલ્કમ અને જોહની બે ભાઈ. માલ્કમ મોટો અને જોહની નાનો. બન્ને વૅકેશનમાં તેના મામા ના ઘરે ગામડે આવ્યા. માલ્કમ 15 વર્ષનો અને જોહની 13 વર્ષનો. એક રવિવારે તેમણે ચર્ચમાં જવાને બદલે શિકાર કરવા માટે ઘરે બહાનું કરીને રોકાઈ ગયા. ઘર સાફ કરવાના ભણે મામાની બંદૂક શોધી કાઢી. મામા મામી ચર્ચમાં જવા ની તૈયારી કરતા હતા. ત્યાં માલ્કમના હાથમાં આવેલી બંદૂક ખાલી સમજીને તેણે ચેક કરવા ચલાવી દીધી. બંદૂકની ગોળી સીધી જોહનીના માથામાં ડાબી બાજુ પેસી ગઈ. જોહની ખાલી એટલુંજ બોલી શક્યો કે
"ભાઈ તે મને ગોળી મારી?". બંદૂક નો અવાજ સાંભળી ને મામા મામી  દોડી આવ્યા. તેમણે  તરતજ જોહની ને તેમની ગાડીમાં મૂકીને હોસ્પિટલ લઇ ગયા. જ્યાંના મગજના ડોક્ટરે કહ્યું કે જોહની ની બચવાની કોઈ આશા નથી. જો જોહની બચી પણ જશે તો તે જીવતી લાશ બની જશે.
આ બાજુ એકલા પડેલા માલ્કમે પ્રાર્થના કરવા નું ચાલુ કર્યું. આ પહેલા માલ્કમને ઈશ્વર સાથે કોઈ સંબંધ નહતો. એ હંમેશા ઈશ્વરથી દૂર જવાના પ્રયત્ન કરતો રહેતો. ચર્ચમાં નહિ જવાનું, માતાપિતાની વાત નહિ માનવાની, જીદ કરવાની, ખોટું બોલવાનું, ખરાબ સંગતમાં રહેવાનું એ બધા દુર્ગુણો તેના માં હતા. પરંતુ આ બનાવ એ તેને ઈશ્વરને પ્રાર્થવા મજબુર કરી દીધો. તેને કહ્યું કે " હે ઈશ્વર! મારા ભાઈ જોહનીને સાજો કરી દે હું ત્તારી સેવામાં મારુ જીવન ગાળીશ. હું પાળક બનીશ.", આ બાજુ જોહની રસ્તામાં જયારે થોડો ભાનમાં હતો ત્યારે પ્રાર્થના કરી કે " હે ઈશ્વર! મને બચાવી લે. હું ડોક્ટર બની ને લોકોની સેવા કરીશ." સમયને સારવાર બન્ને ચાલવા લાગ્યા. માલ્કમ જયારે પેહલી વખત હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેના જીવનમાં પહેલી ને ચેલી વખત તેને ઈશ્વરનો અવાજ સાંભળ્યો. તેને અંદર થી એક અવાજ આવ્યો કે "ડોક્ટર ભલે ગમે તે કહે, જોહનીને કાંઈજ નહિ થાય. તું તારું વચન પૂરું કરજે." મહિના પછી જોહનીને ઘરે લઇ જવામાં આવ્યો. થોડા દિવસ પછી તે પોતાના ગળામાંથી અવાજ કાઢી ને બોલવાની કોશિશ કરવા લાગ્યો. થોડા મહિના માં તે વાતચીત કરો થઇ ગયો. ડોક્ટર માટે આ બહુ મોટો ચમત્કાર જ હતો. ધીમે ધીમે તે ચાલવા પણ લાગ્યો. 
આમ દિવસો પપસર થવા લાગ્યા. માલ્કમ એ પોતાનું ગ્રજ્યુએશન પૂરું કર્યું. એને પોતાનું વચન યાદ હતું, પરંતુ પૂરું કરવાંમાં મન નહતું માનતું. માલ્કમે પોતાના વચન વિષે કોઈને કાંઈજ કહ્યું નહતું. એક દિવસ એ જયારે ચર્ચ માં બેઠો હતો ત્યારે પાળક સાહેબ તેની પાસે આવી ને કહ્યું કે" ભાઈ મેં સાંભળ્યું છે કે તું પાળક બનવાનો છે? એ તો ઘણી જ સારી વાત છે. તું  ક્યારથી જોડાય છે?". આ સાંભળી ને માલ્કમને આશ્ચ્રર્ય થયું કે મેં તો કોઈને કીધુંજ નથી. પરંતુ એ પછી માલ્કમ પાળક તરીકે જોડાઈ ગયો અને તેને ઈશ્વરને આપેલું વચન પૂરું કર્યું. આ બાજુ જોહની પણ સવસ્થ થઇ ને ભણવા તથા ખેલકુંદ માં ખાસો આગળ આવી ગયો. તે અત્યારે લક્ષ્કરમાં રેડીયોલોજીસ્ટ ડૉક્ટર તરીકે સેવા આપે છે. બંને ભાઈ નું જીવન ઈશ્વરે એક જ વાર માં બદલી દીધું. તેમના કે તેમના માતા પિતા ની નહિ પરંતુ ઈશ્વરની યોજના તેમના જીવન માં કાર્ય કરી ગઈ હતી.
પ્રાર્થના બન્ને ભાઈ ઓ ની જે આફતમાં ઈશ્વરીય માર્ગદર્શન છે. સહારો છે. "તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખે, તો તે તમને મળશે. (માર્ક 11:24)" . જયારે તમે હ્ર્દયના ઊંડાણથી માંગો છો તો તે મળે જ છે. "જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે; તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે. (ગીતશાસ્ત્ર 145:18)". સાથે તમે જે ઈશ્વરને વચન આપો છો તે પૂર્ણ કરો. "ના, હું મારા કરારનું ખંડન નહિ કરું, મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું. (ગીતશાસ્ત્ર 89:34)". બાઇબલમાં કીધું છે કે  "જો કોઈ વ્યક્તિ કોઈ બાબત માંટે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવા માંટે દેવ સમક્ષ વચન આપે તો તેણે તેનો ભંગ કરવો નહિ. વચનનું પાલન અચૂક કરવું. (ગણના 30:2)". તમે જે પણ માંગો  છો તે તે આપે છે તો તેને આપેલું વચન તમારે પૂર્ણ કરવું જ રહ્યું.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images